સાઉથ ઈસ્ટ એશિયા માત્ર ભારતનાં જ નહીં પરંતુ પૂરા વિશ્વના લોકોને પોતાની તરફ ત્યાંનાં લોકો, ત્યાંનાં તહેવારો , ત્યાંની રંગીન મહેફિલો અને અદભૂત કુદરતી દ્રશ્યો સાથે આકર્ષે છે. અને મહત્વની વાત, તે ખૂબ જ બજેટ ફ્રેન્ડલી છે! બેકપેકર્સ અને બજેટ ટ્રાવેલર્સ સિવાય અહીં પરિવાર સાથે ફરવા વાળા લોકો, હનીમૂન માટે કપલ્સ અને પાર્ટી કરવા માંગતા અને થ્રિલ અનુભવવા માંગતા લોકો પણ ખૂબ જ આવે છે. અને દરેક વ્યક્તિને અહીં પોતાને યોગ્ય ઓપ્શન મળી રહે છે! તો એમ કોઈ જ નવાઈની વાત નથી કે અહીંના ન્યુ યર સેલિબ્રેશન પણ કઈક ખાસ જ હોવાના!
એશિયન ન્યુ યર સેલિબ્રેશન્સ
અહીં કરવા માટે અઢળક વસ્તુઓ હોવા છતાં મેં પ્રયત્ન કર્યો છે કે હું બેસ્ટ તમારી સમક્ષ રજૂ કરી શકું. જો નજીકનાં ભવિષ્યમાં તમારે અહીં જવાનું કોઈ આયોજન હોય તો આ આર્ટિક્લ માં મેં ૫ મુખ્ય અનુભવો પર બહાર મૂક્યો છે એ તમને ખરેખર મદદરૂપ થશે.
માણો એક ફેમિલી રિયુનિયન થાઈલેન્ડમાં – અઢળક ફન ઍક્ટિવિટીસ સાથે!
તમે એક પ્રકારના ફેમિલી રિયુનિયનનું આયોજન કરી રહ્યા છો અને અલગ અલગ લોકોનાં અલગ અલગ અભિપ્રાયોને કારણે જો મુંજવણમાં મુકાઇ ગયા છો તો થાઈલેન્ડ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. થાઈલેન્ડ નજીક હોવા ઉપરાંત અલગ અલગ લોકો માટે ઘણા બહોળા વિકલ્પ પૂરા પાડે છે. થાઈલેન્ડ ૧૭ થી ૭૦ વર્ષની દરેક ઉમરના લોકો માટેની જરૂરિયાત સંતોષવા માટે સક્ષમ છે
રાઈલે બીચ પર લાઇમસ્ટોન કેવનો આનંદ માણો, ક્રાબીમાં કાર્ટિંગ અથવા ઝિપ લાઇનિંગ કરો, ફૂકેતમાં ફનટેસા માં બાળકોને કલ્ચરલ થીમ પાર્કમાં લઈ જાઓ, કરોન બીચ પર ફરો, બાન તીલનકા માં ઉલ્ટા બનાવવામાં આવેલા ૩ માળના ઘરની અજાયબી જુઓ, બેંગકોકની અંદર કેમફેંગ રોડ પર શોપિંગ, ચિયાંગ મેઈ માં જંગલી પ્રાણી દર્શન, કોહ સમૂઈમાં નમુંઆંગ ધોધમાં સ્વિમિંગ, લાર્જેસ્ટ ઇન્ડોર પૂલની મુલાકાત, કેટ કેટલી પ્રવૃતિઓ અહિયાં કરી શકાય છે!
સામાન્ય જગ્યાઓથી દૂર રહીને કઈક અલગ કરો
અઢળક સમય સુધી પાર્ટી કર્યા પછી અને ઘણું બધું શોપિંગ કર્યા પછી થાઈલેન્ડની આ રાજધાનીના એવા ભાગોની મુલાકાત લો જે હજુ સુધી લોકોની નજરમાં ચડયા નથી અને કઈક અલગ કરવાની મજા લો. ઓછા પ્રખ્યાત પરંતુ ખૂબ જ સુંદર એવા કોહ ખ્રાંમ ટાપુની ઊડતી મુલાકાત લો. કરીસ્ટલ ક્લિયર પાણી અને સુંદર બીચ તથા કોરલ લાઇફની વિવિધતા તમને આ ટાપુના પ્રેમમાં પાડી દેશે.
સાઉથ ઈસ્ટ એશિયાની ઓફ બીટ જગ્યાઓની મુલાકાત લો
જો તમારું મન સાઉથ ઈસ્ટ એશિયાનું નામ સાંભળીને માત્ર થાઈલેન્ડ, સિંગાપુર કે પછી મલેશિયા તરફ જ જતું હોય તો તમારે નવા વર્ષની અલગ રીતે ઉજવણી કરવા માટે બીજા દેશો તરફ પણ નજર કરવાની જરુંર છે. કમ્બોડિયા, મ્યાનમાર, લાઓસ, વિએટનામ આ બધા દેશો ન જોવાયેલા સ્વર્ગ સમાન છે. બજેટ ફ્રેન્ડલી હોવાની સાથે સાથે અહિયાની અદ્ધભૂત સુંદરતા નો કોઈ જોડ બીજા દેશોમાં નથી.
કમ્બોડિયા
સાઉથ ઈસ્ટ એશિયાના “સેંટ ટ્રોપેઝ” તરીકે ઓળખાતા કેપ વિસ્તારની ચોક્કસ મુલાકાત લો. એકદમ સુંદર બીચ, ફ્રેંચ કોલોનીના વિસ્તાર અને સી ફૂડ સાથે તમે આ વિસ્તારથી બિલકુલ નિરાશ નહિ થાઓ, કોહ ટોનસે અથવા રેબિટ આઇલેંડની મુલાકાત લો, બીચ પર સૂરજનો તડકો માનો અથવા તો કમપૂટ માં ગજબના સનસેટનો નજારો જુઓ. કમ્બોડિયાની વન વે ટિકિટ માત્ર ૭૦૫૯ રૂ થી શરૂ થાય છે.
મ્યાનમાર
કેવીન્ગ , ટ્રેકિંગ અથવા એડવેન્ચરનો આનંદ માનવો હોય તો Hpa an ની મુલાકાત લો, અને બીચ અથવા આઇલેંડ જોવા માટે મેરગુઈ આર્કીપેલાંગો જાઓ. વન વે ટિકિટનો ભાવ લગભગ ૬૭૧૪ રૂ.
લાઓસ
રાજાઓને એકદમ ઉત્સાહપૂર્વક ઉજવવા માટે ચંપાસક જાઓ, જો કુદરતી વાતાવરણ વચ્હે ઘેરાઈને રહેવા માંગતા હો તો બોલાવેન પ્લૅટઔ નો રસ્તો પકડો. અહિયાં તમને અવર્ણનીય લેન્ડસ્કેપ તો જોવા મળશે જ સાથે વિશાળ ધોધ પણ ઘણા મળી રહેશે. વન વે ટિકિટની શરૂઆત ૭૪૨૩ રૂ થી.
વિએટનામ
હા જિયાંગની કુદરતી સુંદરતા, ફૂ કવોકની મરીન લાઇફ, કોન ડાઓના ટ્રોપિકલ જંગલ, વિએટનામમાં જોવા માટે શું નથી! અને વન વે ટિકિટ? માત્ર ૭૦૫૯ રૂ થી!
જો તમારામાં એક સાહસિક્તાનો ગુણ હોય તો નીકળી પડો આ જગ્યાઓએ!
સિંગાપુર, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા એ ઉત્સાહી સાહસ પ્રવાસીઓ માટે ઘણા બધા ઓપ્શન પૂરા પાડે છે.
સિંગાપુર
કાર રેસ ના રસિકો માટે મરીના બે સ્ટ્રીટ જ્યાં F1 રેસ થાય છે અને તેની કિંમત શરૂ થાય છે ૧૫૦૦૦ રૂ થી, કેબલ સ્કીઇંગ માટે સિંગાપુર વેક પાર્ક, કિંમત ૨૦૦૦ રૂ ઉપર, રિવર્સ બનજી જમ્પિંગ અથવા વિશાળ હિચકાઓ માટે રિવર વેલી રોડ, g max , કિંમત ૨૩૦૦ રૂ ઉપર, સેંટોંસામાં ઇન્ડોર સ્કાઇ ડાઇવિંગ, કિંમત ૬૨૦૦ રૂ ઉપર.
ફિલિપાઈન્સ
વોટર સ્પોર્ટ્સ માટે કરવા માંગતા લોકો માટે અહિયાં ઘણી જ સુવિધાઓ ઉપલબ્ધ છે, એપો રીફ, મીનદોરોમાં ૩૪૦૦ રૂ આજુબાજુમાં સ્કૂબા ડાઇવિંગ, અલ નીદો, પલાવાન આઇલેંડમાં ૧૨૦૦ રૂ આસપાસમાં કાયાકિંગ, અને સાગદા, સમક્વિંગ કેવમાં સ્પીલનકિંગ પણ ૬૫૦ રૂ આજુબાજુમાં કરી શકાય છે.
ઇંડોનેશિયા
ઉબુદ ટાપુ, બાલીમાં ૩૦૦૦ રૂ ના ખર્ચે ક્વોડ બાઇકિંગ કરી શકો છો, હાઇકિંગ અને પ્રકૃતિના શોખીનો માટે સૂંડ આઇલેંડના કોમોડો નેશનલ પાર્કમાં ૩૬૦૦ રૂ ની કિંમતે પદર આઇલેંડ હાઇકિંગ કરી શકાય છે. સુમાત્રા ના નિયાસ માં ૪૨૦૦ રૂપિયાના ખર્ચે સર્ફિંગની સુવિધા ઉપલબ્ધ છે.
મલેશિયામાં પોતાની રીતે શ્રેષ્ઠ આનંદ માણો
મલેશિયાની ટ્રીપ તમે કોઈ પણ ટ્રાવેલ અથવા ટુર ઓપરેટરની મદદ વગર જાતે પણ પ્લાન કરી શકો છો. ન્યુ યર સેલિબ્રેશન માટેનો આ બેસ્ટ રસ્તો છે.
દિવસ ૧
કુઆલાલુમપુર પહોંચ્યા પછી આ શહેરના ખૂણે ખૂણાને એક્સપ્લોર કરવાનો મોકો છોડવા જેવો નથી. ટ્વીન ટાવર્સ, બુકીટ બિનતંગ, જેવી જગ્યાઓએ તો અચૂક જવું જ. રહેવા માટે શાંગરીલા અથવા ઇમ્પના KLCC શ્રેષ્ઠ છે. અને ખાણીપીણી માટે ધ ડાર્ક અથવા ડ્રીફ્ટ ડાઈનિંગ અને બાર બેસ્ટ છે.
દિવસ ૨
બીજા દિવસનો ઉપયોગ સનવે લગૂન અમયૂઝમેન્ટ પાર્કમાં પરિવાર સાથે મજા કરવામાં, નેશનલ મોસ્ક ઓફ મલેશિયા જોવામાં અને કુઆલાલંપૂર સિટી સેન્ટર ફરવા માટે કરો. રહો મજેસ્ટિક હોટેલ અથવા શેરેટોનમાં અને ખાઓ તમરિન્દ હિલ અથવા કવઇવોમાં.
દિવસ ૩
બોહ પ્લાંટેશન ની મુલાકાત લો, મોસસી ફોરેસ્ટ પર હાઇકિંગ માટે જાઓ અથવા થોમ્પસન કેમેરોન હાઇલેન્ડ માં સ્વિમિંગ કરો. કોપતહોર્ન હોટેલમાં રહો અને કુંજેન અથવા યોનગ તેં કેફેમાં ખાઓ.
દિવસ ૪
પેંગનગ અને કેક લોક સી મંદિરની મુલાકાત લો. ૧૮ મી સદીના અંગ્રેજ કિલ્લા ફોર્ટ કોરનવોલ્સની સુંદરતા પણ માણો. તમે સિટીટેલ અથવા ઇટોન માં રહી શકો છો અને ખાણીપીણી માટે બોટમાન અથવા રૂબિન મર્દિની કેફે ઉપલબ્ધ છે.
દિવસ ૫
૫ માં દિવસે બંદિનગ જાઓ અને તંગકુબન પેરાહુ જ્વાલામુખી સુધીની પણ સફર કરો. ટ્રાન્સ સ્ટુડિયો થીમ પાર્કમાં પરિવાર સાથે સમય વિતાવો. મરીબાયાના ગરમ પાણીના ઝરામાં સ્નાન કરો. આર્યદત અથવા હિલટોનમાં રહેવાનું અને ફિસ્ટ રેસ્ટોરન્ટ અથવા ટીજી કેક શોપ એંડ રેસ્ટોરન્ટમાં જમવાની વ્યવસ્થા થઈ શકે છે.
અને પછી વળતાં કુઆલાલુમપુરની ફ્લાઇટ કરી લો.
.