નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે

Tripoto

મેં ઘણીવાર જોયું છે કે પ્રવાસીઓ માત્ર નેપાળમાં પોખરાની સુંદરતા, કાઠમંડુના મંદિરો અને લુમ્બિનીની શાંતિ મેળવીને જ ઘરે આવી જાય છે. ગયા વર્ષે હું નેપાળ ગયો, મુલાકાત માટે. ત્યાં એક ઘુમ્મકડ સાથે મિત્રતા થઈ. તેણે કેટલાક સ્થળોનો ઉલ્લેખ કર્યો છે જે તમારી આગામી નેપાળ સફરનો નવો આધાર હોઈ શકે છે. તેથી જો તમે પણ જલ્દીથી નેપાળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો પછી આ પ્રખ્યાત સ્થળોની સાથે આ સુંદર, શાંત અને ઓછા પ્રખ્યાત સ્થળને પણ તમારી મુસાફરીનો એક ભાગ બનાવો.

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 1/9 by Romance_with_India
Credit : Hyan Hyan

આ પણ વાંચો: પોખરા: તળાવ, પર્વતો અને સુંદરતાથી ઘેરાયેલું નેપાળનું એક નાનકડું શહેર..! 

બટવલ નેપાળના લુમ્બિનીથી લગભગ 55 કિમી દૂર છે. બટવાલ પહોંચવા માટે, તમને લુમ્બિનીથી બસો મળશે અને પહોંચવામાં લગભગ એક કલાકનો સમય લાગશે. બટવાલ નેપાળમાં એક એવી જગ્યા છે જે ધીરે ધીરે પ્રખ્યાત થઈ રહી છે. કારણ એ છે કે આ સ્થાનની આંતરિક સુંદરતા, જે પ્રવાસીઓના મોઢેથી કાનો કાન પહોંચે છે. બટવાલમાં ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ફરવા જઇ શકો છો.

જોવા માટેના નવા સ્થળો વિશે વાત કરીએ, તો પાલ્પા વોટરફોલ મારી અહીંની પહેલી પસંદ છે. પાલ્પા ધોધ બટવાલની સીમમાં આવેલ છે. જોવામા કુદરતી સુંદરતા, મુસાફરી માટે નવું અને ફોટોગ્રાફી માટે પ્રખ્યાત; તમારે બીજું શું જોઈએ છે?

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 2/9 by Romance_with_India
Credit : Hyan Hyan
Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 3/9 by Romance_with_India
Credit : Hyan Hyan

જો કે નેપાળ આર્થિક રીતે નબળું હોવાથી તેની અસર અહીંના રસ્તાઓ પર જોવા મળી રહી છે. નેપાળના રસ્તાઓની નબળી સ્થિતિને કારણે (પોખારા સિવાય), એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું મુશ્કેલ છે. પરંતુ બસો મળવાથી આ યાત્રા વધુ સારી બને છે.

અન્ય પર્યટક સ્થળો

હવે તમે બટવાલમા આવી જ ગયા છો તો અન્ય પર્યટક સ્થળોની પણ મુલાકાત લેવાનું મન બનાવી શકો છો.

1. સિદ્ધ બાબા મંદિર

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 4/9 by Romance_with_India
Credit : Wikimedia

તમે સિદ્ધ બાબા મંદિરની મુલાકાત લઈ શકો છો જ્યાં શિવરાત્રી અને તીજ પર વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માનનારાઓ માટે નેપાળનું મુખ્ય તીર્થસ્થાન. અહીં દરરોજ હજારો ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે.

2. મણીમુકુંડ પાર્ક

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 5/9 by Romance_with_India

આ સાથે રાજા મણીમુકુંડ સેનને કારણે પ્રખ્યાત મણીમુકુંડ પાર્કની મુલાકાત લઈ શકાય છે. ઐતિહાસિક સ્થળો અને પ્રાચીન સ્થળોની મુલાકાત લેવાનો શોખ ધરાવતા લોકો માટે બટવાલમાં આનાથી સારું સ્થાન મળવું મુશ્કેલ છે.

3. દેવદહ

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 6/9 by Romance_with_India
Credit : Wikipedia

એક સમયે દેવદાહ રાણી માયાદેવીનું ઘર હતું. રાણી માયાદેવી ભગવાન બુદ્ધની માતા હતી. તેથી દેવદાહ ભગવાન બુદ્ધનું મોસાળ થયું, આ કારણોસર બટવાલ નુ દેવદાહ પણ બૌદ્ધોના પ્રખ્યાત તીર્થસ્થાન માથી એક છે. જોવા આવી શકો છે.

4. બનવાટિકા પાર્ક

બાળકોના મનોરંજન માટે નજીકમાં એક પાર્ક પણ છે, જ્યા તમે પણ ફરવા જઈ શકો છો.

આ પણ વાંચો: નેપાળની યાત્રા: એવરેસ્ટના ખોળામાં વસેલુ ભારતનુ સુંદર પાડોશી 

ભુતહા મંદિર મુક્તિધામ, જજિત્ગાધી કિલ્લો અને ગજેડી તળાવની મુલાકાત લેવાનું આયોજન પણ અદભૂત રહેશે. આ સ્થાનો તમારી સફરને સુંદર અને  ઈનફોર્મેટીવ બનાવી દેશે.

ફરવા માટેનો યોગ્ય સમય

ચોમાસા દરમિયાન આ સ્થાન ખૂબ જ જોવાલાયક બને છે, પરંતુ ત્યાં ક્યાંય રોકાવાનું નથી. તેથી, જો તમારી પાસે તમારી પોતાની કાર છે, તો પછી તમે ચોમાસાની યોજના બનાવી શકો છો. અન્યથા શિયાળામાં આવવું યોગ્ય રહેશે.

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 7/9 by Romance_with_India

તમે જે ચિત્ર ઉપર જોઈ રહ્યા છો તે ડિસેમ્બર મહિનામાં લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નેપાળની બજેટ ટ્રિપ કેવી રીતે કરશો? અહીં મળશે બધા જવાબો અને પ્રવાસ માર્ગ!

કેવી રીતે પહોંચવું

હવાઈ માર્ગ: બુટવાલની સૌથી નજીકનું ગૌતમ બુદ્ધ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (બીડબ્લ્યુએ) છે જેનું દિલ્હીથી 12,000 જેટલું ભાડું છે.

માર્ગ દ્વારા: દિલ્હીથી તમે નેપાળ પહોંચવા માટે ઘણા માર્ગો લઈ શકો છો. બટવાલ લુમ્બિનીની ખૂબ નજીક હોવાથી, તમે લુમ્બિની પહોંચવા માટે ગોરખપુરનો રસ્તો લઈ શકો છો. લુમ્બિનીથી તમને લગભગ 100 નેપાળી રૂપિયામા બટવાલની બસ મળશે.

રેલ માર્ગ: નેપાળમાં ટ્રેનો દોડતી નથી. તમે ટ્રેન દ્વારા દિલ્હીથી મહત્તમ ગોરખપુર પહોંચી શકો છો. ત્યાંથી તમારે સનૌલી અને તેનાથી આગળ લુમ્બિનીની બસ લેવી પડશે.

એકોમોડેશન

1. કાયરા હોટેલ

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 8/9 by Romance_with_India

અહિ બે લોકો નુ ભાડું લગભગ 1000 રુપિયા છે.

 2. હોટેલ ડેલ્બિયા

Photo of નેપાળનું આ સુંદર પણ ઓછું પ્રખ્યાત સ્થળ ઘુમ્મકડોનું નવું સ્થાન છે 9/9 by Romance_with_India

અહિ બે લોકો નુ ભાડું લગભગ 3,320 રુપિયા છે.

આ સિવાય તમે અહીં ક્લિક કરીને અન્ય હોટેલ જોઈ શકો છો.

આ લેખ કેવો હતો, કમેન્ટ બોક્સમાં અમને કહો. નેપાળ ટૂર પેકેજ બુક કરવા માટે અહીં ક્લિક કરો.

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI લખો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.