ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. જ્યાં ડગ-ડગ બોલી અને વેશભૂષા બદલાઇ જાય છે. આને એક ક્લીશેવાળી લાઇન કહેવાય છે પરંતુ આ સત્ય પણ છે. ભારતને સારીરીતે ફરવાનું ઘણું મુશ્કેલ છે અને તેનું કારણ આ વિવિધતા છે. રખડુલોકો દરેક જગ્યાએ જાય છે. તે દરેક નવી અને જુની જગ્યાને જોવાની ઇચ્છા રાખે છે. પછી તે ઇતિહાસ સાથે જોડાયેલો કોઇ કિલ્લો હોય કે કે પછી હોય કોઇ મંદિર. ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. અહીં દરેક જગ્યાએ મંદિર જ મંદિર છે. તેમાંથી કેટલાક મંદિરો ઘણાં ફેમસ છે અને કેટલાક રસપ્રદ પણ છે. આજે આપને આવા જ એક મંદિર અંગે બતાવવા જઇ રહ્યો છું જેને ધરતીનું વૈકુંઠ પણ કહે છે. તામિલનાડુનું રંગનાથ સ્વામી ઘણું જ સુંદર અને રોચકતાથી ભરેલુ મંદિર છે.
શ્રી રંગનાથ સ્વામી ભારતના સૌથી મોટા અને જુના મંદિરોમાંનું એક છે. આ મંદિરને 2017માં યૂનેસ્કો એશિયા પ્રશાંત પુરસ્કાર મેરિટમાં રાખવામાં આવ્યું છે. આ વિશ્વનું સૌથી વિશાળ ચલિત મંદિર છે. તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં સ્થિત આ મંદિરને અનેક નામે ઓળખવામાં આવે છે. તિરુવરંગમ તિરુપતિ, ભૂલોક બૈકુંઠ અને પેરિયાકોઇલ. તિરુચિરાપલ્લીનું જુનુ નામ શ્રીરંગમ છે એટલા માટે આ મંદિરને શ્રીરંગમ મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. જો તમે તામિલનાડુ ફરવા જાઓ છો તો તમારે એક આખો દિવસ રંગનાથ સ્વામી મંદિરને આપવો જોઇએ. આના માટે તમારે મંદિર અંગે સારી રીતે જાણી લેવું જોઇએ.
1. પૌરાણિક કથા
શ્રી રંગનાથ સ્વામી ભગવાન શિવનું મંદિર છે. ભગવાન વિષ્ણુનું આ એકમાત્ર મંદિર છે જેમાં તેમની આરામની મુદ્રામાં મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર અંગે કેટલીક પૌરાણિક કથાઓ છે. જેમાંની એક કથા એવી છે કે ગૌતમ ઋષિનો આશ્રમ ગોદાવરીના તટ પર હતો. તેમની પ્રસિદ્ધિ જોઇને બીજા ઋષિ ઇર્ષા કરવા લાગ્યા. તેમણે ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવીને આશ્રમથી બહાર કાઢી મૂક્યા. ત્યાર બાદ તેમણે શ્રીરંગમ આવીને ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ભગવાન વિષ્ણુએ શ્રી રંગનાથ સ્વામીના દર્શન કર્યા. આ કારણે અહીં મંદિર બનાવવામાં આવ્યું.
બીજી પૌરાણિક કથા એ છે કે રાવણને હરાવ્યા પછી શ્રીરામે દેવતાઓને લંકાના રાજા વિભીષણ આપી દીધું હતું. લંકાથી પાછા ફરતી વખતે ભગવાન વિષ્ણુએ વિભિષણ સમક્ષ અહીં વસવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માનવામાં આવે છે કે ત્યાર બાદ ભગવાન શ્રીરંગનાથ સ્વામીના રુપમાં અહીં વાસ કરે છે.
2. ઇતિહાસ
શ્રી રંગનાથ સ્વામી મંદિરને ક્યારે બનાવાયું છે? આ અંગે સટીક જાણકારી કોઇને પણ નથી તો પણ કહેવાય છે કે ચોલ વંશના રાજાને પોપટનો પીછો કરતા મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી હતી. તેમણે જ આ મંદિરને બનાવવાનું શરુ કર્યું હતું. ત્યાર બાદ ચોલ, હોયસલ, પાંડ્ય અને વિજયનગર રાજવંશના રાજાઓએ આનો વિસ્તાર કરાવ્યો હતો. માનવામાં આવે છે કે મૈસૂરની પાસે હોવાના કારણે ટીપૂ સુલ્તાને મંદિરના વિસ્તારમાં મદદ કરી હતી. આ મંદિરનું 14મી શતાબ્દીમાં પુનર્નિર્માણ કરાવાયું હતું.
3. મંદિર અંગે
ત્રિચીનું શ્રી રંગનાથ સ્વામી મંદિર ભારતમાં જ નહીં આખી દુનિયામાં ફેમસ છે. લાખો લોકો આને જોવા માટે આવે છે. લગભગ 156 એકરમાં ફેલાયેલું આ મંદિર 21 ગોપુરમથી મળીને બન્યું છે. જેમાં સૌથી મુખ્ય ગોપુરમ સોનાનું બનેલુ છે. મંદિરનું મુખ્ય ગોપુરમ 236 ફૂટ ઉંચુ છે, જેને રાજગોપુરમ કહેવાય છે. કહેવાય છે કે મંદિરમાં સૌથી ઊંચા ગોપુરમથી શ્રીલંકાનો કિનારો જોઇ શકાય છે.
આ મંદિરમાં એક વિશાળ હૉલ છે જે 953 મોટા-મોટા પિલ્લરોથી બનેલો છે. કહેવાય છે કે આને વિજયનગરના કાળમાં બનાવાયું હતું. આ સ્તંભો પર સુંદર નકશીકામ છે જે જોવાલાયક છે. શ્રી રંગનાથ સ્વામીનું આર્કિટેક્ચર ઘણું જ અદ્ભુત છે. આ તામિલ અને દ્રવિડ શેલીનું બનેલું છે. આમ તો આ આખુ મંદિર ગ્રેનાઇટથી બનેલુ છે પરંતુ મંદિરની મુખ્ય મૂર્તિ સ્ટુકોથી બનેલી છે.
આ મંદિરમાં દરરોજ 200 લોકોને ફ્રીમાં ખાવાનું આપવામાં આવે છે. કર્ણાટક યુદ્ધમાં ફ્રાંસિસી સૈનિકોએ મંદિરની એક આંખનો હીરો ચોરી લીધો હતો. 37 ગ્રામનો આરલોવ હીરો માસ્કો ક્રેમલિનના ડાયમંડ ફંડમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ મંદિરમાં બે મોટી ટેન્ક છે. ચંદ્ર પુષ્કરિણી અને સૂર્ય પુષ્કરિણી. આ ટેન્કોમાં બે મિલિયન લીટર પાણી ભરી શકાય છે.
4. 21 દિવસનો ફેસ્ટિવલ
શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં દર વર્ષે 21 દિવસનો તહેવાર હોય છે જેને દક્ષિણ ભારતમાં ઘણી ધૂમધામથી મનાવવામાં આવે છે. આ ફેસ્ટિવલને વૈકુંઠ એકાદશી પણ કહેવાય છે. આ તહેવાર તમિળ મહિનો મર્ગજ એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં થાય છે. મંદિર એ સમયે ઘણું જ સુંદર લાગે છે. દક્ષિણ ભારતના કલ્ચરને સમજવા માટે પણ વૈકુંઠ ફેસ્ટિવલ સુંદર છે. આ ઉપરાંત, એપ્રિલ-મેમાં બ્રહ્મોત્સવ થાય છે. તમારે આ બન્નેમાંથી કોઇ એકમાં જરુર સામેલ થવું જોઇએ.
5. આસપાસ શું જોશો?
આ મંદિર ઉપરાંત તિરુચિરાપલ્લીમાં જોવાલાયક ઘણું બધુ છે. તામિલનાડુ ભારતના સૌથી સુંદર રાજ્યોમાંનુ એક છે. તમે શ્રીરંગનાથ સ્વામી મંદિર ઉપરાંત, ઘણુંબધુ જોઇ શકો છો. તમે મંદિરથી 2 કિ.મી. દૂર ભારતીય પેનોરમા અને 5 કિ.મી. દૂર રૉકફોર્ટ યૂસીચી પિલ્લાર મંદિરને જોઇ શકો છો. આ ઉપરાંત, ત્રિચીમાં જંબુકેશ્વર મંદિર, શ્રી રંગમ રંગનાથ મંદિર અને શ્રીરંગમ મેલૂર અય્યર મંદિરને પણ જોઇ શકો છો.
કેવીરીતે પહોંચશો?
ફ્લાઇટથીઃ જો તમ ફ્લાઇટથી ત્રિચી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌથી નજીકનું એરપોર્ટ તિરુચિરાપલ્લી છે. એરપોર્ટ શહેરથી ફક્ત 5 કિ.મી. દૂર છે. તમે ટેક્સી લઇને ત્રિચી પહોંચી શકો છો.
ટ્રેનઃ જો તમે ત્રિચી ટ્રેનથી જવાનું વિચારી રહ્યા છો તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન તિરુચિરાપલ્લી છે. આ સ્ટેશન દેશના બધા મોટા શહેરો સાથે સારીરીતે કનેક્ટેડ છે. તમે ગમેત્યાંથી ત્રિચી પહોંચી શકો છો.
વાયા રોડઃ જો તમે વાયા રોડ ત્રિચી આવવા માંગો છો તો કોઇ મુશ્કેલી નથી. ત્રિચી નેશનલ હાઇવે, 45, 45બી, એનએચ 67, 210 અને 227 સાથે જોડાયેલું છે. તમે પોતાની ગાડીથી આવી શકો છો કે પછી બસથી આવી શકો છો. ત્રિચી માટે તમને સાઉથ ઇન્ડિયાના લગભગ બધા મોટા શહેરોથી બસ મળી જશે.
ક્યાં રોકાશો?
તિરુચિરાપલ્લી એક ટૂરિસ્ટ શહેર છે એટલા માટે અહીં હોટલોની કોઇ કમી નથી. તમને અહીં નાનાથી માંડીને મોટી એમ દરેક પ્રકારની હોટલ મળી જશે. જેને તમે તમારા બજેટ અનુસાર પસંદ કરી શકો છો. ત્રિચી આવવા માટે સૌથી બેસ્ટ સમય શિયાળાનો છે. શિયાળામાં તડકા અને ગરમીથી બચી શકાય છે. તમારે અહીં ડિસેમ્બર થી ફેબ્રુઆરી વચ્ચે આવવાનો પ્લાન બનાવવો જોઇએ.
શું ખાશો?
આમ તો ત્રિચીમાં જે હોટલમાં રહશો ત્યાં તમને ખાવાનું મળી જશે. તો પણ તમે ત્રિચીનું બેસ્ટ ખાવાનું ખાવા માંગતા હો તો હોટલની બહાર નીકળીને શહેરની ગલીઓમાં ફરવું પડશે. અહીં તમને કેળાના પાન પર સ્વાદિષ્ટ અને ચટાકેદાર ખાવાનું મળશે.