અરે હટ જા તાઉ, પાછે ને.... હરિયાણાનું ધ્યાન આવતા જ આ ગીત મગજમાં વાગવા લાગે છે. પરંતુ હરિયાણાની ઓળખ આ ગીતથી કંઇક વધારે છે. રોમનો જે ઇતિહાસ છે તે હરિયાણાનો પણ છે. પરંતુ રોમ જેવું નસીબ હરિયાણાનું નથી કે આનો ઇતિહાસ જોવા માટે લોકો દેશ-વિદેશથી આવે.
મેં કોઇને એવું કહેતા નથી સાંભળ્યા કે ચલો યાર! આ વખતે હરિયાણા ફરીને આવીએ
પણ કેમ?
પહેલુ કારણ અપરાધોના કારણે થતી બદનામી છે. હરિયાણાની છબી એક એવા પ્રદેશમાં બદલાઇ ગઇ છે જ્યાં હંમેશા લડાઇ ઝગડો થતો રહે છે. દિલ્હી, મુંબઇમાં પણ અપરાધ થાય છે પરંતુ અહીં કંઇક સારુ પણ થાય છે. હરિયાણાના તો ફક્ત નેગેટિવ ન્યૂઝ જ આવે છે. જો કે અહીં આવનારાને ખબર છે કે અહીં ફક્ત ક્રાઇમ નથી.
છોકરીઓ સાથે ભેદભાવ
હરિયાણાનું એક નકારાત્મક ચિત્ર તેના સેક્સ રેશિયોના કારણે પણ છે. મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ ઘણી ઓછી છે. અમારો એક દોસ્ત હરિયાણાથી હતો, તો બધા એમ કહીને મજાક ઉડાવતા હતા કે પહેલીવાર કૉલેજમાં તેણે છોકરીઓ જોઇ હશે. પરંતુ આવુ નથી. હરિયાણા ઉપરાંત, રાજસ્થાનમાં પણ લિંગ રેશિયો ઘણો નબળો છે, ત્યારબાદ પણ રાજસ્થાન ફરનારાઓમાં ક્યારેય ઘટાડો નથી આવતો.
આપને નથી લાગતું કે હરિયાણાની સાથે કોઇપણ પ્રકારનો અન્યાય થયો છે? આટલી મોટી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જયાં મહાભારતનું યુદ્ધ થયું હતું, તેમ છતાં હરિયાણાનું ટૂરિઝમ ઘણું નબળુ છે. કોઇ સમયમાં હિન્દુસ્તાનની સત્તા પ્રાપ્ત કરવામાં હરિયાણા સૌથી મજબૂત કિલ્લો ગણાતો હતો, આજે તેનું ઐતિહાસિક મહત્વ ન બરાબર છે.
જ્યાં હરિયાણાએ ઉદ્યોગીકરણ પર ભાર મૂક્યો તો ટૂરિઝમ ક્યાંય પાછળ રહી ગયું. આવો અમે આપને બતાવીએ કેટલીક તસવીરો, જે બતાવે છે હરિયાણાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની એક ઝલક
કેટલાક મહિના પહેલાના જ ન્યૂઝ છે જેમાં હરિયાણાની રાખીગઢીમાં વસેલી સભ્યતાને મોંહે જો દડોની સભ્યતાથી પણ જુની, વિશાળ અને વ્યવસ્થિત બતાવાઇ છે.
જો આપને લાગે છે કે કહાની સમાપ્ત થઇ ગઇ તો ખોટુ વિચારી રહ્યા છો, સ્ટોરી તો હવે શરુ થઇ છે.
હરિયાણાની લોક સંસ્કૃતિ- તમે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (AIU)ના વાર્ષિક ઉત્સવમાં આવો. હરિયાણાના છોકરા પોતાના લોકગીતોનું એટલુ સારુ પ્રદર્શન કરે છે કે તમે તેના ફેન થઇ જશો.
મહાભારતકાળથી તેમની લોક સંસ્કૃતિ વિકસી રહી છે. તેમની લોક કથાઓમાં આ બધાનો ઉલ્લેખ છે. ઝૂલણ લીલાનું લોકનૃત્ય જોઇને બધા ઝુમી ઉઠે છે.
નાઇટલાઇફ
ફરિદાબાદ અને ગુડગાંવની નાઇટલાઇફ જોવા માટે મોટી મોટી કંપનીઓ આવે છે.
રમતગમત
હરિયાણા આ મામલે આખા ભારતમાં સૌથી આગળ છે. આટલો જુસ્સો રમતમાં કોઇ બીજા રાજ્યે બતાવ્યો નથી. ભારતના સૌથી મોટા એથલીટ હરિયાણામાંથી આવે છે. ગત કૉમનવેલ્થમાં એકલા હરિયાણાએ 13 મેડલ અપાવ્યા હતા. આશા રાખીએ હરિયાણાનું નામ રમત-ગમતના પર્યટનમાં સૌથી ઉજ્જવળ થાય.
મૂર્થલનું ખાવાનું
જે લોકો વીકેન્ડ પર કોઇ પ્લાન નથી બનાવી શકતા મૂર્થલ તેમના સ્વાગતમાં હંમેશા તૈયાર રહે છે. દેશી પકવાનોનો સ્વાદ મેળવવો હોય તો મૂર્થલથી વધારે સારી કોઇ જગ્યા નથી. મારી આ વાત લખી લો.
જો હજુ પણ હરિયાણા તમારા ટ્રાવેલિંગ લિસ્ટનો હિસ્સો નથી તો ટ્રાવેલિંગ લિસ્ટના એ બધા પાના ફાડી નાંખવા જોઇએ જે તમને હરિયાણા ફરતા રોકે છે. કારણ કે હું એક પ્યોર ટૂરિસ્ટ છું, સારી જગ્યા અને મગજ ખોલનારી કહાનીઓ મને પસંદ છે.
જો તમારી પાસે હરિયાણા પર્યટન સાથે જોડાયેલી કહાનીઓ છે તો અમારી સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરો.