

વોંડરલસ્ટ : પરિભાષા: એક નામ જેનો અર્થ છે ભ્રમણની લાલસા એટલે કે યાત્રા કરવાની પ્રબળ ઇચ્છા
મારા કેટલાક પોતાના મુદ્દા છે. આ લો, છેવટે મેં કહી જ નાંખ્યુ. મારી અંદર હંમેશા યાત્રા કરવાની લાલસા ભડકેલી જ રહે છે અને આ જ પ્રબળ ઇચ્છા મને જ્યારે જુઓ ત્યારે સતાવતી રહે છે. હું એક નહીં અનેક વાર મારી આ ઇચ્છાને પૂરી કરવા નીકળી પડું છું. આ લખતી વખતે પણ હું મારા નજીકના મિત્રોને 'હાં' માં માથુ હલાવતા જોઇ શકું છું અને મારા બૉયફ્રેન્ડ મારી આ આદતથી બસ ખીજાઇ શકે છે. જો મારા બચત ખાતાની વાત કરીએ તો સમજી લો કે જો તે માણસ હોત તો આર્થિક મેનેજમેન્ટ સાથે જોડાયેલી મારી સમજણ પર હસી પડત! આમ છતાં હું મારી તાજેતરની યાત્રાની કહાની લખવા જઇ રહી છું અને સાથે જ બીજી યાત્રાની યોજના પણ બનાવી રહી છું.
તો મિત્રો, આને જ કહે છે' હરવા ફરવાની ઉત્કટ ઇચ્છા'! આ ફરવાની તરસ (ઇચ્છા) આગળ કોઇ તર્ક, કારણ અથવા દુરદર્શિતા કામ નથી કરતી. અને એ જાણવા છતાં કે મારા જીવતા જીવત તો આ ફરવાની તરસ નહીં છિપાઇ શકે, તો પણ હું નીકળી પડુંછું આ તરસને છિપાવવાના પ્રયત્નમાં.
જો કે આ વાર્તા તે તરસને છિપાવવાના ઉપાયો પર નથી લખવામાં આવી. આ સ્ટોરી આધારિત છે એવી જુની યાદો પર જેમાં વિચાર્યા વગર ફરવા નીકળી ગઇ હતી, સાથે જ મારા બૉય ફ્રેન્ડને પણ સમજાવીને સાથે લઇ લીધો હતો અને એટલી મસ્તી કરી કે શું કહીએ!
રૉયલ ઑર્કિડ ફોર્ટ રિસોર્ટ



આ જગ્યા આદર્શ છે જો...
જો કે પોતાની બચતને વધુ સમજદારીથી ખર્ચ કરવો અમારા નવા વર્ષનો સંકલ્પ હતો, મસૂરીની ભીડ ભાડ અને કર્ક અવાજોથી દૂર આ રિસોર્ટમાં પોતાની સાથે લાવવા માટે મારે મારા બૉય ફ્રેન્ડને ઘણો સમજાવવો પડ્યો હતો.
આ રિસોર્ટ પ્રેમી પંખીડા માટે તો ખાસ છે જ પરંતુ જો કોઇ પોતાના પરિવારની સાથે અહીં મજા કરવા માંગો છો તો પણ આ જગ્યા આદર્શ છે.
હોટલ અંગે જાણકારી



રિસોર્ટ તરફ જતી વળાંકદાર અને ઊંચા ચઢાણવાળા રસ્તા પર ચાલતા જ્યારે આપણે આ ભવ્ય રિસોર્ટના પ્રવેશ દ્ધાર પર પહોંચીએ છીએ તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ જાય છે. પીત્તળના નક્કર હાથાવાળો દરવાજો એટલો ભારે ભરખમ અને વિશાળકાય હતો કે જાણે કે ભારતના કોઇ પ્રાચીન કિલ્લા કે મહેલનું મુખ્ય દ્ધાર હોય. અમે રિસોર્ટના વરંડા સુધી પહોંચ્યા જ હતા કે અહીંના કર્મચારીઓ અમારુ હાર્દિક સ્વાગત કરવા આવ્યા અને અમને અમારા રૂમ સુધી લઇ ગયા.


મસૂરીના સેન્ટ્રલ પિક્ચર પેલેસ રોડ પર હોવા છતાં પણ રૉયલ ઑર્કિડ એક શાંત વાતાવરણમાં બનેલું છે અને પ્રાકૃતિક હરિયાળીની ગોદમાં રહેવા છતાં પણ વિલાસિતા, આરામ અને ભવ્યતાનો મિશ્ર અનુભવ પ્રદાન કરે છે. આ રિસોર્ટથી તમે મસૂરીમાં દૂર દૂર સુધી ફેલાયેલા લાંબા દેવદારના લીલાછમ વૃક્ષો અને સુંદર દૂન ખીણના દ્રશ્યોની મજા ઉઠાવી શકો છો. શું આનાથી વધારે સારુ કંઇ હોઇ શકે છે?
ધ રૉયલ ઑર્કિંડ રિસોર્ટ સારી રીતે બનેલા અને આધુનિક રીતે સજાવેલા 56 રૂમ અને શ્યૂટવાળી એક શાનદાર સંપત્તિ છે. બધા રૂમમાં સુંદર રંગોનો તાલમેલ જોવા મળે છે અને દરેક રૂમમાં સાગના મજબૂત લાકડાથી બનેલો 4 સ્તંભવાળો પલંગ છે. આ બધી ચીજો જુના સમયની યાદો તાજા કરી દે છે.
ભોજન




રિસોર્ટમાં રહેતા અમે કેટલાક દિવસો સુધી હલકુ ભોજન ખાવાની પોતાની આદતને બાજુએ રાખી હોટલના શ્રેષ્ઠ રેસ્ટોરન્ટમાં પિંક્સમાં મળનારા સ્વાદિષ્ટ વ્યંજનોનો ટેસ્ટ કરવાનું મન બનાવી લીધું હતું. આ આધુનિક બહુ-વ્યંજન રેસ્ટોરન્ટમાં ભારતીય, ચાઇનીઝ અને યૂરોપિયન વ્યંજન પીરસવામાં આવે છે. જો તમે એક રોમેન્ટિકની અનુભવની શોધમાં છો જે થોડો અલગ હોય તો તમે કર્મચારીઓને કહીને તમારુ ભોજન ગઝેબોમાં પણ લગાવી શકો છો. ગઝેબો રિસોર્ટનું ખાનગી ડાઇનિંગ સ્થાન છે જ્યાંથી નીચેની ખીણનો નજારો તમારા ભોજનનો સ્વાદ વધારી દેશે.
ખર્ચ
બે લોકો માટે રૂમનું એક દિવસનું ભાડું 5400 રૂપિયાની વાજબી કિંમતથી શરુ થાય છે. રુમના ભાડામાં સવારનો ભારે નાસ્તો (હેવી બ્રેકફાસ્ટ) પણ સામેલ છે જેના સ્વાદમાં તમે ડુબી જશો.
જવાનો સૌથી સારો સમય
અહીં એપ્રિલ, મે અને જૂન મહિનો સૌથી સારો છે ત્યારે અહીં પ્રવાસીઓની સૌથી વધુ ભીડ રહે છે. જો તમે પણ મારી જેમ બરફ પડવાની મજા લેવા માંગો છો તો શિયાળાની ઋતુમાં ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન મસૂરી જાઓ. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મસૂરી જવાથી બચો કારણ કે તે સમયે અહીં ભયંકર વરસાદ વરસે છે.
રિસોર્ટમાં અને અહીં આસપાસમાં કરવા યોગ્ય પ્રવૃતિઓ
રિસોર્ટમાં એવી ગણી બધી ચીજો છે જે તમારી રજાઓના સમયગાળાને પૂરી રીતે સાર્થક બનાવી દેશે. અમારા જેવા સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે રિસોર્ટમાં બધા સાધનોથી સુસજ્જ જીમ છે. એટલા માટે ચિંતા વગર રિસોર્ટમાં મળનારા ઉત્તમ પકવાન ખાઓ અને પછી કેલેરી બર્ન કરવા વ્યાયામશાળા (જીમ)માં જઇને કસરત કરીને પરસેવો પાડો. પરંતુ જો તમને આરામ પસંદ છે તો રિસોર્ટના સુંદર સ્પામાં એક અનોખા કાયાકલ્પ અનુભવ માટે જાઓ અને અલગ અલગ પ્રકારની માલિશની યાદીમાંથી પોતાની મનપસંદ માલિશ પસંદ કરી લો.
ગાઢ જંગલોથી ઘેરાયેલા આ સુંદર ઝરણાને જોવાનું ન ભૂલો.
કેમ્પ્ટી ફૉલ

મસૂરીથી 15 કિલોમીટર દૂર સ્થિત, કેમ્પ્ટી વોટરફૉલ સ્થાનિક લોકો અને પર્યટકોમાં ઘણો જ લોકપ્રિય છે અને તેને આ ક્ષેત્રનું સૌથી મોટું અને સૌથી સુંદર ઝરણું હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.
આ સુંદર રસ્તા પર આંટાફેરા મારો
કેમલ્સ બૅક રોડ

આ પગપાળા માર્ગ પર આરામથી ચાલવાનો આનંદ લો અને દેવદારના ગાઢ જંગલોમાંથી આવતી સુંગધિત હવામાં મુક્તપણે શ્વાસ લો. આ આકર્ષક રસ્તો ઘોડેસવારી માટે પણ લોકપ્રિય છે અને સૂર્યાસ્તના સમયે અહીંથી હિમાલયના વિહંગમ દ્રશ્ય જોવાની મજા આવે છે.
બેનોગ પર્વતીય અભયારણ્યમાં વનસ્પતિઓ અને પ્રાણી જીવોની પ્રચુરતાથી દંગ રહી જશો.

મસૂરીમાં લાઇબ્રેરી પોઇન્ટથી લગભગ 11 કિલોમીટરના અંતરે સ્થિત છે બેનોગ પહાડી અભયારણ્ય. દેવદાર અને સનોબરના વિશાળ ઝાડથી સુસજ્જિત આ જંગલી વિસ્તાર પ્રકૃતિ પ્રેમીઓને ઘણું જ પસંદ આવે છે. આ અભયારણ્યના પાવન પ્રાકૃતિક પરિવેશનો આનંદ ઉઠાવો અને અહીંના સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનું મનોરમ દ્રશ્ય જોવાનું ન ભૂલતા.
કેવી રીતે જશો :
વિમાન દ્ધારા : મસૂરીથી નજીકનું એરપોર્ટ અહીંથી 54 કિ.મી. દૂર દહેરાદૂનમાં જોલી ગ્રાન્ટ છે. અહીં પહોંચવામાં લગભગ એક કલાક લાગે છે. નવી દિલ્હીથી અહીં સુધી દરરોજ ફ્લાઇટ મળી રહે છે. એરપોર્ટ ઉતરીને મસૂરી જવા માટે બસ પકડી શકો છો કે પછી ટૅક્સી પણ કરી શકો છો. તમે હૉટલમાં આગ્રહ કરીને પિક અપની સુવિધા પણ લઇ શકો છો.
રોડ દ્ધારા : મનોરમ્ય ખીણોમાંથી પસાર થતા રોડ દ્ધારા મસૂરી સુધીની સફર પોતાનામાં એક ઉત્કૃષ્ઠ અનુભવ છે. મેરઠ અને મુઝફ્ફરપુર થઇને રુડકી સુધી રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 58 પકડો અને પછી દેહરાદુન સુધી રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 72-A લઇ લો. પછી રિસોર્ટ સુધી જવા માટે ન્યૂ મસૂરી રોડ પકડી લો.
રેલ માર્ગે : શતાબ્દી એક્સપ્રેસ, મસૂરી એક્સપ્રેસ અને નિઝામુદ્દીન એસી સ્પેશ્યલ જેવી ઘણી રેલવે નવી દિલ્હીથી દેહરાદૂનને જોડે છે. પછીની બન્ને રેલવે રાતે ચાલે છે. આમ તો આ રેલવેની પસંદગી પર નિર્ભર કરે છે પરંતુ જવામાં પાંચથી છ કલાકનો સમય લાગે છે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.
શું તમે ક્યારેય પોતાના પ્રેમીની સાથે દુનિયા ફર્યા છો? કેવું રહે જો ફરવાની તક મળે અને તે પણ મફતમાં? શું કહ્યું, ખાતરી નથી થતી? જો પોતાના સાથીના સાથે કોઇપણ ખર્ચ વગર ફરવા માંગો છો તો અહીં જુઓ. તો રાહ શેની જોવાની. હમણાં જ ક્લિક કરો.
અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો
રૉયલ ઑર્કિડ ફોર્ટ મસૂરીના સહયોગથી
બધી તસવીરો જેની પર અન્યથા નથી લખવામાં આવ્યું, મારા દ્ધારા ખેંચવામાં આવી છે.