ભારતમાં પહેલી વખત મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં હોટ એર બલૂન વાઇલ્ડ લાઇફ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના જંગલ ખાતાના પ્રધાન વિજય શાહ દ્વારા આ સફારીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સફારી પ્રેમીઓ એ ખરેખર આ રોમાંચનો અનુભવ કરવો જ જોઇએ.
આ સફારી ફકત બફર ઝોન સુધીની જ હશે અને લોકો વાઘ, ચિત્તા, ભારતીય રિંછ અને અન્ય જંગલી જાનવરોને ઊંચાઇથી જોઇ શકશે. મારું જો માનો તો આ સફારીનો અનુભવ કરવો એ એક પ્રકારે રોમાંચક સાબિત થશે કારણ કે તમે જ વિતારો કે ઊંચાઇ પર ઉડતા-ઉડતા જંગલના પ્રાણીઓને નિહાળવાનો અનુભવ કેવો હોઇ શકે?
આ સાથે બાંધવગઢ ટાઇગર અભયારણ્યમાં આવનાર પર્યટકો માટે વધુ એક અડવેન્ચર પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. આ પ્રકારની સુવિધા દેશના અન્ય કોઇપણ અભયારણ્યમાં નથી. હવે આફ્રિકાના જંગલોની જેમ પર્યટકો ભારતમાં પણ હોટ એર બલૂન સફારીનો આનદં માણી શકશે.
કેવી રીતે પહોંચવું?
તો આ બાંધવગઢ ટાઇગર અભયારણ્ય ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે અને અહીં તમે ભારતના કોઇપણ રાજ્યમાંથી એકદમ સરળતાથી પહોંચી શકો છો. આ સીવાય અહીં અન્ય પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વ પણ જોવાલાયક સ્થળો છે.
કેવી રીતે આ હોટ અર બલૂન વાઇલ્ડ લાઇફ સફારી બૂક કરવાવી શકાય?
બફર એરિયામાં હોટ એર બલૂન રાઇડનો આનંદ માણી શકાશે. આ સેવા જયપુર સ્થિત સ્કાય વોલ્ટ્ઝ કંપની ચલાવવાની છે. તેની વેબસાઇટની લીંક અહીં છે https://www.skywaltz.com/
સરકાર આ પ્રકારની સેવા પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વમાં પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે. જે સફારીના ચાહકો માટે સારા સમાચાર સાબિત થઇ શકે છે.
બાંધવગઢ ટાઇગર અભયારણ્ય પૂર્વીય સતપુરા હિલ રેન્જમાં સ્થિત છે. તે તેના એવરગ્રીન સાલ વન માટે જાણીતું છે.
બંધાવા એટલે ભાઈ અને ગઢh એટલે કિલ્લો. આ ક્ષેત્રનું નામ કિલ્લાના નામ પરથી આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ કિલ્લો લક્ષ્મણ દ્વારા તેમના ભાઇ ભગવાન રામને આપવામાં આવ્યો હતો.