હિમાચલ ફરીને આવ્યા પરંતુ 'ધામ'નો સ્વાદ ન ચાખ્યો તો હિમાચલ યાત્રા અધૂરી છે!

Tripoto
Photo of હિમાચલ ફરીને આવ્યા પરંતુ 'ધામ'નો સ્વાદ ન ચાખ્યો તો હિમાચલ યાત્રા અધૂરી છે! 1/1 by Paurav Joshi
ક્રેડિટઃ ઇન્સ્ટાગ્રામ

વાંકાચુંકા રસ્તાઓ, નદીઓમાં ભૂસકા મારતા બાળકો અને રહસ્યમય ગાઢ જંગલ. થોડામાં સમજી જજો અને જાણી લો કે હું હિમાચલની વાત કરી રહ્યો છું. હિમાચલના લોકો શાકાહારી (વેજીટેરિયન) ખાવાની બાબતમાં એક અલગ જ લીક પર ચાલી રહ્યા છે. સાત્વિક ખાવાનું અને તેમાં હિમાચલની લિજ્જત, શું કહેવું! દિલ બાગ બાગ થઇ જાય!

એક આવી જ સ્પેશ્યલ ડિશ છે જેના વગર તમારી હિમાચલની ટ્રિપ અધૂરી ગણાશે. ખાવાના વિદ્વાનોથી પૂછો તો તેમના અનુસાર આ ડિશ તમારા ભોજનને બેલેન્સ કરે છે. એટલા માટે જ્યારે પણ હિમાચલ ટ્રિપ પર જાઓ તો ધામનો સ્વાદ જરુર ચાખો.

ક્યાંથી આવ્યુ હિમાચલી ધામ

કહેવાય છે કે હજારો વર્ષ પહેલા એકવાર હિમાચલના રાજા કાશ્મીર ગયા અને ત્યાંના વાઝવાન (એક પ્રકારનું કાશ્મીરી વ્યંજન) પર તેમનું દિલ આવી ગયું. પોતાના રસોઇયાને તેમણે આવું જ સ્વાદવાળુ કંઇક બનાવવા માટે કહ્યું. ત્યારે 'ધામ'ની શોધ થઇ. ત્યારથી ધામને ભગવાનનો ભોગ કહેવામાં આવે છે. હળદર અને ડુંગળી વગરનું આ વ્યંજન સાત્વિક ભોજનની કેટેગરીમાં આવે છે. પોતાનામાં બધા વિટામીન અને જરુરી ખનિજ માટે આ વ્યંજનને સૌથી જરુરી ડિશ બતાવવામાં આવી છે.

ધામ કેવીરીતે બનાવી શકાય

કહેવામાં તો હિમાચલ એક નાનકડો પ્રદેશ છે પરંતુ તેના 15 જિલ્લામાં સૌની અલગ અલગ સંસ્કૃતિ છે, પોતાની લાઇફસ્ટાઇલ છે. એટલા માટે શિમલાનું ધામ અને સ્પીતિનું ધામ બિલકુલ અલગ અલગ છે. આનો સ્વાદ મળતી શાકભાજી, ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને બનાવનારાના હુન્નર પર નિર્ભર કરે છે.

ધામ એક ખાસ ડિશ છે એટલા માટે બનાવતી વખતે ઘણી બધી ચીજોનું ધ્યાન રાખવું પડે છે. પરંપરાગત રીતે ધામ માત્ર વનસ્પતિ વિજ્ઞાનીઓ દ્ધારા તૈયાર કરવામાં આવતું હતું. બ્રાહ્મણ રસોઇયાઓ તેને પૂર્વજો પાસેથી શીખ્યા. એટલું જ નહીં, આને બનાવવા માટે સ્થાનિક પુજારીઓ ખાસ તિથિની જાહેરાત કરે છે.

ધામ ઘણી મહેનતથી બનાવી શકાતુ વ્યંજન છે. હવે તેનું મહત્વ પહેલા જેટલું નથી રહ્યું, પરંતુ કોઇ ખાસ ઉત્સવ પર તેને જરુર બનાવવામાં આવે છે. હિમાચલ ટ્રિપ પર ધામનો આનંદ લીધા વગર તમારી ટ્રિપ પૂરી નહીં થાય.

ચંબા ધામ

નસીબ તો જુઓ, ચંબા આમેય ઘણાં વ્યંજનોનું જન્મ સ્થાન ગણાય છે. અહીં રાજમા મદ્રા અને કાળા ચણાને ઘી સાથે ઘણાં સમય સુધી રાંધવામાં આવે છે. આ સાથે જ તેમાં કઢીની સાથે મશરુમ પુલાવ અને તાજા શાકભાજી ઉમેરી ધીમા તાપે મોડે સુધી રાંધવામાં આવે છે.

ક્યાં મળશે ચંબા ધામ- સુલ્તાનપુરમાં મામે દા ઢાબા

મંડી ધામ

મંડી ધામને મંડયાળી ધામ પણ કહેવામાં આવે છે. તેમાં પહેલેથી જ ગળપણમાં બૂંદી પીરસવામાં આવે છે. મેન કોર્સમાં સેપૂ વડી (તેમાં કાળા ચણાની વડીને પાલકની સાથે ડીપ ફ્રાઇ કરવામાં આવે છે), સ્વિટ અને નમકીન કોળુ, માહીની દાળ (કાળી દાળ) રાજમા અને કઢી પીરસવામાં આવે છે. જ્યારે આ ભોજન પૂર્ણ થઇ જાય તો છેલ્લે એક લાંબા ગ્લાસમાં છાશ પણ આપવામાં આવે છે જેનાથી ભોજન કમ્પ્લિટ થાય છે.

ક્યાં મળશે મંડી ધામ- મંડીના શર્મા ઢાબામાં

કાંગડા ધામ

કાંગડા ધામને હિમાચલનું સૌથી સ્વાદિષ્ટ ધામ કહેવામા આવે છે. તેમાં તમને મગની દાળની સાથે રાજમા, ભાત અને છોલેનું બનેલું વ્યંજન પીરસવામાં આવે છે. કાંગડા ધામ અહીંના એક વ્યંજન માશ દાળને મળતું આવે છે જે મગ, અડદ અને મસૂરની દાળ સાથે મળીને બનાવવામાં આવે છે અને ઉપરથી ધૂમાડામાં રાંધેલુ ગળપણ અને આંબલીની ખટાશ નાંખવામાં આવે છે. જ્યારે તમે આ બધા વ્યંજનનો સ્વાદ માણી લો છો તો ઉપરથી ગળ્યો ભાત અલગથી પીરસવામાં આવે છે.

ક્યાં મળશે કાંગડા ધામ- મરાંડામાં ઠાકુર ઢાબા

કુલ્લુ ધામ

કુલ્લુ ધામ એક સ્વાદિષ્ટ વ્યંજન છે જે તમને ઘરની સાદગી જેવો સ્વાદ આપે છે. તેમાં નાંખવામાં આવે છે છોલે મદ્રા, કાળા ચણા ખાટા, ચણા દાળ અને માંની દાળ અને સૌથી અંતમાં ભોજનનું સમાપન થાય છે મીઠા ભાતથી.

ક્યાં મળશે કુલ્લૂ ધામ- કુલ્લૂમાં સપના સ્વીટ્સ

જરુર તમારા મનમાં પણ આતુરતા થશે કંઇક આવુ જ ખાવાની, તો જલદીથી નીચેના કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો જણાવો.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads