રાજસ્થાન ની રાજધાની જયપુરથી માત્ર 150 કિમી દુર છે પુષ્કર નામની પાવન નગરી.
કહેવાય છે કે અહીં સ્થિત પુષ્કર તળાવ, જેને પુષ્કર સરોવર કહેવામાં આવે છે, તે ઈસા થી 400 વર્ષ જૂનુ છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવતી કાર્તિક પુર્ણિમા ના દિવસે આ પ્રાચીન તળાવમાં ડુબકી લગાવવા આખા દેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ આવે છે.
શ્રધ્ધા અને આધ્યાત્મિકતાથી ભરેલા આ શહેરને અહીં દર વર્ષે ભરાતા પશુ મેળા કે પુષ્કર મેળા માટે પણ ઓળખવામા આવે છે. પરંતુ આ શહેરની માન્યતાનું માત્ર આ એક જ કારણ નથી હો. આ શહેરને તીર્થ રાજ કહેવા પાછળનું કારણ અહીં બનેલ, જગતપિતા બ્રહ્માનું મંદિર છે, જે આખી ભારતમાં બીજે ક્યાંય નથી.
સૃષ્ટિ ના નિર્માતા બ્રહ્મા દેવનું એકમાત્ર મંદિર
એમ તો પુષ્કર સરોવરના કિનારે બનેલા 500 મંદિરોમાં દરેકની પોતાની એક કહાની છે, પણ આ શહેરની માન્યતા પાછળનુત્ર ખાસ કારણ અહીં બનેલ બ્રહ્માનું મંદિર છે.
બ્રહ્મા મંદિરથી જોડાયેલા કિસ્સાઓ
હવે કિસ્સા, કહાનીઓ અને પુરાણોની વાત કરીએ તો બ્રહ્મા મંદિર બનવાની કહાની ઘણી દિલચસ્પ છે. આ કહાનીમાં લડાઈ છે, તો પ્રેમ પણ છે; અને ઈર્ષ્યા છે તો પશ્ચાતાપ પણ.
બ્રહ્માજી મંદિરથી જોડાયેલી લડાઈ
હિંદુ ધર્મના પદ્મ પુરાણ અનુસાર આ સૃષ્ટિના રચયિતા બ્રહ્મા દેવે જ્યારે વજ્રનાભ નામના રાક્ષસને બધુ તબાહ કરતા અને લોકોને હેરાન કરતા જોયો ત્યારે તેમણે પોતાના હથિયાર કમળ ફુલ દ્વારા હમલો કરી દીધો. કમળનું ફુલ વાગતા જ રાક્ષસ મરી ગયો, અને ધરતી પર જે ત્રણ જગ્યાઓ પર આ ફુલની પાંખડીઓ પડી એ જગ્યાને બ્રહ્માએ પુષ્કર (પુશ = ફુલ, કર = બ્રહ્માનો હાથ) કહીને સંબોધી. આ ત્રણ જગ્યાઓને આજ બુઢા પુષ્કર, મંઝલા પુષ્કર અને છોટા પુષ્કર નામથી ઓળખવામાં આવે છે, જે પાસે પાસે જ આવેલા છે.
બ્રહ્માજી મંદિરથી જોડાયેલી ઈર્ષ્યા
ધરતી પર બનેલી આ પવિત્ર જગ્યા પુષ્કરમાં બ્રહ્માએ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. યજ્ઞમાં બ્રહ્માની પત્નિ સાવીત્રીએ એક ખાસ રિતી માટે હાજર રહેવું પડે તેમ હતું, પરંતુ કોઈ કારણવશ સાવિત્રી હાજર રહી શક્યા નહીં. હવે થયુ એવુ કે યજ્ઞની રસમ માટે જે જગ્યાએ સાવિત્રીને બેસવાનું હતુ ત્યાં બ્રહ્માએ એક ગુજર છોકરીને બેઠાડવાનું વિચાર્યું. યજ્ઞમાં બેસતા પહેલા તે છોકરીને ગાયને અડાડીને પવિત્ર કરવામા આવી, અને આ રીતે ગાયત્રીનો જન્મ થયો. રસમ પુરી કરી યજ્ઞને સમ્પન્ન કરવામાં આવ્યો. જ્યારે સાવિત્રી પાછા આવ્યા ત્યારે પોતાની જગ્યાએ કોઈ બીજી સ્ત્રીને જોઈ એમને ખુબ ગુસ્સો આવ્યો. અને ગુસ્સામા તેમણે બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે દુનિયા તો બ્રહ્માએ બનાવી પણ આખી દુનિયામાં બ્રહ્માની પુજા ક્યાંય નહીં થાય. યજ્ઞની અગ્નિને શ્રાપ મળ્યો કે જે કોઈપણ તેને અડશે તે બળીને ભસ્મ થઈ જશે અને યજ્ઞમાં ઉપસ્થિત બ્રાહ્મણોને શ્રાપ મળ્યો કે તેઓ હંમેશા ગરીબ જ રહેશે.
બ્રહ્માજી મંદિર સાથે જોડાયેલો પ્રેમ
પરંતુ ગાયત્રી, કે જેમને યજ્ઞ દરમિયાન દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થઈ હતી, તેમણે શ્રાપનો પ્રભાવ ઓછો કરતા પુષ્કરને તીર્થ રાજની પદવી આપી અને બ્રહ્માને વરદાન આપ્યુ કે તેમની પુજા બીજે ક્યાંય નહીં પણ માત્ર પુષ્કરમાં થશે. સાથે સાથે અગ્નિને પવિત્રતાનું અને પંડિતોને ઈજ્જતનું વરદાન આપ્યું.
બ્રહ્માજી મંદિરથી જોડાયેલો પશ્ચાતાપ
શ્રાપ આપ્યા પછી સાવિત્રીને ખુબ દુ:ખ થયુ અને બ્રહ્માજીથી ક્યારેય દુર ન થવા તે પોતે પણ પુષ્કરમાં જ એક પહાડી પર ઝરણા રુપે વસી ગયા. આ ઝરણાની જગ્યાએ આજે સાવિત્રી દેવીનું મંદિર છે. કહેવાય છે કે બ્રહ્મા મંદિરના દર્શન કર્યા પછી તમે સાવિત્રી દેવીએ માથુ ના ટેકવો તો તમને પુષ્કર આવ્યાનું કોઈ પુણ્ય મળતું નથી.
મંદિર પાસેની જ એક પહાડી પર આવેલુ છે જેના માટે તમે રોપ વે મા બેસી શકો છો. 120 રુપિયામા તમને આવવા જવાની ટિકીટ મળી જશે. જો તમારે દર્શન નથી કરવા તો પણ રોપ વે નો અનુભવ ખુબ રોમંચક રહેશે.
તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આખા ભારતમાં એકમાત્ર બ્રહ્માનું મંદિર પુષ્કરમાં જ કેમ છે. નાસ્તિકતાના નામ પર તમે ભલેને કંઈપણ કહો, પણ પુષ્કરના લોકોને પુછશો તો ખબર પડશે કે લોકો આ જ કહાની પર વિશ્વાસ કરે છે. જે હોય તે, બ્રહ્માજીના આ વાર્તા વાંચવા કે સાંભળવા વાળાને બોર નહીં થવા દે.
અને આમ જોવા જઈએ તો કેટલીય રોમાંટીક ફિલ્મોની કહાની કરતા તો વધુ જ દિલચસ્પ છે. તો આ કહાની પર કોઈ સ્ક્રીપ્ટ લખવામા આવે તો ? તમારા વિચાર કમેન્ટ બોક્સમાં કહો.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.
Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.
Add a comment ...