શ્રદ્ધાળુઓ, રખડુઓ માટે આ એકદમ ખુશખબરી જેવી વાત છે. લૉકડાઉન પછી ફરી શરુ થયેલી ઋષિકેશ-કર્ણપ્રયાગ પરિયોજનાનું કામ લગભગ પૂર્ણ થવાનું છે. લગભગ પ્રતિદિન 100 મીટરના હિસાબે સુરંગ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, તે સમયસર પૂર્ણ થઇ ગયું છે. હવે તમે જલદી ઉત્તરાખંડના પહાડો પર છુકછુક કરતી રેલગાડી જોઇ શકશો.
તમને જણાવી દઇએ કે લૉકડાઉન પછી ઋષિકેશ કર્ણપ્રયાગ પરિયોજનાનું કામ પણ અટકી ગયું હતું. પરંતુ હવે ફરીથી આ કામમાં તેજી આવી છે. પ્રતિદિન 100 મીટર સુરંગ ખોદવાના જે પ્લાનથી આગળનું કામ શરુ થયુ, તે લગભગ પૂર્ણ થવાનું છે.
શું છે ઋષિકેશ કર્ણપ્રયાગ રેલવે પરિયોજના
આ યોજના વડાપ્રધાન મોદીનો ડ્રિમ પોજેક્ટ છે. આનાથી યાત્રીઓના ચારધામની યાત્રાની રેલવે સફર ઘણી જ યાદગાર થઇ જશે. તેમાં કુલ 126 કિ.મી લાંબી રેલવે પરિયોજના હશે, જેમાં 9 પેકેજ અંતર્ગત કુલ 80 દ્ધાર હશે. તેમાં કુલ 16 પુલ, 17 સુરંગો, 12 રેલવે સ્ટેશન હશે. તેમાંથી 10 સ્ટેશન પુલોની ઉપર અને સુરંગની અંદર હશે. આ પરિયોજનામાં કુલ 20 કિ.મી. લાંબી ટનલ પણ પ્રસ્તાવિત છે. આ પૂરી રેલવે પરિયોજનાની લંબાઇ 125 કિ.મી.ની હશે, જે 2024 સુધી બનીને તૈયાર થઇ જશે.
આ જગ્યા પર જવાનું થઇ જશે સરળ
ધાર્મિક અને રોમાંચ, એમ બન્ને પ્રકારના યાત્રીઓને આ પરિયોજનાનો લાભ મળવાનો છે. ઋષિકેશ કર્ણપ્રયાગ રેલવે પરિયોજનાથી બદ્રીનાથ, કેદારનાથ, જોશીમઠ અને ચોપતા જેવી જગ્યા તમે સરળતાથી ફરી શકશો. આ આખી પરિયોજનામાં નવા રેલવે સ્ટેશન બનીને તૈયાર થઇ જશે. જેમ કે વીરભદ્ર, યોગ નગરી ઋષિકેશ, શિવપુરી, બ્યાસી, દેવપ્રયાગ, મલેથા, શ્રીનગર, ધારીદેવી, રુદ્રપ્રયાગ, ધોલતીર, ગોચર, કર્ણપ્રયાગ. આ પરિયોજના પછી ઉત્તરાખંડ સ્થિત ચારધામની યાત્રા પણ સરળ થઇ જશે.