વિકિપીડિયા અનુસાર "હરવા-ફરવાનો અધિકાર માનવના મુળભૂત અધિકારોમાંની એક અવધારણા છે જે અંતર્ગત એક દેશના નિવાસીને તે દેશની સીમાની અંદર ક્યાંય પણ હરવા-ફરવાનો અધિકારનો હક છે" પરંતુ આપણા દેશમાં ઘણીવાર એવું પણ થયું છે કે કેટલાક લોકોએ આ વિચારને ફગાવી દઇને પોતાની જાતને નૈતિકતા અને કાયદાની ઉપરવટ માની લીધી છે.
હું આપના માટે ભારતમાં રહેલી 10 એવી જગ્યાઓની યાદી લઇને આવ્યો છું જે ભારતીયોનો પ્રવેશ ના આપવા માટે બદનામ છે. એટલું જ નહીં, રસપ્રદ અને અપમાનજનક વાત તો એ છે કે આમાંથી ઘણાં સ્થાન આજે પણ ભારતીયો માટે પ્રવેશ વર્જિત રાખવામાં આવે છે.
તો ચાલો જોઇએ :
ઉનો-ઇન
1. ઉનો-ઇન હોટલ, બેંગ્લોર

છેલ્લીવાર આવેલા સમાચાર અનુસાર આ જગ્યા બંધ કરાવી દેવામાં આવી હતી, આ હોટલની સ્થાપના કેવળ ભારતમાં આવનારા જાપાની પ્રવાસીઓના મનોરંજન માટે કરવામાં આવી હતી. એક મુખ્ય દૈનિક સમાચારપત્રમાં છપાયેલા રિપોર્ટ અનુસાર ગ્રેટ બેંગ્લોર સિટી કોર્પોરેશને (જીબીસીસી) ભારતીયો તરફથી આવતી ફરિયાદોને ગંભીરતાથી સમજી અને છેવટે આ નસ્લવાદી હોટલને બંધ કરી દીધી છે.
કસોલ
2. ફ્રી કસોલ કેફે, કસોલ

એક સામાન્ય કેફે ગત વર્ષે સમાચારોમાં ત્યારે આવ્યો જ્યારે ત્યાંના મેનેજરે ભારતીયોને કેફેની અંદર પ્રવેશ કરવાની મનાઇ કરી. આ કહાનીના અનેક પાસા છે. એક રાષ્ટ્રીય ન્યૂઝ પેપર દ્ધારા સમજવામાં આવેલી સ્ટોરી અનુસાર એક દિવસ કેફેના મેનેજર શંકરનો "મૂડ ખરાબ" હતો, અને આ કારણે તેણે એક ભારતીય છોકરીને ભોજન મેનૂ બતાવવાની ના પાડી. જો કે ઘણાં લોકોએ આ ફરિયાદ કરી છે કે કેફેમાં ભારતીયોની સામે નસ્લવાદ સામાન્ય વાત છે. કસોલમાં સ્થિત હોવાના કારણે એ સુનિશ્ચિત થઇ ગયું છે કે ભારતના કેટલાક એવા લોકપ્રિય સ્થાન પણ છે, જ્યાં ભારતીયોનો પ્રવેશ નિષેધ છે.
કુંદનકુલમ
3. રશિયન કૉલોની, કુંદનકુલમ

અનેક લોકોનો દાવો છે કે કુંદનકુલમ પરમાણુ ઉર્જા પરિયોજનાના આવાસીય પરિસરમાં એક "રશિયન કૉલોની" છે જ્યાં ભારતીયોને અંદર જવાની અનુમતિ નથી. આ કૉલોનીમાં પાવર પ્રોજેક્ટ માટે કામ કરનારા ઘણાં રશિયન નાગરિકોના ઘર છે. કૉલોનીમાં ઘરો, હોટલો, ક્લબ હાઉસની સાથે અન્ય જરુરી સુવિધાઓ અને રમતગમતના સાધનોથી પરિપૂર્ણ છે.
રેડ લૉલીપૉપ હૉસ્ટેલ
4. રેડ લૉલીપૉપ હૉસ્ટેલ, ચેન્નઇ

મંડાવલીમાં સ્થિત આ ખાસ હોસ્ટેલ માત્ર વિદેશીઓ કે બહાર રહેનારા ભારતીયો માટે જ અનામત છે. કોઇ ભારતમાં રહેનારા ભારતીય અહીં નથી રોકાઇ શકતા. જો તમે આ હોસ્ટેલ વેબસાઇટને જોશો તો તમને ત્યાં મોટા મોટા અક્ષરોમાં લખેલું જોવા મળશે કે "આ ભારતમાં પહેલીવાર આવનારા અતિથિઓ માટે જ એક ખાસ પ્રકારની હોસ્ટેલ છે જ્યાં પ્રવેશ પાસપોર્ટ જોઇને આપવામાં આવે છે."
આરમ્બોલ
5. "માત્ર વિદેશીઓ માટે" સમુદ્ર કિનારો અને રહેણાંક ઝુંપડીઓ, ગોવા

ગોવાના કેટલાક સમુદ્રકિનારા અને રહેણાંક ઝૂંપડીઓમાં ભારતીયોનો પ્રવેશ વર્જિત હોવાની સૂચના મળતી રહે છે. આરમ્બોલ કિનારે આવેલી ઘણી જ લોકપ્રિય રહેણાંક ઝુંપડી ભારતીયોને રુમ ઉપલબ્ધ નથી કરાવતી કારણ કે અહીં મેનજમેન્ટનું કહેવું છે કે ભારતીયોની "નિયત ખરાબ" હોય છે.
પુડ્ડુચેરી
6. "માત્ર વિદેશીઓ માટે અનામત" સમુદ્ર કિનારો, પુડ્ડુચેરી

ગોવાના કેટલાક કિસ્સા અને સૂચનાઓની જેમ જ પુડ્ડુચેરીમાં પણ સમુદ્રકિનારે કેટલીક એવી ખાનગી રેસ્ટોરન્ટ અને હોટલ છે જ્યાં ભારતીયોનો પ્રવેશ પ્રતિબંધિત છે.
બ્રૉડલેંડ્સ
7. બ્રૉડલેંડ્સ હોટલ, ચેન્નઇ

આ હોટલ જે જોવામાં લાગે છે જાણે કે હિપ્પીના સમયથી નિકળીને આવી હોય, હાલમાં જ સમાચારોમાં ચમકી હતી જ્યારે ભારતીયોએ અહીં રુમ બુક કરાવવાની કોશિશ કરી હતી. વર્ષ 2010માં એક મહત્વપૂર્ણ ન્યૂઝ આવ્યા હતા કે જો તમારી પાસે વિદેશનો પાસપોર્ટ નથી તો આ હોટલમાં રુમ બુક કરવાનું ભુલી જ જજો.
નોરબુલિંગકા સંસ્થાન
8. નોરબુલિંગકા કેફે, ધર્મશાલા

ઇન્ટરનેટ પર નાંખવામાં આવેલા ઘણાં દાવા અનુસાર આ કેફેમાં દરેક એવા શખ્સને પ્રવેશની મનાઇ કરવામાં આવે છે જે થોડોક પણ ભારતીય પ્રતિત થાય છે. જો આ દાવો સાચો નીકળે તો આનાથી મોટા નસ્લવાદનું ઉદાહરણ બીજુ કોઇ ન હોઇ શકે.
અરુણાચલ પ્રદેશ
9. અરુણાચલ પ્રદેશનો એ હિસ્સો જે ચીનના કબજામાં છે

ભારતનું સ્વર્ગ ગણાતા ઉત્તર પૂર્વી વિસ્તારથી ઘણા સમાચારો અને કહાનીઓ આવતી રહે છે જે અનુસાર ભારતીય રાષ્ટ્રીયતાવાળા કોઇ પણ વ્યક્તિને એવા ઘણાં ક્ષેત્રોમાં પ્રવેશ કરવાની સખત મનાઇ છે જે ચીને પોતાના કબજામાં કરીને રાખ્યો છે.
ડેપસાંગ
10. સાસેર લા, ડેપસાંગ

રિપોર્ટ અનુસાર સસોમાથી આગળનો વિસ્તાર, ઉદાહરણ તરીકે સાસેર લા અને ડેપસાંગ મેદાનના પહાડી બેઝ પરમિટ સિસ્ટમનો હિસ્સો નથી. અહીં ફરવા માટે તમારે ભારતીય સેના અને ગૃહ વિભાગની મંજૂરીની આવશ્યકતા પડે છે. માનવામાં આવે છે કે મંજૂરી મેળવવાની સૌથી સારી રીત વિદેશી રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી લો અને ચૂકવવામાં આવતો ચાર્જ ચૂકવી દો. 4 ભારતીયોવાળા 8 લોકોના સમૂહનો પ્રવેશ ચાર્જ છે 8000 રુપિયા