આમ તો મોમોઝનું મૂળ તિબેટ છે પરંતુ ભારતના લોકોનાં હ્રદયમાં અને ભારતની ગલીઓમાં મોમોઝનું કાયમી સ્થાન થઈ ગયું છે. મોટી રેસ્ટોરન્ટ્સથી લઈને નાંની લારીઓમાં મળતા મોમોઝ પેટમાં જઈને દિલ ખુશ કરી દે છે. નોન વેજ, વેજ, પનીર, ચીઝ અલગ અલગ પ્રકારમાં મળતા મોમોઝ દરેક ફૂડીને પસંદ વાનગી છે.
મોમોઝની વાતો ઘણી થઈ ગઈ, ચાલો હવે જોઈએ કે સૌથી સ્વાદિષ્ઠ મોમોઝ ક્યાં મળે છે? એવી કઈ જગ્યાઓ છે જ્યાં મોમોઝ ખાઈને તમે દુનિયા ભૂલી જશો? લિસ્ટ આ મુજબ છે!
૧. સ્પીતી ઘાટી
સ્પીતી ઘાટીનું નાનકડું ગામ એક ફોટોગ્રાફર કે પછી બેક પેકર માટે જ નહિ પરંતુ એક મોમોઝ લવર માટે પણ સ્વર્ગ સમાન છે. મોમોઝ અહીની રોજબરોજનાં ખોરાકનો હિસ્સો હોવાથી જો તમે શ્રેષ્ઠ મોમોઝની તપાસમાં નિકળા હો અને અહી ન આવો એવું તો બનવું જ ન જોઈએ. વાતાવરણ ઠંડુ હોવાને કારણે મીટ મોમોઝ અને એથી પણ એક ડગલું આગળ, યાક મોમોઝ ખાવાનું લોકો પસંદ કરે છે.
મોમોઝ માટે સૌથી સારી જગ્યા: કુંજઊમ ટોપ કેફે, હોટેલ ડુપચેન
૨. દાર્જિલિંગ
જો તમને ખોરાકમાં વધુ છેડછાડ પસંદ ન હોય અને તમે તેના મૂળ સ્વરૂપનો આનંદ લેવા ઈચ્છતા હો તો દાર્જિલિંગ પહોંચી જાવ. એક શાંત કેફેમાં મોઢામાં મજેદાર મોમોઝ અને સાથે ચટણીનો સ્વાદ! બીજું શું જોઈએ એક સાંજ માણવા માટે! અને અહિયાં તો મોમોઝ સાથે અનલિમિટેડ ચિકન કે વેજ broth પણ મળે છે અને એ પણ મફત!
મોમોઝ માટે સૌથી સારી જગ્યા: હોટ સ્ટીમ્યુલેટિંગ કેફે, કુંગજ
૩. શિલોંગ
જો તમે ઉત્તર પૂર્વ તરફ નીકળ્યા જ છો તો શા માટે ભારતની રૉક (મ્યુજિક) કેપિટલ શિલોંગ તરફ ન જવું? પરંતુ આ વખતે સંગીત ઉપર નહિ અને મોમોઝ ખાવા પર દેવું! શિલોંગમાં અન્ય જગ્યાઓ કરતાં સામાન્ય રીતે મોટી સાઇઝનાં મોમોઝ મળતા હોવાથી શિલોંગ મોમોઝ માટે એક પસંદગીનું સ્થળ છે. જેમને તીખું ખાવાનો શોખ નથી તેમના માટે અહીની ચટણી બેસ્ટ છે.
મોમોઝ માટે સૌથી સારી જગ્યા: સિટિ હટ, ઓપન અપ
૪.મેકલોડગંજ
મોમોઝની વાત હોય અને તમારા ખ્યાલમાં મેકલોડગાંજ ન આવે તે તો માની જ નાં શકાય. તીબેટની નિર્વાસિત સરકારનું મુખ્યાલય આ જ નાનકડા ગામમાં છે એટલે સ્વાભાવિક જ છે કે અહિયાં તીબેટની સંસ્કૃતિની સારી એવી છાપ હોવાની.દલાઇ લામા મંદિર પાસે ચિકન, પોર્ક અને મટનથી લઈને આલુ, પનીર અને ચીજ સુધીના મોમોઝની એટલી બધી એટલી બધી વેરાયટી તમને મળી રહેશે કે તમને એમાંથી પસંદગી કરવી મુશ્કેલ થઈ પડશે. અહિયાં મોમોઝ એક ખાસ પ્રકારના ભાતના સૂપ સાથે આપવામાં આવે છે જેણે મિસ ના કરવું જોઈએ.
મોમોઝ માટે સૌથી સારી જગ્યા: નારલિંગ, નિક્સ ઇટાલિયન કિચન
૫. ગંગટોક
ભારતના સૌથી સ્વચ્છ રાજ્યોમાંનું એક હોવા ઉપરાંત, સિક્કિમ એક સ્વાદિષ્ટ નેપાળી અને તિબેટીયન ભોજન માટે પણ જાણીતું છે. દાળ ભાત અને ઢીનડો અહીનું લોકપ્રિય નેપાળી ખાણું છે. પરંતુ તમને જો તિબેટીયન ભોજનની મજા લેવી હોય તો તમે અહિયાં સ્વાદિષ્ટ મોમોઝથી લઈને “ગ્યાં ઠુક” (એક પ્રકારનું ઠુકપા) સુધીની અનેક ડિશ ટ્રાય કરી શકો છો. તિબેટીયન શાપાલે અને મસાલેદાર ફાગશાપા જેવી પોર્કની વાનગીઓ પણ તમને ગંગટોકમાં મળી રહેશે.
મોમોઝ માટે સૌથી સારી જગ્યા: ટેસ્ટ ઓફ તિબેટ, ધ રોલ હાઉસ
૬. લેહ
ભારતમાં મોમોઝની શોધ સફર લેહ વગર અધૂરી છે. પરંતુ એક વાત જણાવી દઉં કે જો એક વખત અહીંયા મોમોઝનાં સ્વાદને માણી લીધો તો પછી કોઈ પણ જગ્યાના મોમોઝ પસંદ આવવા મુશ્કેલ છે કેમકે અહીનું સ્ટાન્ડર્ડ જ એટલું ઊચું છે. સ્ટીમ ચિકન હોય કે પછી ક્રિસ્પી મટન, કે પછી યાક મોમોઝ, એક વખત ખાઈ લેશો તો અહિયાં વારંવાર આવવાની ઈચ્છા થવાની જ! અને અહીની કુદરતી સુંદરતા મોમોઝનાં સ્વાદને વધુ સ્વાદિષ્ટ બનાવી દે છે.
મોમોઝ માટે સૌથી સારી જગ્યા: લામાયુરુ રેસ્ટોરન્ટ, સમર હારવેસ્ટ
એટલે કે જો તમે ઘણા વખતથી સ્વાદિષ્ટ મોમોઝ માટે તરસી રહ્યા હતા તો તમને ખબર જ છે કે ક્યાની ટિકિટ બૂક કરવી! પહાડોની ઠંડી હવાની વચ્ચે મોમોઝનો સ્વાદ માણવાથી વિશેષ શું હોઇ શકે!