ભલુ થજો શરાબ, રેવ પાર્ટી અને હિપ્પીઓનું કે ગોવાને બસ હવે આ ચીજો માટે જ ઓળખવામાં આવે છે. એટલા માટે જ્યારે મેં મારા મમ્મી-પપ્પાને મારી બહેન અને મારી સાથે ગોવા જવા માટે ઉત્સુક જોયા તો મને થોડુક વિચિત્ર લાગ્યું કે કહો કે ગભરામણ થઇ. પછી વધુ વિચાર કર્યા વગર મેં મારી ટિકિટ બુક કરાવી અને અમે ભારતના હૉલિડે ડેસ્ટિનેશન પર જતા રહ્યા.
ડેમ્બોલિમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા પછી, અમે હોટલ પહોંચવા માટે એક ગાડી લીધી. જેવા આપણે એરપોર્ટથી નીકળ્યા, હાઇવેઝ ગામના રસ્તામાં ફેરવાઇ ગયા અને દોઢ કલાક લાંબી યાત્રાએ મને ગોવાનો એ હિસ્સો બતાવ્યો જે હું મારી પહેલાની યાત્રામાં ક્યારેય નહોતી જોઇ શકી.
મને આ રસ્તામાં મજા આવવાની શરુઆત જ થઇ હતી કે અચાનક એક ઝડપી વળાંક સાથે ગાડી રોકાઇ ગઇ. ત્યારે મને ખબર પડી કે અમે અમારી હોટલ પહોંચી ગયા છીએ.
વૉટર લીલીજ અને ચિકણી માટીથી સજેલા હાથીઓથી સજેલી હોટલ મેફેયર હાઇડવે સ્પા રિસોર્ટ દક્ષિણ ગોવાના બેતુલમાં સ્થિત એક બુટિક હોટલ છે.
કોંકણ કિનારા પર સ્થિત, રિસોર્ટ સાલ નદીની સામે બન્યો છે જે અરબ સાગરમાં મળી જાય છે. આ શાનદાર નજારો તમે પ્રાઇવેટ બાલ્કનીઓની સાથે આવતા બધા સુંદર રીતે સજાવેલા રૂમમાંથી લઇ શકો છો.
હોટલમાં આરામ કર્યા પછી હું અને મારો પરિવાર ગોવાના આ સુંદર નાનકડા ગામ, બેતુલને જોવા માટે નીકળી પડ્યા.
એક સુંદર ગોવન ગામ, બેતુલ રંગીન ઘરોથી સજેલું છે. જ્યાં ખુશનુમા સ્થાનિક લોકો રહે છે. બિલાડીઓ મોટાભાગે આ ઘરોની આસપાસ ફરતી રહે છે અને જ્યારે મેં એક બિલાડીના બચ્ચાને જોયું તો હું ખુશીથી ઝુમી ઉઠી.
બેતુલમાં શું છે જોવાલાયક
1. લાઇટહાઉસથી મનોરમ દ્રશ્યોને જુઓ
એક પહાડી કિનારા પર સ્થિત બેતુલ ક્યૂપેમ અને આસપાસના ગામોનું મનોરમ દ્રશ્ય રજૂ કરે છે. અહીં પહોચવા માટે તમારે હોલી ક્રૉસ ચેપલ પછી થોડુક ચઢાણ કરવું પડશે. લાઇટહાઉસ સાંજે 6.30 કલાકે બંધ થઇ જાય છે, એટલા માટે સુનિશ્ચિત કરો કે તમે આની પહેલા પહોંચી જાઓ.
2. ભીડ-ભાડથી દૂર, શાંત સમુદ્ર કિનારા જુઓ
પર્યટનથી દૂર, બેતુલની આસપાસ સમુદ્ર કિનારો શાંત અને ચોખ્ખો છે. કેવેલૉસિમ અને મોબોર સમુદ્ર કિનારો બેતુલની પાસે સૌથી સારા સમુદ્ર કિનારામાંનો એક છે અને અહીં પ્રવાસીઓની ભીડ પણ નથી.
3. નજીકના ચર્ચની સુંદરતા નિહાળો
હોલી ક્રૉસ ચેપલ
4. ઑબ્ઝર્વેશન પોઇન્ટ પર જાઓ
બેતુલ કિલ્લો, જે હવે ખંડેર બની ચૂક્યો છે, મરાઠા શાસક શિવાજી દ્ધારા બનાવાયો હતો. કિલ્લો રણનીતિક રીતે એક પહાડી પર સ્થિત છે, જે પાસેના સમુદ્રકિનારાનું શાનદાર દ્રશ્ય રજૂ કરે છે. નીચેનો કિનારો પથરાળ છે અને શાંતિપૂર્ણ સમય પસાર કરવા માટે યોગ્ય છે.
કેવી રીતે જશો બેતુલ
નજીકનું એરપોર્ટ ડેમ્બોલિમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (41 કિ.મી.) છે અને નજીકનું રેલવે સ્ટેશન મડગાંવ જંક્શન (16 કિ.મી.) છે. બન્ને જગ્યાએ ટેક્સી સરળતાથી મળી જાય છે. બેતુલનો મારો અનુભવ અદ્ભુત હતો અને મેં કદી વિચાર્યું નહોતું કે ગોવા મમ્મી-પપ્પાની સાથે આટલું મજેદાર સાબિત થશે.