સિસ્ટર બિફોર મિસ્ટર :જાણો શું કામ હું મારા બોયફ્રેન્ડ કરતા મારી બહેન સાથે ફરવાનું વધુ પસંદ કરું છુ..

Tripoto
Photo of સિસ્ટર બિફોર મિસ્ટર :જાણો શું કામ હું મારા બોયફ્રેન્ડ કરતા મારી બહેન સાથે ફરવાનું વધુ પસંદ કરું છુ.. 1/1 by Romance_with_India

જ્યારે પહેલીવાર હું મારા બોયફ્રેન્ડ સાથે ટ્રીપ પર ગઈ ત્યારે તો જાણે બિગબોસ નો કોઈ એપિસોડ હોય ને એવું થઈ ગયેલું. લડાઈ, ઝઘડા, તુકારો કરવો અને એટલા બધા નાટક જેની અમને જ ખબર ન હતી કે અમે એવા નાટક પણ કરી શકીયે છીએ. એટલી હદે લડાઈ થઈ ગયેલી કે અમને થયુ કે જો આપણે ફરી ક્યારેય સાથે મુસાફરી કરીશું તો તો પાક્કુ આપણે છૂટા પડવું જ પડશે. જોકે પછી બધું ઠીક થઈ ગયું. પરંતુ ખબર નહિ કેમ હું ક્યારેય એ સ્તરનું કમ્ફર્ટ એની સાથે તો શોધી જ ન શકી જે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે છે. જ્યારે હું મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે હોઉં ત્યારે મારું મન એકદમ શાંત હોય છે, અને મારે કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની જરૂર હોતી નથી સિવાય કે મોજ. હકીકતમાં, જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે મુસાફરી કરવાનું મને એટલું બધું ગમે કે હું તેને બીજા કોઈપણ સંબંધ માટે છોડી ન શકુ. અહીં શા માટે:

અમે બંને એક પરફેક્ટ ટીમ છીએ

અમે યીન અને યાંગ જેવા છીએ - સંપૂર્ણ રીતે સુમેળમાં અને ક્યારેય સંતુલનની બહાર નહીં એવા. અમે પઝલના ટુકડાની જેમ એક સાથે ફિટ થઈએ છીએ અને અમે બન્ને બોલ્યા વિના પણ એક બીજાને સમજીએ છીએ. કેટલીકવાર તો લોકો એવું પણ વિચારી લે છે કે અમે બન્ને સગી બહેનો છીએ! આ પ્રકારનુ ટ્યુનિંગ તેના સિવાય કોઈ પણ સાથે પ્રાપ્ત કરી શકાતું નથી.

એકબીજાના બેસ્ટ ફોટોસ કઈ રીતે લેવા તે અમને ખબર છે

મને હજુ સુધી એ સમજાતું જ નથી કે આવું કેમ થાય છે, પણ મારી મિત્ર મારા બેસ્ટ ફોટોસ લે છે. અને સામે હું પણ. અમે જ્યારે સાથે હોઈએ છીએ ત્યારે ઈન્સ્ટાગ્રામ રાયટ હોય છે. અને તેની સાથેની માત્ર એક ટ્રીપમા જ મને આખા મહિનાનું કન્ટેન્ટ મળી રહે છે. આ એક સૌથી મોટું કારણ છે કે કેમ મને હંમેશા તેની સાથે જ ટ્રાવેલ કરવું હોય છે, નહીં કે બીજા કોઈ સાથે.

અમે ઊંડું અને અર્થપૂર્ણ કન્વર્ઝેશન કરીએ છીએ

મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે મારે જે પ્રકારનુ કન્વર્સેશન થાય છે તે કોઈ સાથે નથી થઈ શકતું, મારા બોયફ્રેન્ડ સાથે પણ નહીં. અમે અમારા પુપ શિડયુલ જેટલી મૂર્ખતાપૂર્ણ વાતોથી શરૂ કરી દુનિયાના અસ્તિત્વની શોધ સુધીની બધી જ વાતો કરીએ છીએ.

પરફેક્ટ હોવાંનું પ્રેશર અમારા વચ્ચે નથી

જ્યારે હું બીજા કોઇ સાથે ટ્રાવેલિંગ કરું ત્યારે મને સૌથી વધુ ચિડવનારી વસ્તુ એ હોય છે કે મારે હંમેશા દેખાડો કરવો પડતો હોય છે. મારે હંમેશા 'હું અહીં છું' એવી કે પછી ફ્રેન્ડલી રહેવું પડતું હોય છે. પરંતુ મારી મિત્ર સાથે એવું કોઈપણ પ્રકારનું દબાણ હોતું નથી. હું ત્યારે સંપૂર્ણપણે 'હું પોતે' હોઇ શકું છું. અને ખૂબ સરળ રહી શકું છું. હું કેવી દેખાવ છુ કે પછી મારે શું પહેરવું જોઇયે તેવી પણ કોઈ કાળજી રાખવાની જરૂર રહેતી નથી.

અમે પ્લાન કર્યો હોય તે પ્રમાણે ટ્રીપ ન થઈ હોય માત્ર એ કારણથી અમે બ્રેકઅપ નહીં કરીએ

મારા બોયફ્રેન્ડ સાથેની પહેલી ટ્રીપ પછી અમે ગંભીરતાથી બ્રેકઅપ કરવાનું વિચારી રહ્યા હતા. કેમકે અમને લાગતું હતું કે અમે બિલકુલ કંપેટેબલ નથી અને અમને તેનો ખરેખર ડર હતો. મારે મારી મિત્ર સાથે આ વસ્તુ ક્યારેય ફેસ કરવાની આવી નથી. અમે જગડયા હોઈએ તો પણ અમને એટલી તો ખબર જ હોય કે રાત્રે તો અમે સાથે જ હશુ. અને આ પ્રકાર ની ચોકસાઈ બીજા કોઈ રિલેશનમાં આવી નથી.

મારી જાત કરતાં વધુ તે મને ઓળખે છે

તમે બંને જ્યારથી મળ્યા ત્યારથી જ બહુ સારી રીતે એકબીજાથી જોડાયા છીએ. તેને મારી બધી જ વિચિત્રતા, જરૂરિયાતો, ઈચ્છાઓ મને ખબર પડે એ પહેલાં ખબર પડી જાય છે. ક્યારેક તો હું પોતે કન્ફ્યુઝ હોઉ છું પણ તેને ચોક્કસ કારણ ખબર હોય છે.

અમે એકબીજા સાથે પ્રામાણિક છીએ

તેની લાગણીઓ ને હર્ટ ન થાય તે માટે મારે ક્યારેય જૂઠું બોલવું પડ્યું નથી - કે જે ઘણીવાર મારા બોયફ્રેન્ડ સાથે ટ્રાવેલિંગ કરતી વખતે થતું. જો મને કશું ન ગમ્યું હોય તો હું બિન્દાસ કહી શકું. તેને દુખ થાશે તેવી ચિંતા કરવાની મારે જરૂર હોતી નથી. અને તેને પણ. એવું નથી કે અમારી પસંદ સરખી છે, લોકોમાં કે વસ્તુમાં. પણ અમે આ તફાવત સમજીએ છીએ અને એકબીજા ના નિર્ણયો ની રિસ્પેક્ટ કરીએ છીએ.

અમે પૈસા વિશે ખુલીને વાત કરી શકીયે છીએ

મને લાગે છે કે જ્યારે તમે કોઈ બીજા સાથે મુસાફરી કરી રહ્યાં હોવ ત્યારે, ખર્ચ ન કરવા માંગતા હોવા છતાં પણ ખર્ચ કરવો પડશે એવું એક પ્રકારનું દબાણ હોય છે. તમારા બજેટ પ્રત્યે સભાન રહેવું અથવા તમારા સફરનું અલગથી બજેટ કરવું નુકસાનની લાગણી અથવા દલીલો પેદા કરી શકે છે. પરંતુ આ વસ્તુ ક્યારેય બેસ્ટ ફ્રેન્ડ સાથે થતી નથી. એટલીસ્ટ મારી ફ્રેન્ડ સાથે તો નથી જ થતી. દરેક વસ્તુની જેમ અમે પૈસા બાબતે પણ પ્રમાણિક છીએ. જ્યારે પેમેન્ટ કરવાનું હોય ત્યારે આવી કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી. અમે બંને એકબીજાની જરુરીયાત સમજીએ છીએ સાથે પ્રેક્ટીકલ પણ છીએ. અને આ એક પરફેક્ટ બેલેન્સ છે.

મારી પ્રાઇવસી કે મારા 'મી ટાઈમ' સાથે મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું નથી

જ્યારે હું મારી મિત્ર સાથે ટ્રાવેલ કરી રહી હોઉં છું ત્યારે આ ખરેખર જાણે કે એક બોનસ છે. જોકે ટ્રાવેલિંગ પોતેજ એક રિલેક્સિંગ એક્ટિવિટી છે, પણ અમુક સમયે મને દુનિયાથી ડિસ્કનેક્ટ થઈને માત્ર મારી જાત સાથે રહેવું હોય છે. જો હું મારા બોયફ્રેન્ડ સાથે ટ્રાવેલ કરતી હોઉં અને આમ કરું તો મારે મારી ડિસ્કનેક્ટિવિટી ને લઈને પ્રોબ્લેમ થાય છે. અને તે આ વસ્તુને લઈને ખૂબ પર્સનલ થઈ જાય છે. પણ મારી મિત્ર સાથે આ પ્રોબ્લેમ આવતો નથી. અમને ખબર છે કે ટ્રિપ દરમિયાન અમારે થોડો અલગથી સમય પસાર કરવો હોય તો એ વાતને એકબીજાની લાગણીઓને સાથે કોઈ લેવાદેવા હોતા નથી.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads