એલોનેર રુઝવેલ્ટનું એક મશહૂર વાક્ય છે કે 'જીવનનો ઉદ્દેશ્ય ફક્ત જીવવાનું નથી તેને નવા નવા અનુભવોનો ટેસ્ટ કરવાનું પણ છે. નવા લોકોને મળવાનું છે અને અમીર-ગરીબની ચિંતા કર્યા વગર ફક્ત ચાલ્યા કરવાનું છે' આ બધા કામ એક ઑફિસમાં બેઠલો મશીન જેવો માણસ ક્યારેય ન કરી શકે. આના માટે તો બેફિકરા લોકો જોઇએ જેને રખડુ પણ કહેવાય છે. ટેકનીકથી ભરેલી દુનિયાએ ફરવાનું પણ સરળ બનાવી દીધું છે. જ્યાં એવુ લાગે છે કે ફરવા નહીં પિકનિક કરવા આવ્યા છીએ. એટલે તો આજે પણ સોલો ટ્રાવેલિંગ સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે.
એકલા ક્યાંય પણ નીકળી જવું અને નવા-નવા લોકોને મળવું ત્યાર બાદ ફરી આગળ વધી જવું. આ બધુ સાંભળવામાં ઘણું સારુ અને કૂલ લાગે છે પરંતુ સોલો ટ્રાવેલમાં ઘણી મુશ્કેલીઓ પણ આવે છે. આ સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા છે પૈસાની બચત. ફરવાનું ઘણું મોંઘુ નથી જો તમે પ્રવાસીની જેમ ન ફરો તો. એટલા માટે ટ્રાવેલ કરતી વખતે સમયની બચત ઘણી જ જરુરી છે કારણ કે આ બચત મુશ્કેલીના સમયમાં કામ આવે છે. તો આવો જાણી લઇએ કે ફરતી વખતે આ વાતોનું ધ્યાન રાખીને બચત કરી શકાય છે.
1. પહેલેથી કરી લો પ્લાનિંગ
જો તમે ક્યાંય પણ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તેના માટે એડવાન્સમાં પ્લાનિંગ કરી લો. તમે તમારી પાસે એક ડાયરી રાખો અને તેમા સંપૂર્ણ પ્લાનિંગ લખી લો. જરુરી નથી કે આ પ્લાનિંગ ટ્રાવેલ કરતી વખતે સંપૂર્ણ રીતે કામમાં આવે પરંતુ આમ કરવાથી તમારી પાસે એક સારી બ્લૂપ્રિન્ટ તૈયાર થઇ જશે. પહેલાથી પ્લાનિંગ કર્યું હશે તો તેનો ફાયદો એ પણ થશે કે તમે એડવાન્સમાં બુકિંગ કરાવો છો તો ટ્રાન્સપોર્ટથી લઇને રોકાણ સુધી બધુ જ ઓછા ખર્ચે થઇ જશે.
2. દિવસના સમયે કરો ટ્રાવેલ
જો તમે સોલો ટ્રિપ પર છો તો દિવસે ટ્રાવેલ કરો. આવુ એટલા માટે કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દિવસે ચાલે છે જેનું ભાડું ઘણું જ ઓછુ હોય છે અને રાતે ઓછા વાહન હોય છે જેના કારણે ઑટો અને ગાડીવાળાના ભાડા આસમાનને આંબી જાય છે. સાથે જ રાતમાં કોઇપણ જગ્યાએ ફરવાનું સેફ નથી, નાના-મોટા ચોર તો દરેક જગ્યાએ હોય છે. પરંતુ એક શહેરથી બીજા શહેર જઇ રહ્યા છો તો જ્યાં પહોંચવામાં 7-8 કલાક લાગશે તો રાતે સરકારી બસથી જવાનું યોગ્ય રહે છે. સરકારી બસોનું ભાડું હંમેશા ફિક્સ રહે છે.
3. સ્થાનિક લોકો સાથે કરો દોસ્તી
એક ટ્રાવેલરની અંદર આવી ક્વોલિટી તો હોવી જ જોઇએ. તે જે જગ્યાએ જઇ રહ્યા છે ત્યાંના લોકો સાથે હળે-મળે તેમની સાથે દોસ્તી કરો. આનાથી ફાયદો તમારો જ થશે. નવા લોકોને જોઇને દરેક લૂંટવા માટે તૈયાર જ રહે છે પરંતુ જો તમે કોઇ એવા શખ્સની સાથે છો જે ત્યાંનો લોકલ છે તો તમે સરળતાથી ઓછા ખર્ચે ફરી શકો છો. આનો બીજો ફાયદો એ પણ છે કે લોકોની મળતા રહેવાથી રિલેશન બંધાય છે જે ભવિષ્યમાં પણ કામમાં આવી શકે છે.
4. જરુરિયાતનો સામાન લઇને ચાલો
જો તમે સોલો ટ્રાવેલિંગ કરવા જઇ રહ્યા છો તો એ જરુર સુનિશ્ચિત કરી લો કે તમે તમારી જરુરીયાતનો સામાન સાથે લઇને ચાલી રહ્યા છો. પછીથી એવું ના થાય કે તમે એવા સામાન પર ખર્ચ કરી રહ્યા છો જે તમે સાથે લઇને નથી ચાલી રહ્યા. આ નાની-નાની ચીજો ફરતી વખતે બજેટ બગાડી શકે છે. સોલો ટ્રાવેલરની પાસે ઘડિયાળ, મેડિસિન કિટ, પાણીની બોટલ, લાઇટર, ચાકુ અને એક ડાયરી જેમાં કેટલાક લોકોના ફોન નંબર હોય, આ બધુ તો હોવું જ જોઇએ.
5. પોતાના સામાનની સુરક્ષા સ્વયં કરો
એવુ ઘણીવાર બને છે કે મુસાફરી કરતી વખતે આપણે સુઇ જઇએ છીએ અને આપણો સામાન ક્યાં છે તેની પર ધ્યાન જ નથી આપતા, એટલા માટે સોલો ટ્રાવેલિંગમાં પોતાના સામાનને પોતાનાથી વધારે દૂર ન થવા દો. કારણ કે તમારો સામાન જો તમારાથી ખોવાઇ ગયો છે કે ચોરી થઇ ગયો છે તો તમારી યાદગાર થનારી સોલો ટ્રિપ પણ બરબાદ થઇ શકે છે. એટલા માટે જરુરી સામાન જેવા કે કેમેરા, પૈસા, પાસપોર્ટ નાનકડી બેગમાં પોતાની પાસે રાખો.
6. ખુબ પગપાળા ચાલો
જો તમે સોલો ટ્રિપ પર જઇ રહ્યા છો તો પૈસા બચાવવા ઘણાં જરુરી છે. આના માટે સૌથી સારુ કામ છે, ખુબ પગપાળા ચાલો. જો તમે કોઇ શહેરમાં છો તો તેને પગે ચાલીને માપો. ત્યાંના બજાર, ગલીઓમાં પગપાળા ફરો. આનાથી તમે તે શહેરને સારી રીતે ઓળખવા લાગશો અને પૈસાની બચત પણ થશે. પગે ચાલીને જે અનુભવ તમને મળશે તે કોઇ કેબ કે ટેક્સીમાં નહીં મળે.
7. પબ્લિક ટ્રાન્સપોર્ટથી કરો ટ્રાવેલ
જો તમે લાંબા અંતરની યાત્રા કરવા જઇ રહ્યા છો તો પબ્લિક ટ્રાન્સપોર્ટ સૌથી બેસ્ટ ઓપ્શન છે. કારણ કે લાંબા અંતરની યાત્રા સામાન્ય રીતે મોંઘી હોય છે. ટ્રાવેલિંગ કરતાં પહેલા તે જગ્યા અંગે સારી રીતે જાણકારી મેળવી લો. ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે. જ્યાં તમે રોકાયા છો ત્યાંના સ્થાનિક લોકો સારી રીતે આ અંગે જાણકારી આપી દેશે.
8. લક્ઝરી હોટલ નહીં, હૉસ્ટેલ-હોમ સ્ટેમાં રોકાઓ
ટ્રાવેલ કરતી વખતે સૌથી વધુ ખર્ચ થાય છે રહેવામાં. ફરતી વખતે આપણને ફક્ત રાત પસાર કરવા માટે જગ્યા જોઇએ છે અને કેટલાક કલાકો માટે આપણે એટલા પૈસા ખર્ચી નાંખીએ જેટલા તો હરવા-ફરવામાં પણ નથી કરતા. રોકાવામાં ખર્ચો એટલે વધારે થાય છે કારણ કે આપણે સારી સારી હોટલો તરફ નજર દોડાવીએ છીએ પરંતુ હોટલની જગ્યાએ હોસ્ટેલ અને હોમ સ્ટેમાં રોકાઈએ તો તમારી સોલો ટ્રિપ ઓછા ખર્ચે પતી જશે. હોટલમાં એક રુમમાં બંધ થઇ જઇએ છીએ પરંતુ હોસ્ટેલમાં ઘણાં બધા ટ્રાવેલર્સની સાથે વાત કરવાની તક હોય છે.
9. મોંઘી ચીજો સાથે ન લો
ફરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તમારી પાસે કોઇ કિંમતી ચીજ ન હોય, જેનાથી આસપાસના લોકો આકર્ષિત થાય અને ચોરી કરવાનું વિચારવા લાગે. એટલા માટે જેટલું બની શકે એટલું સાદગીથી રહેવાની કોશિશ કરો. સાદગી જ તમારી ટ્રિપને કોઇ ખતરનાક અનુભવ વગર પૂર્ણ કરી દેશે.
10. મેપ વાંચવાનું શિખો
સોલો ટ્રિપમાં તમારી પાસે તે જગ્યાનો ફક્ત મેપ જ નહીં પરંતુ તેને વાંચતા પણ આવડવું જોઇએ. ક્યારેક એવું થાય છે કે ક્યાંક એકલા ભટકી જાઓ અને આસપાસ કોઇ પૂછનારુ પણ ન હોય ત્યારે આ મેપ સૌથી મોટુ નેટવર્ક હોય છે. પરંતુ જો તમે મેપને સમજી શકતા નથી તો આ મેપ હોવું એ ન હોવા બરાબર છે.
સોલો ટ્રિપ કૂલ છે, જો તમે અમે જણાવેલી વાતોને ધ્યાનમાં રાખી છે તો. બની શકે કે ફરતી વખતે બચત કરવાની વધુ કેટલીક રીતો પણ હોય પરંતુ અમે આપેલી આ એવી રીતો છે જેને ધ્યાનમાં જરુર લેવી જોઇએ. આમેય જો તમે બચત કરશો તો વધારે ફરી શકશો.