ભારતનાં પ્રવાસીઓને જો તેમનું પ્રિય બીચ ડેસ્ટિનેશન પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો ગોવાનું જ નામ લેશે. પણ ભારતનાં પૂર્વી છેડે ૭૫૦૦ કિમી લાંબા દરિયાકિનારે આવેલા કેટલાક અદભૂત બીચ ગોવાને પણ ભુલાવી દેશે.
૧. ગોપાલપુર બીચ
સૂરજના આછા તડકામાં જાણે રંગ બદલતી રેતી અને સમુદ્રના ઠંડા પાણી સાથેનો ગોપાલપુર બીચની સાંજનો નજારો આહલાદક હોય છે. મને ઘણી વાર એવો વિચાર આવે છે કે પૂરી દુનિયા ફરતા લોકોનું ધ્યાન આની પર કેમ નથી પડ્યું! સવારના સૂરજના લાલ ચટાક તડકામાં માછીમારી કરવા નીકળતા માછીમારો તમે જો ન જોયા હોય તો ચોક્કસ તમે કશુંક મિસ કરો છો જીવનમાં. બીજું બધું તો ઠીક તમને અહિયાં સ્કૂબા ડાઇવિંગથી લઈને વિન્ડ સર્ફિંગ, પેડલ બોટિંગ અને બીજા ઘણા વોટર સ્પોર્ટ્સ પણ કરવા મળે છે.
બીચ ઉપરાંત શું જોવું?
બ્રહ્મપુરની રેશમની સદીઓ પ્રખ્યાત છે. તરાતરિણી મંદિરમાં દર્શન કરવાથી શાંતિ મળે છે. અને નજીકમાં જ તમે ચિલીકા સરોવર જઈ શકો છો જય આખા વિશ્વમાંથી હજારો પક્ષીઓ આવે છે. અને ત્યાંથી નજીકમાં જ તપતાપાની જગ્યાએ તમે પાણીમાં ધુબાકાઓ પણ મારી શકો છો.
કેવી રીતે પહોંચવું:
રેલમાર્ગ: ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી ગોપાલપુરની નજીકના બ્રહ્મપુર સ્ટેશન માટે ટ્રેન મળી રહે છે જે લગભગ ૨.૫ કલાકમાં પહોંચાડી દે છે.
વાહનમાર્ગ: ભુવનેશ્વરથી બ્રહ્મપુર ૧૮૦ કિમી દૂર છે અને બસ નું ન્યૂનતમ ભાડું ૨૫૦ રૂ. છે.
હવાઈ માર્ગ: બ્રહ્મપુરથી સૌથી નજીકનું એરપોર્ટ ભુવનેશ્વર જ છે.
૨. ચાંદીપુર
બાલેશ્વર જિલ્લાના શાંત વાતાવરણમાં આવેલ આ ચાંદીપુર બીચ એ સુમુદ્રની ભરતી ઓટની અદભૂત ઘટનાનો અનુભવ કરવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહિયાં પાણી કેટલાયે કિલોમીટર દૂરથી ભરતી સાથે આવે છે અને પાછું થોડા સમયમાં ઓટ સાથે સમુદ્રમાં મળી જાય છે. સમુદ્ર કિનારો આખો જ વૃક્ષોથી ઘેરાયેલો છે જે તમને જાણે સદીઓ જૂના સમયમાં લઈ જાય છે. આવી દુનિયા તમને દિલ્લીના કોન્ક્રીટના જંગલમાં તો નહીં જ મળે.
તમને જો ખરેખર પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે તો તમને અહીં ઘોડાની નાળ જેવા આકારના કરચલા જોવાનો પણ આનંદ મળશે. અહીં આવવા માટે ઓક્ટોબર થી માર્ચનો સમય બેસ્ટ છે.
કેવી રીતે પહોંચવું:
રેલમાર્ગ: ભુવનેશ્વરથી ચાંદીપુર નજીકના બાલાસોર રેલ્વે સ્ટેશન માટે ટ્રેન મળે છે જે ૪ કલાકમાં તમને પહોંચાડી દેશે.
વાહન માર્ગ: ભુવનેશ્વરથી બાલાસોર ૨૦૦ કિમી દૂર છે અને બસનું મિનિમમ ભાડું ૨૦૦ રૂ. છે.
હવાઈ માર્ગ: બાલાસોરથી સૌથી નજીક ભુવનેશ્વર એરપોર્ટ જ છે.
વિશેષ જગ્યાઓ: સબમરીન સંગ્રહાલય, કાળી માતા મંદિર, વુડા પાર્ક, માછલીઘર અને યુદ્ધ શહિદોનું સ્મારક, આ દરેક જગ્યાઓ બીચથી એક જ લાઇન માં આવેલી છે. ઓક્ટોબર થી માર્ચ અહિયાં જવાનો બેસ્ટ સમય છે.
કેવી રીતે પહોંચવું:
રેલમાર્ગ: રામકૃષ્ણ બીચથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વિશાખાપટ્ટનમ છે જેના માટે ભુવનેશ્વરથી લગભગ ૮ કલાકમાં પહોંચાડતી ટ્રેન મળે છે.
વાહન માર્ગ: ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમ ૪૫૦ કિમી દૂર છે અને બસ ભાડું ૮૦૦ રૂ. થી શરૂ થાય છે.
હવાઈમાર્ગ: રામકૃષ્ણ બીચથી સૌથી નજીકનું એરપોર્ટ વિશાખાપટ્ટનમ છે.
૪. ઋષિકોન્ડા
વિશાખાપટ્ટનમથી લગભગ ૨૦ કિમી દૂર આવેલ આ બીચ તમારું દિલ ચોરી લેશે. રામકૃષ્ણ બીચથી આ બીચ થોડો નાનો અને ઓછી ભીડ વાળો હોવાથી પરિવાર માટે ઉત્તમ છે. તાડ અને આંબા વચ્ચે આ બીચના કિનારામાં બંગાળની ખાડીનું હુંફાળું પાણી, આટલી વસ્તુઓ તમારો થાક દૂર કરવા માટે પૂરતી છે. તમે અહીં પેરા સેલિંગ અને સર્ફિંગ પણ કરી શકો છો.
ફરવા માટેની બીજી જગ્યાઓમાં અહિયાં કૈલાશગિરિ મંદિર, આઇએનએસ સબમરીન સંગ્રહાલય, કંબલાકોન્ડા અભયારણ્ય, અને વિશાખાપટ્ટનમ પક્ષીઘર જોવાલાયક છે. ઓક્ટોબર થી માર્ચ અહીં જવાનો બેસ્ટ સમય છે.
કેવી રીતે પહોંચવું:
રેલમાર્ગ: ઋષિકોન્ડા બીચથી પણ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વિશાખાપટ્ટનમ છે જેના માટે ભુવનેશ્વરથી લગભગ ૮ કલાકમાં પહોંચાડતી ટ્રેન મળે છે.
વાહન માર્ગ: ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમ ૪૫૦ કિમી દૂર છે અને બસ ભાડું ૮૦૦ રૂ. થી શરૂ થાય છે.
હવાઈમાર્ગ: ઋષિકોન્ડા બીચથી સૌથી નજીકનું એરપોર્ટ પણ વિશાખાપટ્ટનમ જ છે.
૫. ઈલિયટ બીચ
તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી ૧૩ કિમી દૂર બસંત નગરમાં આવેલું ઈલિયટ શહેર એ શાંતિ મેળવવા માટે સૌથી સારી જગ્યા છે. અહિયાં અડયાર નદી સાગર સાથે મળે છે. આજુ બાજુના લોકો તેને બેસી ના નામે પણ ઓળખે છે. ઈલિયટ બીચ એ કોલેજ ફ્રેન્ડ્સ સાથે ફરવા માટે સારી જગ્યા છે.
જોવા માટેની બીજી જગ્યાઓ: અષ્ટલક્ષ્મી મંદિર અને વેલનગીની ચર્ચ. સૌથી સારા અનુભવ માટે ડીસેમ્બર અને બાકી ફરવા માટે ઓક્ટોબર થી માર્ચ બેસ્ટ છે.
કેવી રીતે પહોંચવું:
રેલમાર્ગ: ઈલિયટ બીચથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ચેન્નાઈ છે જે બીચથી લગભગ ૧૬ કિમી દૂર છે.
વાહન માર્ગ: ચેન્નાઈ રેલ્વે સ્ટેશનથી ઈલિયટ બીચ માટે ઘણી બસો મળી રહે છે.
હવાઈમાર્ગ: બીચથી સૌથી નજીકનું એરપોર્ટ પણ ચેન્નાઈ જ છે.
૯ થી ૫ ની નોકરીમાંથી આરામ મેળવવા માટે આ દરેક બીચ તમારી રાહ જોઈ રહ્યા છે. તો વધુ રાહ ન જોઈને તરત જ ટિકિટ બૂક કરો અને નીકળી પડો!
.