ફરવા જવાની વાત આવે તો મોટા ભાગના પ્રવાસીઓ કેટલીક પરંપરાગત જગ્યાઓએ જવાનું જ પસંદ કરતાં હોય છે. એ જ મનાલીના પહાડો, ગોવાનો દરિયો, રાજસ્થાનના મહેલો... આપણા આ વિશાળ દેશમાં અગણિત ફરવાલાયક સ્થળો છે પણ કેટલાક સ્થળો હજુ જોઈએ તેટલા લોકપ્રિય નથી થયા.
જો તમને પણ કઈક નવું કરવાની ઈચ્છા હોય તો તમારી નેક્સ્ટ ટ્રીપ ગોઠવો ભારતની પૂર્વોત્તર દિશામાં આવેલા રાજ્યોમાં.
ક્યાં? લપોન્ગડેંગ આઇલેન્ડ, મેઘાલય
કોના માટે? જે લોકો કઈક નવું જોવા માંગે છે
ખાસિયત: અહીંના બોટહાઉસમાં વિતાવેલી એક સાંજ તમારી મેઘાલય ટ્રીપને ખરા અર્થમાં સાકાર કરે દેશે. એક અલગ જ આઇલેન્ડ પર આ બોટહાઉસમાં રોકાણ એક અનોખો અનુભવ છે. અહીંના વતની નાગા-ખાસી પરિવાર પોતાના મહેમાનોની મહેમાનગતિમાં કોઈ જ ઉણપ નથી આવવા દેતા. બાકી નીરવ શાંતિ છે. ફક્ત તમે, તળાવ અને દૂર ફેલાયેલી ખીણ. મિત્રો, પરિવારજનો કે લાઈફ પાર્ટનર સાથે જવા માટે એક પરફેક્ટ જગ્યા.
કિંમત: ૨૫૦૦ રૂ પ્રતિ ૨ વ્યક્તિ
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
ક્યાં? શિલોંગ, મેઘાલય
કોના માટે? એડવેન્ચરમાં રસ ધરાવતા લોકો તેમજ સોલો ટ્રાવેલર્સ માટે
ખાસિયત: એસયુવી ગાડી પર બનેલો એક નાનકડો ટેન્ટ! એક હરતું ફરતું ઘર જ જોઈ લો! આવી વ્યવસ્થા કદાચ ભાગ્યે જ તમે ટીવીમાં જોઈ હશે. પણ આ ટેન્ટ ખરેખર જોવાલાયક છે. એસયુવી ગાડી પહેલા તો તમને શિલોંગ દર્શન કરાવે છે. આમાં બેસીને જ નદી-સરોવરની મુલાકાત લો. સાંજનો નાસ્તો તેમજ રાતનું જમવાનું આ ટેન્ટમાં જ લેવાનું રહે છે. ટેન્ટમાં સુવા સહિતની બધી જ પાયાની સગવડો ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છો તો એકસ્ટ્રા ચાર્જ આપીને સાઇકલ પણ ભાડે મેળવી શકો છો.
કિંમત: ૨૯૯૯ રૂ પ્રતિ ૨ વ્યક્તિ
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
ક્યાં? ઢેકીયાજુલી, સોનિતપુર જિલ્લો, આસામ
કોના માટે? પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા ઇચ્છતા લોકો માટે
ખાસિયત: જુના જમાનામાં બ્રિટીશરોના સમયમાં બનેલો બંગલો જેની ચારે તરફ ચાના બગીચાઓ અને મેદાનો જ છે. સપોઈ ચાના બગીચાની બરાબર વચ્ચે આ જગ્યા આવેલી છે. કદાચ આનાથી વધુ સારી જગ્યાએ એક વિશાળ બંગલો તમને ના મળત. અને અહીંની સૌથી વિશેષ બાબત એ અહીંના લોકોની મહેમાનગતિ છે. આ ફાર્મમાં તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે. આ ઉપરાંત, ચા કેવી રીતે બને, તેના વાવેતરથી માંડીને પેકેટ બનવા સુધીની પ્રક્રિયા પણ તમે જાતે જઈને જોઈ શકો છો.
કિંમત: ૨૭૪૯ રૂ બે વ્યક્તિઓ માટે
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
ક્યાં? નાતુન કુલામોડા, આસામ
કોના માટે? પ્રકૃતિપ્રેમીઓ માટે
ખાસિયત: ગોવા સિવાય ભાગ્યે જ તમે વાંસની બનેલી ઝુંપડીમાં રહ્યા હશો. લુઇત નદીની બાજુમાં આવેલા આ આલીશાન વાંસના ઝુંપડાઓ તમને શાનદાર અનુભવ આપશે. પ્રકૃતિપ્રેમીઓ કે નવી જગ્યા જોવાના શોખીન લોકો માટે આ એક આદર્શ જગ્યા છે. બધી જ ઝુંપડીમાં બે પલંગ છે અને બાલ્કની છે જ્યાં બેસીને તમને ચાની ચૂસકી પર અદભૂત સૂર્યાસ્તનો નજારો માણી શકશો.
કિંમત: ૧૪૯૯ રૂ બે વ્યક્તિઓ માટે
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
ક્યાં? દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ
કોના માટે? પરિવાર, યુગલો કે સોલો ટ્રાવેલર્સ માટે
ખાસિયત: ઠંડીના સમયમાં પણ અહીં સહેજ ગરમાવો રહે છે. અને ગરમીમાં અહીંની આબોહવા ઠંડી હોય છે. આ કોટેજ એક અનેરી વ્યવસ્થા છે. પૂર્વોત્તરના પહાડો સુંદર તો છે જ, પણ અહીંની સાદગી મનમોહક છે. અહીં તમારી નજર સમક્ષ કાંચનજંઘાની ટોચ પણ માણી શકાય છે અને આ દ્રશ્ય અવર્ણનીય છે.
કિંમત: ૪૫૦૦ બે વ્યક્તિઓ માટે
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
ક્યાં? મીરીક, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ
કોના માટે? લકઝરી પસંદ કરતાં લોકો માટે
ખાસિયત: શાંતિ અને સુકૂનભર્યો આ પ્રાઇવેટ રિસોર્ટ પહાડ પર આવેલો છે. વધુ દિવસો માટે ફરવા નીકળતા લોકો માટે આ એક આદર્શ ઠેકાણું બની રહે છે. અહીં આસપાસ જોવા જેવી પુષ્કળ જગ્યાઓ છે, તમે હાઇકિંગ પર નીકળી શકો છો કે પછી સંતરાના બગીચાઓ નિહાળી શકો છો. જ્યારે પણ તમે પૂર્વોત્તરની ટ્રીપનું આયોજન કરો ત્યારે આ જગ્યાની અચૂક મુલાકાત લેશો.
કિંમત: ૩૫૦૦ રૂ બે વ્યક્તિઓ માટે
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
૭. અર્થી ડવેલિંગ, પશ્ચિમ બંગાળ
ક્યાં? ૮ માઈલ ગામ, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ
કોના માટે? પ્રકૃતિપ્રેમીઓ માટે
ખાસિયત: આ જગ્યા પ્રકૃતિપ્રેમીઓ માટે જ બની છે! જાણે સ્વર્ગનો કોઈક નાનો હિસ્સો જમીન પર મૂકી દીધો હોય! માટી અને ટીંબર જેવી કુદરતી વસ્તુઓથી આ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક પ્રાકૃતિક ઘર, જ્યાં ભૂતકાળની ભીની સુગંધ છે અને વર્તમાનની આધુનિકતા પણ.
કિંમત: ૩૯૦૦ રૂ બે વ્યક્તિઓ માટે
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
ક્યાં? ગંગટોક, સિક્કિમ
કોના માટે? પરિવાર કે હનીમૂન કપલ માટે
ખાસિયત: કસબાની વચ્ચે આવેલો આ આલીશાન હોમસ્ટે તમારા પ્રવાસનો બધો જ થાક દૂર કરી દેશે. પ્રકૃતિપ્રેમીઓ માટે તો આ જગ્યા અચૂક રહેવા જેવી છે. બારીની બહાર જ ગંગટોક શહેરનો નજારો, કાંટા ઘાંટી અને કાંચનજંઘાના અદભૂત નજારાઓ! બહાર નીકળો તો એવું લાગે જાણે સ્વર્ગની મુલાકાતે નીકળી પડ્યા હોવ. ઔર ક્યાં ચાહીયે?
કિંમત: ૧૦,૦૦૦ રૂ બે વ્યક્તિઓ માટે
બૂકિંગ માટે અહીં ક્લિક કરો.
.