શિયાળામાં,બરફની વચ્ચેરોડ ટ્રિપ કરવી હોય તો તમારા માટે આ શ્રેષ્ઠ રૂટ્સ છે!

Tripoto
Photo of શિયાળામાં,બરફની વચ્ચેરોડ ટ્રિપ કરવી હોય તો તમારા માટે આ શ્રેષ્ઠ રૂટ્સ છે! 1/2 by Romance_with_India

જ્યારે તમે ફરવા જાઓ છો, ત્યારે તમે સુંદર દૃશ્યો દ્વારા તમારા લક્ષ્ય સુધી પહોંચવા માંગો છો. કેટલીકવાર મંજિલ કરતાં મુસાફરી વધારે સુંદર હોય છે. કદાચ આ જ સુંદરતાને જોવા અને અનુભવવા માટે રોડ ટ્રિપ કરતા હોઈયે છીએ. દરેકને  રોડ ટ્રિપ માટે પોતાની આગવી પસંદગી હોય છે, જો કોઈ ગોવામાં જવું હોય તો કોઈ લેહ-મનાલીની રોડ ટ્રિપ લેવાનું ઇચ્છે છે. પરંતુ જ્યારે શિયાળો હોય છે, ત્યારે એકમાત્ર વસ્તુ ધ્યાનમાં આવે છે તે બરફ. વિચારો કે તમે રોડ ટ્રિપ પર છો અને તમારી આજુબાજુ બરફ હોય. કદાચ તે રોડ ટ્રિપ વિશ્વની સૌથી સુંદર રોડ ટ્રિપ હશે. જો તમે આવી કોઈ સફર કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે આવી જ કેટલીક ઉત્તમ રોડ ટ્રિપ લઈને આવ્યા છીએ, જે તમારે કરવી જ જોઇએ. જો તમે ખરેખર ઠંડીથી ડરતા નથી અને શિયાળામાં સાહસ ઇચ્છતા હો, તો પછી આ રસ્તાની સફર કરો.

1. મનાલી થી લેહ સાયકલિંગ

મનાલીથી લેહ સુધીની રોડ ટ્રિપ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રસ્તો ચોક્કસપણે દરેક સ્ટ્રોલરની બકેટ સૂચિમાં શામેલ હશે. જો તમને આ રૂટ પર વધુ એડવેન્ચર જોઈએ છે, તો તમારે સાયકલ લઈને આ રોડ ટ્રીપ કરવી જોઈએ. આ માર્ગ સાયકલ લઈને રોડ ટ્રિપ  માટે ખૂબ પ્રખ્યાત બન્યો છે. આ રસ્તો પહેલેથી જ સુંદર છે, પરંતુ જો તમે સાયકલ લઈને રસ્તા પર જાઓ છો, તો તે ખૂબ જ હિંમતવાન પગલું હશે. રસ્તામાં તમે 16,600 ફુટની ઊંચાઇથી પણ પસાર થશો. ઘણા લોકો બાઇક દ્વારા મનાલીથી લેહ જાય છે પરંતુ જો તમે સાયકલ પર જાઓ છો તો તે કંઈક નવો અને જબરદસ્ત અનુભવ હશે. મનાલીથી લેહ સુધીનુ અંતર 65 કિ.મી. છે.

2. કાલકા થી શિમલા

કાલકાથી શિમલા સુધીના મોટાભાગના લોકો ટોય ટ્રેનથી જાય છે. તે માર્ગ ખૂબ જ સુંદર માનવામાં આવે છે. પરંતુ અમે તમને સલાહ આપીશું કે કાલ્કાથી શિમલા રોડ ટ્રિપ કરો. તે પછી તમને લાગશે કે આ ટ્રિપ વધુ સુંદર હતી. તમને બરફ આચ્છાદિત પર્વતો, ઝાડ અને રસ્તા મળશે. આ યાત્રાને વધુ સારી બનાવવા માટે, તમારી સાથે પાણીની બોટલ જરુર લઈ જવી હો. કાલ્કાથી શિમલાનું અંતર 70 કિ.મી. છે. તમારે આ રોડ ટ્રિપ બાઇક અથવા કાર દ્વારા કરવી જોઈએ. આ રોડ ટ્રિપ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી ફેબ્રુઆરી માનવામાં આવે છે.

3. સોનમર્ગથી ગુલમર્ગ

Photo of શિયાળામાં,બરફની વચ્ચેરોડ ટ્રિપ કરવી હોય તો તમારા માટે આ શ્રેષ્ઠ રૂટ્સ છે! 2/2 by Romance_with_India

જો તમારે લાંબી રોડ ટ્રિપ કરવી હોય અને તે પણ કારથી તો તમારે માટે જમ્મુ કાશ્મીરથી વધુ સુંદર કોઈ સ્થાન નહીં હોય. શ્રીનગર જાવ અને ત્યાંથી તમે શ્રીનગર, પહેલગામ, સોનમર્ગ અને ગુલમર્ગ જવા માટે રોડ ટ્રિપ કરી શકો છો. આ રસ્તાને પૂર્ણ કરવામાં તમને લગભગ 4 દિવસનો સમય લાગશે. એમ પણ કાશ્મીર તો સ્વર્ગ છે એ પછી ઉનાળામાં હોય કે શિયાળામાં. લોકોને ઉનાળામાં અહિની લીલોતરી અને શિયાળામાં સફેદ ચાદર ગમે છે. તમે સોનમર્ગથી ગુલમર્ગ સુધીની રોડ ટ્રિપનો આનંદ માણશો. સોનમર્ગથી ગુલમર્ગનું અંતર લગભગ 123 કિમી છે. છે.

4. ગુવાહાટીથી તવાંગ

રોડ ટ્રિપની દ્રષ્ટિએ અરૂણાચલ પ્રદેશ, લેહ-લદ્દાખ જેટલું સુંદર છે. જો તમને પ્રખ્યાત સ્થળોથી કંટાળો આવે છે, તો તમારે તમારી કારને ઉત્તર-પૂર્વ તરફ લાવવી જોઈએ. અહીંની સૌથી લાંબી પણ સુંદર રોડ ટ્રિપ ગુહાહાટીથી તવાંગ સુધીની છે. આ રસ્તો તમને સફેદ બરફીલા પર્વતો પર લઈ જશે. અહિ રોડ ટ્રિપ માટે ડિસેમ્બર શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ એ નોંધવું પણ યોગ્ય છે કે આ રુટ જેટલો સુંદર છે તેટલો જ ખતરનાક પણ છે. ગુવાહાટીથી તવાંગનું અંતર લગભગ 500 કિ.મી. છે. તમે કાર અથવા બાઇકથી આ પરિપૂર્ણ કરી શકો છો.

5. નારકંડા થી સાંગલા

જો તમારે ઓછી પ્રખ્યાત રોડ ટ્રિપ લેવી હોય તો તમારે હિમાચલ જવું જોઈએ. ત્યાંથી તમે નરકંડાથી તમારી રોડ ટ્રિપ શરૂ કરો અને સાંગલા વેલીમાં જાઓ. હિમાચલ સુંદરતાનો ખજાનો છે, તેથી તમને આ રોડ ટ્રિપ ચોક્કસપણે ગમશે. ખૂબ ઓછા લોકો આ રોડ ટ્રિપ કરે છે, તેથી તે તમારા માટે એક નવો અનુભવ હશે. તે શિયાળામાં એક શ્રેષ્ઠ રોડ ટ્રિપ માનવામાં આવે છે. નારકંડાથી સાંગલા વેલીનુ અંતર 156 કિ.મી. છે. તમે બાઇક દ્વારા આ રોડ ટ્રિપ કરી શકો છો. પરંતુ તમારે આ રોડ ટ્રિપ કારથી કરવી જોઈએ.

6. શ્રીનગરથી જવાહર (ટનલ રોડ)

શિયાળામાં જો તમારે એવી કોઈ રોડ ટ્રિપ કરવી હોય જેમાં ટનલ પણ આવે, તો જમ્મુ-કાશ્મીરની જવાહર ટનલ તમારા માટે તૈયાર છે. જોકે તમે ટનલમાં હોવ ત્યારે થોડી સાવધ રહેવુ સારુ, કારણ કે ટનલ અંધકારમય રહે છે. જો તમને ટનલમાં વાહન ચલાવવું ગમે છે તો તમારે આ રસ્તાની સફર કરવી જ જોઇએ. તમે આ રોડ ટ્રિપ શ્રીનગરથી શરુ કરી જવાહર ટનલ સુધી કરી શકો છો. શ્રીનગરથી જવાહર ટનલનું અંતર લગભગ 120 કિ.મી. છે. આ રોડ ટ્રિપમાં ટનલ સિવાય તમને બરફ અને સુંદર દૃશ્યો પણ મળશે. તમે રોડ ટ્રીપ બાઇક અથવા કાર દ્વારા કરી શકો છો.

7. પેલિંગ થી દાર્જીલિંગ

શિયાળાની ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેમ સુંદર બને છે તેમ, ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પણ સુંદરતાનો રંગ વધે છે. આથી ઉત્તર-પૂર્વ પણ રોડ ટ્રિપ માટે જાણીતું છે. આ રોડ ટ્રિપને વધુ મનોહર બનાવવા માટે, તમે સાયકલથી જઇ શકો છો. જો કે, તમે કાર અથવા બાઇક દ્વારા પણ આ રોડ ટ્રિપ પર જઈ શકો છો. ઉત્તર-પૂર્વમાં સમાન રોડ ટ્રિપ છે, પેલિંગથી દાર્જિલિંગ. પેલિંગથી દાર્જીલિંગનું અંતર 72 કિ.મી. છે. આ રોડ ટ્રિપમા તમને બાકીની જગ્યાઓ ની જેમ ભીડ જોવા નહી મળે. એવો પણ સમય આવશે જ્યારે તમને કલાકો સુધી કોઈ નહીં મળે. આ રોડ ટ્રિપમા તમને બરફ, જંગલ અને પર્વતોના સુંદર દૃશ્યો મળશે.

8. ગંગટોક થી જુલુક

આ અમારી સૂચિ પરની છેલ્લી રોડ ટ્રિપ છે. જે જીવનમાં દરેક વ્યક્તિએ એકવાર કરવી જોઈએ. પરંતુ શિયાળામાં તે વધુ જોવાલાયક બને છે. તેથી મારી સલાહ એ રહેશે કે શિયાળા દરમિયાન તમે અહીં ચોક્કસપણે રોડ ટ્રિપ કરો. ગંગટોકથી જુલુક સુધીની આ રોડ ટ્રિપનુ અંતર લગભગ 96 કિ.મી. છે. આ રોડ ટ્રિપ પર તમને ઘણા વળાંકો મળશે, તેથી અહીં વાહન ચલાવવું થોડું મુશ્કેલ છે. આ રોડ ટ્રિપમાં તમારે તમારી સાથે કેટલીક દવાઓ લેવી આવશ્યક છે. જે તમારી યાત્રાને વધુ સુહાની બનાવશે.

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI લખો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads