સસ્તુ ભાડું અને સિદ્ધપુરની યાત્રાઃ રાજાની જેમ રહેવું છે તો આ રાજમહેલમાં રહેવાનો બનાવો પ્લાન!

Tripoto

રાજા રજવાડાઓનું ઘર રહ્યું છે હિન્દુસ્તાન. રાજા, રાણી તેમનો મોટો કિલ્લો, સેંકડો નોકર ચાકર, અસંખ્ય રીતિ રિવાજ અને તેમના કિસ્સા સાંભળતા આપણા જેવા સામાન્ય માણસો. 47 પછી ભલે બધુ સમાપ્ત થઇ ગયું હોય પરંતુ તેનો વારસો હજુ પણ અહીંના લોકોમાં જીવંત છે. કયારેક તો આપણું પણ મન થાય કે ઝિંદગીના એક-બે દિવસ રાજાઓની જેમ જીવીએ. ખાસ કરીને અમારા જેવા માટે જે દરેક રીતે દુનિયા જીવવા માંગે છે.

ઓરિસ્સાના રાજાનો બેલગાડિયા પેલેસ, જે હવે એક બુટિક હોમસ્ટે બની ગયો છે, જે રહેવા માટે એક ઉત્તમ સ્થાન છે. રાજાઓ જેવી ભવ્યતા, દુનિયાનું સૌથી ચમકદાર આકર્ષણ, રાજાઓ જેવો અતિથિ સત્કાર અને એ બધુ જ જેની ઇચ્છા તમે આ રાજભવનમાં કરવા માંગો છો.

બેલગાડિયા પેલેસ

કોના માટે યોગ્ય છે

એવા લોકો માટે જે ઇચ્છે છે થોડાક દિવસોનો આરામદાયક હોમસ્ટે, રાજાઓ જેવું આતિથ્ય ઇચ્છે છે. સાથે જ એવા લોકો જે અહીંના ઇતિહાસમાં રસ ધરાવે છે કારણ કે વર્ષો સુધી અહીંના વશંજોએ આ રાજઘરાના પર ઇતિહાસને સમેટીને રાખ્યો છે.

પોતાની પ્રેમિકા કે પ્રેમીની સાથે હળવાશથી કેટલીક આરામદાયક પળ વિતાવવા માટે પણ સૌથી ઉત્તમ જગ્યા છે, ઓરિસ્સાનો બેલગાડિયા પેલેસ.

કિલ્લાની કહાની અને ભવ્ય ઇતિહાસ

ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાનો આ કિલ્લો, 18મી સદીની શરુઆતની પેદાશ છે. મહારાણી વિક્ટોરિયાના બંકિઘમ પેલેસની જેમ બનેલો આ કિલ્લો, વર્ષોથી મયૂરભંજ રાજઘરાનાની વિરાસત રહ્યો છે. આ ઐતિહાસિક કિલ્લાનો ખૂણેખૂણો પોતાનામાં ઘણો મહત્વનો છે. ઐતિહાસિક કલાકૃતિઓનો આ નમૂનો, પ્રાચીન આર્ટવર્કનું ઉદાહરણ છે, કહેવાય છે કે મહેલનો ડેકોર રાજાએ જાતે પોતાના સર્વેલન્સમાં બનાવ્યો હતો. 

ખાસ વાત એ છે કે નેપાળ અને જેસલમેરના રાજવી પરિવાર માટે મહેલનો એક મહત્વનો ભાગ અલગ રાખવામાં આવ્યો છે.

2016 પછી, જ્યારે આ મહેલને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો, રોયલ ફેમિલીએ પોતાની રીતે આ કિલ્લાની સાજ-સજાવટ અને ખાસિયત પર ધ્યાન આપ્યું છે. બેલગાડિયા મહેલમાં આદિવાસી કુટુંબો અને સામાન્ય જાતિઓમાંથી આવનારા ઘણાંબધા લોકો કામ કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સ માટે મયૂરભંજ રાજવી પરિવાર હેન્ડલૂમના વિસ્તાર માટે ટૂર આયોજિત કરે છે.

આ સાથે જ લોકોના આતિથ્યથી મળનારા રુપિયાનો સદુપયોગ ત્યાં કામ કરનારા અને આદિવાસી લોકોનું જીવન સુધારવા માટે કરવામાં આવે છે. ઉપયોગ માટે ઇકો ફ્રેન્ડલી ચીજો, સાથે જ જળ સંચય, ફર્નિચરના પુનઃ ઉપયોગ પર ધ્યાન આપવામાં આવે છે.

રાજસી ખાન-પાન

બેલાગડિયા રાજવીઓનું પોતાનું ખેતર છે, જેમાં અતિથિઓ માટે તાજા ફળો તેમજ શાકભાજી ઉગાડવામાં આવે છે. બટલર એટલે કે રસોઇયો તમારા માટે આ ફળ-શાકભાજીથી ઘણું જ સ્વાદિષ્ટ અને રાજાશાહી ઠાઠવાળુ ભોજન સજાવે છે. ચાનો આનંદ લેવા માટે એક ખાસ રુમ નિશ્ચિત કરવામાં આવ્યો છે. અહીં આવીને ચાનો આનંદ ઉઠાવી શકો છો, ચાની ચુસ્કીઓ સાથે લાંબી લાંબી ચર્ચાઓ પણ ચાલે છે.

ભાડું

આ શાહી નિવાસમાં એક દિવસનું ભાડું ₹6,000 છે, જેમાં સવારનો નાસ્તો પણ સામેલ છે. રાજવી બાગની સાથે એક શાહી શ્યૂટનો બંદોબસ્ત પણ છે જેનું કુલ ભાડું લગભગ ₹13,000 છે. આ લિંક પર ક્લિક કરી તમે વધુ જાણકારી એકઠી કરી શકો છો.

ક્યારે જવું જોઇએ

મયૂરભંજ ભારતના દક્ષિણ પૂર્વ ભાગમાં આવે છે. એટલા માટે શિયાળામાં જવું સારુ રહેશે. ઓક્ટોબરથી માર્ચ મહિનામાં આ જગ્યા જવા માટે સારી રહેશે.

રોયલ ફેમિલીની ખાસ વાતો

1. રાજમહેલ તો જોઇ લો પહેલા

જો તમારી પાસે તક છે તો સૌથી પહેલા તમારે આખો મહેલ ફરવો જોઇએ. ફરતા-ફરતા સમય ક્યારે પસાર થઇ જશે, ખબર જ નહીં પડે. દરેક રુમ અને આખો મહેલ એક ખાસ ભારતીય કળા પર આધારિત છે.

મહેલનું વાસ્તુ જુઓ કે પછી અંદરની બનાવટ, કે પછી વિક્ટોરિયા સમયનું બનેલુ બધુ જ આલીશાન છે. અડધો દિવસ તો લગભગ આખો મહેલ ફરવામાં જ નીકળી જશે. ખાસ કરીને કળાના પ્રાચીન નમૂના, જે આ મહેલની વિરાસતનો હિસ્સો છે અને તે બાગ પણ, જેની પર ખુલ્લા પગે ચાલવાની એક સુખદ અનુભૂતિ છે.

2. સિમિલિપાલ રાષ્ટ્રીય પાર્કનો આનંદ લેવાનું ન ભૂલો

Photo of સસ્તુ ભાડું અને સિદ્ધપુરની યાત્રાઃ રાજાની જેમ રહેવું છે તો આ રાજમહેલમાં રહેવાનો બનાવો પ્લાન! 5/6 by Paurav Joshi
ક્રેડિટઃ વિકિપીડિયા

જો તમે પ્લાન બનાવ્યો છે બેલગાડીયા પેલેસનો તો નજીકના સિમિલિપાલ રાષ્ટ્રીય પાર્કમાં ફરવાનું બિલકુલ ન ભૂલતા. રાજ્યના સૌથી પ્રસિદ્ધ રાષ્ટ્રીય પાર્ક અને 100થી વધુ રૉયલ બેંગોલ ટાઇગરને મળવાની તક બધાને નથી મળતી. આમની વચ્ચે તમારો પનારો પડે છે એશિયન હાથીઓ સાથે. ભારતીય બાઇસન, જંગલી સુવ્વર અને દિપડા પણ તમને મસ્તીના મૂડમાં ફરતા જોવા મળશે.

3. દેવકુંડનું પવિત્ર જળ જે ઘડશે તમારુ નસીબ

Photo of સસ્તુ ભાડું અને સિદ્ધપુરની યાત્રાઃ રાજાની જેમ રહેવું છે તો આ રાજમહેલમાં રહેવાનો બનાવો પ્લાન! 6/6 by Paurav Joshi
ક્રેડિટઃ વિકિમીડિયા

મહેલથી લગભગ 2 કિ.મી. દૂર દેવકુંડનું પવિત્ર જળ લોકોનું સ્વાસ્થ્ય અને કિસ્મત, બન્ને સુધારે છે. આખા દેશમાંથી લોકો આ પવિત્ર સ્થળે આવે છે. આ પવિત્ર જળમાં સ્નાન કરવાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે અને માન્યતા એવી છે કે આ સ્થાન દેવી દેવતાઓનું સ્નાન કરવાનું સ્થળ ગણાતું હતું.

કેવીરીતે પહોંચશો બેલગાડિયા પેલેસ

રેલવે માર્ગ: દિલ્હીથી તમને બાલાસોર જવા માટે ટ્રેન મળી જશે. કુલ 24 કલાકની મુસાફરી છે. સ્લીપર ભાડું ₹1,140 અને એસી 3 ટિયર ₹2,315. ત્યાંથી બારીપદા માટે ટ્રેન પકડી શકો છો. બારીપદા રેલવે સ્ટેશન કુલ 1 કલાકની સફર છે જેનુ સેકન્ડ ક્લાસનું ભાડું ₹70, અને ચેર કારનું ભાડું ₹305 છે.

હવાઇ માર્ગઃ દિલ્હીથી કોલકાતા માટે ફ્લાઇટ જોઇ શકો છો. ભાડું ₹3,000 સુધી હશે. ત્યાંથી બારીપદા માટે કેબ કરી શકો છો તમે. ભાડું ₹2,500 સુધી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads