એકવાર અમને મિર્ઝાપુરમાં ફેરવવાની તક આપો, તમને ખૂબ ગર્વની લાગણી થશે..!

Tripoto

જ્યારે કોઈ જગ્યાએ ગોળીઓ ચલાવવામાં આવે છે, ત્યારે ત્યાં એક અલગ જ પ્રકાર ની શાંતી છવાય જાય છે. ભયાવહ શાંતી... આખા વિસ્તારમાં કોઈ કૂતરાના ભસવાનો અવાજ સુધ્ધા નથી આવતો, કોઈ કૂતરો ચંદ્ર તરફ જોઈ ને ભસી નથી શકતો. એક ચું પણ નહીં. બધી વિંડોઝ બંધ હોય છે, દરવાજા બંધ હોય છે. આજુબાજુના ઘરોમાં લોકો પલંગની અંદર પણ ખૂબ ચુપકીથી શ્વાસ લે છે. જેથી અવાજ બહાર ન જાય. અવાજ જાય અને ફરી ગોળીબારનો અવાજ આવે. મિર્ઝાપુરમાં વર્ષોથી આવી જ શાંતી ચાલી આવે છે. તે એકદમ બ્લેકહોલ છે. જો તમે ત્યાં જશો, તો તમે આવી શકશો નહી...

જ્યારે પણ મારા મિત્રો મીરઝાપુર વિશે પૂછે છે, ત્યારે હું તેમને આ જ વાર્તા કહું છું. બધાં ભયાનક રીતે ડરી જાય છે.

વેબ સીરીઝ મિરઝાપુર ને જે રીતે ચિતરવામા આવ્યુ છે, તેનાથી અલગ જ રંગ અહીંનો છે. અહીં બરાબર બનારસ જેવો જપ છે, દરેક વાત મા લોકો જ્ઞાન આપે છે. ગંગાના કાંઠે બેસીને ખુબ મજા કરે છે લોકો. અહીં, કાનપુરની જેમ, દરેક ફન્ને ખાં બનીને ફરતા હોય છે. એકવાર તમે મિર્ઝાપુરની મુલાકાત લો, કસમથી પ્રાઉડ ફિલ કરશો તમે.

ફરવાના સ્થળો

1. વિંધ્યવાસિની દેવી મંદીર

Credit : Uttar Pradesh Government

Photo of Mirzapur, Uttar Pradesh, India by Romance_with_India

વિંધ્યાવાસિની દેવીનું મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. અહીં કહેવત છે કે માતા વિંધ્યાવાસિની દેવી ખરેખર આદિ મહામાયા દેવી છે જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે જ જન્મી હતી. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે સલામત રીતે જેલ છોડી ગયા ત્યારે તે ત્યાં હતા, અને તે પછી તે મથુરાથી નીકળી ગયા. તે પછી તે વિંધ્યાચલ પર્વત પર રહેવા ચાલ્યા ગયા. ત્યારથી, આ મંદિરનું નામ વિંધ્યાવાસિની દેવી મંદિર છે.

2. લખનિયા દરી

Credit : Wikimedia

Photo of એકવાર અમને મિર્ઝાપુરમાં ફેરવવાની તક આપો, તમને ખૂબ ગર્વની લાગણી થશે..! by Romance_with_India

લઝનીયા દરી એ મિર્ઝાપુરનું એકદમ સુકુન થી ભરેલુ અને પ્રાકૃતિક સ્થળ છે. અહીંનો ધોધ જોવા માટે તમે પરિવાર અને મિત્રો સાથે આ સ્થાનની મુલાકાત લઈ શકો છો. જેમ તમે જાણો છો, ચોમાસુ કોઈપણ ધોધ જોવાનો શ્રેષ્ઠ સમય છે, તે અહિ પણ લાગુ થાય છે. એક વસ્તુ જે તેને અન્ય ઝરણાઓ સાથે વિશેષ બનાવે છે તે છે ત્યા સરળતા થી પહોચવુ. તમે સરળતાથી આ સ્થળ જોવા માટે આવી શકો છો.

3. ચુનાર કિલ્લો

Credit : Wikipedia

Photo of એકવાર અમને મિર્ઝાપુરમાં ફેરવવાની તક આપો, તમને ખૂબ ગર્વની લાગણી થશે..! by Romance_with_India

મુગલોએ અહીં શાસન કર્યું ત્યારથી જ ચુનારનો કિલ્લો મિર્ઝાપુર સાથે છે. આ કિલ્લો 17 મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો ત્યારથી અહીં છે. જો તમે સ્થાપત્ય અથવા ઇતિહાસના શોખીન છો, તો આ કિલ્લો તમારા માટે સ્વર્ગ છે. છેલ્લા ત્રણસો વર્ષમાં આ કિલ્લો ખાસ કાઈ બદલાયો નથી. અને હવે તેનું ધ્યાન પણ રાખવામાં આવે છે. તમારે મિર્ઝાપુરના આ કિલ્લાની મુલાકાત લેવી જ જોઇએ.

4. વિંધ્યમાન ધોધ

વિંધ્યામ ધોધ અહીંનું સૌથી સુંદર સ્થળ છે. તે મિર્ઝાપુરથી 14 કિમી દૂર છે અને તમે રિક્ષાની મદદથી અહીં સરળતાથી પહોંચી શકો છો. જ્યારે સૂર્ય અહીં પ્રકાશિત થાય છે ત્યારે અહીં બે મેઘધનુષ્ય રચાય છે ત્યારે તેની સુંદરતા વધુ હોય છે. જો કે, આ દ્રશ્યો ખૂબ જ દુર્લભ પ્રસંગોએ જોવા મળે છે. તમે અહીં નજીક નો ટાંડા ધોધ જોવા પણ જઈ શકો છો.

Credit : Anshul Akhauri

Photo of એકવાર અમને મિર્ઝાપુરમાં ફેરવવાની તક આપો, તમને ખૂબ ગર્વની લાગણી થશે..! by Romance_with_India

5. ટાંડા ધોધ

વિંધ્યામ ધોધથી લગભગ 2 કિમી દૂર, ટાંડા ધોધ વિંધ્યામ ધોધની જેમ જ સુંદર છે. વરસાદના મહિનાઓમાં આ ધોધ એક અલગ ઊંચાઈ પર હોય છે. મીરઝાપુરની મુલાકાત માટે ચોમાસાનો મહિનો શ્રેષ્ઠ છે.

કેવી રીતે પહોંચવું

તમે ત્રણ માર્ગોથી મિર્ઝાપુર આવી શકો છો-

માર્ગ દ્વારા: ઘણી યુપીએસઆરટીસી બસો મિરઝાપુર મા આવે છે. ઉત્તર પ્રદેશમાં દિલ્હી કોલકાતા હાઇવે (નેશનલ હાઇવે 2) ઉપરાંત બનારસ અલ્હાબાદ હાઇવેથી પણ પહોંચી શકાય છે. કેટલાક સ્થળોએ આ હાઇવેની સ્થિતિ સારી નથી, તેથી સરેરાશ 2-3 કલાકનો સમય લાગી શકે છે.

Credit : Himanshu Sinh

Photo of એકવાર અમને મિર્ઝાપુરમાં ફેરવવાની તક આપો, તમને ખૂબ ગર્વની લાગણી થશે..! by Romance_with_India

રેલ્વે માર્ગ: વિંધ્યાચલ રેલ્વે સ્ટેશન, દિલ્હી હાવડા માર્ગ અને મુંબઇ હાવડા માર્ગ પર આવેલું છે. આ સિવાય તમે મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન (એમઝેડપી) પણ આવી શકો છો.

હવાઈ ​​માર્ગે: નજીકનું એરપોર્ટ વારાણસીના બાબતપુર ખાતે છે, જ્યાંથી તમે મિર્ઝાપુર માટે સરળતાથી ટેક્સી અથવા અન્ય કોઈ સાધન મેળવી શકો છો. બાબાતપુરથી મિર્ઝાપુરનું કુલ અંતર 72 કિ.મી.  છે.

અકોમોડેશન

1. હોટેલ ધ ગેલેક્સી - રેલ્વે સ્ટેશનથી 2 કિમી દૂર, આ હોટલમાં તમે સરળતાથી રહી શકો છો અને તમારુ ખિસ્સુ પણ વધારે ખાલી નહિ થાય .

2. હોટેલ જાહ્નવી - તે રેલ્વે સ્ટેશનથી કુલ 4 કિ.મી. તમે રીક્ષાની મદદથી પણ સરળતાથી અહીં પહોંચી શકો છો.

તો તમે ક્યારે મિર્ઝાપુરની મુલાકાત લેવા જઇ રહ્યા છો,અમને કમેન્ટ મા કહો.

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI મોકલો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads