મારા હવે પછીના પહાડી પ્રવાસનું સ્થળ નક્કી થઈ ગયું છે પરંતુ લોકડાઉનને કારણે બધા જ પ્લાન્સ ઠપ્પ થઈ ગયા છે. જો બેન્ક અકાઉન્ટમાં પૈસા ઓછા હોય તો પણ ચોક્કસ આ બજેટ ટ્રીપ કરી શકાય છે પરંતુ માત્ર રહેવાના ખર્ચને કારણે બજેટ ગરબડી જતું હોય તો બધો જ ઉત્સાહ પાણીમાં! જો તમારી હાલત પણ આવી જ હોય તો હું તમને ઉત્તરાખંડમાં રહેવાની અમુક સારી અને સસ્તી હોટેલ્સ જણાવું જ્યાં તમે કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર રહી શકશો.
ઉત્તરાખંડમાં રજાઓ ગાળવા ઈચ્છતા હો તો અહિયાં રહો,
500 રૂપિયામાં
1. HOTs હોસ્ટેલ
જો બજેટ અત્યંત ખરાબ છે અને તમને હોસ્ટેલમાં રહેવામાં કોઈ જ તકલીફ નથી તો તમે HOTs હોસ્ટેલ પસંદ કરી શકો છો. શેરિંગ પર મળતા રૂમ્સની શરૂઆત અહિયાં ૪૦૦ રૂ થી થાય છે પરંતુ એડવાંસ બૂકિંગ કરાવવું જરૂરી છે.
એડ્રૈસ: બસગાંવ, ગજરી, જયોલીકોટ
સંપર્ક: 09193323331
2. નૈનીતાલ રિવર કૅમ્પ
પહાડોની વચ્ચે ખુલ્લા આકાશમાં જો રહેવા માંગતા હો તો નૈનીતાલ કૅમ્પમાં ટેન્ટમાં રહી શકો છો જેની શરૂઆત 500 રુ થી થાય છે. પરંતુ તમારી ટેન્ટની પસંદગી મુજબ આ કિમતમાં ફેરફાર થઈ શકે છે.
એડ્રૈસ: જાખ, કોશિયા કોટોલી, નૈનીતાલ
સંપર્ક: 08006667560
1000 રૂપિયામાં
1. ગોરૂમગો નીલમ હોટેલ
એક સારી, સસ્તી અને બેસિક સવલતો સાથેની હોટેલ જોઈતી હોય તો તમે ગોરૂમગો નીલમ હોટેલ પસંદ કરી શકો છો. અને મહત્વની વાત એ છે કે નૈનિતાલમાં ફરવાની જગ્યાઓ આની આસપાસ જ છે! અહિયાં એક રાત્રિ માટે રૂમની શરૂઆત 1000 રુ થી થઈ જાય છે.
એડ્રૈસ: બઁક ઓફ બરોડા પાસે, મલીતાલ, નૈનીતાલ
2. હિડન વેલિ કૅમ્પ
નૈનીતાલ ફરી લીધું છે અને માત્ર પ્રકૃતિની સુંદરતાનો લાભ લેવા માટે ઈચ્છો છો તો તમે અહિયાં રહી શકો છો. હિડન વેલિ કૅમ્પમાં તમને ટેન્ટના બનેલા પરંતુ રૂમ્સ જેવડા જ મોટા કમરાઓ મળશે જેમાં બેઝિક સવલતો તો હશે જ સાથે બાર્બેક્યૂ અને કૅમ્પ ફાયરનો પણ લહાવો મળશે. અહિયાં 2 લોકો માટેના ટેન્ટની કિમત 1000 રુ થી શરૂ થાય છે. માત્ર એક વાત ધ્યાનમાં રાખવી કે નૈનીતાલ ફરવા માટે આ જગ્યા થોડી દૂર પડી શકે છે.
એડ્રૈસ: પાંગોટ, નૈનીતાલ, ઉતરાખંડ
સંપર્ક: 9999721715
500 રૂપિયામાં
1. હોટેલ નટરાજ પેલેસ
મોલ રોડના અંતમાં આવેલી આ હોટેલથી વધારે આશાઓ ન રાખતા પરંતુ બજેટ પ્રમાણે આ હોટેલ સારી છે. અને જરૂરી સુવિધાઓ પણ મળી રહે છે. એક રાત માટે રૂમનું ભાડું અહિયાં 424 રુ થી શરૂ થાય છે.
એડ્રૈસ: પિક્ચર પેલેસ પાસે, સરાઈ રોડ, મોલ રોડ, મસુરી
સંપર્ક: 0135 2630077
2. હોટેલ સરતાજ
પૈસા વસૂલ સર્વિસ માટે હોટેલ સરતાજને સિલેક્ટ કરી શકાય તેમ છે. મસૂરીમાં તમને આનાથી સસ્તી અને સારી હોટેલ ભાગ્યે જ મળશે. એક રાતનું ભાડું અહિયાં 508 રુ છે.
એડ્રૈસ: લાઇબ્રેરી બજાર, મોલ રોડ, મસુરી, ઉતરાખંડ – 248179
સંપર્ક: 0135 2636829
1000 રુપિયામાં
1. ગેસ્ટ હાઉસ, મસુરી
મસૂરીથી માત્ર 100 મીટર દૂર બનેલા ગેસ્ટ હાઉસ માં તમને એક ફેમિલી રૂમ મળી શકે છે જેમાં આરામથી 3 લોકો રહી શકે છે. અહિયાં એક રાત્રીનું ભાડું 1060 રૂપિયાથી શરૂ થાય છે.
એડ્રૈસ: મોલ રોડ, મસુરી
2. બંકોટેલ
નામ પરથી જ ખ્યાલ આવી જાય છે અહિયાં તમેં “બઁક બેડ” મળશે. મોલ રોડ પરની આ હોટેલ મસુરી કેબલ કારથી પણ નજીકમાં છે અને 1000 રૂપિયાથી એક રાતના ભાડાની શરૂઆત થાય છે.
એડ્રૈસ: રોપ વે સામે, મોલ રોડ, મસુરી, ઉતરાખંડ – 248179
સંપર્ક: 0135 2636958
500 રુપિયામાં
1. શાલોમ બેકપેકર્સ
લક્ષ્મણ ઝુલાથી સાવ નજીક આવેલ આ હોટેલ બેકપેકર્સ અથવા એકલા યાત્રીઓ માટે ખૂબ જ સારી છે. અહિયાં 350 રુપિયામાં બઁક બેડ મળી રહે છે. તમે ઈચ્છો તો સિંગલ રૂમ પણ મળી શકે છે પરંતુ તેના માટે બજેટ થોડું વધારવું જરૂરી છે.
એડ્રૈસ: લક્ષ્મણ ઝુલા માર્ગ, તપોવન, ઋષિકેશ
સંપર્ક: 07983768609
2. ગો સ્ટોપ્સ ઋષિકેશ
રંગ બેરંગી ઇન્ટિરિયર કામ અને ફરવાના સ્થળોથી નજીક હોવાના કારણે આ હોસ્ટેલ એક સારી પસંદ બની જાય છે. અહિયાં શેરિંગ બેસિસ પર રૂમ મળે છે અને તેમ બઁક બેડ લાગેલા હોય છે. એક દિવસનું ભાડું 420 રૂપિયાથી શરૂ થાય છે.
એડ્રૈસ: હોટેલ આકાશ કોંટિનેંટલ, બદ્રીનાથ રોડ, તપોવન, ઋષિકેશ
સંપર્ક: 07428882828
1000 રૂપિયામાં
1. હિલ ટોપ સ્વિસ કોટેજ
જો ઓછી કિમતમાં વધુ સારી સુવિધાઓ અને અત્યંત રમણીય વ્યૂ ઈચ્છતા હો તો હિલ ટોપ સ્વિસ કોટેજ બેસ્ટ છે. આ હોટેલ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન બંનેથી લગભગ 5 કિમીના અંતરે છે. અહિયાં એક દિવસનું ભાડું 750 રૂપિયાથી શરૂ થાય છે.
એડ્રૈસ: હાઇ બઁક, ભીરખેત. તપોવન, ઋષિકેશ, ઉતરાખંડ – 249192
સંપર્ક: 08006551415
2. મોરનીસ કૅમ્પ રિસોર્ટ
કૅમ્પ સાઇટ પાસે બનેલા આ રિસોર્ટ માં તમે બજેટ ટેન્ટથી શરૂ કરીને કોટેજ સુધીના રૂમ્સમાંથી પસંદગી કરી શકો છો. અહિયાં કૅમ્પનું ભાડું 610 રૂપિયાથી શરૂ થાય છે.
એડ્રૈસ: મોહનચટટી, યમકેશ્વર, ઋષિકેશ, ઉતરાખંડ – 249201
સંપર્ક: 09212561234
હવે તમારી પાસે રહેવા માટેનો જુગાડ થઈ ગયો છે તો ઉતરાખંડને તમારા પ્રવાસ લિસ્ટમાં સૌથી ઉપર રાખવાનું ના ભુલશો!
.