ગુજરાતમાં ખુલવા જઇ રહ્યું છે દુનિયાનું સૌથી મોટુ ઝુ, ડ્રેગન પણ જોવા મળશે ઘરઆંગણે

Tripoto
Photo of ગુજરાતમાં ખુલવા જઇ રહ્યું છે દુનિયાનું સૌથી મોટુ ઝુ, ડ્રેગન પણ જોવા મળશે ઘરઆંગણે 1/4 by Paurav Joshi

રખડનારાઓ ખુશ થઇ જાઓ કારણ કે હવે આ ધરતીના છેલ્લા ડ્રેગન કોમોડો ડ્રેગનને જોવા માટે ઇન્ડોનેશિયા આઇલેન્ડ પર જવાની જરુર નથી. ટુંક સમયમાં ભારતમાં જ દુનિયાનું સૌથી મોટુ ઝુ બનવા જઇ રહ્યું છે. અંબાણીએ હાલમાં જ જાહેરાત કરી છે કે ગુજરાતમાં જલદી દુનિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલય બનશે. તમે આ ઝુમાં કોમોડો ડ્રેગનને જોઇ શકશો.

શું ડ્રેગન સાચે જ હોય છે?

શું તમને લાગે છે કે ડ્રેગન સાચે જ હોય છે? ઘણાંને લાગે છે કે ડ્રેગન હવે આ ધરતી પર નથી પરંતુ એવુ નથી. ડ્રેગન હજુ પણ આ ધરતી પર છે. ડ્રેગન અંગે આપણા મનમાં ખોટી ધારણા છે જે ફિલ્મો અને પુસ્તકોએ બનાવી છે. હકીકતમાં ડ્રેગન ન તો ઉડી શકે છે ન તો તેમના મોંઢામાંથી આગ નીકળે છે. ડ્રેગન 10 ફૂટ લાંબા હોય છે અને તેનું વજન 300 પાઉન્ડથી વધુ હોય છે. અત્યાર સુધી દુનિયાના છેલ્લા ડ્રેગનને જોવા માટે ઇન્ડોનેશિયાના આઇલેન્ડ પર જવું પડે છે પરંતુ હવે આવુ નહીં થાય.

જંગલ જ જંગલ

Photo of ગુજરાતમાં ખુલવા જઇ રહ્યું છે દુનિયાનું સૌથી મોટુ ઝુ, ડ્રેગન પણ જોવા મળશે ઘરઆંગણે 2/4 by Paurav Joshi

ગુજરાતમાં જામનગરમાં 280 એકરમાં તૈયાર થનારુ આ પ્રાણીસંગ્રહાલય 2023માં ખુલશે. આ ઝૂ કોમોડો ડ્રેગન ઉપરાંત આફ્રીકી સિંહ, પેગી હિપ્પો, ઉરાંગુટાન, લેમુર, ફિશિંગ બિલાડી, સ્લૉથ બીયર, ચિત્તો જેવા પ્રાણીઓનું ઘર હશે. આ ઉપરાંત, આ પ્રાણીસંગ્રહાલયમાં જગુઆર, ઇન્ડિયન વુલ્ફ, એશિયાટિક લાયન, બંગાળ ટાઇગર, મલાયન તપીર, ગોરિલ્લા, ઝેબ્રા, જિરાફ અને આફ્રિકી હાથી જેવા જાનવરો સામેલ હશે.

Photo of ગુજરાતમાં ખુલવા જઇ રહ્યું છે દુનિયાનું સૌથી મોટુ ઝુ, ડ્રેગન પણ જોવા મળશે ઘરઆંગણે 3/4 by Paurav Joshi

ગ્રીન્સ ઝુલૉજિકલ રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન કિંગડમ પ્રૉજેક્ટ હેઠળ એ નક્કી કરવામાં આવ્યું છે કે આ ઝૂમાં દુનિયાભરની અલગ અલગ જગ્યાઓથી અલગ-અલગ પ્રકારના પક્ષી અને પ્રાણીઓ લાવવામાં આવશે. જેમાં લેન્ડ ઑફ રોડેન્ટ, એક્વાટિક કિંગડમ, ફૉરેસ્ટ ઑફ ઇન્ડિયા, ફ્રૉગ હાઉસ, લેન્ડ ઓફ ડ્રેગન, ઇંસેક્ટેરિયમ, માર્શેજ ઑફ કોસ્ટ, ઇન્ડિયન ડેઝર્ટ અને એક્સોટિક જેવા આઇલેન્ડ સામેલ છે.

Photo of ગુજરાતમાં ખુલવા જઇ રહ્યું છે દુનિયાનું સૌથી મોટુ ઝુ, ડ્રેગન પણ જોવા મળશે ઘરઆંગણે 4/4 by Paurav Joshi

રિપોર્ટ્સ અનુસાર, સ્થાનીક સરકારની મદદ કરવા માટે આ ઝુ માટે બનાવવામાં આવનારા રેસ્કૂય સેન્ટરમાં પશુ ઉદ્યમ પણ સામેલ હશે. આ મુકેશ અંબાણીનો ઘણો જ મહત્વાકાંક્ષી પ્રૉજેક્ટ છે. દુનિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય બની જવાથી ગુજરાત ટુરિઝમને ઘણું પ્રોત્સાહન મળશે. આ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને ‘ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ તરીકે ઓળખવામાં આવશે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.

શું તમે દુનિયાના સૌથી મોટા ઝુને તમારા બકેટ લિસ્ટમાં જોડશો. આ અંગે અમને નીચે કૉમેન્ટ બૉક્સમાં જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads