દિવસ 1
ગોવા ભારતનું પાર્ટી કેપિટલ છે. અમુક વર્ષો પહેલા તેમણે ગોવાને બિરુદ આપેલું “ગો ગોવા 365 ડેઝ હોલિડે” જે ખરેખર ગોવા માટે અનુરૂપ જ છે. હજુ ગયા વર્ષ સુધી દેશ વિદેશના લોકો ગોવા આરામ અને મોજ કરવા માટે જ આવતા. લોકો પોતાની રોજબરોજની જિંદગીથી કંટાળીને ગોવા મસ્તી મજા કરવા માટે જ આવતા. અને પોતાના કામ તથા નોકરી વગેરેના પ્રૉબ્લેમ્સને ભૂલવા માટે સમય પસાર કરતાં.
પરંતુ આ પેન્ડેમિકને કારણે 2020 માં ઘણી બાબતોમાં પરિવર્તન આવ્યા. વિદેશ વિમાનસેવા સ્થગિત થઈ જવાથી જે વિદેશીઓ ભારતમાં રહી ગયા હતા એમની સિવાય કોઈ પ્રવાસીઓ બહારથી આવવાની શક્યતા નહોતી. પરંતુ જુલાઈ માં જેવુ જ ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન શરુ થયું એક અલગ જ પ્રકારના મુલાકાતીઓ અહી આવવા લાગ્યા. મુંબઈ, દિલ્લી, પુન, બેંગલોર જેવા શહેરના લોકોએ “વર્ક ફ્રોમ હોમ”ને “વર્ક ફ્રોમ બીચ”માં ફેરવી નાખ્યું! અને ટોળેટોળાં અહિયાં ઉમટી પડ્યા.
પરંતુ ગોવામાં વર્કિંગ ક્રાઉડ હોવાથી મુશ્કેલી શું છે?
બૉલીવુડ સ્ક્રિપ્ટ રાઇટર અપૂર્વ અસરાની 3 વર્ષ પહેલા મુંબઈથી પર્સનલ ઇસ્યુના કારણે ગોવા શિફ્ટ થયા હતા. મુંબઈથી કંટાળેલા અપૂર્વને ગોવા ફાવી ગયું હતું. પરંતુ ગોવામાં પણ વર્કિંગ ક્રાઉડ આવવાને કારણે આવી રહેલા પરિવર્તનને સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા અપૂર્વે ખૂબ જ નજીકથી જોયું હતું. અને ગોવામાં આવી રહેલા આ બિનજરૂરી પરિવર્તન વિષે સોશિયલ મીડિયામાં પણ સવાલો ઊઠવેલા.
આ એમની સ્ટોરીઝના સ્ક્રીનશોટ છે જે એમની મંજૂરી સાથે અહિયાં મુકવામાં આવ્યા છે:
અપૂર્વની વાતની શરૂઆત થાય છે આ વર્કિંગ ક્લાસના લોકોનાં આવવાથી ગોવામાં ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં આવેલા ઉછાળાથી થાય છે.
એ આગળ વધતાં કહે છે કે એને પૈસાથી ચિંતા નથી પરંતુ ચિંતા છે આ લોકોનાં અહિયાં આવવાથી બની રહેલા વધુ પડતાં ફોર્મલ વર્તનથી. હવે આરામથી સન બાથ લઈ રહેલા લોકો કરતાં સિરિયસ વિડિયો કોલ્સ કરી રહેલા લોકોની સંખ્યા વધુ દેખાઈ રહી છે!
અપૂર્વને બીજી વાત એ ખટકી રહી છે કે આ વર્કિંગ ક્લાસ લોકોને પોતાના જેવા જ બીજા વર્કિંગ ક્લાસ અથવા બિઝનેસ માઇન્ડેડ લોકો સાથે હળવા મળવાની આદત. ગોવા આના કારણે હવે હોલિડેની જગ્યા ઓછી અને કોર્પોરેટ નેટવર્કિંગ ઈવેન્ટ જેવુ વધારે લાગી રહ્યું છે. જે જગ્યાએ લોકો કોઈપણ પ્રકારના અચકાટ વગર અજાણ્યા લોકોને મળી શકતા એ હવે સિરિયસ જગ્યા બની રહ્યું છે.
એને પોતાના ફોલોવર અને ગોવાના બીજા લોકોને પણ પૂછ્યું કે એમણે આવો કોઈ અનુભવ થયો છે કે કેમ! અને લોકોનાં જવાબો આ પ્રમાણે હતા.
ગોવાના સ્થાનિક લોકો પણ ત્યાં આવેલા આ પરિવર્તનથી ખૂબ જ નિરાશ છે. હા એ છે કે આ માત્ર એમની તરફની વાત છે, વર્કિંગ ક્લાસ કદાચ આનાથી સહમત ના પણ હોય અને એમનું મંતવ્ય પણ જાણવું જોઈએ.
.