ભારત દુનિયાના સૌથી અનોખા દેશમાંનો એક છે જ્યાં ડગલેને પગલે દ્રશ્યો બદલાતા રહે છે અને પ્રકૃતિનું નવુ સ્વરુપ જોવા મળે છે. ક્યાંક બરફથી ઊંચા ઢંકાયેલા પહાડ છે તો ક્યાંક સોનેરી રણ, ક્યાંક ચાના બગીચા છે તો ક્યાંક સફરજનથી લપેટાયેલા મેદાનો અને ખીણો. એવી અનોખી જમીન જ છે જ્યાં તમને વાતાવરણથી લઇને તાપમાન અને પ્રકૃતિની ચરમસીમાને પાછળ છોડતી જગ્યાઓ મળી જશે. ભલે આ જગ્યાઓ સામાન્ય હોય પરંતુ અહીં ફરવાનું એટલું જ રોમાંચક છે.
ભારતની સૌથી ઠંડી જગ્યા
દ્રાસ
દ્રાસ ભારતનું સૌથી ઠંડુ સ્થાન છે જ્યાં પ્રવાસીઓ જઇ શકે છે. કારગિલથી થોડાક જ અંતરે, શ્રીનગર-લેહ રાજમાર્ગ પર વસેલા દ્રાસને લદ્દાખના પ્રવેશ દ્ધાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષોથી અહીં તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ સુધી રેકોર્ડ થઇ ચૂક્યુ છે અને શિયાળાનું એવરેજ તાપમાન 0 ડિગ્રીથી નીચે જ રહે છે. દ્રાસ અંગે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો: દ્રાસ યાત્રા ગાઇડ
ફાલોદી
ભારતની સૌથી ગરમ જગ્યા
ફલોદી
રાજસ્થાન પોતાના ગરમ જળવાયુ માટે જાણીતું છે, અને થાર રેગિસ્તાનથી ઘેરાયેલું ફલોદી ભારતમાં સૌથી ગરમ સ્થાન છે, જ્યાં તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જો કે, આ તાપમાન અહીંના લોકોને અહીં વસવા અને પ્રવાસી સારસ પક્ષીઓને અહીં આવવાથી નથી રોકી શકતું. ફલોદી અંગે અહીં વધુ વાંચોઃ ફલોદી યાત્રા
ભારતની સૌથી ભેજવાળી જગ્યા
મોસિનરામ
ફક્ત ભારત જ નહીં, મોસિનરામ ધરતી પર સૌથી વધુ ભેજ અને વરસાદવાળી જગ્યા હોવાનો પુરસ્કાર પોતાના નામે રાખે છે. મેઘાલયમાં પૂર્વી ખાસી પહાડીઓમાં સ્થિત મોસિનરામ કુદરતનો એક ખજાનો છે. મોસિનરામ અંગે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરોઃ મોસિનરામ યાત્રા ગાઇડ
ભારતની સૌથી શુષ્ક જગ્યા
લેહ
પહાડોમાં વસેલો એક અનોખો વિસ્તાર, હિમાલયના પડછાયા એવા લેહમાં આખા ભારતના મુકાબલે સૌથી ઓછો વરસાદ થાય છે. આખુ વર્ષ અહીં 10cmથી પણ ઓછો વરસાદ પડે છે. જેનાથી આ જગ્યા ઠંડુ રણ બની જાય છે. એટલે ચોમાસામાં સૌથી પસંદગીની ફરવાની જગ્યા પણ છે. લેહ અંગે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો: લેહ યાત્રા ગાઇડ
ભારતની સૌથી ઊંડી જગ્યા
કુટ્ટુનાડ
ભારતના નેધરલેન્ડ તરીકે પણ ઓળકાતા કુટ્ટુનાડના કેટલાક હિસ્સા સમુદ્ર સપાટીથી નીચે છે, અને અહીં ખેતી -3 મીટરના ઑલ્ટિટ્યૂડ પર કરવામાં આવે છે. કુટ્ટુનાડ ભારતની સૌથી ઊંડી જગ્યા છે. કુટ્ટુનાડ અંગે અહીં વાંચો : કુટ્ટુનાડ ટ્રાવેલ ગાઇડ
ભારતની સૌથી ઊંચી જગ્યા
કંચનજંગા
દુનિયાનો આ ત્રીજો સૌથી ઊંચો પર્વત નેપાળ અને ભારતની બોર્ડર પર સ્થિત છે. સમુદ્રની સપાટીએથી 8,586 મીટરની ઊંચાઇ પર ચઢાણ કોઇ રમત નથી પરંતુ અહીં પહોંચીને તમને કંચનજંગાનો સૌથી સુંદર નજારો જોવા મળે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો- કંચનજંગા ટ્રાવેલ ગાઇડ