ભારતનો પડોશી દેશ નેપાળ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે લાખો યાત્રી ભારતથી નેપાળ ફરવા માટે જાય છે. નેપાળમાં ટ્રેનની સુવિધા ન હોવાના કારણે મુસાફરોને વર્ષોથી મુસીબતોનો સામનો કરવો પડતો હતો. કેન્દ્ર સરકારે ભારત-નેપાળ રેલવે પ્રોજેક્ટ માટે મંજૂરી આપી છે. આનાથી આવનારા સમયમાં યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે.
કેન્દ્ર સરકારે જયનગર-બીજલપુરા-બાર્દીવાસના રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં 550 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 68.72 કિ.મી. લાંબા આ ટ્રેકમાં ટ્રેન બિહારના મધુબનીથી ઉપડીને નેપાળના બીજલપુરા સુધી જશે. આ પ્રોજેક્ટ માર્ચ 2021 સુધી બનીને તૈયાર થઇ જશે.
નેપાળના બીજલપુરાથી આગળ બાર્દીબાસ સુધી એક નવી રેલવે લાઇન જોડવામાં આવશે, જેના માટે નેપાળ સરકારે જમીન તૈયાર કરી લીધી છે. જયનગરથી કુર્થાનો રસ્તો 34.9 કિ.મી.નો હશે, તો જયનગર-બીજલપુરા-બાર્બાદોસનો કુલ ટ્રેક 68.72નો હશે. આ ઉપરાંત, આ ટ્રેન જનકપુર થઇને પણ જશે, જે હિંદુઓનું એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે.
તો પછી થઇ જાઓ તૈયાર, ટ્રેનથી નેપાળ જવા માટે
તમને આ આર્ટિકલ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ