અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ

Tripoto
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 1/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 2/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 3/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 4/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 5/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 6/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 7/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 8/9 by Paurav Joshi
Photo of અલાહાબાદ અને વારાણસીઃ કુંભનો અનુભવ 9/9 by Paurav Joshi

હું કોઇ ધાર્મિક વ્યક્તિ નથી. પરંતુ ધર્મના નામે લાગતા માણસોના સૌથી મોટા ઉત્સવને કેમ મીસ કરું. અને જોવા જઇએ તો કુંભ મારો ધર્મ અંગે નહીં પરંતુ માણસ અને તેના અલગ અલગ વિશ્વાસ અંગે છે. વર્ષ 2013માં કુંભ અલાહાબાદમાં આયોજીત થયો હતો. જેને ત્રણ નદીઓ ગંગા, યમુના અને રહસ્યમયી નદી સરસ્વતીનો સંગમ પણ કહેવાય છે.

ફેબ્રુઆરીના શરુઆતી દિવસોમાં મેં અને મારા એક દોસ્તે આ તહેવારમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. એક મહિના સુધી ચાલનારા આ મેળાના અંતિમ દિવસે અમે અલાહાબાદ જનારી ટ્રેનની ટિકિટ બુક કરી લીધી. આ તહેવારમાં 4 દિવસ સ્નાન માટે મહત્વપૂર્ણ હોય છે. અમારી ટ્રેન સીમાંચલ એક્સપ્રેસ સવારે 7.30 વાગ્યે આવવાની હતી પરંતુ ધૂમ્મસના કારણે ટ્રેન 6 કલાક લેટ થઇ ગઇ. હું ટ્રેનની ટિકિટ રદ્દ કરાવવાનો જ હતો કે મારા દોસ્તે સારી સલાહ આપી. તેણે કહ્યું ટાઇમ પાસ કરવા માટે પાસેના સિનેમા હોલમાં ફિલ્મ જોઇએ તો કેવું રહેશે. વિચાર સારો હતો તો હું પણ માની ગયો. છેવટે બપોરે 3 વાગે અમે ટ્રેન પકડી. અમારે 4.30 વાગે અલાહાબાદમાં પહોંચવાનું હતુ પરંતુ હજુ સુધી તો અલીગઢ જ આવ્યું હતું. તો અંતે 10 કલાક સુધી થકવી નાંખનારી રેલ યાત્રા પછી રાતે 1 વાગે અમે અલાહાબાદ જનકટીઓ સુધી પહોંચી જ ગયા.

અમે વિચારી રહ્યા હતા કે અડધી રાતે સ્ટેશન સુમસામ હશે, પરંતુ આ શું. અહીં તો પગ રાખવાની જગ્યા નહોતી. જેમ તેમ અમે સ્ટેશનની બહાર નીકળ્યા અને હોટલ અંગે શોધવાનું શરુ કર્યુ. ખબર પડી કે લગભગ બધી હોટલ બુક છે. ઘણી શોધ પછી છેવટે અમને ગમે તેમ કરીને 3000 રુપિયા પ્રતિ રાતના હિસાબે એક રુમ મળી ગયો. પહેલા તો ભાવ સાંભળીને થોડો ખચકાટ થયો પરંતુ જ્યારે યાદ આવ્યું કે આખા શહેરમાં બીજી કોઇ વ્યવસ્થા નથી તો અમે આ સોદો મંજૂર રાખ્યો. રુમમાં સામાન રાખતા સુધીમાં રાતના 3 વાગી ચૂક્યા હતા. અમે ચાદર ઓઢીને આરામથી સુઇ ગયા. સવારે ઉઠ્યા તો સૂર્યનો તડકો રૂમમાં આવી રહ્યો હતો અને ઠંડીનું નામોનિશાન નહોતું. અમે ઓટો લીધી અને નીકળી પડ્યા સંગમ મેળા મેદાન તરફ. સ્નાન બીજા દિવસે હતું તો રસ્તા પર ઘણી ભીડ હતી. અડધે રસ્તે પહોંચવામાં અમને 40 મિનિટ લાગી ગઇ અને બાકીનો રસ્તો અમે પગપાળા કાપવાનું વિચાર્યું. પ્રવેશ રસ્તો એવો હતો જાણે કે મનુષ્યોની નદી હોય. અમે પણ આ નદીમાં કુદી ગયા અને એક કિલોમીટર ચાલ્યા પછી પ્રવેશ દ્ધાર પહોંચી ગયા. દ્ધાર એટલુ મોટુ હતુ જ્યાં આશ્રમ, મંદિર, વિશાળ વિશ્રામ સ્થળ અને ઘણાં બધા સંત જેમણે ભગવો પહેરી રાખ્યો હતો. અહીં એટલા લોકો હતા કે દુનિયાના અડધાથી વધુ દેશોની સેનાઓને હરાવી દે.

અમે ઘાટના કિનારે ખુલ્લા મેદાનમાં જવાનું વિચાર્યું. મોટાભાગના લોકો સ્નાન કરી રહ્યા હતા. પરંતુ અમે વારંવાર વિશાળ તંબૂ રુપી શહેરમાં ખોવાઇ જાત. છેવટે અમે બહાર ખુલ્લામાં આવી ગયા. અમે ઘાટ તરફ જતા સમયે રસ્તામાં એટલા પ્રકારના ચરિત્ર જોયા કે આ તહેવારની વિવિધતાએ આશ્ચર્યચક્તિ કરી દિધા. અમે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવાનું વિચાર્યું પરંતુ ન લગાવી શક્યા કારણ કે ભીડ અને ધક્કા મુક્કી એટલી બધી થઇ રહી હતી કે પોલીસ કોઇપણ સમયે લાઠી ચાર્જ કરી સકતી હતી અને અમે તેનો શિકાર નહોતા બનવા માંગતા. અમે ફરીથી હોટલ પાછા ફર્યા, થોડા અલાહાબાદ શહેરમાં ફર્યા, અમારા હોટલના માલિકની સલાહ અનુસાર થોડોક સમય સિવિલ લાઇન્સ જોયું.

બીજા દિવસે પવિત્ર સ્નાન થવાનું હતું તો અમે સવારે ચાર વાગે ઉઠીને મેળા મેદાન પહોંચી ગયા. થોડાક જ દૂર ચાલ્યા ત્યાં અમે એક લાઇન જોઇ. આખા શહેરમાં સ્નાન દિવસ હોવાના કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જે લાઇનની હું વાત કરી રહ્યો છું તે મેળા મેદાનમાં ઘુસવા માટે લોકોની લાઇન 11 કિ.મી. લાંબી હતી. જોઇને અમારુ મગજ ખરાબ થઇ ગયું. અને મેલા મેદાનમાં જવાના બદલે નૈની પુલ જવાનું ઠીક લાગ્યું. વિચાર્યું કે એક નાવ લઇને સંગમ સ્થળે પહોંચી જઇએ. પુલ સુધી પહોંચવામાં અમને 2 કલાક લાગ્યા. ત્યાં પહોંચીને અમે એક નાવિક સાથે વાત કરી. જેણે અમને નદીમાં લઇ જવાનો ચાર્જ 1500 રુપિયા જણાવ્યો. થોડોક ભાવતાલ કર્યા પછી અને તેને 500 રુપિયા આપ્યા પરંતુ તેણે એક બીજા પરિવારને અમારી સાથે લઇ જવા પર ભાર મૂક્યો. અમે આ વાત પર સહમત થઇ ગયા.

આકાશમાં વાદળ ભર્યા હતા અને 40 મિનિટમાં અમે સંગમ સ્થળે પહોંચી ગયા. પ્રાર્થના પ્લેટફાર્મોની નજીક અંદાજે 40-50 અન્ય નાવો રાહ જોઇ રહી હતી. મજાની વાત એ છે કે સંગમ નદીની ઊંડાઇ માત્ર 4-5 ફૂટ છે પરંતુ અન્ય જગ્યા પર નદી 80-100 ફૂટ સુધી ઉંડી થઇ જાય છે. સંગમ પર બન્ને મળતી નદીઓમાં ફરક કરી શકાતો હતો. વાદળી રંગમાં થોડીક સાફ યમુના હતી અને ગંદી ગંગા નદી. નદીમાં ઉતરીને અમે પવિત્ર સ્નાન સંપન્ન કર્યું અને પછી ચાલી નીકળ્યા ફરી નૈની પુલ તરફ.

હજુ તો 10 જ વાગ્યા હતા તો પણ આખા શહેરમાં એટલી ભીડ હતી કે અમે બીજુ કશુ ન કરી શક્યા. તો અમે વારાસણી જવાનું વિચાર્યું. અમે 2 કલાકમા વારાણસી પહોંચ્યા પરંતુ એટલા થાકી ગયા હતા કે નજીકના રેસ્ટોરન્ટમાં રોકાઇને આરામ કરવાનું વિચાર્યું. આ રુફટોપ રેસ્ટોરન્ટ ઘાટ તરફના રસ્તા પર સ્થિત હતું. અમે ત્યાં બેસીને થોડુક ખાધુ અને અંદરોઅંદર વાત કર્યા વગર થોડોક આરામ કર્યો. થોડીક એનર્જી આવ્યા પછી અમે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિરમાંથી નીકળતા અંધારુ થઇ ગયું હતુ અને પ્રસિદ્ધ વારાણસી આરતીનો સમય થઇ ગયો હતો. અમે જલદી ગંગા ઘાટે પહોંચીને ભવ્ય આરતીના દર્શન કર્યા.

રાતમાં રોકાવા માટે અમે વારાણસીમાં એક રુમ ભાડે લીધો અને બીજા દિવસે પાછા ફરવાની તૈયારી કરી લીધી. અલાહાબાદ સંગમમાં યોજનારા કુંભ મેળો એક એવો અનુભવ છે જે દરેક માણસે જીવનમાં એકવાર કરવો જ જોઇએ. પછી તમે ધાર્મિક હોય કે નહીં. સંગમ પર લાગતા કુંભ મેળો હવે 2025માં યોજાશે તમારે ત્યાં જરુર જવું જોઇએ.

આ પોસ્ટ મૂળ રુપે ટ્રાવેલ બીઇંગ્સમાં પ્રકાશિત થઇ હતી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads