એક સારી ટ્રીપ માટે જરૂરી હોય છે ૪ વસ્તુઓ, સાથે ફરવાવાળી વ્યક્તિ, ફરવાનું સ્થળ, રહેવાની જગ્યા અને ખાવા પીવાની સવલતો. અને આમાંથી એક વસ્તુ પણ ખરાબ હોય તો બધી જ મજા ખરાબ થઈ જાય છે.
સાચી વાત છે ને? હું તમારી સાથે ફરવા તો ના નીકળી શકું પરંતુ બાકીની ૩ વસ્તુમાં તમને મદદ ચોક્કસ કરી શકું. દિલ્લીથી માત્ર ૩ કલાક દૂર આવેલી નીમરાણાની પ્રોપર્ટી તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે.
શેના માટે છે શ્રેષ્ઠ?
નીમરાણાનો કેસરૉલી હિલ ફોર્ટ તેની અફલાતૂન મહેમાનગતિ અને શાહી અંદાજ માટે જાણીતો છે. ઋષિકેશના પ્રવાસીઓ કે પછી દિલ્લીથી દૂર ગરમી પસાર કરવા માંગતા મુસાફરો માટે આ બેસ્ટ જગ્યા છે. અહિયાં તમે સોલો, કપલ તરીકે અથવા પૂરા પરિવાર સાથે કોઈ પણ રીતે આવી શકો છો.
હિલ ફોર્ટ – કેસરૉલી વિષે માહિતી
આ ફોર્ટ અલવર જિલ્લાના કેસરોલી માં આવેલ છે. ૧૪ મી સદીમાં જ્યારે અહિયાં યદુવંશીઓનું રાજ હતું ત્યારે યદુવંશી રાજપૂતોએ આ કિલ્લાનું નિર્માણ કરેલું. પછી ૧૭૭૫ સુધી મુઘલો અને જાટ વંશે અહી કબજો જમાવ્યો. અને ભારતની સ્વતંત્રતા પછી તે કેન્દ્ર સરકાર હસ્તક આવ્યો. ૧૯૯૫ માં આ કિલ્લાની મરમ્મત શરૂ કરવામાં આવી અને ૧૯૯૮માં ફરીથી જનતા માટે ખોલવામાં આવ્યો.
મહેલમાં નવા જમણા પ્રમાણેની સવલતો અને વસ્તુઓ આવી ગઈ હોવા છતાં આજે પણ તેની આંતરિક સુંદરતા અને આકર્ષણ એટલું જ છે જેટલું પહેલા હતું.
કિલ્લામાં ૫ મોટા રૂમ્સ, ૧૦ લકઝરી સ્વીટ અને ૧૨ અન્ય રૂમ્સ છે. અને દરેક રૂમ એકબીજાથી અલગ અને અજોડ છે. એકમાત્ર સમાનતા એ છે કે દરેક ઓરડાની દીવાલો સફેદ રંગની છે. તેના કારણે સાદગી અને સરળતાની સાથે એક રાજવી છાપ પણ પડે છે.
આની સાથે જ અહીં એક સ્વિમિંગ પૂલ પણ છે જ્યાંથી આખા શહેરની ૩૬૦ ડિગ્રી નજારો મળી શકે છે. જાણે તમે એક રાજાની જેમ પોતાના લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હો એ રીતે! અને સાથે થાકને દૂર કરવા માટે સ્પાની વ્યવસ્થા પણ છે.
ફરવા સિવાય શું કરવું?
૧. સ્પાની મોજ લો
આટલા મોટા રિસોર્ટ માં આવ્યા હો અને સ્પા હોવા છતાં તેની મજા ન લો એ કેમ ચાલે? કેસરૉલી હિલ ફોર્ટમાં સ્વીડિશ મસાજની વ્યવસ્થા ઉપલબ્ધ છે જેમાં શરીરના જે ભાગમાં લોહી જામી ગયું હોય ત્યાં મસાજ કરીને લોહીનું પરિભ્રમણ વધારવાની કોશિશ કરવામાં આવે છે. જેણે આ અનુભવ કર્યો હોય એ જ આ વાત સમજી શકે.
૨. ટાઇગર રિઝર્વ
હિલ ફોર્ટની નજીકમાં જ સરીસ્કા ટાઇગર રિઝર્વ આવેલું છે. અહિયાં તમને દીપડા, લક્કડખોદ, રિછ અને વાઘની પ્રજાતિઓ જોવા મળે છે. ૮૮૬ ચોરસ કિમીમાં ફેલાયેલું આવ રિઝર્વ ભારતના મહત્વના ટાઇગર રિઝર્વ માનું એક છે. રાજાઓના નિવાસસ્થાન નજીક હોવાથી તેનું મહત્વ આપોઆપ વધી જાય છે. બરોબર રિઝર્વની વચ્ચે કાકરવાડી કિલ્લો છે. અહિ તમે પોતાની ગાડી લઈને નથી જઈ શકતા. માત્ર ખુલ્લી જિપ્સી નો ઉપયોગ કરવાનો રહે છે.
૩. જયસમંદ તળાવ
પોતાના પરિવાર સાથે અથવા તો કોઈ ની સાથે એકલા જવા માટે આ તળાવ ઉત્તમ છે. પાણીની વચ્ચે જઈને એની સુંદરતાનો આનંદ લો. તમને અહી ઘણા કપલ જોવા મળશે.
ખાણીપીણીની વ્યવસ્થા
ખાવાના શોખીનોનું અહિયાં ઘણું જ ધ્યાન રાખવામાં આવે છે. ઉત્તર ભારતીય ભોજન અને કોંટિનેંટલ ક્વિઝિન તમને અહી આરામથી મળી રહેશે. નોનવેજ માટે એ ગ્રેડનું માસ અહિયાં ફ્રેંચ ફાર્મ માંથી આવે છે. અને દરેક ભોજન એકદમ દિલથી બનાવવામાં આવે છે. અહિયાં તમને થોડા કલાકો પહેલા કહેવાથી તમને તમારી સ્પેશિયલ ડિશ પણ મળી રહે છે.
કિંમત
અહીંના અનુભવની સરખામણીએ કિંમત ઘણી જ ઓછી છે, ૨ જણ માટેનો ભાવ અહિયાં ૩૫૦૦ થી શરૂ થઈને ૧૪૦૦૦ સુધી જાય છે. આમાં સવારનો નાસ્તો પણ સમાવિષ્ટ હોય છે. અને આ ભાડું તમારા રૂમના પ્રકાર પ્રમાણે લેવામાં આવે છે.
ક્યારે જવું:
રાજસ્થાન છે, અહિયાં ગરમી ૫૦ ડિગ્રી પણ થઈ શકે છે. મારું માનો તો શિયાળામાં જાઓ. ઓક્ટોબર થી ફેબ્રુઆરી બેસ્ટ સમય છે.
કેવી રીતે જવું:
અલવરના આ કિલ્લાથી સૌથી નજીકની મોટી જગ્યા તો દિલ્લી જ છે.
વાહન માર્ગ: નેશનલ હાઇવે ૭૯ તમને સીધા જ અહી પહોંચાડશે. લગભગ ૩.૫૦ કલાક અને ૫૦૦ રૂ. જેટલું ભાડું થાય છે અહી પહોંચવા માટે.
રેલમાર્ગ: દિલ્લીથી અલવારની ટ્રેન પણ મળી રહે છે. જેમાં પણ લગભગ ૩ કલાક અને ૫૦૦ રૂપીયા ભાડું થાય છે.
બધા જ ફોટોઝ તમે નિમરાના હોટેલની વેબસાઇટ પર જોઈ શકો છો.