આમ તો કાશ્મીરને ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે પણ કાશ્મીરની મુલાકાત લીધા પછી મને એમ લાગે છે કે કાશ્મીરની સુંદરતા સામે તો સ્વિત્ઝરલેન્ડ પણ કશું જ નથી. કાશ્મીરની રૂબરૂ મુલાકાત લેશો તો સમજાશે કે કાશ્મીરની સુંદરતા ટીવી પર બતાવવામાં આવે છે તેના કરતાં પણ અનેકગણી વધારે છે. એક અઠવાડિયામાં આખા કાશ્મીરને તમે આ રીતે માણી શકો છો.
કાશ્મીરમાં ફરવું
કાશ્મીરમાં ફરવા માટે પરિવહનનું સૌથી સુલભ માધ્યમ JKSRTCની બસો છે જે જમ્મુ અને કાશ્મીરના શહેરોમાં ભરપૂર સંખ્યામાં જોવા મળે છે. વળી, ખાનગી ટેક્સી કે ઓટોરિક્ષા પણ પ્રાપ્ય છે અને ઊંચાઈ પર આવેલા ગામોમાં જવા માટે ઘોડેસવારીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
દિવસ 1 અને 2
ભારતનાં બધા જ મુખ્ય શહેરોથી શ્રીનગરની ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. વહેલી સવારે શ્રીનગર લેન્ડ થઈએ ત્યારે એરપોર્ટ આસપાસનો નજારો જોવા લાયક છે. જો આમ ન કરવું હોય તો જમ્મુથી શ્રીનગર બસમાં પણ પહોંચી શકાય છે જેનો સમય 8 કલાક છે.
શ્રીનગરમાં શું કરવું?
આ શહેર કેટલીય સુંદરતા પોતાનામાં છુપાવીને બેઠું છે.
1. ડાલ લેકમાં હાઉસબોટમાં રોકાવું એ એક યાદગાર અનુભવ બની રહેશે. આ પ્રવાસના બેસ્ટ ફોટોઝ તમે અહીં ક્લિક કરી શકશો.
2. શાલીમાર બાગ શ્રીનગરનું સૌથી પ્રસિધ્ધ બાગ છે. વળી, તેની બાજુમાં આવેલો પરી મહેલ આની સુંદરતા વધારવાનું કામ કરે છે.
3. કાશ્મીરની જામા મસ્જિદ.
શ્રીનગરમાં રોકાણ માટે:
હોટેલ ગ્રાન્ડ મુમતાઝ – કિંમત રૂ 7581
હીવન હોટેલ- કિંમત રૂ 4800
હોટેલ લિટલ માજિસ્ટિક ગ્રુપ ઓફ હાઉસબોટ- કિંમત રૂ 3315
સ્વાદિષ્ટ જગ્યાઓ:
મુગલ દરબાર: મટનના શોખીનો માટે ખાસ એવી આ જગ્યાએ શાકાહારી ભોજન પણ ઘણું સારું મળે છે.
અહજુડ: કાશ્મીરી વાનગીઓ માટે સ્પેશિયલ. મુઘલ તેમજ ચાઈનીઝ ફૂડ પણ સારું મળે છે.
દિવસ 3
JKSRTCની બસો ઉપરાંત શ્રીનગરથી સોનમર્ગ જવા 1500-2000 રૂમાં ખાનગી ટેક્સી પણ મળી રહે છે. આ રસ્તો 4 કલાકનો છે, જેટલું વહેલું નીકળી શકાય એટલું વધુ સારું.
સોનમર્ગમાં શું કરવું
1. કોઈ જાણકારને સાથે રાખીને થાઈવાઝ ગ્લેશિયરની જરુર મુલાકાત લેવી. પ્રવાસી તરીકે તમે જોયેલા કેટલાય સુંદર રસ્તાઓમાં આ રસ્તો સર્વ શ્રેષ્ઠ લાગશે.
સ્વાદિષ્ટ જગ્યા:
જમ્મુ કાશ્મીર ટુરિઝમ કાફેટેરિયા- અમુક દુકાનોનો તેમના લોકેશનના કારણે ખૂબ સારો ધંધો કરી શકે છે. આ સ્થળ આમાંનું જ એક છે.
દિવસ 4
સોનમર્ગથી ગુલમર્ગ 3 કલાક દૂર છે. આ માટે ટેક્સીનું ભાડું 2000 રૂ જેટલું છે.
ગુલમર્ગમાં શું કરવું
1. બર્ફીલા નંદા પર્વત ખાતે ગોંડોંલામાં હોપિંગનો આનંદ માણી શકાય છે.
2. ગરમીની ઋતુમાં અહીં ખૂબ જ આકર્ષક ફૂલો જોવા મળે છે. અહીં કેટલીય ફિલ્મોના શૂટિંગ પણ થયેલું છે.
સ્વાદિષ્ટ જગ્યા:
બક્ષી કા પંજાબી ઢાબા: ગુલમર્ગમાં આ બેસ્ટ જગ્યા છે. અહીં તમામ પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે.
દિવસ 5
શ્રીનગરથી પહલગામ જવા ટેક્સી મળી રહે છે જે 2500 રૂમાં બે કલાકમાં પહલગામ પહોંચાડી દે છે. અમરનાથ યાત્રાના સમયે આ રસ્તો બંધ રહે છે.
પહલગામમાં શું કરવું
1. બોલિવૂડ ફિલ્મોના કારણે ખ્યાતિ પામેલી બેતાબ વેલી અહીં આવેલી છે.
2. અહીં અરુ નામનું એક ગામ આવેલું છે જ્યાં પુષ્કળ કિસ્સાઓ બનેલા છે. અહીંના લોકો સાથે વાતો કરતાં કરતાં કદાચ તમને પણ તમારા પુસ્તક માટે કોઈ વાર્તા મળી જાય.
રોકાણ માટે:
હોટેલ માઉન્ટ વ્યૂ- કિંમત 3800 રૂ
ગ્રાન્ડ મુમતાઝ રિસોર્ટ- કિંમત 6500 રૂ
સ્વાદિષ્ટ જગ્યાઓ
1. દાના-પાની: અહીંના પરાઠા બેસ્ટ છે. શાકાહારીઓ માટે શ્રેષ્ઠ જગ્યા.
2. કેફે લૉગ-ઇન: અહીંની હોટ ચોકલેટ કે ડેઝર્ટ તમારા મનમાં વસી જશે.
વિશેષ:
શ્રીનગર જમ્મુ-કાશ્મીરનું દિલ છે. શિકારામાં વિહાર કરતાં કરતાં તમે પણ 16 વર્ષની જુવાનીમાં સરી પડશો. કેટલુંય રાજકારણ અહીં રમાય છે પણ આ જગ્યાની સુંદરતા હજુયે અડીખમ છે. અહીં ફરવાનો અનુભવ અવર્ણનીય છે. પ્રેમી પંખીડાઓ માટે આ એક શાનદાર જગ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ગંદરબલ વિસ્તારનું સ્વર્ગ છે સોનમર્ગ. બરફ પર સોનેરી તડકાથી મિલો દૂર આવેલા મેદાનો જાણે ચમકી ઉઠે છે. શિયાળામાં બર્ફીલા પહાડો અને તળાવો તેમજ ગરમીમાં રંગબેરંગી ફૂલો આની સુંદરતા વધારી દે છે. લદ્દાખ જવાનો રસ્તો અહીંથી જ શરુ થાય છે.
તમારા કાશ્મીર પ્રવાસનું સૌથી મનોરમ્ય ફોટો-આલ્બમ આ સ્થળે જ બનશે. વિશાળ મેદાન તેમજ સુંદર ફૂલો તો આકર્ષક છે જ, અહીં વિશ્વનું સૌથી ઊંચું ગોલ્ફનું મેદાન પણ આવેલું છે. કાશ્મીર ટૂરમાં આ સ્થળ તો જરુર રાખવું જ.
લિદ્દર નદીના કિનારે આવેલું આ નગર જાણે શ્રીનગરનો શૃંગાર છે. અમરનાથ યાત્રા પણ અહીંથી શરુ થાય છે અને બેતાબ વેલીનો પ્રવાસ પણ. અને હા, અહીં ઘોડેસવારી કરવાનું ભુલશો.
કહેવાય છે કે જીવનમાં બે વખત કાશ્મીર આવવું જોઈએ. શિયાળામાં અને ઉનાળામાં. તમે ક્યારે પ્લાન કરી રહ્યા છો?
.