દિલ્હી-રામગઢનો રોડ જ્યાંથી પૂરો થાય છે, ત્યાં તમને પ્રેમ અને પ્રકૃતિને પોતાનામાં સમાવી લેતું હાથેથી બનેલું એક આશ્રયસ્થાન જોવા મળે છે. ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રના લીલાછમ જંગલોની વચ્ચે આવેલા હિમાલિકાએ હોમ સ્ટેને ખરેખર એક નવો અર્થ આપ્યો છે.
પહાડોમાં વેકેશન પસાર કરવા માટે એક ઘરની કલ્પના કરી હોય પરંતુ ક્યારેય તે શક્ય ન બન્યું હોય તેવા શહેરીજનો માટે શ્યામખેત ગામમાં સ્થિત હિમાલિકા હોમ સ્ટે જાણે કે તેમનું સપનું સાકાર કરે છે.
હિમાલિકા આધુનિક વાસ્તુશિલ્પ શૈલીની સાથે સ્થાનિક કારીગરોની કળાના સંગમથી એક અનોખુ કેરેકટર રજૂ કરે છે. ભુતકાળમાંથી પ્રેરણા લેવી, વર્તમાનમાં જીવવું અને ભવિષ્ય તરફ નજર દોડાવવી એ સૂત્રને આ હોમ સ્ટે સાર્થક કરે છે.
આ પ્રોપર્ટીના માલિકોએ ઘરને ધબકતું રાખવા, પાલતુ પ્રાણીઓને સાચવવા અને મહેમાનોના સ્વાગત માટે પૂર્ણ સમયના કર્મચારીઓને રાખ્યા છે. અહીં મહેમાનોનું સ્વાગત તાજી અને ગરમાગરમ કોફીથી કરવામાં આવે છે.
ભોવાલી એ હિમાલિકાથી નજીકનું શહેર છે અને અહીં એટીએમની સુવિધા છે. મેજબાન (હોસ્ટ) કાર્ડ નથી સ્વીકારતા એટલે બુકિંગ સમયે સંપૂર્ણ ચુકવણી કરો તેવી અમારી સલાહ છે. પૂર્ણ સમયનો રસોઇયો (કુક) અને હાઉસકીપિંગ સ્ટાફની સાથે સાથે વાઇફાઇ, પ્રિન્ટર, કૉપિયર અને સ્કેનર જેવી સુવિધા આ હોમ સ્ટેમાં ઉપલબ્ધ છે.
ટિપ: હિમાલિકામાં એડવાન્સ બુકિંગ કરવાનું રાખો કારણ કે આ હોમ સ્ટેની ડિમાંડ ખુબ છે.
આ લોકો માટે એક આદર્શ સ્થળ
કપલ્સ કે પરિવારો જેને પ્રકૃતિની વચ્ચે આરામ કરવા અને ધ્યાન કરવા માટે જગ્યાની આવશ્યકતા હોય છે. આ સિવાય એવા કપલ્સ માટે જે પહાડોના ખોળામાં રહેવા માંગે છે તેમને આ સ્થળ એકબીજાની તેમજ પ્રકૃતિની નજીક લાવે છે.
ક્યાં છે ?
શ્યામખેત ગામ, ભોવાલી-રામગઢ રોડથી 2.6 કિ.મી. દૂર, રામગઢ બ્લોક, જિલ્લો-નૈનીતાલ, કુમાઉ હિલ્સ, ઉત્તરાખંડ - 263 132
કેવી રીતે જશો ?
શ્યામખેત ગામ દિલ્હીથી 305 કિ.મી. દૂર છે અને જો તમે જાતે ડ્રાઇવ કરીને જાઓ તો અહીં પહોંચવામાં લગભગ 7 કલાક લાગે છે. જો તમે ટ્રેનમાં જઇ રહ્યા છો તો શતાબ્દી એક્સપ્રેસ દરરોજ દિલ્હીથી કાઠગોદામ વચ્ચે ચાલે છે. કાઠગોદામથી હિમાલિકા સુધી મેજબાન તરફથી પિકઅપ-ડ્રોપની સુવિધા આપવામાં આવે છે. નજીકનું એરપોર્ટ પંતનગર (63 કિ.મી. દૂર) છે. એરપોર્ટથી શટલની સુવિધા મળી જશે.
હિમાલિકા સુધી જવા માટે જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ)ની સુવિધા જાણવા માટે આ પેજની મુલાકાત લો
રહેવાની વ્યવસ્થા:
મુખ્ય વિલા: આ વિલામાં એક વિશાળ ગ્લાસ કન્ઝર્વેટરી છે, જે એક કપ ચા પીવા માટે પરફેક્ટ છે. લિવિંગ રૂમમાં ચીમની છે તો ડાઇનિંગ રૂમમાં એક સાથે 10 લોકો બેસી શકે છે. એક વિશાળ રસોડું અને ત્રણ લાકડાના બેડરૂમ છે.
એક રાતનું ભાડું: રુ. 10,000
ગેસ્ટ કોટેજ: આ કોટેજ નાના ગ્રુપ માટે બેસ્ટ છે. અહીં ગાર્ડન સીટિંગ વ્યવસ્થા, ડાઇનિંગ લોન્જ, રસોઇઘર અને બે બેડરુમ છે.
એક રાતનું ભાડું: રુ. 10,000
અનુભવની પ્રસ્તુતિ:
હિમાલિકાથી ગાગર વ્યૂપોઇન્ટ સુધીનો ટૂંકો રસ્તો (ટ્રેક): ગાગર વ્યૂપોઇન્ટ માટે એક ટૂંકો ટ્રેક હિમાલિકામાં દિવસની શરુઆત કરવાની એક શાનદાર રીત છે. અહીંથી તમે નંદાદેવી અને પંચાચૂલીના શિખરોના શાનદાર દ્રશ્યો માણી શકો છો. હોમ સ્ટે તરફથી ગાઇડની વ્યવસ્થા પણ કરી શકાય છે.
કુલેથી – ઝંડીધાર: હિમાલિકાથી એક કાર ભાડેથી લો અને રામગઢ રોડ પર ઝંડીધાર પીકના બેઝ સુધી પહોંચવા માટે 5 કિ.મી. ડ્રાઇવ કરો. જો તમે લાંબા સમય સુધી રહેવા માંગો છો તો હોમ સ્ટે તરફથી મહેશ ખાનના ફૉરેસ્ટ રેસ્ટ હાઉસમાં રોકાવામાં તમારી મદદ કરી શકે છે.
ભોવાલી સેનેટોરિયમ: 1912માં સ્થાપિત, આ એક સમયે એશિયાનું બીજુ સૌથી મોટું અભયારણ્ય હતું. હિમાલિકાથી 9 કિ.મી.ના અંતરે સ્થિત, ઇતિહાસના શોખીન આ જગ્યાએ જવાનું પસંદ કરે છે કારણ કે જવાહરલાલ નેહરુના પત્ની કમલા નેહરુની ટીબીની બિમારીની સારવાર ભોવાલી સેનેટોરિયમમાં કરવામાં આવી હતી.
ઘોરખલ મંદિર: કુમાઉના પૂજનીય દેવતાને સમર્પિત, આ પ્રસિદ્ધ મંદિર હિમાલિકાથી ફક્ત 3 કિ.મી. દૂર છે. આ મંદિરમાં જવાનો સૌથી સારો સમય દશેરાનો ગણાય છે જ્યારે તમને ભક્તોની ભારે ભીડ અને પશુબલિ પણ જોવા મળે છે.
દરેક તસવીરો હિમાલિકાની આધિકારીક વેબસાઇટ પરથી લેવામાં આવી છે.
હિમાલિકા
દિલ્હી સ્થિત કપલ શાલિની અને ઉત્તમ દવેનું વેકેશન હોમ એવા હિમાલિકાને પોતાના અંતિમ સ્વરુપ અને સુંદરતા સુધી પહોંચવામાં લગભગ 13 વર્ષ જેટલો સમય લાગ્યો. દંપત્તિ દ્ધારા મહેનતથી અને પ્રેમથી નિર્મિત આ સ્થાન પ્રકૃતિ પ્રત્યે તેમના જુનૂન અને પ્રેમને જગાડવામાં સફળ રહ્યું છે. શાલિની અને ઉત્તમ બન્નેની પાસે પ્રોપર્ટીને વિકસિત કરવાની વિશિષ્ટ શક્તિ છે પરંતુ પક્ષીઓ માટેનો પ્રેમ તેમનામાં એક સરખી રીતે ઝુનૂનની હદ સુધી જોવા મળે છે.
હાથેથી તૈયાર કરવામાં આવેલા બગીચાથી લઇને પક્ષીઓને અનુકૂળ મૂર્તિઓ સુધી, દવેએ માત્ર રજાઓ ગાળનારા માટે જ નહીં પરંતુ પક્ષીઓ માટે પણ સ્વર્ગનો એક ટુકડો તૈયાર કર્યો છે.