લૉકડાઉનના સમયે પોતાના પાર્ટનરની સાથે ઘરનું કામ કરીને અને ટીવી જોઇને તમે પણ થાકી ગયા હશો અને લૉકડાઉન સમાપ્ત થયા બાદ કંઇક સ્પેશ્યલ કરવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા હશો. તો આ રહ્યો તમારુ કામ સરળ બનાવવાનો એક સુંદર આર્ટિકલ જે તમને બતાવશે તમારા પાર્ટનરની સાથે સમય પસાર કરવા માટે દિલ્હીની આસપાસની રોમાન્ટિક જગ્યાઓ અંગે!
તો હાજર છે દિલ્હીની પાસેના કેટલાક શ્રેષ્ઠ રિસોર્ટ
1. તાજ ગેટવે, દમદમા
દિલ્હીની પાસે સ્થિત ભવ્ય રિસોર્ટમાં રહીને કેટલીક સુંદર પળો વિતાવો અને તે પણ શાંતિથી.
દિલ્હીથી અંતર: 37 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹9,000
2. ગ્રાન્ડ વ્યૂ હોટલ, ડેલહાઉસી
ખજિયારથી 22 કિ.મી. દૂર સ્થિત ગ્રાન્ડ વ્યૂ એક ઘણો જ સુંદર રિસોર્ટ છે જેમાં પારંપારિક વાસ્તુકળાની એક ઝલક જોવા મળે છે. આ રિસોર્ટમાં તે બધી ચીજો છે જેની તમને કેટલીક પળ એક સાથે વિતાવવા માટે જરુર પડી શકે છે.
દિલ્હીથી અંતર: 583 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹4,500
3. આઇટીસી મુગલ, આગ્રા
ઇતિહાસના પાનામાં કેટલાક દિવસ જીવવાનું સુખ તમને બીજે ક્યાંય નહીં પરંતુ આઇટીસી મુગલમાં જ મળી શકે છે જ્યાં તમે એક રાજાની જેમ રોમાન્ટિક પળ વિતાવી શકો છો.
દિલ્હીથી અંતર: 220 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹10,000
4. જેપી રેસિડન્સી મેનર, મસૂરી
ઇન-હાઉસ સ્પા અને કિંમતમાં પણ વ્યાજબી એવી જેપી મેનર કોઇ જેવી તેવી હોટલ નથી. પહાડોની વચ્ચે વસેલા આ સુંદર રિસોર્ટમાં ખુશનુમા પળ વિતાવવાની મજા અલગ જ છે.
દિલ્હીથી અંતર: 289 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹6,800
5. સંસ્કાર અને સંસાર હોમસ્ટે, લેંસડાઉન
સંસ્કાર અને સંસાર હોમસ્ટે ભીડભાડ ભરેલા પર્યટન સ્થળોથી દૂર બહારના વિસ્તારમાં શાંત જગ્યા પર સ્થિત છે. જો તમે અને તમારા પાર્ટનર કેટલોક સમય શાંતિથી રહેવા માંગો છો તો આ હોમ સ્ટે તમારા માટે જ છે.
દિલ્હીથી અંતર: 286 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹1,500
6. જિલિંગ ટેરેસ, નોકુચિયાતાલ
દિલ્હીની પાસે સ્થિત આ જગ્યા ગીચ પહાડી જગ્યાએથી થોડીક દૂર છે. જિલિંગ ટેરેસ એક શાંત સ્થાન છે જે તમે અને તમારા સાથીને કેટલોક સમય સાથે પસાર કરવાની તક આપે છે.
દિલ્હીથી અંતર: 325 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹8,000
7. ઉમ્મેદ હોટલ - હેરિટેજ સ્ટાઇલ હોટલ, જયપુર
ગ્રાન્ડ ઉમ્મેદ પેલેસનું નાનુ અને સસ્તુ રુપ સમજો. ઉમ્મેદ હોટલ તમને શાહી સુખનો સ્વાદ આપે છે અને તે પણ વધારે નોટો ખર્ચ્યા વગર. પ્રેમ અને વિલાસમાં વીંટળાયેલા કેટલાક દિવસ પસાર કરવા માટે પોતાના સાથીને આ હોટલમાં રોકાવાની તક આપો.
દિલ્હીથી અંતર: 250 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹4,000
8. વી રિસોર્ટ્સ, સત્તલ
કુમાઉની સુંદર ખીણોમાં સત્તલના જંગલોમાં બનેલા વી રિસોર્ટ દિલ્હીની પાસે સ્થિત શ્રેષ્ઠ રિસોર્ટમાંનો એક છે. પ્રકૃતિની ખોળે વસેલા હોવાના કારણે તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. અહીં સ્થાનિક ભોજન પર ધ્યાન આપવામાં આવે છે અને અધ્યાત્મિકતા તરફ ઝુકાવ છે, એટલા માટે આ રિસોર્ટ એવા લોકો માટે સારો છે જે સાચા પ્રેમ અને અધ્યાત્મના મેળનો અનુભવ કરવા માંગે છે.
દિલ્હીથી અંતર: 311 કિ.મી.
પ્રારંભિક કિંમત : ₹4,500
9. વુડસ્મોક રિસોર્ટ એન્ડ સ્પા, શોધી
જો તમે તમારા સાથીની સાથે એકબીજાના પ્રેમમાં સંપૂર્ણ રીતે ડુબી જવા માંગો છો તો આ નાના નાના કૉટેજ તમારી જરુરિયાતના હિસાબથી જ બન્યા છે.
દિલ્હીથી અંતર: 358 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹6,300
10. ધ એસ્ટેટ
મુખ્ય શહેરથી દૂર હોવાના કારણે આ જગ્યા એકદમ શાંત છે અને એક અનોખો અનુભવ પ્રદાન કરે છે. ઉષ્માભરી મેજબાની અને તેનાથી પણ સુંદર માહોલની સાથે ધ એસ્ટેટ એવા લોકો માટે યોગ્ય છે જેમની પાસે સમયની કમી છે.
દિલ્હીથી અંતર: 20 કિ.મી.
પ્રારંભિક કિંમત: ₹5,000