પ્રેમીઓ માટે વેલેન્ટાઇન્સ ડે દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. કેટલાક કુંવારા લોકો તો લગ્ન કરવા માટે ખાસ 14 ફેબ્રુઆરીને જ પસંદ કરે છે. વેલેન્ટાઇન્સ ડેની ખાસ કરીને યુવાઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. કપલ્સ આ દિવસને સ્પેશ્યલ બનાવવા માટે કે પોતાના પાર્ટનરને સરપ્રાઇઝ આપવા માટે જુદા-જુદા પ્લાન પ્લાન બનાવવાનું પહેલેથી જ શરુ કરી દે છે. વેલેન્ટાઇન્સ ડેને યાદગાર બનાવવાની તૈયારીઓ અગાઉથી શરુ કરી દેવામાં આવે છે. આ તૈયારીઓમાં જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબિયર્સ, ચોકેલટ્સ ઉપરાંત લવ કાર્ડ, લવ હાર્ટ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, કેપ, લવ ડોલ, કોલેજ બેગ, ટેડી અને ફેન્સી ગિફ્ટસનું ખાસ મહત્વ હોય છે.
કોરોના કારણે આ વર્ષે ન્યૂ યર પાર્ટીના આયોજનથી આયોજકો મોટાભાગે દૂર રહ્યા છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે પ્રેમીપંખીડાઓ લવ-ડેને ઉજવવા માટે તૈયાર થઇ ગયા છે. નવા વર્ષની ફીકી ઉજવણી બાદ વેલેન્ટાઇન્સ ડેને આવકારવા અમદાવાદીઓ તૈયાર છે ત્યારે હવે જો તમે તમારા પાર્ટનરને સરપ્રાઇઝ પાર્ટી, સરપ્રાઇઝ લંચ કે ડીનર આપવા માંગો છો તો અમે આજે કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ વિશે જણાવીશું જ્યાં તમે તમારા પાર્ટનરની સાથે વેલેન્ટાઇન્સ ડીનર કરવા જઇ શકો છો.
અમદાવાદની રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ
@Mango
સિંધુભવન રોડ પર આમબગાનના હાર્દસમા વિસ્તારમાં આવેલી આ રેસ્ટોરન્ટ લગભગ 40,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. અમદાવાદની રોમાંટિક ડિનર રેસ્ટોરન્ટમાં તેની ગણના થાય છે. @mango રેસ્ટોરન્ટ તેના એમ્બિયન્સ અને સ્વાદિષ્ટ ફુડ માટે જાણીતી છે. અહીં મલ્ટીપલ સિટિંગ વ્યવસ્થા છે. કેટલાક ખાસ ટેબલ્સનુ રિઝર્વેશન પણ થાય છે. તો આઉટડોર એરિયામાં ડિનર કરવું એક પ્રેમભર્યો અનુભવ છે. બુકિંગ કરીને કેન્ડલલાઇટ ડિનર કરી શકાય છે. કેન્ડલલાઇટ એરિયામાં પ્રાઇવેટ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. લવબર્ડ્સ માટે અહીં એક્ઝિક્યૂટિવ ટેન્ટ, ડિનર બોટ ખાસ કપલની ડિમાન્ડના આધારે તૈયાર કરવામાં આવે છે. અહીંનું ડેકોર તમારુ મનમોહી લેશે. આ જગ્યા તમારા વેલેન્ટાઇન્સ ડે યાદગાર બનાવે છે.
લોકેશનઃ સિંધુભવનની સામે, પીઆરએલ કોલોની, સિંધુભવન રોડ, બોડકદેવ
સમયઃ બપોરે 12 થી 3, સાંજે 7 થી 11
ક્યૂઝિન: કોન્ટિનેન્ટલ, નોર્થ ઇન્ડિયન, ઇટાલિયન અને મેક્સિકન
બે વ્યક્તિનો અંદાજીત ખર્ચ: રૂ.1,300
SKYZ Restaurant & Banquet
ભોજન અને રોમાન્સ વચ્ચે અતૂટ સંબંધ છે એવું તમને નથી લાગતું? જો કપલ્સ માટે શ્રેષ્ઠ રેસ્ટોરન્ટની શોધ કરી રહ્યા છો તો સ્કાયઝ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ એક સારી ચોઇસ છે. આ અમદાવાદના સૌથી શાનદાર રેસ્ટોરન્ટમાંનું એક છે જેમાં એક સુંદર ટેરેસ ગાર્ડન સીટિંગ છે. પ્રભાવશાળી મેનુની સાથે એક શાકાહારી અનુકૂળ રેસ્ટોરન્ટ જેમાં મેક્સિકન, ઇટાલિયન, નોર્થ ઇન્ડિયન અને ચાઇનીઝ ભોજનની સાથે કેન્ડલ લાઇટ ડિનર એન્જોય કરી શકો છો. મનોરમ વ્યવહાર, લાઇવ મ્યૂઝિક અને રોમાન્ટિક માહોલની સાથે આ રેસ્ટોરન્ટ કપલ્સમાં ઉંચો માપદંડ ધરાવે છે.
લોકેશનઃ 3જો માળ, શિવાલિક આર્કેડ, પ્રહલાદ નગર
સમય: સવારે 11:30 થી 2:30, સાંજે 7:00 થી 10:30
ક્યૂઝિનઃ નોર્થ ઇન્ડિયન, ઇટાલિયન, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, મેક્સિકન
બે વ્યક્તિનો અંદાજીત ખર્ચ: રુ.1000
Mocha
ચમકતી લાઇટો, વાઇબ્રન્ટ રંગો, રોમાન્ટિક એમ્બિયન્સ, સારુ ભોજન અને પૈસાનું પુરેપુરુ વળતર વગેરે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે કોઇપણ કપલ માટે મોચાની પરફેક્ટ રેસિપી છે. અને એટલે જ વેલેન્ટાઇન્સ ડેના ખાસ ડિનર માટે મોચામાં એક ટેબલથી વધુ કોઇ આશા રાખી શકે નહીં. અહીંના ગાર્ડન ફ્રેશ પાનીની, કિવિ મોજિટો અને ચોકલેટ એવલાન્ચેનો ટેસ્ટ કરી શકાય છે. અહીં વિનયી સ્ટાફ, પસંદગીની વિવિધતા, કોફી એમ્બિયન્સ, પાસ્તાની વિવિધતા, કપલ ફ્રેન્ડલી અને સુંદર સર્વિસ તમને આકર્ષે છે.
લોકેશનઃ 6-9, ગ્રાઉન્ડ ફ્લોર, દેવાશિષ બિઝનેસ પાર્ક, બોડકદેવ, અમદાવાદ
સમયઃ સવારે 11 થી સાંજે 11
ક્યૂઝિનઃ કેફે, નોર્થ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, કોન્ટિનેન્ટલ અને ડેઝર્ટ
બે વ્યક્તિનો અંદાજીત ખર્ચઃ રૂ. 1,200
Candle Light Date N Dinner
કેન્ડલ લાઇટ ડેટ એન ડિનર એ રેસ્ટોરન્ટ ચેઇન છે. અમદાવાદમાં નવરંગપુરા, એસ.જી.હાઇવે, નિકોલ અને ગાંધીનગરમાં એમ કુલ ચાર રેસ્ટોરન્ટ છે. આજે આપણે વાત કરીએ નવરંગપુરાના રેસ્ટોરન્ટની તો નામ પરથી તમને ખ્યાલ આવી જશે કે આ એક કપલ્સ રેસ્ટોરન્ટ છે તેનું એમ્બિયન્સ ઘણું જ રોમેન્ટિક છે. રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતાં જ તમને કંઇક અલગ જ ફિલ થાય છે. લવબર્ડ્સ માટે તો આ ફેવરિટ જગ્યા છે. અહીંની સર્વિસ પણ સારી છે. પાર્ટનર સાથે વેલેન્ટાઇન્સ એન્જોય કરવા માટે બેસ્ટ જગ્યા છે.
લોકેશનઃ 1લો માળ, શિવમ કોમ્પ્લેક્સ, કોમર્સ છ રસ્તા, એચ.એલ.કોલેજ નજીક, નવરંગપુરા, અમદાવાદ
સમયઃ સવારે 11 થી 2.30, સાંજે 7 થી 10.30
ક્યૂઝિનઃ મોકટેલ, નોર્થ ઇન્ડિયન, સૂપ, સલાડ, એપેટાઇઝર, કોન્ટિનેન્ટલ અને ડેઝર્ટ
બે વ્યક્તિનો અંદાજીત ખર્ચઃ રૂ. 2000
Piperade at The Waterside
પિપરેડ એટ ધ વોટરસાઇડ રેસ્ટોરન્ટ તેના યુનિક ડાઇનિંગ અને સુંદર સિટિંગ વિકલ્પ માટે જાણીતી છે. તેનું લોકેશન નર્મદા કેનાલ પર છે. આ રેસ્ટોરન્ટ તેના મેક્સિકન, કોન્ટિનેન્ટલ, ઇટાલિયન ફૂડ માટે જાણીતી છે. અમદાવાદથી ગાંધીનગર જવાના રસ્તે અડાલજ નજીક લવબર્ડ્સ માટે જાણીતી જગ્યા છે. અહીંનું એમ્બિયન્સ કપલ્સ માટે મનમોહક છે, ખાસ કરીને લાઇવ સંગીત, સાથે ભોજન પણ વિવિધતાથી ભરપુર. છેલ્લા 8 કરતા વધુ વર્ષોથી આ રેસ્ટોરન્ટ રોમેન્ટિક જોડીઓને આકર્ષી રહ્યું છે. અહીં કેન્ડલ લાઇટ ડિનર કરી શકાય છે. તો તમારા વેલેન્ટાઇન્સ સાથે અહીં આવીને એક અલગ માહોલનો અનુભવ કરો.
લોકેશનઃ અડાલજ સર્કલ નજીક, નર્મદા કેનાલ પર, એસ.જી.હાઇવે, અમદાવાદ
સમયઃ સાંજે 6 થી 11
ક્યૂઝિનઃ મેક્સિકન, ઇટાલિયન, ચાઇનીઝ, થાઇ
શેના માટે જાણીતીઃ સિઝલર્સ, મોકટેલ, પાસ્તા, સ્ટાર્ટર્સ, પિઝા
બે વ્યક્તિનો અંદાજીત ખર્ચઃ રૂ. 1,200
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ