એલોનેર રોજવેલ્ટનું એક જાણીતુ વાક્ય છે કે જીવનનો ઉદ્દેશ ફક્ત જીવવાનું નથી, તેને નવા-નવા અનુભવોનો ટેસ્ટ કરવાનું પણ છે. નવા લોકોને મળવું અને ગરીબ-અમીરની ચિંતા કર્યા વગર ફક્ત ચાલતા રહેવાનું છે. આ બધા કામ ઓફિસમાં બેસીને મશીનનો માણસ ક્યારેય ન કરી શકે. તેના માટે તો બેફિકરો માણસ જોઇએ, જેને રખડુ પણ કહેવામાં આવે છે. મુશ્કેલથી ભરેલી દુનિયાએ ફરવાને પણ સરળ બનાવી દીધુ છે, જ્યાં એવુ લાગે છે કે ફરવા નહીં પિકનક મનાવવા આવ્યા છીએ. એટલા માટે તો આજે પણ સોલો ટ્રાવેલિંગ સૌથી અઘરી વસ્તુ માનવામાં આવે છે.
એકલા ક્યાંય પણ નીકળી જવું અને નવા નવા લોકોને મળવુ, ત્યાર બાદ ફરી આગળ વધવુ. આ બધુ સાંભળવામા સારુ લાગે છે પરંતુ આ સોલો ટ્રાવેલમાં ઘણી મુશ્કેલી હોય છે. સૌથી મોટી મુશ્કેલી પૈસાની બચત. ફરવુ વધારે મોંઘુ નથી જો તમે એક પર્યટકની જેમ ન ફરો તો. એટલા માટે ટ્રાવેલ કરતી વખતે બચત ઘણી જરુરી છે. કારણ કે આ બચત મુશ્કેલીના સમયમાં કામ આવે છે. તો આવો જાણી લઇએ કે ફરતી વખતે આ વાતોનું ધ્યાન રાખીને બચત કરી શકાય છે.
1. પહેલેથી કરો પ્લાનિંગ
જો તમે ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તેના માટે ઘણાં એડવાન્સથી પ્લાનિંગ કરી લો. તમે તમારી પાસે એક ડાયરી રાખો અને તેમાં પુરુ પ્લાનિંગ કરી લો. જરુરી નથી કે આ પ્લાનિંગ ટ્રાવેલ કરતી વખતે દરેક સમયે કામ આવે પરંતુ આમ કરતી વખતે તમારી પાસે એક રુપરેખા તૈયાર થઇ જશે. પહેલેથી પ્લાનિંગ કરવાનો ફાયદો એ પણ છે કે તમે ઘણાં પહેલેથી બધુ જ પ્લાનિંગ કરાવો છો તો ટ્રાન્સપોર્ટથી લઇને રોકાવા સુધી બધુ જ ઓછા ખર્ચે થઇ જાય છે.
2. દિવસના સમયે કરો ટ્રાવેલ
જો તમે સોલો ટ્રિપ પર છો તો દિવસમાં ટ્રાવેલ કરો. આવુ એટલા માટે કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દિવસે ચાલે છે જેનુ ભાડુ ઘણું ઓછુ હોય છે અને રાતે ઓછા વાહન હોય છે જેના કારણે ઓટો અને ગાડીવાળાની કિંમતો આકાશને આંબે છે. સાથે રાતમાં કોઇપણ જગ્યાએ ફરવાનું સેફ નથી, નાના મોટા ચોર તો બધી જગ્યાએ હોય છે. પરંતુ જો એક શહેરથી બીજા શહેર જઇ રહ્યા છો તો જ્યાં પહોંચવામાં 7 થી 8 કલાક લાગશે તો રાતે સરકારી બસમાં જવું યોગ્ય રહે છે. સરકારી બસમાં જવાનું હંમેશા ફિક્સ રહે છે.
3. સ્થાનિક લોકો સાથે કરો દોસ્તી
એક ટ્રાવેલરની અંદર એ ક્વોલિટી તો હોવી જ જોઇએ. તે જે જગ્યાએ જઇ રહ્યો છે ત્યાંના લોકો સાથે હળે મળે, તેમની સાથે દોસ્તી કરો. આનાથી તમને ફાયદો જ થશે. નવા લોકોને જોઇને દરેક જાણે કે લૂંટવા તૈયાર જ હોય છે પરંતુ જો તમે કોઇ એવા શખ્સની સાથે છો જે ત્યાંનો જ છે તો તમે સરળતાથી ઓછા ખર્ચે ફરી શકો છો. આનો બીજો ફાયદો પણ એ છે કે લોકો સાથે મળતા રહેવાથી રિલેશન જળવાઇ રહે છે જે ભવિષ્યમાં પણ કામમાં આવે છે.
4. જરુરીયાતનો સામાન લઇને ચાલો
જો તમે સોલો ટ્રાવેલિંગ કરવા જઇ રહ્યા છો તો એ જરુર સુનિશ્ચત કરી લો કે તમે તમારી જરુરિયાતનો સામાન લઇને જાઓ. પછીથી એવું ન થાય કે તમે એ સામાન પર ખર્ચ કરી રહ્યા હો જે તમે સાથે લઇને ચાલો નહીં. આ નાની-નાની ચીજો જ ફરતી વખતે બજેટ બગાડી શકે છે. સોલો ટ્રાવેલરની પાસે ઘડિયાળ, મેપ, મેડિસિન કિટ, પીવાના પાણીની બોટલ, લાઇટર, ચાકુ અને એક ડાયરી, જેમાં કેટલાક લોકોના ફોન નંબર હોય આ બધુ તો હોવું જ જોઇએ.
5. પોતાના સામાનની સુરક્ષા સ્વયં કરો
એવુ મોટાભાગે થાય છે કે યાત્રા કરતી વખતે આપણે સુઇ જઇએ છીએ અને આપણો સામાન ક્યાં છે તેની પર ધ્યાન નથી આપતા, એટલા માટે સોલો ટ્રાવેલિંગમાં પોતાના સામાનને પોતાનાથી વધુ દૂર ન થવા દેશો. કારણ કે તમારો સામાન જો તમારાથી મિસ થઇ ગયો તો તમારી યાદગાર થનારી સોલો ટ્રિપ ચોપટ પણ થઇ શકે છે. એટલા માટે જરુરી સામાન જેવો કે કેમેરા, પૈસા, પાસપોર્ટ નાનકડી બેગમાં પોતાની પાસે રાખો.
6. ખુબ પગપાળા ચાલો
જો તમે સોલો ટ્રિપ પર જઇ રહ્યા છો તો પૈસા બચાવવા ઘણાં જરુરી છે. એટલા માટે સૌથી સારુ કામ છે ખુબ પગપાળા ચાલવુ. જો તમે કોઇ શહેરમાં છો તો તે શહેરને પગે ચાલીને ખુંદી વળો. ત્યાંના બજાર, ગલીઓમાં પગપાળા ફરો જેથી તમે તે શહેરને પણ સારી રીતે જાણી શકશો અને પૈસાની બચત પણ થઇ જશે. આમ જ પગે ચાલીને જે અનુભવ તમે મેળવશો તે કોઇ કેબ કે ટેક્સીમાં નહીં મળે.
7. પબ્લિક ટ્રાન્સપોર્ટથી કરો ટ્રાવેલ
જો તમે લાંબા અંતરની યાત્રા કરવા જઇ રહ્યા છો તો પબ્લિક ટ્રાન્સપોર્ટ સૌથી બેસ્ટ ઓપ્શન છે. કારણ કે લાંબા અંતરની યાત્રા મોટાભાગે મોંઘી હોય છે. ટ્રાવેલિંગ કરતા પહેલા તે જગ્યા અંગે સંપૂર્ણ જાણકારી લઇ લેવી જોઇએ, ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે. જ્યાં તમે રોકાયા છો તો ત્યાંના લોકો તમને આ અંગે જાણકારી આપશે.
8. લકઝરી હોટલ નહીં, હૉસ્ટલ-હોમ સ્ટેમાં રોકાઓ
ટ્રાવેલ કરતી વખતે સૌથી વધુ ખર્ચો થાય છે રહેવામાં. ફરતી વખતે આપણને ફક્ત રાત પસાર કરવા માટે જગ્યા જોઇએ છે અને એટલા કલાકો માટે આપણે એટલા બધા પૈસા ખર્ચ કરી નાંખીએ છીએ જેટલા તો આપણે હરવા-ફરવામાં પણ નથી કરતા. રોકાવાનો ખર્ચ એટલા માટે વધારે હોય છે કારણ કે આપણે સારી સારી હોટલો તરફ ભાગીએ છીએ પરંતુ હોટલની જગ્યાએ હોસ્ટેલ અને હોમ સ્ટેમાં રોકાઇએ તો તમારી સોલો ટ્રિપ ઓછા ખર્ચમાં સારી રીતે પતી જશે. હોટલમાં આપણે એક રુમમાં બંધ થઇ જઇએ છીએ પરંતુ હોસ્ટેલમાં ઘણાં બધા ટ્રાવેલર્સની સાથે વાતો કરવાની પણ તક આપે છે.
9. મોંઘી ચીજો સાથે ન લો
ફરતી વખતે એ ધ્યાન રાખવું જોઇએ કે તમારી પાસે કોઇ કિંમતી ચીજ ન હોય, જેનાથી આસપાસના લોકો આકર્ષિત થાય અને ચોરી કરવાનું વિચારી પણ શકે. એટલે જેટલું બની શકે એટલું સિંપલ રહેવાની કોશિશ કરો. સાદગી જ તમારી ટ્રિપને કોઇપણ જાતના ખરાબ અનુભવ વગર પુરી કરશે.
10. મેપ વાંચવાનું શીખો
સોલો ટ્રિપમાં તમારી પાસે એ જગ્યાનો ફક્ત મેપ જ નહીં પરંતુ તેને વાંચવાનું પણ આવડવું જોઇએ. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે તમે ક્યાંક એકલા ભટકો અને આસપાસ કોઇ પૂછનારુ પણ ન હોય ત્યારે આ મેપ સૌથી મોટુ નેટવર્ક હોય છે. પરંતુ જો તમે મેપને સમજતા નથી તો આ મેપનું હોવુ ન હોવા બરાબર છે.
સોલો ટ્રિપ કૂલ છે, જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો. એવુ બની શકે કે ફરતી વખતે બચત કરવાની બીજી પણ રીતો હોય જેને જરુર ધ્યાનમાં રાખવા જોઇએ. આમ તો આ બચત કરશો તો તમે વધારે ફરી શકશો.