જીવવાના માત્ર ચાર દિવસો, બાકી બધા બેકાર દિવસો..
આ વાત દસ લાખ વાર કહેવામાં આવી હશે પણ હું તમને ફરીથી કહું છું. જવાની જેવો કોઈ સમય નથી. તમારી પાસે પૈસા નથી હોતા એનો મતલબ ખૂબ ઓછી જવાબદારી. અને આ જ વસ્તુ તમને સંપૂર્ણ રીતે આઝાદ રાખે છે. જ્યારે પણ ચાહો, જ્યાં પણ ચાહો, રખડવાની આઝાદી.
અને જેવો તમને આ વાતનો ખ્યાલ આવશે તો તમને થશે કે ભાઈ ફરવા ક્યાં જવું? તો એના માટે મે દુનિયા ન ખૂબ સસ્તા શહેરોની એક યાદી બનાવી છે. જ્યાં રહેવું વ્યાજબી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ સારી સુવિધા છે. હા, ફ્લાઇટની કિંમત ઉમેરવામાં આવી નથી. આશા છે કે તમારી પાસે ફલાઈટ ના પૈસા બચાવવા માટે ડિસ્કાઉન્ટ કુપન કે એર માઈલ્સ હશે. કેમકે એક વાર તમે આ જગ્યા પર પહોંચી ગયા તો પછી ખૂબ ઓછા પૈસે ફરી શકશો
1. હનોઈ
હનોઈ સંસ્કૃતિ અને ભોજન ઉત્સાહીઓ માટે સ્વર્ગ છે. એમ તો અહિ વધારે પારંપરીક દર્શનીય સ્થળ છે નહીં, પરંતુ ફ્રેન્ચ અને ચીની ઇતિહાસ થી ભરેલા આ શહેરના કેન્દ્રમાં રંગીન સ્કૂટર ફરતા જોઈ, સ્થાનિક લોકોને નાસ્તા માટે નુડલ થી ભરેલા કટોરા નો આનંદ લેતા જોઈ, અને પારંપરિક શહેરની સામાન્ય વસ્તુઓ જોઈ તમારી અંદરનો મુસાફર જાગી જશે.
હોસ્ટેલ નું ભાડું: 200 થી 600 રૂપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 130 થી 450 રુપિયા (ફો,પારંપરિક નુડલ સુપ, લગભગ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, સ્વાદિષ્ટ અને સસ્તું છે, આ ઉપરાંત રોડ પર ના સ્ટોલ પરથી પણ સ્થાનિક સસ્તુ ખાવાનું મળી શકે છે. પશ્ચિમી ભોજન થોડું મોંઘુ છે.)
ક્યાં ફરવું: થાંગ લાંગ ના સુંદર શાહી કિલ્લામાં ફરવુ, વોટર પપેટ થિયેટર માં વિયતનામી જળ કઠપુતલી પરંપરા નો આનંદ માણો, પંદરમી સદીમાં બનેલા પર્ફ્યુમ પગોડા મંદિરની ખૂબસૂરતી નિહાળો, હોન કિમ જીલના કિનારે તાઈ ચી શિખો.
2. પોખરા
પોખરા બરફના બરફથી ઢાંકેલા દ્રશ્ય વાળી એક શાંત જગ્યા છે. જે એડવેન્ચર એક્ટિવિટી અને સસ્તા ખાણીપીણીના કેટલાય વિકલ્પોથી ભરેલી છે. હિમાલયના નજારાઓ સાથે જિલ પોખરા માં તરતી રંગીન હોડી માં બેઠી ને સૂર્યાસ્ત જોવો ખૂબ આનંદદાયક છે. અન્નપૂર્ણા રેન્જમાં અમુક વિશ્વપ્રસિદ્ધ ટ્રેક સિવાય પોખરા દુનિયાની સૌથી સારા પેરાગ્લાઈડિંગ સ્થળોમાંથી એક છે.
હોસ્ટેલ નું ભાડું: 200 થી 600 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 150 થી 300 રુપિયા (મોટાભાગના સ્ટોરન્ટ સ્થાનિક ભોજન અને ભારતીય ભોજન પીરસે છે. અહીં સામાન્ય રીતે પાસ્તા અને પીઝા સસ્તા હોય છે.)
ક્યાં ફરવું: ગોરખા મેમોરિયલ સંગ્રહાલય માં ઇતિહાસના પન્ના ફેરવો, શાનદાર હિમાલયના મનોરમ્ય દ્રશ્યો માટે લોકપ્રિય સારંગકોટ ગામ ની મુલાકાત લો, ફીવા તાલના મનોરમ્ય દ્રશ્યો માટે વિશ્વ શાંતિ પગોડા સુધી ટ્રેક કરો, દેવી ફોલ્સ મા (જેને પહેલાં ડેવિડ ફોલ્સ ના નામથી ઓળખવામાં આવતો) થોડો સમય વિતાવો કે જ્યાં સુરંગ થી નીકળીને એક સુંદર ઝરણું ગુફામાં પડે છે.
3. કાયરો
અહીંના ઘોંઘાટ અને ભીડથી આગળ વધો તો કાયરો તમારા દિલમાં એવી યાદ છોડશે જેને તમે હંમેશા યાદ કરશો. એવું કંઈ જ નથી જે આ શહેરમાં નથી - સુંદર નજારાઓ, શાનદાર મસ્જિદ, રજવાડી મહેલ, આ બધું જ ગીઝાના રહસ્યમયી પિરામિડના બેકગ્રાઉન્ડ સાથે. અને બજેટ યાત્રી માટે કાયરો બેસ્ટ છે.
હોસ્ટેલ નું ભાડું: 200-700 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 40-300 રુપિયા લોકલ વ્યંજન કાયરો માં ઘણા સસ્તા છે. સ્થાનિક રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ પણ ઘણું વ્યાજબી છે.
ક્યાં ફરવું: મિસ્ત્ર ની સૌથી પ્રસિદ્ધ પુરાતત્વીક સાઈટ, ગીઝાના પિરામિડ ની પરિક્રમા કરો, પ્રાચીન કલાકૃતિઓ ના મહત્વપૂર્ણ સંગ્રહ ની જાણકારી માટે મિસ્ત્રના સંગ્રહાલય જાઓ, શહેરના કેન્દ્રમાં અલ-અઝહર પાર્ક માં પિકનિક કરો, અલ-ખલીલી બજાર ની રંગીન અને રોચક ગલીઓમાં ફરો.
4. ગોવા
ગોવા તમને એ બધું જ દઈ શકે છે જે તમને જોઈએ છે. આ એક એવી જગ્યા છે જે તમારા મૂડ અનુસાર એક્ટિવ અથવા તો સુસ્તી ભરી બની શકે છે. તમે દિવસે સમુદ્ર કિનારે એક બિયર ની બોટલ લઇ લાઉંજ ખુરશી પર ઢાળીને આનંદ માણો અને રાત્રે બીચ પર થતી પાર્ટીમાં જોડાઈ જાઓ. અને જો તમે અહીં ક્રિસમસ કે નવા વર્ષની આજુબાજુના સમયમાં હોવ તો દુનિયાના સૌથી મોટા ઈડીએમ તહેવારોમાં સનબર્ન ની મજા માણવા માટે તૈયાર થઈ જાઓ.
હોસ્ટેલ નું ભાડું: 100-300 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 100-400 રુપિયા (સ્થાનિક ભોજન અને લોકલ દારૂ ફેની, સસ્તા અને મોંઘા બંને હોઈ શકે છે, એ નિર્ભર કરે છે કે તમે ક્યાં ભોજન લ્યો છો.)
ક્યાં ફરવું: ઓલ્ડ ગોવા માં કેથેડ્રલ, કિલ્લાઓ અને ચર્ચ ની સાથે પોર્ટુગલ સંસ્કૃતિને બારીકીથી સમજો, અંજુના બીચ પર બુધવારના સ્ટ્રીટ બજારમાં શોપિંગ કરો, પોન્ડા તાલુકા માં હાથીઓ ની સાથે એક સુગંધિત મસાલા બાગની મજા માણો અને પછી એક ભવ્ય ભોજન લો, ઉત્તરી ગોવામા મંડેમ બીચ પર પર્યટક આ વ્યસ્તતા થી દુર આરામ કરી શકે છે.
5. અમ્માન
જોર્ડન હવે દુનિયાભરમાં યાત્રીઓ માટે લોકપ્રિય થતું જાય છે. જોકે અમ્માન પેટ્રા, વાડી રમ, કે ડેડ સી જેટલું લોકપ્રિય નથી. તો પણ મિડલ ઈસ્ટ નો અનુભવ કરવા માટે શહેરમાં રોમન ખંડરો, કોફી હાઉસ અને સૂક છે.
હોસ્ટેલ નું ભાડું: 500-900 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 200-700 રુપિયા (જો તમે સ્થાનિક ફળ અને હમસ ના ફેન છો તો તમે ખુબ ઓછા ખર્ચમાં ભોજન કરી શકો છો. દારુ સસ્તો નથી.)
ક્યાં ફરવું: અમ્માન ની સૌથી ઊંચી પહાડી પર સ્થિત કિલ્લાની સેર કરો, ગ્રાન્ડ રોમન થિયેટર (બીજી સદીમાં બનેલું 6000 લોકોની ક્ષમતાવાળું એમ્ફિથીએટર) પર સવારમાં પહોંચીને સુંદર ફોટા પાડો, શાનદાર જોર્ડન સંગ્રહાલય મા સૌથી જુના માનવ પૂતળા (લગભગ 8000 વર્ષ જુનાં) જુઓ, દારત અલ-ફનુ સંગ્રહાલયમાં જઈને અરબ સંસ્કૃતિ વિશે જાણો.
6. ચિયાંગ માઈ
ચિયાંગ માઈ નું વાતાવરણ તેના સૌથી નજીકના લોકપ્રિય સ્થળ બેંગકોકની તુલનામાં ઘણું અલગ છે. આ ઠંડુ વાતાવરણ અને શાંત હવાની વચ્ચે આરામ કરવાની જગ્યા છે. શહેર નો નીચેનો વિસ્તાર ખુબ સુંદર છે, અને આસાનીથી પગપાળા ફરી શકો છો. અને એક સ્કૂટર ની નાની સવારીથી તમે ગામડાના વિસ્તારોમાં ફરી શકો છો.
હોસ્ટેલ નું ભાડું: 250-700 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 90-500 રુપિયા (સ્ટ્રીટ સ્ટોલ પર જવું, કારણ કે તેમની પાસે સસ્તા ભાવમાં ખૂબ સ્વાદિષ્ટ ભોજન મળે છે. અહીં સ્થાનિક રેસ્ટોરન્ટ પણ ખૂબ સસ્તા છે.)
ક્યાં ફરવું: કૉફી સ્ટેન્ડ અને મસાજ પેવેલિયન ની વચ્ચે ભવ્ય મંદિર વાટ ફ્રા સિંહ મા એક દિવસ જરૂર વિતાવો; લન્ના ફોકલાઈફ સંગ્રહાલય માં જાઓ જ્યાં લાના ગામ ના જીવન વિશેના વિશાળ ચિત્રો જોવા મળશે, વારોરોટ એટલે કે દુનિયાના સૌથી જૂના બજારમાં જઈને તમારા માટે કંઈક ખરીદો. ભવ્ય ચિયાંગ માઈ ના પ્રાણી સંગ્રહાલય ના વિશાળ બાગમાં ફરો.
7. કોલમ્બો
શ્રીલંકાના શાનદાર દ્રશ્યો, 1,340 કી.મી લાંબો કિનારો, અને સૌથી સસ્તા રેલવે નેટવર્ક વિશે જાણીને તમને થશે કે આ જગ્યા હજુ પણ ખૂબ જાણીતા ફરવાલાયક સ્થળોમાં કેમ નથી.! કોલંબો, શહેર ની રાજધાની, ઐતિહાસિક પોર્ટુગલ ઇમારતો, સમકાલીન રેસ્ટોરન્ટ, ગેલેરી અને સંગ્રહાલયો થી ભરેલું છે.
હોસ્ટેલ નું ભાડું: 500-1400 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: ક્લાસિક ભાત અને કઢી સસ્તા છે. અને દરેક જગ્યાએ મળે છે.
ક્યા ફરવુ: ગૈલ ફેસ ગ્રીન પર પતંગ ચગાવો, કે પછી દરિયા કિનારે ફરો; રાષ્ટ્રીય સંગ્રહાલય માં પ્રાચીન શ્રીલંકાની કહાની જાણો; પેટા નાા બજારમાં ફરો અને ત્યાંના મસાલાઓ તથા સુકી માછલી ખરીદો; બિરા ઝીલ ના શાંત લીલા રંગના પાણી વચ્ચે સમય પસાર કરો.
8. કૂટા
જ્યાં સુધી તમે ફેન્સી, લક્ઝરી હોટેલથી દૂર રહેશો, કુટા તમને તેના વ્યાજબી ભાવ થી લલચાવતુ રહેશે. દરિયાકિનારે બેઠવુ હોય કે પછી સર્ફિંગ કરવું હોય, તમે અહીં બંને ની મજા લઈ શકો છો. પરંતુ સાવધાન રહેવું, સસ્તા કેફે અને ઘોંઘાટ વાળા ક્લબ્સ થી ભરેલા શહેરમાં રહેવું દરેકના હાથની વાત નથી.
હોસ્ટેલ નું ભાડું: 580-850 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 130-500 રુપિયા (ભાત કે નુડલ્સ અને ચિકનનું સ્થાનીય કોમ્બિનેશન દરેક જગ્યાએ આરામથી મળી જાય છે, અને સસ્તું પણ પડે છે. રેસ્ટોરન્ટ વ્યાજબી ભાવે પશ્ચિમી ભોજન પણ પિરસે છે.)
ક્યાં ફરવું: એક સર્ફ બોર્ડ ભાડે લઈ કુટા બીચ પર સર્ફિંગ શીખો; 2002 ના યુદ્ધ પીડિતોને યાદ રાખવા માટે બંધાવેલ મેમોરિયલ વોલ પર જઈ તેના ઇતિહાસ વિશે જાણો; માઉન્ટ બૈતુર નો ટ્રેક કરો; કુટા સ્ટ્રીટ પર ભોજન ટ્રેલર પર જાઓ - નસી ગોરેંગ અને બીફ રેનડાંગ નો સ્વાદ માણો.
9. માર્રાકેશ
ઓછા પ્રખ્યાત અને દિલચસ્પ એવા માર્રાકેશ મા એક દિવસ વિતાવ્યા બાદ તમે તેના દરેક પહેલુ ને જોવા માટે બેતાબ બની જશો. 18મી સદીની ઈમારત ની છત ઉપર કોકટેલની મજા માણવી, જાદુની દુકાનમાં એક રોમાંચક લેસન, હેના ટેટુનો એક સેશન, અને એક રાત તમારા પગ પર જુમવાનું શીખો, કંઈક આવા પ્રકારના જાદુઈ અનુભવોથી ભરેલું છે માર્રાકેશ.
હોસ્ટેલ નું ભાડું: 250-1500 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજન નો ખર્ચ: 150-700 રુપિયા (બજાર મા સ્ટ્રીટ સ્ટોલ અને રેસ્ટોરન્ટ અસલી મોરોક્કન અને સસ્તુ ભોજન પિરસે છે. સ્થાનિક દારુ સ્વાદ મા ઠીક અને વ્યાજબી છે.)
ક્યા ફરવુ:
દિવસ દરમિયાન મનોરંજનનું કેન્દ્ર અને રાત્રે સ્વાદિષ્ટ ભોજન નો અડ્ડો એટલે કે ડીજેમા એલ-ફના મા એક દિવસ વિતાવો; વિલે ન્યુવેલ ની આર્ટ ગેલેરીમાં કળાના બહેતરીન નમૂનાઓ જુઓ; પામેરારી મા ઘોડેસવારી અને માઉન્ટેન બાઇકિંગ કરો; આરામ કરવા માટે એક સસ્તા હમ્માન પર સ્નાન કરો.
10. નોમ પેહ્ન
કંબોડિયા ની રાજધાની અને આકર્ષક છે. તેમાં જંગલોની સાથે ચમકદાર લાંબી ઇમારતો પણ છે. તમે પ્રકૃતિની વચ્ચે હો છો - મૈત્રીપૂર્ણ સ્થાનિક લોકો, મોટરસાયકલ અને હલચલ વાળા ઠેકા. તમે જ્યારે અહીંથી જાવ ત્યારે આ જગ્યાનો એક ભાગ જાણે તમારી સાથે લેતા જાવ છો.
હોસ્ટેલ નું ભાડું: 270-400 રુપિયા પ્રતિ રાત, પ્રતિ બેડ
ભોજનનો ખર્ચ: 100-600 રુપિયા (બજેટ રેસ્ટોરન્ટ સ્થાનિક અને પશ્ચિમી એમ બંને ભોજન પીરસે છે. એક ખૂબ સ્વાદિષ્ટ ડિશ જરૂર રાખવી જોઈએ, જે 'હેપ્પી પિજ્જા' છે, જે રેગ્યુલર પીઝા ના ઉપરના ભાગમાં પત્તા નાખીને પિરસવા માં આવે છે. અને તે ઘણું વ્યાજબી પણ છે.
ક્યાં ફરવું: પારંપરિક ખમેર વાસ્તુકલા ને જોવા રોયલ પેલેસ જાઓ; તોલ સ્લેંગ સંગ્રહાલય માં સમય વિતાવો; રુસી બજારમાં ખૂબ સસ્તા ભાવમાં કપડા અને સુવેનિયર ખરીદો; કંબોડિયાના ક્રૂર ઇતિહાસને દર્શાવતી કિલિંગ ફિલ્ડ ની સેર કરો.
તો તમે ક્યાં ફરવા નીકળી રહ્યા છો.? નીચે કમેન્ટ કરીને કહો.