ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા

Tripoto

ઘણીવાર સ્ત્રીઓ અન્ય મહિલાઓને કંઈક નવું કરતી જોઈ પ્રેરિત થતી હોય છે અને જો મહિલાઓ એવું કંઈક કરે છે કે જે સમાજની નજરમાં ફક્ત પુરુષો જ કરી શકે,તો આદર સાથે માન પણ વધે છે.

તો ચાલો આપણે જાણીએ ભારતની કેટલીક બહાદુર મહિલાઓ વિશે કે જેમણે બાઇક પર બેસીને આવા પરાક્રમો કર્યા હતા, જે પુરુષો પણ કરવાની હિંમત કરી શકતા નથી.

કેન્ડિડા લુઇસ:

જેઓ મોટું સ્થાન હાંસલ કરવા માગે છે,તેઓ હોય તો આપણા જેવા જ. તેમનામાં કંઈક નવું બતાવવા, કંઈક પ્રાપ્ત કરવાનો ઉત્સાહ છે. હુબલી જેવા નાના શહેરમાં, કેન્ડિડા લૂઇસને પ્રોત્સાહન મળ્યું, જેના દ્વારા તેણીએ તેની બાઇક પર બેંગ્લોરથી સિડની સુધીની લાંબી મુસાફરી કરી અને સેંકડો લોકો માટે એક ઉદાહરણ બની.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 1/9 by Romance_with_India

છોકરાઓના પ્રખ્યાત જુસ્સામાં પોતાનું નામ પ્રાપ્ત કરનાર કેન્ડિડા, ફક્ત 5 વર્ષ પહેલાં બાઇકિંગને એક શોખ તરીકે જોતી હતી. તે તેના કોલેજ મિત્રો ની બાઇક ચલાવીને ખુશ રહેતી. પરંતુ તેના ઉત્કટને આગળ વધારવા માટે, કેન્ડીડાએ બાઇકને તેના આધાર તરીકે લીધો અને તેની સેવીંગ્સ બાઇકિંગ ટ્રીપમાં લગાવવા લાગી.

પ્રારંભિક બે-ત્રણ વર્ષ સામાન્ય રહ્યા, પરંતુ બેંગ્લોરથી સિડની સુધીની 2018 મા સોલો બાઇક સફર પછી, કેન્ડિડાને એટલી પ્રશંસા મળી કે તેમનું જીવન બદલાઈ ગયું. હમણાં સુધી, કેન્ડીડાએ કુલ 25 દેશો સાથે 34,000 કિ.મી.ની મુસાફરી કરી છે.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 2/9 by Romance_with_India

બાઇકિંગને તેના મિત્ર તરીકે વર્ણવતા કેન્ડિડા ટ્રાવેલિંગને તેમનો મહાન ગુરુ માને છે. પૈસા જાય છે, પરંતુ તમે મુસાફરીમાંથી જે શીખો છો તે હંમેશા તમારી સાથે હોય છે.

દીપા મલીક:

કેટલાક લોકો માને છે કે દિવ્યાંગ બનવું એ જીવનનો અંત છે. પરંતુ જો તમે દીપા જેવા પેરાલિમ્પિયનની વાર્તા સાંભળો છો, તો તમે જોશો કે કોઈ મુશ્કેલી માણસની ભાવનાથી મોટી નથી.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 3/9 by Romance_with_India

દીપા મલિક રેડ ડી હિમાલય (વિશ્વની સૌથી ઉંચી મોટરસ્પોર્ટ્સ રેલી) નો ભાગ રહી છે, જેમાં તેણીએ બાઇકની સખત અને ખરાબ વાતાવરણમાં સવારી કરી હતી અને રેલીને પૂરી કરી હતી. આ રેલી દ્વારા દીપાએ ભારતના ઉત્તરીય ક્ષેત્રની યાત્રા કરી, જેના વિશે ઘણા લોકો માત્ર સપના જુએ છે. તેમણે યમુનાના પ્રવાહની વિપરીત દિશામાં સ્વિમિંગ, 3000 કિમી.ની લેહ અને ત્યાંથી રિટર્ન પ્રવાસ જેવા સાહસી પરાક્રમો તો કર્યા જ સાથે સાથે સાલ 2016 માં યોજાયેલ રિયો ઓલમ્પિક મા ભાગ લીધો, જેમાં તેઓ મેડલ જીતવા વાળી પ્રથમ ભારતીય મહિલા હતી.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 4/9 by Romance_with_India

તમામ સાધન સગવડ વાળા લોકો પણ ઘણીવાર આ દિવ્યાંગ મહિલા જેટલું સાહસ નથી કરી શકતા. દીપા કહે છે કે તે પોતાનો મૂડ સુધારવા માટે લાંબી લાંબી મુસાફરી કરવાનું પસંદ કરે છે. દીપાની અતૂટ ઇચ્છાશક્તિ અને તેના સપના સાકાર કરવાની ક્ષમતાને અમે સલામ કરીએ છીએ.

ઉર્વશી પતોલે:

જે સમાજમાં એક મહિલાને ચાર સ્ટોવ વાયર સાથે રહેવાની સૂચના આપવામાં આવી છે, ત્યા 28 વર્ષીય ઉર્વશી, તમામ નીયમો ને તોડીને, 20 વધુ મહિલાઓનું એક જૂથ પોતાની સાથે લઈ હિમાલયન ઓડિસી પર વિજય મેળવવા ગઈ.

તે એક હિંમતવાન મહિલા છે જે મુસાફરી માટે સખત મહેનત કરે છે અને બાઇક પર નુબ્રા વેલી સુધી જઈ આવી છે. પુણેમાં બાઈકર્ની નામનો અનોખો જૂથ ચલાવનાર ઉર્વશી મહિલા બાઇકરોને ભારતની મુલાકાતે લઈ જાય છે.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 5/9 by Romance_with_India

પતોલે એ માત્ર ભારતની મહિલાઓને જ સશક્ત કરવાની પહેલ નથી કરી, પરંતુ તેમની આ પહેલથી પ્રભાવિત થઈને ચીન અને કેનેડા જેવા દેશોએ ઉર્વશી ને ત્યાં પણ ઇન્સ્ટિટ્યૂટ ખોલવાની માંગણી કરી છે. ઉર્વશી ચાહે છે કે તે હજારો મહિલાઓ ને પોતાના સપનાઓ પુરા કરવાની પ્રેરણા આપે. એમ તો કેટલી વાર તે ખતરનાક વિસ્તારોમાં પણ બાઈકીંગ કરતી નીકળી છે, પરંતુ ગામડા ની ખુશ્બુ તેમને દરેક પ્રકારના ખતરા સામે હિંમત આપે છે.

ચિત્રા પ્રિયા:

ચિત્રા પ્રિયાએ માત્ર 158 કલાકમાં લેહથી કન્યાકુમારી સુધીની મુસાફરી કરીને લોકોને આશ્ચર્યચકિત કર્યા. કારણ કે આ એક છેડેથી બીજા છેડા સુધી ઝડપથી ભારત પહોંચનારા પ્રથમ વ્યક્તિ છે.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 6/9 by Romance_with_India

તે તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના 10 દિવસીય પ્રવાસથી બાઈકર્ની નામના તેના જૂથ સાથે પરત આવી છે. તે એશિયાની એકમાત્ર મહિલા છે જેણે સૈડલ સોર (જેણે 24 કલાકમાં 1600 કિ.મી.નું અંતર કાપવું પડે છે) નામની રેસ પૂર્ણ કરી છે. મોટરબાઈકિંગના ક્ષેત્રમાં લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ્સમાં તેની પાસે 3 રેકોર્ડ છે. તે ચેન્નાઇમાં રહે છે અને તમિલનાડુની આસપાસ તાલીમ લેવાનું ચાલુ રાખે છે.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 7/9 by Romance_with_India

બાઇકર હોવા ઉપરાંત ચિત્રા પર્યાવરણની સુરક્ષા માટે ગ્રીનપીસમાં સ્વયંસેવક તરીકે પણ કાર્ય કરે છે. આ તે મુસાફરની ઓળખ છે જે ફરવા સાથે તેના પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત હોય છે. ચિત્રા ના અનુભવ મુજબ ભારત મા બાઈકીંગ કરવુ તદ્દન સલામત છે. બાઇક ચલાવતા સમયે તેણીને ક્યારેય અસલામતી નથી અનુભવાઈ અને આથી તેમની આ વાત થી અન્ય મહિલાઓ એ પ્રેરણા લેવી જોઇયે.

શ્રેયા સુંદર ઐય્યર:

શ્રેયાને બાઇક ચલાવવાની સાથે ત્યારે પ્રેમ થયો જ્યારે તેની એક મિત્રએ કોલેજ પછી બાઇક ખરીદી. પછી બીજુ જોઈયે જ શુ? બન્ને શહેરની બહાર બાઇક ચલાવવા જતા હતા અને આ રીતે તેઓ બાઇક ચલાવવાની સાથે જોડાતા ગયા. તે ડ્રાઇવિંગ કરતી વખતે સપનામાં ખોવાઈ જતી, અને તેનું એક સપનું બાઇકર બનવાનું હતું.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 8/9 by Romance_with_India

24 વર્ષની ઉંમર મા જ ઐય્યર ટીવીએસ અને રાષ્ટ્રીય રેલીની ઓળખ તરીકે જાણીતા બન્યા. તે ઓફબીટ જગ્યાઓ અને અજાણ્યા રસ્તાઓનું માપન કરતી આ પુરુષ પ્રભુત્વવાળી રમતમાં ક્યારે આગળ વધી તે જાણી શકાયું નથી. શ્રેયા રાષ્ટ્રીય રેલીંગ ચેમ્પિયનશીપ માં ભાગ લેનાર પ્રથમ મહિલા પણ છે. તેમણે કાચા-પાક્કા રસ્તાઓનું માપન કરીને સ્પર્ધાઓ તૈયાર કરી. આજે પણ તમે તેને તેની સુપર બાઇક પર બેઠા અને બેંગલુરુની શેરીઓ માપતા જોઈ શકો છો.

Photo of ભારતની બહાદુર મહિલા બાઈકર્સ..!! જેઓ બદલી રહી છે પ્રવાસની પરિભાષા 9/9 by Romance_with_India

આ હિંમતવાન યુવતી દેશની તમામ યુવક યુવતીઓને તેમના સપના પૂરા કરવા સખત મહેનત કરવાનો સંદેશ આપે છે. તેનો મંત્ર પણ તેના જેવો જ બોલ્ડ છે – ગો હાર્ડ ઓર ગો હોમ.

આ બધી સ્ત્રીઓએ તેમના સપના પ્રાપ્ત કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને દરેક વખતે જીત મેળવી છે. રસ્તામાં અવિરત પ્રયત્નો છતાં તેણે કદી હાર માની ન હતી. તેમની યાત્રા કથાઓ પણ સત્યથી ભરેલી છે. તેણે તેના જીવનમાં જે શીખ્યા છે, તે તેના સપનાને પરિપૂર્ણ કરવાની રીતથી શીખ્યા છે. અમે આશા રાખીએ છીએ કે તેમની મહાન વાર્તાઓ વાંચીને, દેશમાં વધુ ઘણી મહિલાઓ બાઇકિંગના તેમના સપનાને પૂર્ણ કરવામાં સક્ષમ થશે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads