બરફથી ઢંકાયેલા પહાડો અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર દ્રશ્યો વચ્ચે આધુનિક વિકાસ, શૉપિંગ મૉલ અને વિકસતા શહેર અંગે વિચારીને જુઓ, સિલીગુડી શહેર તેનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. દાર્જિલિંગ, સિક્કિમ કે પછી આપણા પડોશી દેશ ભૂટાનની જેમ ઉત્તર-પૂર્વની જાણીતી જગ્યાની યાત્રામાં આને ફક્ત એક નાનકડા સ્ટોપ તરીકે જ જોવામાં આવે છે. પરંતુ સિલીગુડી એવી જગ્યા છે જેને અલગ રીતે જોવી જોઇએ.
કેમ કરશો સિલીગુડીની યાત્રા
સિલીગુડી પોતાના ચાર ટી (T) એટલે કે ટુરિઝમ (પર્યટન), ટિંબર (લાકડું), ટી (ચા) અને ટ્રાન્સપોર્ટ (હેરફેર) માટે જાણીતું છે. આ શહેરમાં આ ચાર ફેમસ ચીજો ઉપરાંત પણ ઘણાં બધા દર્શનીય સ્થળ છે. જે અંગે અમે અહીં બતાવવા જઇ રહ્યા છીએ.
કોરોનેશન બ્રિજ
કોરોનેશન બ્રિજ સિલિગુડીથી લગભગ 25 કિ.મી.ની દૂર એક નાનકડા શહેર સિવોકમાં આવેલું છે. આ બ્રિજનું નિર્માણ મહારાણી એલિઝાબેથ અને કિંગ જ્યોર્જ VIના રાજ્યભિષેકના સમયે કરવામાં આવ્યું હતું. આ બ્રિજને અન્ય નામે પણ ઓળખવામાં આવે છે. આના પ્રવેશ દ્ધાર પર વાઘની બે મૂર્તિઓ હોવાથી તેને ‘બાઘ પુલ’ કે ‘ટાઇગર બ્રિજ’ કે પછી સ્ટિલથી બનેલો હોવાના કારણે તેને લોખંડીયો પુલ પણ કહેવામાં આવે છે. આ બ્રિજ તેની સુંદર ડિઝાઇન અને એન્જિનિયરિંગ માટે ઓળખાય છે અને પર્યટકો માટે આ બ્રિજ એક મહત્વની જોવાલાયક જગ્યા છે. દાર્જિલિંગથી સિલીગુડી સુધીની યાત્રા દરમિયાન પર્યટકોને અહીં સ્થાનિક હરિયાળીના રમણીય દ્રશ્યોનો આનંદ માણવા મળે છે. આ બ્રિજ કલિંપોંગ, નાથુલા અને ગંગટોક સુધી જાય છે અને રાષ્ટ્રીય રાજમાર્ગ (નેશનલ હાઇ વે) 31 તરીકે પણ ઓળખાય છે. આ બ્રિજની આસ-પાસ તમને અનેક મનમોહક દ્રશ્યો જોવા મળે છે.
નૉર્થ બંગાળ વાઇલ્ડ એનિમલ પાર્ક
વન્યજીવ પ્રેમીઓ માટે સિલીગુડીમાં અનેક વિકલ્પ મોજુદ છે જેમાં સૌથી લોકપ્રિય છે, નૉર્થ બંગાળ વાઇલ્ડ એનિમલ પાર્ક! અહીં 250થી વધુ પ્રાણીઓ છે જેમાં રૉયલ બંગાળ ટાઇગર, જંગલી ભુંડ, દિપડો અને હિમાલયના કાળા રીંછની અનેક પ્રજાતિઓ સામેલ છે. આ પાર્કમાં ફરવા માટે તમે જીપ અને એલિફન્ટ સફારી પણ લઇ શકો છો. 700 એકરથી પણ વધુ જગ્યામાં ફેલાયેલો આ વિશાળ પાર્ક તેની અદ્ભુત પ્રાકૃતિક સુંદરતાથી લોકોને ચોંકાવવા માટે તૈયાર રહે છે.
નોટઃ દરેક સોમવારે આ પાર્ક બંધ રહે છે.
ઉત્તર બંગાળ વાઇલ્ડ એનિમલ પાર્કમાં જો તમારાથી કંઇ જોવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે બીજા તબક્કામાં મહાનંદા વાઇલ્ડલાઇફ સેંક્ચુરી બિલકુલ યોગ્ય જગ્યા છે. આ વન્યજીવ અભયારણ્ય સિલીગુડીથી લગભગ 9 કિ.મી. દૂર આવેલું છે. આ રિઝર્વ ફૉરેસ્ટમાં અનેક પ્રકારની વનસ્પતિઓ, જીવો, હાથિઓ અને રૉયલ બંગાળ ટાઇગર્સ સહિત અનેક જીવ જોવા મળશે. પક્ષી પ્રેમીઓ માટે આ ઘણું જ પસંદગીનું સ્થળ છે. તેમને અહીં બુલબુલ, હિમાલયી હૉર્નબિલ ઉપરાંત સેન્ટ્રલ એશિયાની ઘણીબધી વિદેશી પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. અહીં એક સરકારી લૉજ પણ છે એટલે જો તમે ઇચ્છો તો અહીં રાત પણ પસાર કરી શકો છો.
નોટઃ આ પાર્ક વરસાદના દિવસોમાં 16 જૂનથી 15 સપ્ટેમ્બર (ત્રણ મહિના) સુધી બંધ રહે છે.
ચાના બગીચાનો આનંદ માણો
સિલીગુડી જઇને જો તમે ચાના બગીચાની મુલાકાત નથી કરી તો યાત્રા અધુરી ગણાશે. સિલીગુડી અનેક પ્રકારની ચા માટે જાણીતી છે, જેને તમે જોવાની સાથે સાથે ટેસ્ટ પણ કરી શકો છો. તમે આના માટે ડાગાપુર કે સુકનાની મુલાકાત પણ લઇ શકો છો. અહીં સેપૉય ધુરા એક લોકપ્રિય ચાનો બગીચો છે, જે મહાનંદા વાઇલ્ડલાઇફ સેંક્ચુરીની પાસે જ છે.
તમે કૃષ્ણ ભક્ત છો કે નહીં પરંતુ અહીંનું ઇસ્કૉન મંદિર ફક્ત ફરવા આવેલા લોકો માટે પણ ઘણું મહત્વનું છે. પશ્ચિમ બંગાળના સૌથી મોટા કૃષ્ણ મંદિરોમાંનું એક આ મંદિર દરેક ધર્મના લોકો દર્શન માટે આવે છે. અહીંનું સુંદર પરિસર, સ્વાદિષ્ટ ભોજનની સાથે સુખદ વાતાવરણ દરેકને પસંદ આવે છે.
નૉર્થ બંગાળ સાયન્સ સેન્ટર
વિજ્ઞાન અંગે લોકોને જાણકારી આપવા માટે બનેલુ આ વિજ્ઞાન કેન્દ્ર મોટા અને બાળકો બધાની પસંદગીની જગ્યા છે. અહીં અનેક પ્રકારના ક્રિએટિવ મૉડલ્સ, સાયન્સ શો, ઉડી શો ઉપરાંત ડિજિટલ તારામંડળ પણ છે. અહીંની એન્ટ્રી ફી ઘણી ઓછી હોવાના કારણે સ્થાનિક લોકો અને પર્યટક બન્નેમાં આ ઘણી જાણીતી જગ્યા છે.
દુધિયા
આ જગ્યા શહેરની બહાર સિલીગુડી ઔલ મિરીકની વચ્ચે છે અને બાલસન નદીના કિનારે ચાના બગીચાથી ઘેરાયેલું છે. ઠંડીની ઋતુમાં અહીં પાણીનું સ્તર ઓછું હોય છે તો લોકોની ભીડ ઉભરાય છે. જો કે સપ્તાહમાં ક્યારેય યાત્રા કરવા માટે આ એક સારી જગ્યા છે. આ ઉપરાંત, અહીં જોવાલાયક મધુબન પાર્ક, સૂર્ય સેન પાર્ક, સાલુગરા મઠ પણ છે.
ક્યાંથી કરશો ખરીદી
અહીંથી ખરીદી કરવા માટે દાર્જિલિંગ ચા, તિબેટ અને ભૂટાનના ઉનના કપડા ઉપરાંત સિક્કિમના હસ્તશિલ્પ પણ છે. હિલ કાર્ટ રોડ અને સીવોક રોડ સુંદર શોપિંગ જગ્યા છે. અહીંનું સૌથી લોકપ્રિય બજાર છે હૉંગકૉંગ બજાર. ઉપરાંત અહીંના હિલ કાર્ટ રોડ અને સેવોક રોડ પર ઘણાં બધા બજાર છે.
ક્યાં ખાશો ખાવાનું
સિલીગુડીનું પોતાનું કોઇ લોકપ્રિય વ્યંજન નથી પરંતુ તિબેટ, નેપાળ અને બંગાળી ભોજન માટે આ સુંદર જગ્યા છે. અહીં શાકાહારી અને માંસાહારી બન્ને ઓપ્શન છે. અહીં તમે મોમોસથી લઇને થુપકા સુધીનો ટેસ્ટ કરી શકો છો. અહીંની મોટાભાગની રેસ્ટોરન્ટમાં ખાવાની ક્વોલિટી અને સ્વાદની સરખામણીમાં ખાવાની કિંમત વ્યાજબી છે. અહીં તમે એક ટંકનું ખાવાનું ફક્ત 100થી 200 રૂપિયામાં ખાઇ શકો છો.
સિલીગુડી જવાનો બેસ્ટ ટાઇમ
સિલીગુડી તો આખુ વર્ષ ફરવા માટે પરફેક્ટ છે. પરંતુ પર્યટનના હિસાબે માર્ચથી મે અને ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય યોગ્ય માનવામાં આવે છે. તેનું એક મોટું કારણ એ છે કે અહીં ગરમી અને ઠંડી બન્ને વધારે પડે છે.
કેવી રીતે પહોંચશો
હવાઇ માર્ગઃ મુખ્ય શહેરથી 17 કિ.મી. દૂર પર સ્થિત બાગડોગરામાં એક ડોમેસ્ટિક એરપોર્ટ છે. અહીંથી મુંબઇ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટી માટે નિયમિત ઉડ્યન છે. એરપોર્ટથી શહેર સુધી જવા માટે ખાનગી અને સરકારી ગાડીઓ પણ મળી રહે છે.
ટ્રેન માર્ગઃ ન્યૂ જલપાઇગુડી, સિલીગુડી જંકશન અને સિલીગુડી ટાઉનથી આ ત્રણ રેલવે સ્ટેશન શહેરમાં આવેલા છે. સિલીગુડીને ભારતના બીજા રાજ્યોથી આ જ ત્રણેય રેલવે સ્ટેશન જોડે છે. શહેરનું સૌથી મોટુ રેલવે સ્ટેશન ન્યૂ જલપાઇગુડી જે મુખ્ય શહેરથી 20-30 મિનિટ દૂર છે.
રોડ માર્ગઃ અહીંના રસ્તા બીજા દેશો, રાજ્યો અને શહેરો સાથે સારીરીતે જોડાયેલા છે. રોડથી સિલીગુડી જવા માટે સૌથી સારો માર્ગ કોલકાતાથી છે. ફંતશોલિંગ/જયગાંવ, ગંગટોક, ભૂટાન અને બાંગ્લાદેશથી નિયમિત બસ સેવા પણ છે.
અન્ય સુવિધાઓ
આ શહેરમાં ફરવાનું ઘણું જ સસ્તુ છે કારણ કે અહીં પ્રાઇવેટ અને શેરિંગ ટેક્સી, બસ, ઇલેક્ટ્રિક રિક્ષા અને સાયકલ રિક્ષા સહિત અન્ય ઘણી સારી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ છે. આ બધાનું ભાડુ ઘણું ઓછું છે.
રહેવા માટે
આમ તો આખા શહેરમાં રોકાણ માટે અનેક ઓપ્શન્સ છે પરંતુ સેવોક રોડ અને પ્રધાન રોડની પાસેની હોટલ વધુ પસંદ કરવામાં આવે છે. ટ્વિન શેરિંગ પર પ્રતિ રાતની કિંમત ₹1,200 છે. સિલીગુડીમાં કેટલીક સારી હોટલો જેવી કે સિનક્લેયર્સ, સિંડ્રેલા હોટલ અને લેમન ટ્રી હોટલ છે.