થોડાક સમય પહેલા હું જ્યારે લદ્દાખમાં ફરવા માટેના સ્થળો વિશે રિસર્ચ કરી રહીં હતી ત્યારે મારી એક મિત્ર સાથે વાત થઇ કે જેણે ગયા ઓક્ટોમ્બરમાં અહીં જ ફરવા માટે ગઇ હતી. જે ઘટના તેણી દ્વારા મને જણાવવામાં આવી તે સાંભળીને મને ઘણી નિરાશા થઇ.
મારી મિત્ર તેના મંગેતર અને કેટલાક મિત્રો સાથે લદ્દાખ તરફ રોડ ટ્રિપ માટે ગઇ હતી. તમણે દિલ્હીથી ગાડી ભાડે કરી અને જાતે ચલાવીને લેહ-નુબ્રા-પેન્ગોન્ગ-લેહનો રસ્તો પકડી લીધો હતો. આ મુસાફરીના અંતિમ પડાવમાં છેલ્લા બે દિવસ પછી ઘર તરફ પરત ફરવાના જ હતા કે તેમની મુઠભેડ કેટલાક ગુંડાઓ સાથે થઇ ગઇ હતી. આ ગંડાઓએ કોઇપણ કારણ વગર તેમની સાથે મારપીટ અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ ઘટવા લેહની એક જાણીતી હોટલની બહાર જ બની હતી. હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. ગુંડાઓેએ મારી મિત્રના ગ્રુપના બે છોકરાઓને ઘાયલ કરી દીધા અને ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. નજીકમાં જ એક સ્થાનિક વ્યક્તિ હતા કે જેમણે એક ગુપ્ત રસ્તો તેમને બતાવ્યો અને તેઓ જાન બચાવી શક્યા. આ જ સ્થાનિક વ્યક્તિએ મારી મિત્ર અને તેમના ગ્રુપને પોતાના ધરમાં જ સંતાડ્યા અને પરિસ્થિતિ વધારે બગડે તે પહેલા જ બીજી સવારે નીકળી જવાની સલાહ આપી હતી.
તેમને પાછળથી ખબર પડી હતી કે તેમના પર જેમણે હુમલો કર્યો હતો તે સ્થાનિક યૂનિયનના માણસો હતા. તેમને ખબર પડી ગઇ હતી કે આ લોકો બહારથી ભાડાની ગાડી કરીને અહીં આવ્યા હતા.
આવું શા માટે થઇ રહ્યું છે?
મારા કેટલાક મિત્રો અને સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે લદ્દાખના કેટલાક વિસ્તાર અને ખાસ કરીને નુબ્રા, પેન્ગોગ અને ત્સો-મોરીરી વિસ્તારમાં સેલ્ફ ડ્રાઇવિંગ ભાડે ગાડીઓ ઉપર અનૌપચારિક રીતે પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. અનૌપચારિક એટલા માટે કારણ કે તે રાજ્ય સરકાર દ્વારા નહીં પરંતુ સ્થાનિક ટેક્સી યૂનિયન દ્વારા લગાડવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષમાં મુસાફરો પર આ રીતના ઘણા હુમલા કરવામાં આવ્યા છે.
મારો બીજો એક મિત્ર કે જે ગયા વર્ષે તેના અન્ય ત્રણ મિત્રો સાથે આ વિસ્તારમાં બાઇટ ટૂર માટે ગયો હતો, 30થી વધારે લોકો હુમલો કરવા માટે તેની પાછળ પડ્યા હતા. તેમને આ વિસ્તારમાંથી નીકળવા માટે અને દિલ્હી પહોંચવા માટે ભારતીય સેનાના જવાનની મદદ લેવી પડી હતી.
આ બધું શરૂ કવી રીતે થયું?
એવું માનવામાં આવે છે કે આ બધું વર્ષ 2015 (જુઓ વીડિયો)માં શરૂ થયું, જેમાં એક કાર અને તેમાં બેઠેલા લોકો ઉપર ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો. તેમની ગાડી ઉપર ત્યાં સુધી પથ્થરમારો કરવામાં આવ્યો જ્યાં સુધી તેઓ ગાડીમાંથી ઉતરી સંતાઇ ન ગયા. આ મામલે કારણ એવું બતાવવામાં આવ્યું હતું કે લદ્દાખ ટેક્સી યૂનિયનનું માનવું છે કે બીજા રાજ્યમાંથી ગાડી ભાડે કરીને આ વિસ્તારના લોકોની રોજીરોટી પર તેની અસર થાય છે.
છેલ્લા કેટલાક વર્ષથી આવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં ગાડી રોકીને લોકોને સ્થાનિક ગાડી ભાડે કરવા પર મજબૂર કર્યા, ગાડીના ટાયરની હવા કાઢી નાખવામાં આવી અને મુસાફરો ઉપર ભીડ દ્વારા હમલો કરવામાં આવ્યો.
મુખ્ય વાત એ છે કે સ્થાનિક ટેક્સી યૂનિયનના લોકો બહારથી આવેલી ગાડીઓને આ ક્ષેત્રના રોજગાર પર અસર કરતું પરીબળ સમજે છે અને તેને એક પ્રકારે ખતરા તરીકે જોવે છે. ખાસ કરીને આ વિસ્તારના લોકોની રોજીરોટી પર્યટન ઉપર જ નિર્ભર છે.
આ સ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય?
આ વાંચીને તમને એવું લાગે છે કે તમારા લદ્દાખના સપના ઉપર પાણી ફરી ગયું છે તો ચિંતા ન કરો. યૂનિયન દ્વારા લગાવવામાં આવેલો આ પ્રતિબંધ માત્ર બીજા રાજ્ય દ્વારા લાવવામાં આવેલી ગાડીઓ ઉપર જ છે. જો તમે અહીં ફરવા માટે લદ્દાખ વિસ્તારની ગાડી લો છો તો તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે રોડ ટ્રિપ કરવી છે તો તમારી અથવા તમારા કોઇ સંબંધીની કાગળીયા સાથેની ગાડી જ લઇ જવી. કાગળ એટલા માટે કે તમને કોઇ જગ્યા ઉપર રોકવામાં આવે તો સાબિતી માટે તમે કાગળ બતાવી શકો.
હું અનેકવાર લદ્દાખ ગયો છું પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો થયો નથી. કદાચ એટલા માટે કે હું આ વિસ્તારમાં બહારની ગાડી/બાઇક ભાડે કરીને ગયો નથી. હું સમજું છું કે સ્થાનિક લોકો પોતાની રોજીરોટીને લઇને અસુરક્ષિત અનુભવે છે પરંતુ જો વિસ્તારમાં આ રીતે ગુંડારાજ ચાલે તો આ વિસ્તારના પ્રવાસન પર તેની નકારાત્મક અસર પડી શકે છે. મારા કેટલાક મિત્રો પોતાની લદ્દાખ જવાની યોજના ઉપર વિચાર કરવા લાગ્યા છે કે હવે અહીં જવું કે નહીં?
અહીં આપવામાં આવેલી માહિતી કોવિડ-19 માહામારી પહેલાની છે. પ્રવાસ કરતા પહેલા તપાસ કરી લેવી હિતાવહ છે.