“હું તો કોઈ જ વખત વિદેશ ગયો જ નથી અથવા તો ક્યાં દેશનો પ્રવાસ કરવો?” જો આવા વિચારો તમારા મગજમાં પણ ફરતા હોય તો હું તમારા માટે ખૂબ જ જરૂરી જાણકારી લાવ્યો છું. બર્ફીલા પહાડોથી ઘેરાયેલા ખૂબ જ સુંદર દેશ એવા ભૂટાનનો પ્રવાસ એ પ્રથમ વિદેશ પ્રવાસ તરીકે 100 % સાચી પસંદ છે.
આધુનિકતાના નામે થતાં વિનાશ તરફ વળી રહેલા દેશો થી ભૂટાન ઘણું જ દૂર છે. અહિયાં વીજળી પણ માત્ર સૌર ઊર્જાથી બનાવવામાં આવે છે. કઈ કેટલાય રહસ્યો ધરાવતો આ દેશ આજે પણ “ડ્રૈગન ના દેશ” તરીકે ઓળખાય છે.
સુંદર સુંદર કિલ્લાઓ, લાકડાના નાના નાના રંગીન ઘરો અને માયાળું લોકો સિવાય ભૂટાન જવા માટેના અન્ય 8 કારણો છે:
1. અહિયાં જવું ખૂબ જ સરળ છે
ભારતનાં લોકોએ ભૂટાન માં વિઝા લેવાની જરુંર ન હોવાથી ભારતનાં જ કોઈ રાજ્યમાં જવા જેટલું જ સરળ ભૂટાન જવું છે. અહિયાના પારો અથવા ફૂએત્સોલિંગ ની ઇમિગ્રેશન ઓફિસ માંથી તમને તરત જ પરવાનો મળી રહે છે. અને પછી તમે આરામથી ભારતીય રૂપિયાને ભુતાની નોંગતુમ માં બજારમાં જઈને બદલવી શકો છો. નાની મોટી ખરીદીમાં તો ભારતીય રૂપિયો પણ ત્યાંનાં લોકો સ્વીકારી લે છે. બસ એક ટ્રાવેલ વીમો કરવી લેવાનું ન ચુકતા.
2. સાથે ઘણી જ ઓછી વસ્તુઓ લઈ જવાની જરુંર પડે છે
ઓક્ટોબર થી ડીસેમ્બર ભૂટાન માં ઠંડી હોવાથી પૅકિંગ માં થર્મલ, ગરમ કપડાઓ, રનિંગ શૂઝ વગેરે જરૂરી વસ્તુઓ લેવાની ભૂલે નહિ એનું ધ્યાન રાખવું. દીએમોક્ષ નામની એક દવા જે પહાડોમાં ચાલવામાં કામ લાગે છે એણે સાથે જરુંર લેવી. દસ્તાવેજ તરીકે મિનિમમ 6 મહિનાનો વેલીડ પાસપોર્ટ અને વોટર આઈ ડી કાર્ડ હશે તો તમને આરામથી પરમિટ મળી રહેશે. અને ફ્લાઇટ કેન્સલ અથવા અન્ય ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે રાખો તો વધુ સારું.
3. પારોમાં વિમાન લેન્ડ થતાં જ થશે રોમાંચ ની શરૂઆત!
ભૂટાન ના પર્વતીય વિસ્તારમાં વિમાન ઉડાવવું એ કઈ ખેલ નથી, પહાડોની વચ્હે વળાંક લઈ રહેલું વિમાન જાણે હમણાં જ કોઈ પહાડની સાથે ટકરાઇ જશે એવી ભીતિ હમેશા થતી જ રહે છે. અને એટલે જ અહિયાં વિમાન ઉડાવવાની પરમિશન દુનિયાભરના માત્ર 8 જ પાઈલોટ ને છે.
4. ભૂટાન માં ઘણું જ આરામથી તમે એકલા ફરી શકો છો
ભૂટાન પોતાની શરતે ફરવું પણ ખૂબજ સરળ છે. તમારી પોતાની ગાડી હોય તો ઇમિગ્રેશન માં માત્ર અસલી કાગળો અને લાઇસન્સ હોવાથી તમને મંજૂરી મળી જશે અને જો એવું ના હોય તો ફૂએત્શોલિંગ માંથી તમને પરમિટ મળી જશે. માત્ર રસ્તાઓ પર ની હોટેલ્સ વિષે જાણકારી મેળવી લેશો તો આ સાવ જ સરળ છે.
5. બાઇક પર ભૂતનની સફર તો ખૂબ જ રોમાંચક છે!
ભારતનાં સિલિગુડી થી શરૂ થાય એવી કેટલીયે બાઇક ટ્રીપ કરાવનાર લોકો તમને મળી રહેશે જે તમને ભૂટાન સુધીની સફર કરાવે. ઇમિગ્રેશન થી થોડી ખાસ મંજૂરીઓ લઈને દ્વિચક્રી વાહન દ્વારા ભૂટાન ફરવું ખૂબ જ સરળ છે. અમુક જરૂરી વાતો ખાસ નોંધી લેવી.
6. ભૂટાન ના લોકો ખૂબ જ ઉમળકાભેર તમારું સ્વાગત કરે છે
ભૂટાન ના લોકોની મહેમાનગતિ ખૂબ જ સુંદર હોય છે. ખૂબ જ ઉષ્મા અને પ્રેમ સાથે તેઓ તમારી જરૂરતોને પૂરી કરશે. પછી તમે પારોની કોઈ હોટેલ માં રહો કે પછી બાંધાંગ જેવા ગ્રામીણ વિસ્તારમાં કોઈ ગ્રામીણ વ્યક્તિના ઘરમાં.
7. અહીંની નાની નાની અનોખી વસ્તુઓ જાણીને તમને આનંદ થશે
ભૂટાન એક એવો દેશ છે જેની પ્રગતિ માપવા માટે GDP નહિ પરંતુ ગ્રોસસ નેશનલ હેપ્પીનેસ નો ઉપયોગ કરવામાં આવે છે! અહિયાં માત્ર દસેક વરસ પહેલા જ ટીવી નું આગમન થયું છે! દેશનો દરેક નાગરિક નવા વર્ષના દિવસે જ પોતાનો જન્મદિવસ ઉજવે છે! અને એટલે જ અહિયાં ન્યુ યર ની ઉજવણી શાનદાર કરવામાં આવે છે.
વધુ વાંચો: ભૂટાનના લોકોની ખુશીઓનો રાઝ
8. અહીંની અપ્રતિમ શાંતિમાં અહિયાં જ વસી જવાની ઈચ્છા થઈ જશે
ભૂટાન ની રાજધાની થિંપુ માં ટ્રાફિક ની અવરજવર ખૂબ જ અનુશાસનપૂર્વક થાય છે. ઝડપથી વાહન ચલાવવા અથવા હોર્ન વગાડવા માટે અહિયાં લોકોને સજા આપવામાં આવે છે. આ દેશનાં 60% હિસ્સામાં જંગલો છે અને પહાડો છે જેણે એમને એમ કુદરતી સ્વરૂપમાં સાચવી રાખવા માટે અહિયાં કોઈ જ છેડછાડ કરવામાં નથી આવતી. શાંતિમય થડ દિવસો વિતાવવા માટે ભૂટાન શ્રેષ્ઠ છે.
ટીપ
અણધારી ઘટનાઓ માટે તયરી રાખવી જરૂરી છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સાથે રાખવો જરૂરી છે. જો એ હશે તો આરામપૂર્વક તમે અહિયાં ફરી શકશો.
જો ટ્સમે ભૂટાન ની ભાષા જોંગખા ના અમુક શબ્દો શીખી લેશો તો ત્યાંનાં લોકો તમને પોતાની ભાષા બોલતા જોઈ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જશે. જેમકે અભિવાદન કરવા માટે “કયુંજ્યુજેંગપોલા“ નો ઉપયોગ કરી શકાય છે.
તો રાહ ન જુઓ અને રજાઓમાં નીકળી પડો ભૂટાન!
.