નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નવું નિર્માણ પામેલ ભારતનું પ્રથમ ગ્રીન રેલવેસ્ટેશનનું વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે સરળતા રહેશે. આ સીવાય કેવડિયાથી વિવિધ 08 રૂટ નવી ટ્રેન વડાપ્રધાનએ વર્ચ્યુઅલ રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સીવાય અમદાવાદ, વડોદરાથી સંતો-મહંતો ઉચ્ચ અધિકારીઓ સહિતના લોકો ટ્રેન મારફતે કેવડિયા આવ્યા હતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું
વડાપ્રધાન મોદીએ અમદાવાદથી કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ પ્રથમ ટ્રેનના વિસ્ટાડોમ કોચના ફોટો ટ્વિટ કર્યા હતા. આ કોચ ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેમાં પ્રવાસીઓ મુસાફરીની સાથે બહારના કુદરતી નજારા માણી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે આ ડબ્બાની છત ઉપર મોટા ટ્રાન્સપરન્ટ કાચ લાગવાયા છે જેમાંથી પ્રવાસીઓ બહારના નજારા માણી શકશે, ઉપરાંત સ્મોક ડિટેક્ટર, સી.સી. ટીવી થી સજ્જ આ કોચની સીટીંગ વ્યવસ્થા પણ ખૂબ આરામ દાયક છે.
કેવડિયા અને આસપાસના પર્યટન સ્થળોની ઝલક હવે ટ્રેનમાં બેઠાં-બેઠાં પણ માણી શકાશે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળ એવા કેવડિયા કોલોનીને ધ્યાનમાં રાખીને અમદાવાદ-કેવડિયા ઈન્ટરસિટી ટ્રેનમાં આધુનિક સુવિધાયુક્ત વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે, જેમાં લગાવેલા સાઈડ ગ્લાસમાંથી પેસેન્જરો એરિયલ વ્યૂની સાથે-સાથે બેક વ્યૂ પણ જોઈ શકશે તેમજ ફોટોગ્રાફી પણ કરી શકશે. વિસ્ટાડોમ કોચ સાથે શરૂ થનારા આ ઈન્ટરસિટી એક્સપ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા સ્ટેશનના લોકાર્પણની સાથે લીલી ઝંડી આપી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય દર્શનીય સ્થળો જોવા મોટી સંખ્યામાં લોકો કેવડિયા જાય છે. ત્યારે રેલવે દ્વારા કેવડિયા સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાય તે માટે વડોદરાથી ડભોઈ, ચાણોદ થઈ કેવડિયા સુધી નવી રેલવે લાઈન લગાવવામાં આવી છે. તેની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિ.મી.ના અંતરે આધુનિક સુવિધા સજ્જ કેવડિયા રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

કેવી રીતે બુક કરી શકાય?
આ ટ્રેન તમે IRCTCની એપ અથવા વેબસાઇટ પર જઇને બુક કરી શકો છો. અમદાવાથી કેવડિયા કોલોની તમને લઇ જશે. કેવડિયા રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ 8 કિમી અંતરે આવેલું છે.
અહીં તમને લોકલ રિક્ષા મળી જશે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટિ જવા માટે 10થી15 રૂપિયા લેતા હોય છે.
સમય અને ભાડું ?
જનશતાબ્દી ટ્રેન કુલ 16 ડબ્બાની હશે અને તેમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવ્યો છે. વિસ્ટાડોમમાં બેસવા માટેનું ભાડું રૂ 885 છે.
અમદાવાદથી 7.55 am એ પ્રથમ ટ્રેન રવાના અને તે કેવડિયા 10.40 am એ પહોંચશે.
કેવડિયાથી ટ્રેન 11.15 am એ રવાના થશે અને અમદાવાદ 2.00 pm એ પહોંચશે.
અમદાવાદથી 3.20 pm રવાના - કેવડિયા 6.20pm
કેવડિયાથી 8.20 pm રવાના - અમદાવાદ 11.05 pm
કેવડિયા અને આસપાસના પર્યટન સ્થળોની ઝલક હવે ટ્રેનમાં બેઠાં-બેઠાં પણ માણી શકાશે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળ એવા કેવડિયા કોલોનીને ધ્યાનમાં રાખીને અમદાવાદ-કેવડિયા ઈન્ટરસિટી ટ્રેનમાં આધુનિક સુવિધાયુક્ત વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે, જેમાં લગાવેલા સાઈડ ગ્લાસમાંથી પેસેન્જરો એરિયલ વ્યૂની સાથે-સાથે બેક વ્યૂ પણ જોઈ શકશે તેમજ ફોટોગ્રાફી પણ કરી શકશે. વિસ્ટાડોમ કોચ સાથે શરૂ થનારા આ ઈન્ટરસિટી એક્સપ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા સ્ટેશનના લોકાર્પણની સાથે લીલી ઝંડી આપી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય દર્શનીય સ્થળો જોવા મોટી સંખ્યામાં લોકો કેવડિયા જાય છે. ત્યારે રેલવે દ્વારા કેવડિયા સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાય તે માટે વડોદરાથી ડભોઈ, ચાણોદ થઈ કેવડિયા સુધી નવી રેલવે લાઈન લગાવવામાં આવી છે. તેની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિ.મી.ના અંતરે આધુનિક સુવિધા સજ્જ કેવડિયા રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
કોચમાં મિની પેન્ટ્રી, ઓવન, કોફી મશીન અને ફ્રીઝ પણ હશે
વિસ્ટાડોમ કોચ ચેન્નઈની કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયાં છે. જેમાંથી એક કોચ અમદાવાદ-કેવડિયા રૂટને ફાળવવામાં આવ્યો છે. આરામદાયક 44 સીટ ધરાવતા આ કોચમાં સાઈડમાં, ઉપરની બાજુ અને પાછળના ભાગે લાંબા ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે. દરેક સીટ 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હોવાથી પેસેન્જરો સીટ પર બેઠાં-બેઠાં જ નજારો માણવાની સાથે ફોટોગ્રાફી પણ કરી શકાશે. વાઈફાઈ, સ્મોક ડિટેક્શન એલાર્મ, ચાર્જિંગ પોઈન્ટ, જીપીએસ સિસ્ટમ, મ્યુઝિક માટે એલઈડી સ્ક્રીનની સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ માટેના પાર્ટિશન અને આઉટડોરની સુવિધા ધરાવતા આ કોચમાં મિનિ પેન્ટ્રી, હોટકેસ, માઈક્રોવેવ ઓવન, કોફી મશીન અને ફ્રીઝની સુવિધા પણ પેસેન્જરોને મળશે.