રામાયણ, હિંદુઓનો એ પવિત્ર ગ્રંથ છે જેની કથાઓ ના પ્રમાણ આજે પણ અસલ દુનિયામાં જોઈ શકાય છે. રામાયણ સાથે જોડાયેલી આવી જ એક ખાસ જગ્યા છે રામેશ્વરમ. રામેશ્વરમ, રામાયણ ની એવી કેટલીય જગ્યાઓમાં ની એક છે જેને આજે તીર્થ માની ને હજારો શ્રધ્ધાળુઓ માથુ નમાવે છે. રામેશ્વરમ એ જ જગ્યા છે જ્યાંથી ભગવાન શ્રી રામે લંકા જવા માટે રામસેતુ બનાવવાની શરુઆત કરી હતી.
રામેશ્વરમ ના જોવાલાયક સ્થળો
તમિલનાડુ ના પંબન ટાપુ પર આવેલુ રામેશ્વરમ, રાજ્યથી પંબન પુલ દ્વારા જોડાયેલ છે. ભારત ના દક્ષિણી છેડે વસેલું આ શહેર શ્રીલંકા જવા માટે સૌથી નજીકનું સ્થળ પણ છે. અને હા, મંદિરો અને તીર્થ સ્થળો સિવાય અહીં ખુબ સુંદર દરિયાકિનારાઓ પણ છે. એટલે રામેશ્વરમ તીર્થ સ્થળની સાથે સાથે ફેમિલી વેકેશન માટે પણ મસ્ત જગ્યા છે.
રામેશ્વરમ મંદિર યાત્રા : તીર્થ માટે
રામેશ્વરમ નો પૌરાણિક ઈતિહાસ, તેને એક તીર્થ સ્થળ તરીકે સ્થાપિત કરે છે. સાથે સાથે આ જગ્યા ચાર ધામો માની એક છે. એટલે દરરોજ અહીં હજારો શ્રધ્ધાળુઓ પોતાની તીર્થ યાત્રા પુરી કરવા પહોંચે છે.
રામનાથસ્વામિ મંદિર
રામેશ્વરમનું સૌથી મોટું આકર્ષણ રામનાથસ્વામિ મંદિર છે. આ મંદિરમાં જ 12 પવિત્ર જ્યોતિર્લિંગ માથી એક સ્થાપિત છે. રામાયણ અનુસાર, ભગવાન શ્રી રામ અને માતા સિતાએ લંકાથી પરત આવ્યા પછી પોતાની ભુલો અને પાપોથી મુક્તિ મેળવવા અહીં શિવલિંગ સ્થાપીને ભગવાન શિવ ની ઊપાસના કરી હતી. કહેવાય છે કે આજે પણ મંદિરના ગર્ભ ગૃહમાં એ જ શિવલિંગ છે.
હવે રામેશ્વરમ નું આ મંદિર ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વપુર્ણ છે જ, પણ સાથે સાથે તે વાસ્તુકલાની દ્રષ્ટિએ પણ ખુબ નાયાબ છે. આ મંદિરનો કોરિડોર, દુનીયાના બધા જ મંદિરો કરતા સૌથી મોટો છે. દ્રવિડ વાસ્તુકલા મા બનેલા આ મંદિરમાં 1212 સ્થંભો છે, જે 30 ફુટ ઊંચા છે.
પંચમુખી હનુમાન મંદિર
રામનાથસ્વામિ મંદિરથી 2 કિમી દુર આવેલું આ મંદિર પણ શ્રધ્ધાળુઓ માટે ખુબ મહત્વપુર્ણ છે. નામથી જ ખબર પડી જાય કે અહીં પાંચ મુખો વાળા હનુમાનજી ની પુજા કરવામાં આવે છે. કહેવાય છે કે અહીં જ હનુમાનજી એ પહેલી વાર પોતાનું પંચમુખી રુપ ધારણ કર્યુ હતું. મંદિરના પરિસરમાં જ તરતો પત્થર પણ આવેલો છે. લોકોનું માનવું છે કે આ એ જ પત્થર છે જે રામસેતુ બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.
ધનુષકોડી મંદિર
1964 ના ચક્રવાત અને 2004 મા આવેલા ત્સુનામી માં બરબાદ થયા પછી ધનુષકોડી મંદિર એમ તો આજે ખંડર રુપે જ ઊભુ છે, પણ તેનો ધાર્મિક ઈતિહાસ તેને આજે પણ મહત્વપુર્ણ બનાવે છે. રામેશ્વરમ યાત્રાના આ અહમ સ્થાન વિશે માનવામાં આવે છે કે અહીં જ વિભિષણ એ રાવણને હરાવવા માટે ભગવાન શ્રી રામ સાથે ગઠબંધન કર્યુ હતુ અને અહી જ વિભિષણ નો રાજ્યાભિષેક થયો હતો.
આ સાથે રામેશ્વરમ તીર્થ યાત્રા પર જાદા તીર્થમ, લક્ષ્મણ તીર્થમ, વિલોંદી તીર્થ અને જટાયુ તીર્થ મંદિર પણ એવા સ્થળો છે જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તો રાહ શું જુઓ છો.? કરી લો આને પણ તમારા લિસ્ટ મા શામેલ.
રામેશ્વરમ યાત્રા : હરવા-ફરવા માટે
રામેશ્વરમ મા કુદરતી ખુબસુરતી અને અજાયબીઓ જોવા માટે એવી કેટલીય જગ્યાઓ છે જ્યાં તમે પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકો છો.
પંબંન પુલ
ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં દેખાડ્યા બાદ આ પુલ વધારે પ્રખ્યાત થઈ ગયો છે. દરિયાની વચ્ચેથી નીકળતો આ પુલ પંબંન દ્વિપને ભારતની જમીનથી જોડે છે. આ પુલ પરથી તમે ચારેય બાજુ ફેલાયેલા હિંદ મહાસાગરને જોઈ શકો છો. જો તમે પંબંન બ્રિજથી સફર કરી રહ્યા છો તો સાથે બનેલા રેલ્વે પુલને પણ જોઈ શકો છો, અને જો ટ્રેનથી રામેશ્વરમ નો સફર કરી રહ્યા છો તો આ રેલ્વે પુલનો નજારો જોઈને ડર, રોમાંચ અને હેરાની બધું જ એક સાથે મહેસુસ કરશો.
રામ સેતુ/ એડમ્સ બ્રિજ
રામેશ્વરમના રામસેતુ પર રામાયણ ના એક મહત્વપુર્ણ અધ્યાયનું પ્રમાણ મળે છે . કહેવાય છે કે પાણીની નીચે બનેલો લાઈમસ્ટોન નો આ પુલ એ જ સેતુ છે જેને ભગવાન શ્રી રામની સેનાએ લંકા પહોંચવા માટે બનાવ્યો હતો. જો કે આ પુલ જોવા માટે એમ તો હવાઈયાત્રાની જરુર પડે, પરંતુ તમે અહીંથી રામસેતુ સાથે બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના સંગમનું અદ્ભુત દ્રશ્ય જોઈ શકો છો.
આર્યમાન બીચ
રામેશ્વરમ મા એક દિવસ, વોટર સ્પોર્ટસ અને દિલકશ નજારાઓ માટે આર્યમાન બીચ તો જરુર જાઓ. અહીં તમે પેરાગ્લાઈડીંગ, વિંડ સર્ફીંગ, અને સ્પીડ બોટ જેવા સ્પોર્ટસની મજા માણી શકો છો. સાથે સાથે અહીં બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક પણ છે. આર્યમાન બીચ તમિલનાડુના સૌથી સુંદર બીચ માથી એક છે.
ધનુષકોડી
બે વાર કુદરતી હોનારત સહી ચુકેલ ધનુષકોડી, તેના દરિયાકિનારા અને ખંડેર ને લીધે પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. એવું માનવામા આવે છે કે ધનુષકોડીથી જ રામસેતુ બનાવવાની શરુઆત થઈ હતી.
કેવી રીતે પહોંચવું રામેશ્વરમ ?
હવાઈમાર્ગ : રામેશ્વરમમા કોઈ એરપોર્ટ નથી. અહીં પહોંચવા મદુરાઈ કે તુતીકોરિન એરપોર્ટ સૌથી નજીક છે. અહીં તમે બસ કે ટેક્સી દ્વારા સહેલાઈથી રામેશ્વરમ પહોંચી શકો છો.
ટ્રેન દ્વારા : રામેશ્વરમ રેલવે નેટવર્ક દ્વારા લગભગ બધા શહેરોથી જોડાયેલું છે. તમે ક્યાંય પણથી રામેશ્વરમ રેલ્વે સ્ટેશન માટે ટ્રેન પકડી શકો છો.
સડક યાત્રા : રોડ દ્વારા પણ રામેશ્વરમ દક્ષિણ ભારતના શહેરોથી સારી રીતે જોડાયેલું છે. મદુરાઈ, તંજાવુર અને ચેન્નઈથી તમને ડાયરેક્ટ રામેશ્વરમ માટે બસો મળશે. તમે ઈચ્છો તો ભાડે ટેક્સી પણ કરી શકો છો.
રામેશ્વરમ જવાનો યોગ્ય સમય
રામેશ્વરમ યાત્રા માટે ઓક્ટોબર થી એપ્રીલ નો સમયગાળો સૌથી યોગ્ય છે. આ સમયે વાતાવરણ ઠંડુ અને સૌમ્ય રહે છે. બીજા સમયે અહીં કાળજાળ ગરમી અને ચોમાસા મા ભારે વરસાદ સહેવો પડશે.