કોરોનાનું જોર ઘટવાની સાથે જ લોકોએ નજીકના સ્થળોએ ફરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ફરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય છે. હવે જો તમે વડોદરાવાસી છો એટલે કે વડોદરામાં રહો છો તો વીકએન્ડમાં એન્જોય કરવા માટે ઘણાં ઓપ્શન છે. વડોદરામાં વન-ડે પિક્નિક માટે એડવેન્ચર અને એમ્યુઝમેન્ટ પાર્કની સંખ્યા અમદાવાદ કરતા પણ વધુ છે. આજે અમે આવા જ કેટલાક પાર્ક વિશે આપને જણાવીશું. તો થઇ જાઓ તૈયાર...
આતાપી વન્ડરલેન્ડ
આતાપી એટલે કે આજવા એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઇન્ડિયા જે એક પાલી ભાષાનો શબ્દ છે. તમને પ્રશ્ન હશે કે આનો અર્થ શું તો અમે તમને જણાવી દઈએ કે આનો અર્થ એક આધ્યાત્મિક રીતે ‘સંતુલિત રહવું’ થાય છે. આજવા થીમ પાર્ક સરોવરના કિનારે હોવાથી એ પ્રકૃતિના ખોળે છે એટલે કે તે કુદરત સાથે આપણું સંતુલન સાધવામાં મદદગાર થાય છે. આ પાર્કમાં અલગ અલગ 50 જાતની રાઇડ્સ છે. રાજયના પ્રવાસન નિગમ દ્ધારા પીપીપી મોડલથી તૈયાર થયેલો આ થીમ પાર્ક આશરે 70 એકરમાં ફેલાયેલો છે. જેનું સંચાલન વડોદરા કોર્પોરેશન દ્ધારા કરવામાં આવે છે.
આકર્ષણો
આતાપી વન્ડરલેન્ડના આકર્ષણોની વાત કરીએ તો અહીં આપણું ગામ, લોસ્ટ વેલી ઓફ ડાયનોસોર્સ, વૃંદાવન ગાર્ડન, થ્રિલિંગ એન્જિન, અલિબાબા રોટેટિંગ, આર્ચરી, બેડમિન્ટન, બોલ બાઉન્સિંગ, બેંગ બેંગ, બોટિંગ કોસ્ટર, ભીમ ધ બુમરેંગ, બોબ એન્ડ સ્પ્લેશ, બબલ સોકર, ક્રૂઝ રાઇડ, ઢોલુભોલુ બબલ, ડિસ્કો તગડા, ડ્રેગોન્સ વિંગ, ફીલિંગ ફ્લાઇટ, ફેન્ડર બેન્ડર, ફ્લાઇંગ કોરોસેલ, ફ્લાઇંગ હોર્સ, ફૂટ બિલિયડર્સ, ગુફી ગોલ્ફ કિડ્સ, ગુફી-ગોલ્ફ એડલ્ટ્સ, હંગ્રી હુપ્સ, જંગલ ફન, કિડ્સ લેઝી રિવર, કિડ્સ પેડલ બોટ્સ, લોસ્ટ વેલી ઓફ ડાયનોસોર્સ, નેટ ક્રિકેટ, નો લિમિટ્સ, રેસર્સ એજ, રેઇન ડાન્સ, રિવર્સ બંગી, રૉક એન્ડ બાઉન્સ, સેલ્ફી ઝોન, સ્કાય ડ્રોપ, સ્કાય પેડલ, સોફ્ટપ્લે, સ્વેપ સુપર સ્વિંગ સહિત અનેક આકર્ષણો છે. આગામી સમયમાં અહીં છોટા ભીમ ઢોલકપુર , લોસ્ટ વેલી, આતાપી ફ્લાઇંગ કોબ્રા 360 ડિગ્રી જેવી રાઇડ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનવાની છે.
પેકેજીસ
ફાસ્ટ ટ્રેક પેકેજ
એડલ્ટઃ રૂ.1800, કિડ્સઃ રૂ.1200
આ પેકેજમાં અનલિમિટેડ રાઇડ્સ અને એટ્રેક્શન્સનો સમાવેશ થાય છે. ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાની પણ જરુર નથી.
ગોલ્ડ ક્રાઉન પેકેજ
એડલ્ટઃ રૂ.900, કિડ્સઃ રૂ.600
આ પેકેજમાં બધી રાઇડ્સ માટે વન ટાઇમ એક્સેસ મળે છે. આ પેકેજમાં વૉટર લેઝર શો અને વૃંદાવન ગાર્ડનનો સમાવેશ થાય છે.
ગોલ્ડ પેકેજ
એડલ્ટઃ રૂ.855, કિડ્સઃ રૂ.530
બધી રાઇડ્સ માટે વન ટાઇમ એક્સેસ મળે છે. વોટર લેઝર શોનો સમાવેશ થતો નથી.
સિલ્વર ક્રાઉન પેકેજ
એડલ્ટઃ રૂ.350, કિડ્સઃ રૂ.305
કોઇપણ 4 રાઇડ્સ ઉપરાંત આપણું ગામ, વોટર લેઝર શો, વૃંદાવન ગાર્ડન અને સેલ્ફી ઝોનનો સમાવેશ થાય છે.
સિલ્વર પેકેજ
એડલ્ટઃ રૂ.147, કિડ્સઃ રૂ.105
કોઇપણ 4 રાઇડ્સ અને આકર્ષણનો સમાવેશ થાય છે.
નોંધઃ કોરોનાના કારણે અનેક રાઇડ્સ બંધ છે. અમુક પેકેજમાં કેટલીક રાઇડ્સનો સમાવેશ થતો નથી તો જતાં પહેલા ફોન પર કે કંપનીની વેબસાઇટ પર જઇને માહિતી લઇ લેવી.
ક્યાં છે આતાપી?
આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક, આજવા ગાર્ડન, વડોદરા.
પાર્ક ટાઇમિંગ્સ
સોમવારથી રવિવાર સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી
બુધવારે પાર્ક બંધ રહે છે
સંપર્ક
મોબાઇલઃ+91-6359603989
enquiry@aatapiwonderland.com
દેવ્ઝ કેમ્પ (Dev’s Camp)
નદી, લીલોતરી અને પર્વતમાળા, એક આખો દિવસ એન્જોય કરવા માટે બીજુ શું જોઇએ. વડોદરાના આજવા લેકથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલો આ 15 એકરમાં ફેલાયેલો રિસોર્ટ એક ઇકો કેમ્પ સાઇટ છે. આ જગ્યા ધોલિકુઇ, પંચમહાલમાં આવેલી છે.
સરનામુંઃ
દેવ્ઝ ઇકો ટુરિઝમ સેન્ટર, દેવ ડેમ વાયા રામેશરા આજવા રોડ, ધોલિકુઇ ગામ, પંચમહાલ
મોબાઇલઃ+91-7575806801
buzz@devscamp.in
એક્ટિવિટીઝ
ઇકો ગો કાર્ટીંગ, બર્ડ એવિઅરી વ્યૂઇંગ, રેઇનફોરેસ્ટ રેઇન બાથ, સ્વિમિંગ, બુશ ટ્રેક વિથ જુગ્નુ, રેપિંગ, આર્ચરી, ઝીપ લાઇન, એડવેન્ચર જંકશન, ઝીગ ઝેગ, સ્કેઅર સ્ક્વેબબલ, સર્ફિંગ વોલ, ટાયર ટમ્બલ, ક્રોસ બ્રિજ, રોપ બ્રિજ, સાયકલિંગ, કિડ્સ એડવેન્ચર ઝોન, ટ્રેકિંગ, કેમ્પફાયર ડિનર, જંગલ કુકિંગ, ટ્રેકિંગ વગેરે જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.
પેકેજીસ
ફાલ્કન પેકેજ
રૂ.800
(બ્રેક ફાસ્ટ, લંચ અને હાઇ ટી)
સમયઃ 10 થી 5.30
સ્વિમિંગ પુલ, રેઇન ફોરેસ્ટ રેઇન બાથ, ઇકો ગો કાર્ટિંગ, બુશ ટ્રેકિંગ ફ્રી
ચાર્જેબલ એક્ટિવિટીઝ
ડ્યુન બગ્ગી રૂ.300
વોક ઇન આઇવરી રૂ.50
ઝીપ લાઇન રૂ.100
કોર ક્લાઇબિંગ રૂ.50
કાયા કિંગ રૂ.100
બોટિંગ રૂ.100
ફિંચ પેકેજ રૂ.1000
બ્રેકફાસ્ટ, લંચ, ટી, ડિનર
સમયઃ સવારે 10 થી સાંજે 9
સ્વિમિંગ પુલ, રેઇન ફોરેસ્ટ રેઇન બાથ, ઇકો ગો કાર્ટિંગ, બુશ ટ્રેકિંગ ફ્રી
ચાર્જેબલ એક્ટિવિટીઝ
ડ્યુન બગ્ગી રૂ.300
વોક ઇન આઇવરી રૂ.50
ઝીપ લાઇન રૂ.100
કોર ક્લાઇબિંગ રૂ.50
કાયા કિંગ રૂ.100
બોટિંગ રૂ.100
ધ કેમ્પ ડિલ્લી રિસોર્ટ (The Camp Dilly Resort)
શહેરના પ્રદુષણથી દૂર અને વડોદરાથી ફક્ત 35 જ્યારે અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલો છે આ શાનદાર ઇકોફ્રેન્ડલી રિસોર્ટ. આ એક એડવેન્ચર રિસોર્ટ છે. આ રિસોર્ટમાં એન્ટ્રી કરતાની સાથે જ તમને એવું લાગશે કે જાણે તમે કુદરતની નજીક આવી ગયા.
નીચેની એક્ટિવિટીઝ કરી શકો છો
પ્લાન્ક બ્રિજ, બર્મા બ્રિજ, સ્વિંગ પ્લાન્ક્સ, કમાન્ડો નેટ વોક, પેરલલ બાર્સ, સ્પેસ વોક, બર્મા લૂપ, નેટ ક્રિકેટ, ફોમ ડાન્સ, સ્વિમિંગ, ઝીપ લાઇન, પેઇન્ટ બોલ, બંજી ટ્રામ્પોલાઇન, આર્ચરી, રાઇફલ શૂટીંગ, રેપલીંગ, રૉક ક્લાઇબિંગ, વોલીબોલ, એડવેન્ચર એક્ટિવિટીઝ, વેટ ઝોન એક્ટિવિટીઝ, બાસ્કેટ બોલ, બેડમિન્ટન, ઇન્ડોર ગેમ્સ, બોર્ડ ગેમ્સ, સ્વિમિંગ પુલ
પેકેજીસ
વન ડે પિકનિક પેકેજ 700થી 1250 રૂપિયા સુધીના છે. જેમાં પેકેજ અનુસાર બ્રેકફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડિનરનો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે http://www.campdilly.com/packages પર સંપર્ક કરી શકો છો.
ક્યાં આવેલો છે આ રિસોર્ટ
સિસવા, વડેલી-સિસવા રોડ, ભાદરણ નજીક, તાલુકો-બોરસદ, જિલ્લો-આણંદ
નોંધઃ કોરોનાના કારણે સમય અને ભાવમાં ફેરફાર હોઇ શકે છે તેથી ફોન કરીને ખાતરી કરી લેવી.