વિશાળ ખુલ્લા રસ્તાઓ, ઠંડો પવન અને અદભૂત નજારાઓ.. વેકેશન વિતાવવા માટે રોડ ટ્રિપ્સથી બહેતર ઉપાય બીજો શું હોય શકે? સડકમાર્ગે યાત્રા ખિસ્સાને ઘણી જ પરવડે છે, એટલું જ નહિ, આ માટે અગાઉથી વિશેષ આયોજન કરવાની પણ કોઈ જરૂરિયાત નથી રહેતી. વળી, સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા, પરંપરાગત ભોજન માણવા અને જે-તે સ્થળની વિસ્તૃત માહિતી મેળવવા રોડ ટ્રિપ્સશ્રેષ્ઠ મધ્યમ સાબિત થાય છે. અહીં ભારતનાં દરેક રાજ્યોની શાનદાર રોડ ટ્રિપ્સ વિષે જાણકરી આપવામાં આવી છે, લોકડાઉન પછી અવશ્ય કશુંક ટ્રાય કરશો. આ આર્ટિકલમાં ભારતનાં દરિયાકિનારાથી લઈને રણ પ્રદેશ તેમજ પહાડોનાં વિસ્તારમાં આવેલા રાજ્યોની રોડ ટ્રિપ્સ વિષે વાત કરવામાં આવી છે.
રોડ ટ્રીપ: શ્રીનગરથી લેહ
અંતર: ૪૩૫ કિમી
સામાન્ય રીતે આ રોડ ટ્રીપ પૂરી કરવા પ્રવાસીઓ ૨ દિવસ જેટલો સમય લેવાનું પસંદ કરે છે. શ્રીનગરથી સોનમર્ગ ખીણ થઈને લેહ તરફ આગળ વધી શકાય છે. પહેલી રાત કારગિલમાં રોકાઈને અમે જોજીલા પાસ પાર કર્યું જે લગભગ અડધે રસ્તે આવે છે. કારગિલથી લેહનો રસ્તે ઘણાં નાના-નાના ગામો આવેલા છે જ્યાં ખાવાપીવાંનાં પૂરતાં વિકલ્પો ઉપલબ્ધ છે.
રોડ ટ્રીપ: શિમલાથી સાંગલા (કિન્નૌર)
અંતર: ૨૧૫ કિમી
કિન્નૌર અને સ્પીતીનો રસ્તો વિશાળ મેદાનો, બર્ફીલા શિખરો, ખીણમાં આવેલા હરિયાળા જંગલો જેવા અદભૂત કુદરતી દ્રશ્યો માણવાની તક આપે છે. હિમાલયની ગોદમાં આવેલો એ આખો રસ્તો અનેક નવી વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે પ્રખ્યાત છે.
રોડ ટ્રીપ: ઋષિકેશથી ગંગોત્રી
અંતર: ૨૬૫ કિમી
આ રોડ ટ્રીપ બાઈકર ગ્રુપ્સમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને દેશભરમાંથી યુવાનો આ સુંદર રસ્તા પર બાઇક ટ્રીપ કરવા આવે છે. આ રસ્તો આમ તો ઘણો જ વ્યવસ્થિત છે પણ કેટલીક જગ્યાએ થોડા ખરાબ રસ્તાનો પણ સામનો કરવો પડે છે. અલબત્ત, આ યાત્રા ખૂબ જ શાનદાર રહેશે. ચંબા બાદ ખરાબ રસ્તાઓની શરૂઆત થાય છે પણ ગંગા નદીના મનમોહક દ્રશ્યો તે વાત ભુલાવી દેશે. અને હા, ભૈરોઘાટી નજીક એશિયાનાં સૌથી ઊંચા પૂલ પરથી પસાર થવાનું ન ભુલશો.
રોડ ટ્રીપ: મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઇવે
અંતર: ૯૫ કિમી
મુંબઈ કે પૂનાનાં લોકો માટે લોનાવલા સુધીની રોડટ્રીપ એ બેસ્ટ વીકેન્ડ ગેટવે છે. અહીંનું મનમોહક વાતાવરણ અને હરિયાળી ખીણ શહેરથી દૂર શાંતિનો અનુભવ કરાવે છે. અહીં જઈને ચિક્કીનો સ્વાદ માણવાનું ન ચૂકશો.
રોડ ટ્રીપ: પંજીમથી ચોરલા ઘાટ
અંતર: ૬૦ કિમી
માખણ જેવી મુલાયમ સડક દરેક રોડટ્રીપ પ્રેમીનું સ્વપ્ન હોય છે. પંજીમ પાસેનો ડબલ લેન રોડ- બેલગામ હાઇવે આવી જ એક સડક છે. પહાડો વચ્ચે બનાવવામાં આવેલો રસ્તો ગજબ શાંતિની અનુભૂતિ કરાવે છે.
રોડ ટ્રીપ: ચેન્નાઈથી પોંડિચેરી
અંતર: ૧૫૦ કિમી
સમુદ્રને લગોલગ ચાલતી આ રોડટ્રીપ દક્ષિણ ભારતની શ્રેષ્ઠ રોડટ્રીપ માનવામાં આવે છે. આ રસ્તાને ઈસ્ટ કોસ્ટ રોડ તરીકે ઓળખવામાં આવે છે. આ રસ્તો મહાબલીપુરમ (વર્લ્ડ હેરિટેજ સાઇટ), કલ્પકકમ (ન્યુક્લિયર સુવિધા), ઈદયકકાઝીંદુ (આલમપરાઈ કિલ્લા), મુદલિયારકુપ્પમ (કૂલ બોટહાઉસ સુવિધા), મરકકાનમ (મીઠાં માટે પ્રખ્યાત) પાસેથી પસાર થઈને નીકળે છે.
રોડ ટ્રીપ: ચંડીગઢથી અમૃતસર
અંતર: ૨૩૦ કિમી
વિશાળ પહોળા રસ્તાઓ અને બાજુમાં લહેરાતા સરસોનાં ખેતરો... પંજાબમાં તમારું સ્વાગત છે. ખારથી આગળ એક પૂલ છે જ્યાંથી તમે સતલજ નદી પાર કરશો. પંજાબનાં આ સુંદર શહેરમાં પહોંચતા ૪ થી ૫ કલાક થાય છે. અહીં ફરવા માટે જગવિખ્યાત સુવર્ણમંદિર ઉપરાંત જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર જેવી ઐતિહાસિક જગ્યાઓ પણ છે.
રોડ ટ્રીપ: મુરથલથી દિલ્હી
અંતર: ૪૫ કિમી
દિલ્હીમાં ફરવા માટે સૌથી પહેલા જો કોઈ જગ્યાનો વિચાર આવે તો તે છે મુરથલ. અહીં ખૂબ જ વિશાળ રસ્તાઓ પર ઘણી જ ચહલ-પહલ રહે છે. ઠંડી હવા અને તાજગીનો અનુભવ થાય એટલે સમજી શકાય કે મુરથલ આવી ગયું.
રોડ ટ્રીપ: થકકડીથી મુન્નાર
અંતર: ૧૦૦ કિમી.
આ સુંદર રમણીય રસ્તો થકકડીનાં ઘેઘૂર જંગલમાંથી પસાર થઈને પહાડી શહેર મુન્નાર સુધી લઈ જાય છે. આ રસ્તે અનેક વન્યજીવો પણ જોવા મળે તેવી સંભાવના રહે છે. સફર વધુ આનંદદાયક બનાવવા આ રસ્તે અનેક નાના-મોટા ટી સ્ટોલ્સ પણ છે.
રોડ ટ્રીપ: નોઇડાથી આગ્રા
અંતર: ૧૬૫ કિમી.
યમુના એક્સપ્રેસ વે પર રોડટ્રીપ એ એક યાદગાર અનુભવ છે. તે ભારતનો સૌથી લેટેસ્ટ એક્સપ્રેસ હાઇવે છે. ઉત્તર પ્રદેશમાં નોઇડા અને આગ્રાને જોડતો ૬ લેન કંટ્રોલ્ડ એક્સેસ એક્સપ્રેસ હાઇવે છે. લેટેસ્ટ ટેકનોલોજી, મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષાની દ્રષ્ટિએ ભારતનાં બેસ્ટ હાઇવેઝમાં યમુના એક્સપ્રેસ હાઇવેની ગણતરી થાય છે.
રોડ ટ્રીપ: ઈન્દોરથી માંડું
અંતર: ૯૫ કિમી
મધ્યપ્રદેશના ઈન્દોરથી માંડુંની રોડ ટ્રીપથી આ રાજ્યના બે સુંદર શહેરો વિષે જાણકારી મળે છે. આ રસ્તામાં જહાજ મહેલ, હિંડોળા મહેલ, જામી મસ્જિદ, આલમગીર ડેટ, હોશાંગ શાહનો મકબરો, રૂપમતી પેવેલિયન, બાજ બહાદુર મહેલ, અને બાઓબાબનું વૃક્ષ સહિત અનેક સુંદર સ્થળોનો આનંદ લઈ શકાય છે.
નાગાલૈંડ અને મણિપુર
રોડ ટ્રીપ : કોહિમાંથી ફેક જિલ્લો
અંતર : ૧૧૩ કિમી
આ રોડ ટ્રીપમાં પૌરાણિક નાગા શહેરોને જોઈ શકાય છે. કોહિમાંથી થોડા કાળકોના અંતરે આવેલા ગામડાઓ તરફ કે પછી ફેક જિલ્લાઓ તરફ, કોઈ પણ બાજુએ જઈએ આદિવાસી જીવનનાં દર્શનનો લાભ મળી રહે છે.એક રેટ આદિવાસી પરિવારો સાથે હોમ સ્ટે કરીને મણિપુરની સરહદ પરના ચક્ષંગ આદિવાસીઓને પણ મળી શકાય છે.
મિઝોરમ
રોડ ટ્રીપ: આઈજોલ થી હુઇફંગ
અંતર: ૫૨ કિમી
આ રોડટ્રીપ અઈબવાંકની આસપાસ મિજો ફૂડ અને ફૂલપુઈનાં સુંદર દ્રશ્યો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.
મેઘાલય
રોડ ટ્રીપ: શિલોંગ, દોકી, માવાલ્યનાંગ અને ચેરાપૂંજી
અંતર: ૨૦૦ કિમી
આ રોડટ્રીપ દરમિયાન તમને ક્રિસ્ટલ જેમ ચમકતા પાણીવાળા તળાવો અને ઝરણાઓ અને વન્યજીવોનાં દર્શનનો આનંદ મળશે.
આંધ્રપ્રદેશ
રોડટ્રીપ: વિજયવાડાથી રાજામુંદરી
અંતર: ૧૬૦ કિમી
આ રોડટ્રીપ તમને કૃષ્ણા નદીકિનારે થી ગોદાવરી નદીના કિનારા સુધી લઈ જશે. શાસ્ત્રો અનુસાર આ જગ્યા ખૂબ જ ફળદ્રુપ માનવામાં આવે છે અને હરિયાળા ખેતરો પણ પુષ્કળ જોવા મળે છે. ગોદાવરી કિનારે નાળિયેરીના દ્રશ્યો એક સુંદર ગામડા જેવી જલક આપે છે.
આસામ અને અરુણાચલ પ્રદેશ
રોડટ્રીપ: ગુવાહાટી થી તવાંગ
અંતર: ૫૨૦ કિમી
બરફથી જામી ગયેલા ઝરણા, વૃક્ષો અને પહાડીઓ સાથે આ રોડટ્રીપ ખૂબ જ સુંદર લાગે છે. આદિવાસીઓ પણ અહિયાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઉપરાંત અહિયાં તેજપુર, નોમેરી નેશનલ પાર્ક, જીયા ભોરોલી નદી, ઉપરી ગોમ્પા મઠ, અને દીરંગ જેવી અનોખી જગ્યાઓ પણ આવેલી છે.
ઓડિશા
રોડટ્રીપ:પૂરી થી કોર્ણાંક
અંતર: ૩૫ કિમી
પૂરીથી કોણાર્ક હાઇવે રસ્તાની બંને તરફના મંડપ જેવા વૃક્ષોને કારણે ખૂબ જ સુંદર અને રોડટ્રીપ પ્રેમીઓ માટે ખૂબ જ રોમાંચક છે. પ્રાકૃતિક સુંદરતાને કારણે અહી મંત્રમુગ્ધ થઈ જવાય તેવું વાતાવરણ ઊભું થાય છે.
સિક્કિમ
રોડટ્રીપ: ગંગટોક થી નાથુ લા
અંતર: ૫૬ કિમી
ઉતર પૂર્વ ની આ રોડટ્રીપ દરેકે એક વખત તો કરવી જ જોઈએ. એડવેન્ચર પ્રેમીઓ માટે પહાડો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ત્સૉ ન્ગો જેવા ઝરણાં તેમને અહિયાં ખેચી લાવે છે.
કર્ણાટક
રોડટ્રીપ: બેંગ્લોર થી બાંદીપુર
અંતર: ૨૨૦ કિમી
જંગલોની વચેથી નીકળતો બાંદીપુર વનમાર્ગ ભારતનાં સુંદર રસ્તાઓમાંથી એક છે. બાંદીપુર નેશનલ પાર્કમાંથી નીકળતી વખતે મૈસુર થી ઉટી જવા માટે એક જ રસ્તો લઈ શકાય છે. રસ્તાઓ પર હરણ જેવા વન્યજીવો અને ભોજન માટે મકડોનલડસ તથા ccd પણ મળી રહે છે.
રાજસ્થાન
રોડટ્રીપ: જયપુર થી જૈસલમેર
અંતર: ૫૫૦ કિમી
રાજસ્થાનના રસ્તાઓ રોડટ્રીપ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ યાત્રામાં રેતીના ઢૂઆ , ઊંટ, મંદિરો, કિલ્લાઓ, મહેલો, અને અન્ય ઘણી અવિશ્વસનીય જગ્યાઓ જોવા મળશે. ઓછામાં ઓછા ૩ દિવાની યાત્રા અહી કરવી જ જોઈએ.
પશ્ચિમ બંગાળ
રોડટ્રીપ: કોલકાતા થી દીઘા
અંતર: ૧૮૦ કિમી
આ ટ્રીપ માટે કોઈ પણ કોલકાતા નિવાસી હમેશા સડક માર્ગ જ પસંદ કરશે. આ માર્ગ પૂર્વ ભારતમાં ફરવા માટે સૌથી વધુ પસંદ કરાયેલ માર્ગ માનવામાં આવે છે. માનસિક શાંતિ માટે અહિયાં ૨ દિવસનો સમય આપવો જોઈએ.
ગુજરાત
રોડટ્રીપ: અમદાવાદથી કચ્છ
અંતર: ૪૦૦ કિમી
અદભૂત સફેદ રણ , કચ્છ નિવાસીઓની જીવન શૈલી, નિરોના, નખ્તરાના અને હોડકો જેવી હસ્ત શિલ્પ કળા, અને ધોળાવીરાનાં ખંડેર, તથા કચ્છ ફોસીલ પાર્ક વગેરેનો ફરજિયાત અનુભવ કરવા જેવો છે.
અંદામાન અને નિકોબાર ટાપુઓ
રોડટ્રીપ: પોર્ટ બ્લેર થી રોસ અને સ્મિથ ટાપુ
અંતર: ૩૨૦ કિમી
આ રોડટ્રીપ ભારતનાં એક માત્ર અને અદભૂત ઝારવા ફોરેસ્ટ રિસર્વ વચેથી પસાર થાય છે. જંગલ અને ટાપુમાંથી પસાર થતી આ યાત્રામાં ઘેઘૂર જંગલો જોવા મળે છે. રંગત ટાપુ,જ્વાળામુખી અને ચુનાના પથ્થર ઓ માટે જાણીતો છે. પક્ષી પ્રેમીઓ પેરટ ટાપુ પણ જઇ શકે છે. અહીનું સૌથી અદભૂત આકર્ષણ આમકુંજ કિનારો છે.