એક અંતરિયાળ અને શાનદાર રોમાન્ટિક સ્થળની શોધ કરનારાઓ માટે દુનિયામાં કેટલીક જગ્યાઓ છે જે માલદિવ્સને ટક્કર આપી શકે છે. આ આકર્ષક દ્ધીપસમૂહ પૃથ્વી પરના સૌથી સુંદર સ્થાનોમાંનો એક છે, જ્યાં તેના ટાપુઓ પર લક્ઝરી રિસોર્ટ્સ છે જે પ્રાચીન સફેદ દરિયાકિનારાથી ચમકે છે અને આસમાની ઉષ્ણકટિબંધીય પાણીથી ઘેરાયેલા છે.
માલદિવ્સ હંમેશાથી મારી ફરવાની યાદીમાં રહ્યું છે. આ વર્ષની શરુઆતમાં, મારા પતિ અને મને સન રિસોર્ટ્સનો એક અદ્ભુત રિસોર્ટ કનુહુરા જવાની તક મળી હતી. પોતાની યાત્રા શરુ કરવા માટે અમે બેંગ્લોરથી વેલાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ઇન્ડિગો એરલાઇન્સમાં સવાર થયા. માલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોતાનો સામાન એકત્ર કર્યા બાદ, અમને કાનુહુરાના એક પ્રતિનિધિ દ્ધારા અભિનંદન આપવામાં આવ્યા અને પોતાના ખાનગી એરપોર્ટના લાઉન્જમાં લઇ જવામાં આવ્યા. તેમની પાસે એક સુંદર લાઉન્જ છે જ્યાં તમે ડ્રિંક લેવા કે આરામ કરવા માટે કંઇક લઇ શકો છો. જ્યારે તેઓ ટ્રાન્સ માલદીવિયન એરવેઝની સાથે તમારા સીપ્લેન ટ્રાન્સફરની વ્યવસ્થા કરે છે.
પોતાની યાત્રા
કનુહુરા લ્હાવિયાની એટોલમાં સ્થિત છે, જ્યાં માલેથી સી પ્લેન દ્ધારા ફક્ત 40 મિનિટમાં પહોંચી શકાય છે. કનુહુરાની યાત્રા કરવી એ પોતાનામાં એક સુંદર અનુભવ છે. સીપ્લેન હિંદ મહાસાગરની ઉપર ઘણું નીચે ઉડે છે, જે આ ટાપુનો પીરોઝા રંગની ખાડીની ઉપર ચમકતી રિંગ અને તેજસ્વી નીલમ જેવા વાદળી સમુદ્રનો શાનદાર વ્યૂ આપે છે.
આગમન પર અમારુ કનુહુરાની ટીમે હાર્દિક સ્વાગત કર્યું અને તેમના વ્યક્તિગત મેજબાન (હોસ્ટ) સાથે પરિચય કરાવ્યો. ટૂંકા પરિચય અને તાજગીભર્યા વેલકમ ડ્રિંક પછી તેણે અમને ઘોડાઘાડીમાં કનુહુરાની સુવિધાઓથી પરિચિત કરાવતા આખા આઇલેન્ડની સફર કરાવી.
કનુહુરા 80 વિલાનું ઘર છે. તમે બીચ વિલા, બીચ પુલ વિલા, વોટર વિલા અથવા વોટર પૂલ વિલાની પસંદગી કરી શકો છો. અમે રિસોર્ટમાં ફક્ત બે વોટર પૂલ વિલા પૈકીના એકમાં રોકાયા. અમારા હોસ્ટ અમને અમારા વિલામાં મળ્યા જે લાકડાના પગપાળા માર્ગના કિનારે હતું.
અમારા હોસ્ટે અમને વિલા બતાવ્યું. તેમાં એક સુંદર બેડરુમ અને વિશાળ બેઠક ખંડ (લિવિંગ રુમ) હતો. તેમણે એક ખાનગી સનડેક (આકાશ દેખાય તેવી ખુલ્લી જગ્યા) ખોલ્યું જ્યાંથી હિંદ મહાસાગરનું શાનદાર દ્રશ્ય જોઇ શકાતું હતું. સનડેકમાં એક આકર્ષક ઇન્ફિનિટી પૂલ અને પાણીની ઉપર દોરીનો ઝુલો (હેમોક) પણ હતો.
અમને અમારા વિલામાં સેમી આઉટડોર બાથરૂમ સૌથી વધારે ગમ્યું. તેની આસપાસ દિવાલ હતી અને આ એક આશીર્વાદરુપ ખુલ્લી હવાનો બાથટબ હતો. તેમાં પણ પાણીની ઉપર દોરીનો ઝુલો (હેમોક) હતો.
જે ક્ષણે મેં સનડેક પર પગ મૂક્યો, હું જોઇ શકતો હતો કે તેની આગળ વાદળી રંગની પરત હતી. અમારા વિલાની આસપાસ સ્વચ્છ વાદળી પાણી હતું અને તેની પેલેપાર ઘેરું વાદળી પાણી હતું. તે છિછરા અને પીરોઝાના ઉંડા પાણી અને ગાઢ વાદળી પાણીની લેયર્ડ ઇફેક્ટ હતી. હું જાણે કે સ્વર્ગમાં હતો. આ તે બધુ તે સ્વપ્ન સમાન હતું જે મેં માલદિવ્સના ઓવરવોટર વિલામાંથી જોયું હતું.
વેલકમ ચોકલેટ્સ સિવાય અમારા લિવિંગ એરીયામાં બબલી બોટલ હતી - અમારી રજાની શરુઆત કરવા માટે આનાથી વધારે સારુ શું હોય?
અમે અમારા વિલામાં સારો એવો સમય પસાર કર્યો. લાઉન્જની ખુરશીઓ પર બેસીને ખાનગી પુલમાં ડુબકી લગાવીને ઘણી બધી તસવીરો લીધી. ચોખ્ખા વાદળી રંગના પાણીમાં સીડી પર ચઢતાં, વિલાની આસપાસ જુદી જુદી માછલીઓને તરતા જોઇ. એટલું જ નહીં, મેં હિંદ મહાસાગર પર દોરીના લટકાવેલા ઝુલા પર ઝોકું પણ લઇ લીધું. ખરેખર તે શાંત અને આરામદાયક હતું. આ બરોબર તે જ હતું જે કરવાની હું માલદિવ્સમાં આશા રાખી રહી હતી.
સવારનો સૂર્યોદય જોવા માટે અમે દરરોજ વહેલા ઉઠી જતા હતા.
કનુહુરામાં તમારી પસંદગી માટે આંઠ રેસ્ટોરન્ટ અને બાર છે. મનો નામનું મુખ્ય બુફે રેસ્ટોરન્ટ છે જે કોન્ટિનેન્ટલ અને એશિયન ડિશિઝ પીરસે છે. આ એ જગ્યા હતી જ્યાં અમને નાસ્તો (બ્રેકફાસ્ટ) આપવામાં આવતો હતો. અહીં હેલ્ધી વિકલ્પોમાંથી પસંદગી કરી શકાય તેવા વિવિધ પ્રકારના બ્રેકફાસ્ટ ઉપલબ્ધ છે.
કનુહુરા અંગે એક સારી વાત એ છે કે દરેક રૂમમાં કોમ્પ્લિમેન્ટરી સાયકલ આપવામાં આવે છે જેનો અમે ટાપુની આસપાસ ફરવા અને શોધ કરવામાં ઉપયોગ કરતા હતા.
કનુહુરાની અદ્ધિતીય સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દે છે. ટાપુ 1 કિ.મી લાંબો અને 200 મીટર પહોળો છે. કનુહુરાનો લાંબો અને પહોળો સફેદ દરિયો આસપાસ ફરવા કે ટહેલવા માટે એક આકર્ષક જગ્યા છે
કનુહુરા પોતાના મહેમાનો માટે પાણી અને જમીનની જુદી જુદી એક્ટિવિટીઝ ઓફર કરે છે. અમારા પ્રવાસ દરમિયાન એક સાંજે અમે બોડુબેરુ કલાકારો સાથે એક પરંપરાગત માલદિવિયન ધોની પર એક ખાનગી સનસેટ ક્રૂઝ પર ગયા.
બોડુબેરુ માલદિવ્સ માટે અદ્ધિતીય છે. આ ડ્રમિંગ, સિંગિંગ અને ડાન્સિંગના સુમેળભર્યા મિશ્રણનું પરંપરાગત પર્ફોર્મન્સ છે.
અમે નસીબદાર હતા કે અમને સ્પિનર ડોલ્ફિન્સની ફલી જોવા મળી. ડોલ્ફિને ઉછાળા મારતા અને પાણીની બહાર કૂદકા મારતા અમારી નાવનો લગભગ અડધા કલાક સુધી પીછો કર્યો.
અમે શેમ્પેનની ચૂસ્કીઓની સાથે હિંદ મહાસાગર પર સૂર્યાસ્તનો આનંદ માણ્યો.
ભલે તે થોડાક દિવસો માટે જ કેમ ન હોય પણ મને એ વાતનો આનંદ હતો કે હું એક ઓવરવોટર વિલામાં રહેવાનું મારુ સપનું સાકાર કરી રહી હતી.
તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ https://www.instagram.com/anisha.balraj/ પર જઇને મારુ ટ્રાવેલ કન્ટેન્ટ જોઇ શકો છો.