૨૦૨૦ માં આપણે બધાએ ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી. અને સાથે સાથે અચાનક જ મિત્રો સાથે બહાર રખડવા કે પછી કોફી ડેટ્સ પર જવા અથવા કોઈ ટ્રીપ પર જવાની બદલે ઘરની ચાર દીવાલો વચ્ચે રહેવા માટે મજબૂર થઈ ગયા. પરંતુ હવે જ્યારે પૂરા વિશ્વની ગાડી પાટા પર ચડી રહી છે ત્યારે આપણે પણ ટ્રીપ પ્લાન શા માટે ન કરીએ!
૨૦૨૧માં એવા ૧૩ વીકેન્ડ છે જે તમને રજાઓ લેવા માટે પણ મજબૂર નહિ કરે અને તમને વેકેશનનો આનંદ પણ મળી રહેશે.
જાન્યુઆરી
જાન્યુઆરીમાં ૩ લોંગ વીકએન્ડ્સ છે! છે ને જાન્યુઆરી સૌથી રોમાંચક મહિનો!
૧. ન્યુ યર ડે
૩૧ ડીસેમ્બર, ૨૦૨૦ ની રજા લૉ
૧ જાન્યુઆરી, ૨૦૨૧ – ગેઝેટેડ રજા
૨ અને ૩ જાન્યુઆરી, ૨૦૨૧ – વીકએન્ડ
ક્યાં જવું – ઓલી/ચિકમંગલૂર
નવા વર્ષનાં આગમનનો આનંદ કોફી થવા ચા સાથે મનપસંદ વ્યક્તિને બાહુપાશમાં સમાવીને બરફ આચ્છાદિત વિસ્તારની વચ્ચે રહીને લેવો હોય તો ઓલી બેસ્ટ જગ્યા છે. ઉતરાખંડનું ઓલી એ ભારતનું સ્કીઇંગ માટેનું ખાસ સ્થળ છે.
ઓલીમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
પર્વતો પરના મંદિરોથી અને કોફી પ્લાંટેશન ની નજીક આવેલું ચિકમંગલૂર પણ ૨૦૨૧ શરૂ કરવા માટે એક ઓફબીટ સ્થળ છે.
ચિકમંગલૂરમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
૨. મકર સંક્રાંતિ, પોંગલ
૧૪ જાન્યુઆરી, ગુરુવાર – મકર સંક્રાંતિ, પોન્ગલની રજાઓ
૧૫ જાન્યુઆરી, શુક્રવાર – ૧ રજા લૉ
૧૬ અને ૧૭ જાન્યુઆરી– વીકએન્ડ
ક્યાં જવું – અમદાવાદ – પતંગ મહોત્સવ
હેરિટેજ સિટિ અમદાવાદમાં ઉત્સાહભેર ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. પોત પોતાના ધાબા ઉપર હજારો લોકો આ તહેવારની ઉજવણી કરે છે. પરંપરાગત ગુજરાતી ખાણીપીણી ની લહેજત માણતા માણતા સાબરમતી નદીકિનારે થતાં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ નો આનંદ અનેરો છે.
અમદાવાદમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો
૩. ગણતંત્ર દિવસ
૨૩ અને ૨૪ જાન્યુઆરી, વીકએન્ડ
૨૫ જાન્યુઆરી, એક દિવસની રજા
૨૬ જાન્યુઆરી, ગણતંત્ર દિવસ
ક્યાં જવું – ગોવા
જાન્યુઆરી ગોવાનો સૌથી ઠંડા મહિનાઓ માંનો એક છે. ઓછા તાપમાન અને ઓછા ભેજ સાથે જાન્યુઆરીમાં ગોવા જવું બેસ્ટ છે. ક્રિસમસ અને ન્યુયરની ભીડ પણ ઓછી થઈ ગયેલી હોવાથી અહિયાં હોટેલ્સના ભાવ પણ આ સમયે ઓછા થઈ ગયા હોય છે.
ગોવામાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
ફેબ્રુઆરી
ફેબ્રુઆરી માં કોઈ લોંગ વીકએન્ડ ન હોય પરંતુ તમે રણ ઓફ કચ્છ નો આનંદ આ મહિનામાં માણી શકો છો.
કચ્છનાં રણ વિષે વધુ વાંચો.
માર્ચ
૪. મહા શિવરાત્રી
૧૧ માર્ચ - મહાશિવરાત્રી
૧૨ માર્ચ – એક રજા લૉ
૧૩ માર્ચ – વીકએન્ડ
૧૪ માર્ચ – વીકએન્ડ
ક્યાં જવું – પોંડિચેરી
પહેલા ફ્રેંચ કોલોની તરીકે જાણીતું પોંડિચેરી, બોગનવીલાના વૃક્ષ, અનેરા ચર્ચ, અને ૧૮ મી સદીના જૂના મકાનોને કારણે માર્ચમાં ફરવા માટેની એક સુંદર જગ્યા સાબિત થાય છે. યુરોપીયન સ્ટાઇલ નાં આ શહેરમાં ચાલીને અથવા સાઇકલ સવારી પર ફરવાનો આનંદ જ અનોખો છે. અને તેની ઉપર ઓરોબિનદો આશ્રમની મુલાકાત અને ત્યાંનું સામાન્ય ભોજન એક અવિશ્વસનીય અનુભવ છે.
પોંડિચેરીમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
૫. હોળી
૨૬ માર્ચ- એક રજા લો
૨૭ અને ૨૮ માર્ચ- વીકેન્ડ
૨૯ માર્ચ- હોળી (ગેઝેટેડ હોલિડે)
ક્યાં જવું: મથુરા વૃંદાવન
દેશના લગભગ તમામ પ્રાંતમાં હોળીની ઉજવણી થાય છે, પણ બ્રજની હોળી અજોડ છે. ભગવાન કૃષ્ણનાં જન્મસ્થળ એવા મથુરામાં રંગો અને આસ્થાના સંગમ સાથે હોળીની અતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. લાઠી, રંગો અને પાણીની રેલમછેલ વચ્ચે મથુરાની હોળી એ અચૂક લેવા જેવો અનુભવ છે.
મથુરા વૃંદાવન વિષે વધુ વાંચો.
એપ્રિલ
૬. ગુડ ફ્રાઈડે
૧ એપ્રિલ- એક રજા લો
૨ એપ્રિલ- ગુડ ફ્રાઈડે
૩ અને ૪ એપ્રિલ- વીકએન્ડ
ક્યાં જવું? કસોલ, હિમાચલ પ્રદેશ
કસોલ આસપાસના અઢળક અદભૂત ટ્રેકને માણવાનો આ શ્રેષ્ઠ સમય છે. ખુશનુમા વાતાવરણમાં પાર્વતી ઘાટીમાં આવેલી પાર્વતી નદીના કિનારે બેસીને તમે નયનરમ્ય દ્રશ્યો માણી શકો છો. ખીરગંગા, ગ્રહણ, માલના જેવા રોમાંચક ટ્રેકનો અનુભવ તેમજ હિમાચલનાં ગામડાઓમાં લટાર મારવાનો આનંદ તો ખરો જ!
કસોલ વિષે વધુ વાંચો.
Workcation વિષે વધુ માહિતી મેળવો.
૭. ઉગાદી
૧૦ અને ૧૧ એપ્રિલ- વીકએન્ડ
૧૨ એપ્રિલ- એક રજા લો
૧૩ એપ્રિલ- ઉગાદી (restricted)
૧૪ એપ્રિલ- આંબેડકર જયંતી (restricted)
ક્યાં જવું? કેરળ
God's own country! રમણીય ટ્રોપિકલ બીચ, નારિયેળનાં ઘટાટોપ વૃક્ષો, ખુશનુમા આબોહવા, હાથીઓ અને સમૃદ્ધ સંસ્કૃતિ કેરળને પ્રવાસ માટેનું એક આદર્શ ડેસ્ટિનેશન બનાવે છે. કેરળમાં એક્સપ્લોર કરવા પુષ્કળ જગ્યાઓ છે.
મુન્નાર, એલેપી અને વાયનાડની સુંદરતાનો યાદગાર અનુભવ માણો.
કેરળમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
મે
૮. ઈદ-ઉલ-ફિતર
૧૩ મે- ઈદ-ઉલ-ફિતર
૧૪ મે- એક રજા લો
૧૫ અને ૧૬ મે- વીકએન્ડ
ક્યાં જવું? દાર્જિલિંગ અને સિક્કિમ
દૂરના સ્થળો ફરવા માટે ૪ દિવસની રજા શ્રેષ્ઠ છે અને સિક્કિમ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. દાર્જિલિંગનાં ચાનાં બગીચાઓ તેમજ સિક્કિમમાં વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લો. કુદરતી કરિશ્મા ધરાવતી આ બંને જગ્યાઓ તમારા માટે અવિસ્મરણીય બની રહેશે.
સિક્કિમમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
જૂન
દુર્ભાગ્યવશ જૂનમાં કોઈ જ લોંગ વીકએન્ડ નથી. પણ તમે તમારા આસપાસના નગરોમાં જરૂર ફરી શકો છો.
જુલાય
૯. ઈદ-અલ-અધા
૧૭ અને ૧૮ જુલાય- વીકએન્ડ
૧૯ જુલાય- એક રજા લો
૨૦ જુલાય- બકરી ઈદ (restricted)
ક્યાં જવું? મેઘાલય
વૉટરફોલ્સ અને સરોવરોનો ભરપૂર આનંદ માણવા ચોમાસું એ શ્રેષ્ઠ સમય છે. નાના ટ્રેકિંગની સાથોસાથ રૂટ બ્રિજ પર ચાલવાનો અને રેનબો વૉટરફોલ જોવાનો રોમાંચ અનુભવો. એશિયાનાં સૌથી ચોખ્ખા ગામ માઓલિનોંગમાં સ્વચ્છ પાણીના ઝરણાં પર બોટિંગનો આનંદ માણો.
મેઘાલયમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
ઓગસ્ટ
૧૦. જન્માષ્ટમી
૨૭ ઓગસ્ટ- એક રજા લો
૨૮ અને ૨૯ ઓગસ્ટ- વીકએન્ડ
૩૦ ઓગસ્ટ- જન્માષ્ટમી
ક્યાં જવું? પહલગામ, કાશ્મીર
'ધરતી પરના સ્વર્ગ' કાશ્મીરને કુદરતે ખોબલે ખોબલે સુંદરતા બક્ષી છે. ઠંડી છતાં ખુશનુમા આબોહવા કાશ્મીરને એક બેસ્ટ ડેસ્ટિનેશન બનાવે છે. પહલગામમાં વહેતી લિદ્દાર નદીની આસપાસ અનેક પિકનિક સ્પોટ્સ આવેલા છે. કેસરના રોપાઓ જોઈને, ઘોડા પર સવાર થઈને આ વેલીની અવર્ણનીય સુંદરતા માણી શકાય છે.
કાશ્મીરમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
સપ્ટેમ્બર
૧૧. ગણેશ ચતુર્થી
૧૦ સપ્ટેમ્બર- ગણેશ ચતુર્થી
૧૧ અને ૧૨ સપ્ટેમ્બર- વીકએન્ડ
૧૩ સપ્ટેમ્બર- એક રજા લો
ક્યાં જવું? બિડ-બિલિંગમાં પેરાગ્લાઈડિંગ
આ સ્થળ ભારતનું પેરાગ્લાઈડિંગનાં હબ તરીકે વિકસી રહ્યું છે. અલબત્ત તે સિવાય પણ અહીં ઘણું ફરી શકાય છે. એક દિવસના ઘણા ટ્રેકસ અહીં ઉપલબ્ધ છે અને અપાર પ્રાકૃતિક સુંદરતા વચ્ચે આવેલી તિબેટીયન મોનેસ્ટરી પણ છે. સ્થાનિક બજારોમાં ફરવાની પણ ખૂબ મજા આવે છે. બિડ ધર્મશાળા ફક્ત ૨ કલાક દૂર છે.
બિડ વિષે વધુ વાંચો.
ઓકટોબર
૧૨. દશેરા
૧૫ ઓકટોબર- દશેરા
૧૬ અને ૧૭ ઓકટોબર- વીકએન્ડ
૧૮ ઓકટોબર- એક રજા લો
ક્યાં જવું? પશ્ચિમ બંગાળ
બંગાળના સૌથી મોટા ઉત્સવનો લ્હાવો માણો. કલકત્તા ખાતે દુર્ગા પૂજા એ એક અનન્ય અનુભવ છે.
બંગાળમાં દુર્ગા પૂજા વિષે વધુ વાંચો.
અથવા
સ્પીતીમાં પાનખરનો લ્હાવો માણો.
મનાલી જઈને શિયાળાને આવકારો. મનાલીથી સ્પીતી જવા અત્યાધુનિક અટલ ટનલ હાજર છે. પાનખરને સંપૂર્ણપણે માણવા સીસું કે કિલોન્ગ જેવા સ્થળોની મુલાકાત લો.
સીસું અને કિલોન્ગ વિષે વધુ વાંચો.
નવેમ્બર
૧૩. દિવાળી
૩ નવેમ્બર- ધનતેરસ
૪ નવેમ્બર- દિવાળી
૫ નવેમ્બર- એક રજા લો
૬ અને ૭ નવેમ્બર- વીકએન્ડ
ક્યાં જવું? ઉદયપુર અને જેસલમેર
પ્રકાશ પર્વની હેરિટેજ સિટીઝમાં ઉજવણી! આનાથી સારું શું હોય શકે? ઉદયપુરમાં ભવ્ય મહેલો, સરોવરો, સ્મારકો, લાઇટ્સથી સજેલી શેરીઓ અહીંનાં મુલાકાતીઓ ક્યારેય ભૂલી શકતા નથી.
જેસલમેરની સાંસ્કૃતિક પરંપરા અને ભવ્ય વારસો, સ્થાનિક સ્વાદિષ્ટ ભોજન, અને કલાકારી ખૂબ મનમોહક છે. દિવાળીના સમયમાં ગોલ્ડન સિટી જેસલમેરની રોનક કઈક અનેરી જ હોય છે.
રાજસ્થાનમાં ફરવાના સ્થળો વિષે વધુ વાંચો.
ડિસેમ્બર
દુર્ભાગ્યવશ ડિસેમ્બરમાં કોઈ જ લોંગ વીકએન્ડ નથી. ક્રિસમસ અને ન્યુ યર બંને વીકએન્ડમાં આવે છે. પણ તમારા ૨૦૨૧ નાં વર્ષની પૂર્ણાહુતિ ભૂતાનની એક આકર્ષક સફર સાથે કરી શકો છો.
ભૂતાન વિષે વધુ વાંચો.
તો કહો, તમે ક્યાં જવાનું વિચાર્યું?