દરેક વખતે ફરવા જવાનું બધાના નસીબમાં નથી હોતું. એટલી સરળતાથી રજા પણ નથી મળતી અને ખિસ્સાને પણ નથી પરવડતું. કોઈ ટ્રીપ પર ન જઈ શકાય તો વીકએન્ડમાં ઘણા લોકો મુરથલના ઢાબા પર ઉજાણી કરવા નીકળી પડતાં હોય છે.
મજાની વાત એ છે કે સુખદેવ ઢાબા સિવાય પણ અહીં ઘણા ઢાબા છે જ્યાંનું ભોજન જમીને તમે આંગળી ચાટતા રહી જશો. મિત્રોને અલગ-અલગ જગ્યાએ પાર્ટી આપવી હોય તો પણ આ ઢાબા બહુ જ સારા રહેશે.
ઉત્તર ભારતમાં લગભગ બધા જ નેશનલ હાઇવે પર મન્નત ઢાબા જોવા મળશે. ભારતમાં હાઇવેઝ પર આવેલા ઢાબામાં મન્નત ઢાબા ઘણી જાણીતી ચેઇન છે. અને એમ પણ મુરથલના મન્નત ઢાબા વિષે તો શું કહેવું, શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ! એક વાર જરુર ટ્રાય કરજો.
બેસ્ટ ડિશ: આલુ પ્યાઝ પરાઠા, વેજ થાળી, સ્પેશિયલ ચા.
મુરથલના પ્રચલિત ઢાબાની યાદીમાં આમ તો આ હજુ નવું નામ છે પણ તેમાં સ્વાદ થકી એણે 'ફેમસ ઢાબા'માં નામ કાયમ કરી દીધું છે. તેનું મુખ્ય કારણ છે અહીંનું 'હટકે મેન્યુ'. નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન કે ચાઈનીઝ, અહીં બધી જ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ મળે છે. દિલ્હી-નૈનીતાલનો પ્રવાસ કરી રહ્યા હોવ તો આ ઢાબા પર એક હોલ્ટ તો કરવો જ!
બેસ્ટ ડિશ: મલાઈ કોફતા, કાઢી ચાવલ, કઢાઈ દૂધ
દિલ્હી-ચંડીગઢ હાઇવે પર જેટલા પણ ઢાબા છે એમાં સ્વાદમાં એકદમ પાક્કા કોઈ ટોય તો તે છે નંબર 1 આહુજા ઢાબા. 1948 માં શરુ થયેલા આ ઢાબામાં તમને આકર્ષક ઇન્ટિરિયર નહિ જોવા મળે પણ અહીંનો સ્વાદ તમારી જીભે રહી જશે. સ્વાદના શોખીનો માટે આ સ્થળ ચૂકવા જેવુ નથી.
બેસ્ટ ડિશ: દાલ તડકા, મિક્સ પકોડા, મક્ખન નાન
આ ઢાબાને પ્રસિધ્ધ કરવામાં અહીંના સ્થાનિકોનો સૌથી મોટો ફાળો છે. આ એક જોવાલાયક જગ્યા પણ છે. વળી, અન્ય જગ્યાઓની જેમ અહીં જમવાનું આવતા કલાક રાહ નથી જોવી પડતી. અને સ્વાદ તો એકદમ યમ્મી! નોર્થ ઇન્ડિયન ભાવતું હોય એવા લોકોએ અહીં આટો મારવો જોઈએ.
બેસ્ટ ડિશ: બેંગન ભર્તા, જલેબી, રાજમા ચાવલ
મુરથલના ઢાબાઓમાં ગુલશન ઢાબા બાબાજીનો દરજ્જો ધરાવે છે. ઉંમરમાં પણ અને સ્વાદમાં પણ. દિવસેને દિવસે મોડર્ન બની રહેલી આ દુનિયામાં ગુલશન ઢાબાએ પોતાનું દેશીપણું જાળવી રાખ્યું છે. અહીંનો સ્વાદ એક વખત ચાખશો તો વર્ષો સુધી તમે યાદ કરતાં રહેશો.
બેસ્ટ ડિશ: મકકે દી રોટી, સરસો દા સાગ, આલુ ગોબી, રાજમા
તમારી પાસે આવા લાજવાબ સ્વાદિષ્ટ ઢાબાની લિસ્ટ છે? કમેન્ટ્સમાં જણાવો.
.