કોઈ પણ પ્રવાસમાં એક મિત્રનો સાથ હોવો ખુબ જરૂરી છે.પછી ભલે તમે કેટલા પણ સમજુ છો , તમને આજે પણ પ્રવાસ માં કોઈ સાથ અને સહકાર ની શોધ હોય જ છે.અને એમાં કોઈ સંકોચ ની વાત નથી.આપણા માંથી ઘણા લોકો ને પ્રવાસ માં નવા લોકો ને મળવું અને મિત્ર બનવું ,તેમના જીવન વિશે જાણવું ખુબ પસંદ કરીયે છે.
પોતાની ધૂન માંજ એકલા રહેવા વાળા તમારા માંથી ઘણા લોકો મને આ વિષય પર સારી એવી વાત સમજાવી શકશે અનુભવ સાથે.પણ મારા અનુભવ થી મેં એજ શીખ્યું છે જો અગર પ્રવાસ ના બેગ જોડે જો અગર કોઈ સાથ એન્ડ સાથી હોય તો પ્રવાસ નો અનુભવ અને આનંદ બે ગણો વધી જાય છે.
તો ચાલો ,આગળ જતા મારા અનુભવ તમારી સાથે SHARE કરીશ , કેવી રીતે સફર માં મિત્ર બનાવશો અને આ વાંચી ને તમે પણ કદાચ તમારો પ્રવાસ નવા સાથી સાથે યાદગાર બનાવી શકશો.
પોતાની વાતો થી બધા ને જોડો
મુસાફરી માં ઘણીવાર અજાણીયા લોકો સાથે યાત્રાઓના અનુભવ એકબીજા સાથે સહકાર સાથે પ્રવાસ યાદગાર બનાવી શકીયે છે.જયારે તમે આવી વાત કરો ત્યારે ધ્યાન રાખો કે તમે પ્રવાસી મિત્ર ને તમે જરૂર પૂછો " તમારો અનુભવ કાવો રહો અને શુ ? તમે અહીંયા ગયા છો ? જો લાંબા પ્રવાસ માં તમને કોઈ શાથી સાથે મુલાકાત થઇ છે તો ધ્યાન માં રહે કે વાતચીત ધીરે ધીરે આગળ વધારો અને તમને સહમતી થી જ નીજી સવાલ પૂછશો.
નામ બધાનાં જરૂર યાદ રાખશો
આ વાત કદાચ થોડી અજીબ લાગશે પણ જરૂરી છે. આ વાત બોલવામાં તમને થોડું અજીબ લાગશે , પણ જરૂરી છે જાણવું કે જયારે તમે પ્રવાસમાં અજાનિયા લોકો ને માળો છો ત્યારે પોતાનું નામ તેમને કેવીરીતે યાદ રખાવશો જેથી તેમને તમારે સાથે વાત કરવો નો અનુભવ સારો અને શરણ રહે.દાખલ તરીકે તમે કહી શકો છો...એક વાર હું અને મારી ફ્રેન્ડને બસ દોટી ને પકડવી પડી ત્યારે મારી ફ્રેન્ડ બોલી જ્યોતિ જ્યોતિ જલ્દી ભાગ ...આ રીતે તમે કોઈ વાત થી તમારું નામ યાદ રાખવી શકો છો.
ગપ્પા મારાવા નહિ.
પ્રવાસ માં મિત્ર બનવાનો તમારો અનુભવ અગર થયો હોયતો , લોકો ને ખોટી ડંફાસ મારવા વાળા લોકો નથી ગમત , જેમકે હું માઉન્ટ એવેરેસ્ટ ચાડિયો તો , મોદી સરકાર સાથે ચા પીધી હતી ,આ બધી વાતો થી સાવચેત રહેશો.. આવા લોકો ઘમંડી લાગે છે.જેથી ધ્યાન રાખશો . દેખાવ કરવો નહિ વાતોમાં.
એકલા મન ના લાગે તો , કોઈ ગ્રુપ જોઈન્ટ કરી લેવું.
ધાણા લોકો ને વાતો કરવાનો અને પોતાના અનુભવ share કરવાનો ખુબ શોખ હોય છે.એવામાં એકલા પ્રવાસ કરવું ખુબ અઘરું છે અને પ્રવાસ લમ્બો લાગે છે.સમજો તમને કોઈ સાથી મળી પણ ગયું છે પણ તેમને વધારે વાત કરવાનો શોખ નથી.તેવામાં સારું રહેશે તમે એક મિત્રો ગણ નું ગ્રુપમાં જોડાઈ જવું. ગ્રુપમાં નવા અને દિલચસ્પ લોગો તમને જરૂર મળી રહેશે.
સવાલો દ્વારા લોકોને જાણો.
હંમેશા સવાલો દ્વારા વાતચીત એક ઊંડાણ સુધી જય શકે છે , જેમકે ....કેમ ક્યારે ,શુ , ક્યાંથી ? આ બધા શબધો થી સામે વાળા વ્યક્તિ ને વધુ સારી રીતે જાણી શકાય છે.વાતો વાતો માં તમે ઘણી વાતો જાણી શકશો બસ તરીકો આવડવો જોઈએ., જેમકે અમદાવાદ માં ગરમી બહુ હશે , ખબર નહિ બીજા શહેરો માં શુ હાલ હશે ?
બધાનું ધ્યાન રાખો
આ મંત્ર જીવનમાં હંમેશા યાદ રાખશો , તમે જે રીતે લોકો ને સાથે વ્યવહાર કરશો તેવો વ્યવહાર લોકો તમારી સાથે કરશે.એટલે સારો વ્યવહાર કરવો ખુબ આવશ્યક છે. અને જયારે કોઈ પોતાના રાજ્ય , શહેર ના માટે વાત share કરે તેમાં ક્યારે મસ્કરી કરવી નહિ. તેમની સંસ્કૃતિ વિશે બિલકુલ મજાક ઉડાવશો નહિ.