જો બૉલીવુડ અને ક્રિકેટ સિવાય આખી દુનિયા ભારતની કોઇ ચીજનું ઉદાહરણ આપે છે તો તે છે અહીંનું ખાવાનું. ભારત દુનિયામાં સૌથી વિવિધ અને સમૃદ્ધ ભોજનની શૈલીવાળા દેશોમાંનો એક છે. અને જ્યારે અહીં દુનિયાભરના લોકો આકર્ષિત થઇને ચાલ્યા આવે છે તો સ્વાભાવિક છે કે તેની અસર ખાવા પર અને પાક શૈલી પર પણ નજરે પડે છે. હકીકતમાં, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સમોસા અને જલેબી જેવા સ્વાદિષ્ટ વ્યંજન જેને આપણે હંમેશા ભારતીય સમજતા હતા, વાસ્તવમાં તે ભારતના છે જ નહીં!
આ ઉપરાંત, એ કયા પકવાન છે જે ભારતીયોના દિલમાં વસે છે પરંતુ મૂળ રુપે તે ભારતીય નથી? આ રહ્યું તેનું લિસ્ટ:
1. રાજમા-રાઇસ
જે રાજમાને ઉત્તર ભારતીય ઘરોમાં ઘણા જ પસંદ કરવામાં આવે છે તે વાસ્તવમાં ભારતના છે જ નહીં. રાજમા તો શરુઆતી તબક્કામાં ભારતમાં ક્યાંય ઉગાડવામાં જ આવતા નહોતા, આ ભારતમાં લાવ્યા પોર્ટગીઝો. ત્યાં સુધી કે રાજમાને પલાળીને, ઉકાળીને અને પછી મસાલાની સાથે બનાવવાની પાક વિધી પણ મેક્સિકોથી આવે છે. પરંતુ હાં, પોતાના દેસી મસાલાના તડકાની સાથે આપણે રાજમાને એક અલગ જ સ્વાદ આપી દીધો છે.
2. જલેબી
જ્યાં આપણા દેશના ઘણાં હિસ્સામાં આ પસંદગીનું પકવાનને કોઇ અલગ રીતે બનાવાય છે, પરંતુ એ ગજબની વાત છે કે જલેબીનો જન્મ પણ ભારતમાં નથી થયો. જલેબી ભારતમાં ફારસી આક્રમણકારીઓની સાથે આવી. અસલમાં જલેબી નામ મિઠાઇના ફારસી નામ 'જિલિબિયા' કે 'જુલાબિયા'થી આવે છે, આને અરબીમાં 'જલાબિયા' કહેવાય છે.
3. સમોસા
જેવા જ વરસાદના દિવસો શરુ થાય છે અને આકાશમાંથી વરસાદના ટીપાં તમારા ચહેરા પર પડે છે તો તમારા મનમાં ફટાકથી સમોસા ખાવાનો વિચાર આવી જાય છે. બટાકાથી ભરેલા આ સ્નેકે ઘણાં વર્ષોથી લોકોને એકબીજા સાથે જોડ્યા છે પરંતુ તમે એ જાણીને હેરાન થઇ જશો કે આ મધ્ય-પૂર્વ એટલે મિડલ ઇસ્ટથી આવ્યું છે. માનવામાં આવે છે કે 14મી સદીમાં આ પસંદગીનું પકવાન વેપારીઓ દ્ધારા પહેલી વાર ભારત લવાયું હતું. ભારતીયોએ સમોસાને અપનાવવામાં સમય ન લીધો અને ધીમે ધીમે આ સૌથી લોકપ્રિય સ્નેક બની ગયું.
4. ગુલાબ જામુન
આપણે જે ગુલાબ જાંબુને ઓળખીએ છીએ, તે છે તળેલા મેંદાનો બોલ જેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આને ક્યારેય આ રીતે નહોતો બનાવાનો? ગુલાબ જાંબુને મુખ્ય ભારતીય મીઠાઇ બનતા પહેલા ફારસી લોકો આને શુદ્ધ મધમાં પલાળીને ખાતા હતા જેનો સ્વાદ બિલકુલ અલગ રહેતો હતો. લુકામત અલ કદી (ગુલાબ જાંબુનું મુળ નામ)ના ભારત પહોંચવા સુધી તેમાં ઘણાં ફેરફાર આવ્યા અને આ મીઠાઇ બની ગઇ જેને જોઇને લોકો પોતાની જાત પર કાબુ નથી રાખી શકતા.
5. ચિકન ટિક્કા મસાલા
માનવામાં આવે છે કે ઉત્તર ભારતની આ પસંદગીની ડિશની શોધની ત્યારે થઇ જ્યારે ગ્લાસગોમાં એક શેફે એક ગ્રાહકને ખુશ કરવા માટે ચિકન કરીમાં ટામેટાનો સૂપ મિલાવ્યો. આ નવી ડિશ એટલી જાણીતી થઇ કે સ્કૉટલેન્ડથી ફેલાઇને ભારત સુધી આવી પહોંચી. તો ફરી ક્યારેક તમે ચિકન ટિક્કા મસાલા ખાઇ રહ્યા હોવ તો આની શોધ કરનારાનો આભાર માનવાનું ભૂલતા નહીં.
6. ચા
તમે ચાના દિવાના હોવ કે નહીં, પરંતુ ભારતમાં તમે તેને અવગણી નથી શકતા. આ ભારતમાં સૌથી વધુ ઉગાડાતી અને ઉપયોગમાં લેવાતી ચીજોમાંની એક છે પરંતુ આ ચારની શરુઆત ચીનમાં થઇ હતી. ચીની લોકો ચાને એક ઔષધીય ડ્રિંકની જેમ ઉપયોગ કરતા હતા. પછી અંગ્રેજોએ તેને ભારત લાવવાનો નિર્ણય કર્યો. અંગ્રેજોએ ઉત્તર-પૂર્વ ભારતમાં લોકોને ચારની ખેતીની કળા પણ શિખવાડી અને ત્યારથી ચા ભારતનો આત્મા બની ગઇ છે.
7. ફિલ્ટર કૉફી
વધુ એક ડ્રિંક જે ભારત સાથે જોડાયેલું છે અને લોકો જેના વગર નથી રહી શકતા તે છે ફિલ્ટર કૉફી. પરંતુ ફિલ્ટર કૉફી સૌથી પહેલા યમનમાં પીવાતી હતી, જેને દારુના વિકલ્પ તરીકે દૂધ અને ખાંડ વગર પીવાતી હતી. એવી માન્યતા છે કે એક સુફી સંત બાબા બુડાન પહેલીવાર આને ભારતમાં લઇને આવ્યા હતા અને 1936માં મુંબઇમાં કૉફી હાઉસની સ્થાપના પછી ભારતીયોએ ફિલ્ટર કોફી બનાવવાની શરુ કરી હતી.
8. દાળ-ભાત
ઘરના બનેલા ખાવાની યાદ અપાવનારા દાળ-ભાત ઘણાં જ સિમ્પલ હોવા છતાં રાહત આપનારી ડિશ છે. જો કે, શું તમે જાણતા હતા કે આ પસંદગીનું દરરોજનું ભોજન વાસ્તવમાં નેપાળથી આવે છે? જી હાં, નેપાળથી સ્થાનિક લોકોએ પહેલીવાર ઉકાળેલા ચોખાને દાળની સાથે ખાવાનું શરુ કર્યું. આ ખાવાનું બધાને પસંદ આવવા લાગ્યું, પછી ઉત્તર ભારતની સાથે જોડાયેલી બોર્ડર દ્ધારા તેણે ભારતના રસોડોમાં એક મહત્વની જગ્યા બનાવી લીધી.