ચોકલેટ અને ચા માટે જાણીતા ઉટીમાં તમે ગરમીની ઋતુમાં ઠંડીનો આનંદ લેવા માટે ચોક્કસ જઈ શકો છો. કવોરનટાંઇન પછી ઉતીની સફર એ ચોક્કસ એક સારો નિર્ણય છે. અને આવી જગ્યાએ તમને હોટેલ પણ એવી પસંદ કરવાની ઈચ્છા હોય જ જેના રૂમની બાલ્કનીમાંથી પહાડોની સુંદરતા જોઈ શકાય! જો આવું હોય તો તમે ડિલાઇટ ઇન રિસોર્ટ માટે જરૂર વાંચો. ચા ના બગીચાઓ અને પહાડો વચ્ચે તમને આ હોટેલમાં ખૂબ જ આહલાદક અનુભવો થશે.
રિસોર્ટ પ્રોપર્ટી વિષે:
ટાઇગર હિલ પર બનેલ આ રેસોર્ટથી માર્કેટ લગભગ ૩ ૪ કિમી દૂર હશે અને મારો પોતાનો અનુભવ કહે છે કે તમે અહીં રહેવાથી નિરાશ નહીં જ થાઓ.
અહીના માલિક અરુણ રાધાકૃષ્ણનને મળવાથી કોઈ ઘરના સભ્યને મળવા જેવી જ લાગણી થાય છે. તેઓ અને તેમનો સ્ટાફ તમારું ખૂબ જ ધ્યાન રાખશે.
પછી વારો આવે અહીંનાં રૂમ્સનો, જે એટલા આરામદાયક છે કે તમને બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય! તમે બાર્બેક્યુ પણ તમારા રૂમ માં જ કરી શકો છો!
કિંમત
અહીં ૩ પ્રકારના રૂમ્સ ઉપલબ્ધ છે. સુપીરિયર કપલ રૂમ, એક્સિક્યુટિવ રૂમ અને ડિલક્ષ રૂમ. ડિલક્ષ રૂમની કિમત ૪૦૦૦ છે જેમાં ૧ ડબલ બેડ અને સિંગલ બેડ મળે છે જેમાં ૩ લોકોનો પરિવાર આરામથી રહી શકે છે. સુપીરિયર કપલ રૂમ ૬૦૦૦ નો છે જેમાં કિંગ સાઇઝ બેડ, બાથરૂમ, બાલ્કની, હીટર અને લાકડાની ફર્શ આટલી સુવિધાઓ છે. અને એક્સિક્યુટિવ રૂમની કિમત ૬૦૦૦ થી ૭૦૦૦ છે. જે ૪ લોકો માટે ઉત્તમ છે. તેમાં ઇલેક્ટ્રિક સેફ, હેર ડ્રાયર, લૉન્ડ્રી જેવી વધારાની સગવડો મળે છે.
ખાણીપીણી
અહિયાં તમને દક્ષિણ ભારતીય, ઉત્તર ભારતીય, ચાઈનીઝ, પંજાબી દરેક પ્રકારનું ભોજન મળી રહેશે. તમારે કોઈ સ્પેશિયલ ડિશ ટ્રાય કરવી હોય તો એ પણ તમે કહી શકો છો અને બાર્બેક્યુનો આનંદ પણ લઈ શકો છો.
જવાનો યોગ્ય સમય:
ઉટી આખું વર્ષ સહેલાણીઓ માટે ખુલ્લુ જ હોય છે પરંતુ ચોમાસામાં અહીંની રોનક જોવા જેવી હોય છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમય અહીં ફરવા માટે શ્રેષ્ઠ સમય ગણી શકાય.
કેવી રીતે પહોંચવું:
તમિલનાડુની સૌથી સારી જગ્યાઓમાંની એક જગ્યા છે ઉટી એટલે તમે અહીં ફ્લાઇટ, વાહન કે ટ્રેન કોઈ પણ માર્ગે પહોંચી શકો છો.
હવાઈ માર્ગ અને રેલ માર્ગ: સૌથી નજીકનું એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન બંને કોઇમ્બતુર જ છે જ્યાંથી ઉટી માટે ટેક્સી આરામથી મળી રહે છે. કોઇમ્બતુરતી ઉટી પહોંચતા લગભગ ૩ ૪ કલાક થાય છે.
વાહન માર્ગ: જો તમે ઈચ્છો તો પોતાની ગાડી લઈને પણ અહિયાં પહોંચી શકો છો બાકી તામિલનાડુમાં કોઈ પણ જગ્યાએથી ઉટી માટે બસ અથવા ટેક્સી મળી જ રહે છે.
આજુબાજુમાં ફરવાના સ્થળો:
૧. ઉટી ફરો અને મોસમનો આનંદ લો:
મોજ મસ્તી, હરવા ફરવા અને મોસમની બાબતમાં ઉટીનો કોઈ જવાબ નથી. બોટ હાઉસ, બોટનીકલ ગાર્ડન, ચર્ચ, ચા ના બગીચાઓ અને ડોડાબેટટ વ્યૂ પોઈન્ટ આવી ઘણી જગ્યાઓએ તમે ફરી શકો છો. અને સાથે નિલગિરી માઉન્ટેન ની ટ્રેન પણ એક ખૂબ જ યાદગાર અનુભવ છે.
૨. કોટાગીરીમાં એક દિવસ
નિલગીરીના પહાડો વચ્ચે આવેલું કોટાગિરિ એ ઉટી કરતાં પણ વધુ સુંદર છે પરંતુ સારી વાત એ છે કે અહી વિષે બહુ ઓછા લોકોને જાણકારી હોવાથી અહિયાં વધારે ભીડ થતી નથી. અહિયાં કોડાનાડુ વ્યૂ પોઈન્ટ, ડોલ્ફિન નોઝ વ્યૂ પોઈન્ટ, અને કેથરિન ધોધ જોવા જેવા છે.
૩. મોડીની ચોકલેટ
ઉટીની બેસ્ટ ચોકલેટ છે મોડીની ચોકલેટ જે બને પણ અહીં જ છે અને વેચાય પણ અહીં જ છે. ચોકલેટના જેટલા પણ પ્રકારો હોય શકે તે બધા જ તમને અહીં મળી રહેશે. આ મોકો ચૂકવા જેવો નથી.
૪. તળાવની સફર
ઉટી સરોવરો અને તળવોનું શહેર છે. અવેલાંચ તળાવ, અપર ભવાની તળાવ, પાઇકારા સરોવર, ઉટી સરોવર વગેટે અઢળક તળાવો સરોવરો અહિયાં છે. આ દરેકની સફર કરવા જેવી છે.
૫. હોટેલનું આરામદાયક રોકાણ:
જો તમારે કયાય પણ બહાર ન નીકળવું હોય અને માત્ર આરામ જ કરવો હોય તો રેસોર્ટનો રૂમ પણ કઈ ખોટો નથી. અહીથી પણ પહાડોનો નજારો જોતાં જોતાં આરામથી રહી શકાય છે અને કુદરતનો આનંદ માણી શકાય છે.