લોનર ક્રેટર સરોવર: મહારાષ્ટ્રમાં છુપાયેલું છે ઉલ્કાપિંડમાંથી બનેલું અદ્ભુત સરોવર

Tripoto
Photo of લોનર ક્રેટર સરોવર: મહારાષ્ટ્રમાં છુપાયેલું છે ઉલ્કાપિંડમાંથી બનેલું અદ્ભુત સરોવર 1/3 by Paurav Joshi

52000 વર્ષ પહેલા પૃથ્વીની સપાટીથી એક ઉલ્કાપિંડ ટકરાવાથી મહારાષ્ટ્રમાં એક એવું સરોવર બન્યું, જે અંગે કદાચ જ કોઇ જાણતા હશે. અમે વાત કરી રહ્યા છીએ લોનર ક્રેટર સરોવરની. આની રચનાને સારી રીતે સમજવા માટે જણાવી દઇએ કે તે ઉલ્કા પિંડ 20 લાખ ટન વજનનું હતું અને 90,000 કિ.મી. પ્રતિ કલાકની ગતિથી પૃથ્વી તરફ પડી રહ્યું હતું.

ઘણાં વર્ષો સુધી લોનર ક્રેટર તળાવને જ્વાળામુખી દ્ધારા બનેલુ પણ માનવામાં આવતું હતું કારણ કે આ સરોવર બસાલ્ટના મેદાનોમાં 6.5 કરોડ વર્ષ જુના જ્વાળામુખી ખડકોથી બન્યું છે. પરંતુ અહીં મસ્કેલિનાઇટ પણ મળ્યું છે જે એક એવો કાંચ છે જે કેવળ તેજ ગતિથી ટકરાવાથી જ બને છે. આની હાજરીએ જ સરોવર કોઇ અંતરિક્ષ ઘટનાના ઘટિત થવાના કારણે બન્યું હોવા તરફ ઇશારો કર્યો.

સરોવર અંગે સ્થાનિક લોકો એક મોટી રસપ્રદ વાર્તા સંભળાવે છે જે દરેક પ્રકારના વૈજ્ઞાનિક તથ્યોને ખોટા ગણાવે છે. સ્ટોરી અનુસાર લોનસુર નામનો રાક્ષસ સ્થાનિક લોકોને હેરાન અને પ્રતાડિત કરતો હતો. આ અસુર રુપી પરેશાનીનો હલ કરવા ભગવાન વિષ્ણુ અવતાર લઇને પૃથ્વી પર આવ્યા અને આ અસુરને પાતાળમાં પહોંચાડવા માટે એટલા જોરથી પછાડ્યો કે તે સરોવર રુપી ખાડો બની ગયો.

મોટાભાગના પ્રવાસીઓ અહીં નજીકમાં આવેલી અજંટા અને ઇલોરાની ગુફાઓ જોવા જાય છે પરંતુ લોનર ક્રેટર પર નથી જતા. પરંતુ આ સરોવર પર ફરવા જવા માટે ઉત્સુક કરનારા કારણ તમારે જરુર જાણવા જોઇએ:

1. આ સરોવર બસૉલ્ટના ખડકો પર તેજ ગતિથી ટકરાવાથી બનતી સંરચનાઓનો સુંદર નમૂનો છે. સાથે જ ધરતી પર પોતાના જેવી એકમાત્ર સંચરના પણ છે. 

ધરતીની સપાટી દર વર્ષે 30000 થી 1,50000 ઉલ્કાઓ ટકરાય છે જેમાંથી માત્ર આ પ્રકારની ઉલ્કાએ જ બેસાલ્ટના ખડકો પર ધરતીનો સૌથી મોટો અને ધમાકેદાર ખાડો બનાવ્યો છે.

2. આ સરોવર પર તમને ઘણાંબધા પ્રવાસી અને નિવાસી પક્ષી જોવા મળશે

શૈલડક, કાળા પંખાવાળા સ્ટિલ્ટ્સ, બ્રાહમિની ડક્સ, રેડ-વૉટલ્ડ લેપવિંગ્સ, બ્લૂ જાઝ, બેયવીવર્સ, હૂપોસ, સોનેરી ઑરિઓલ, લાર્ક, દર્જિન પક્ષી, પોપટ અને મોર, અહીં બધુ જ જોવા મળશે.

3. લોનર ક્રેટર સરોવર જૈવ વિવિધતાનું એક અદ્ભુત ઉદાહરણ છે

પ્રવાસી પક્ષીઓ ઉપરાંત નાના રેન્ડિયર, લંગૂર, ચામાચીડિયા, નોળિયા, બાર્કિંગ હરણ અને ચિંકારા પણ અહીંના સાગવાનના જંગલોમાં વસે છે. આંબલી અને બબૂલના મોટા-મોટા ઝાડ સરોવરની ચારેબાજુ એક માઇલ સુધી ફેલાયેલા છે.

4. લોનર લેકની આસપાસ બનેલા મંદિરોની છટા અલગ જ છે, તેની આધ્યાત્મિકતાનો અનુભવ કરો

રામ ગયા મંદિર, કમલજા દેવી મંદિર અને કંઇક અલગ એવું જલમગ્ન શંકર ગણેશ મંદિર વગેરે બધા લેકની પાસે આવેલા છે. જો કે, સૌથી મહત્વપૂર્ણ મંદિર લોનાર શહેરની વચ્ચોવચ છે જેનું નામ છે દૈત્ય સૂડાન મંદિર. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે જેણે રાક્ષણ સોનાસુરનો વિનાશ કર્યો હતો.

5. લોનર સરોવરનું ચઢાણ પણ અહીંની સુંદરતાને વધારે છે

આ ચઢાણમાં તમે લેકની 6 કિ.મી.ની લાંબી પરિક્રમા લગાવે છે.

ટ્રેકના અનેક શરુઆતી બિંદુ જેવા કે મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમ (એમટીડીસી) હોટલ.

ટ્રેક અંગે અહીં વધુ વાંચો

તમે લોનર ક્રેટરની છુપાયેલી દુનિયા અંગે મુંબઇ ટ્રાવેલર પર વધુ વાંચી શકો છો.

લોનર ક્રેટર લેક કેવી રીતે પહોંચશો?

સ્થાન: લોનર મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનું એક નાનકડુ શહેર છે.

હવાઇ માર્ગથી- લોનરની નજીકનું એરપોર્ટ ઔરંગાબાદ છે.

ટ્રેનથી - મનમાડ જંક્શનથી પસાર થતી મુંબઇ અને ઔરંગાબાદ વચ્ચે 20થી વધુ ટ્રેનો ચાલે છે. ચોમાસા પછી રેલવે ધુમ્મસ ભરેલા પહાડો, લીલાછમ ખેતરો અને ઝરણાના શાનદાર દ્રશ્યોને જોતા પસાર થાય છે.

રોડ દ્ધારા- ઔરંગાબાદમાં કેન્દ્રીય બસ સ્ટેન્ડ ટ્રેન સ્ટેશનથી લગભગ 1 કિ.મી. દૂર છે. લોનરથી જાલના માટે બસ દ્ધારા લગભગ 5 કલાક લાગે છે.

ક્યાં રોકાવું જોઇએ:

એમટીડીસી રિસોર્ટ લેકની સૌથી નજીક છે અને રોકાવા તેમજ ભોજન માટે સૌથી સારો વિકલ્પ છે.

જવાનો સૌથી સારો સમય:

લોનર જવા માટે સૌથી સારો સમય શિયાળાનો (ઓક્ટોબરથી ફેબ્રુઆરી) છે. હવામાનમાં ભેજ હોય છે, મંદમંદ હવાઓની સાથે આકાશ સ્વચ્છ રહે છે અને દિવસનું એવરેજ તાપમાન 12-25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads