એ વાતને કોઇ બે મત નથી કે ગુજરાતનો દરિયાકિનારો ખૂબજ સુંદર છે અને તેટલા માટે જ તે લાખો લોકોને દુનિયાના વિવિધ ખૂણેથી ગુજરતાના આ દરિયાકિનારાની સુંદરતા માણવા માટે આકર્ષિત કરે છે. હું છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છું અને આ સુંદર દરિયાકિનારા પર આવેલા વિવિધ બીચને માણી રહ્યો છું. આ રહ્યા ગુજરાતના એકદમ ટોપ બીચની તસવીરો અને તેને લગતી રસપ્રદ વાતો જે તમને આશ્ચર્યચકિત કરશે.
ડુમસ બીચ
આ બીચ ભારતનું એકમાત્ર સ્થળ છે જેટલું સુંદર છે તેટલું જ ભૂતિયા છે. આ બીચ સુરતમાં સ્થિત છે અને કુદરતી રીતે રહસ્યમય કાળી રેતીથી ઢંકાયેલું છે. મુલાકાતીઓ રાતના સમયે આ બીચની મુલાકાત લેવામાં ખટકાટ અનુભવે છે અને તેનું કારણ એક સ્મશાન હોઈ શકે છે જે બીચથી ખૂબ જ નજીક છે. જુઓ, આ સ્ટોરી પહેલાથી જ જગ જાહેર છે. તમારે તમારી સ્ટોરી માટે ફરવું પડશે.
![Photo of Dumas Beach, Gujarat by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606829376_1496075630_1_dumas_beach_www_gujarattourism_com.jpg.webp)
રોયલ બાવરચી રેસ્ટોરેન્ટ
ડુમસ બીચથી લગભગ 2 કિમી દૂર, રોયલ બાવરચી રેસ્ટોરન્ટમાં તમને સરસ વાતાવરણ સાથે ઉત્તર ભારતીય અને ચાઇનીઝ ફૂડ મળી રહેશે. થોડું મોઘું પરંતુ તમે ત્યાં આરામ અને સ્વાદનો અનુભવ કરશો.
કેવી રીતે પહોચવું?
રોડઃ અમદાવાદથી સુરત વચ્ચેનું અંતર આશરે 250 કિલોમીટર જેટલું છે. દિલ્હીથી 1160 કિમી, મુંબઇથી 285 કિમી. ખાંનગી અને સરકારી એમ બન્ને પ્રકારની બસ દ્વારા અમદાવાદથી સુરત એકદમ સરળતાથી પહોંચી શકાય છે.
ટ્રેનઃ લભગભ 100 જેટલી ટ્રેન અમદાવાદ અને સુરત વચ્ચે ચાલે છે. આ સીવાય લગભગ 20 અને 70 ટ્રેન દિલ્હી અને મુંબઇથી સુરત તરફ જાય છે.
હવાઇઃ સુરત એરપોર્ટ સાથે દેશના વિવિધ ડોમેસ્ટિક એરપોર્ટ જોડાયેલા છે
આ લેખ કોવિડ-19 મહામારી પહેલા લખવામાં આવ્યો હોવાથી, ટ્રેન તેમજ બસ અને વિમાન સેવાના સમય અને સંખ્યમાં ફેરફાર હોઇ શકે છે. આ સીવાય દેશ અથવા દુનિયાના કોઇપણ સ્થળે પ્રવાસ કરતા પહેલા સ્થાનિક પ્રસાશન દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રવાસનને લતા સૂચનોને ધ્યાનમાં લેવા હિતાવહ છે.
નારગોલ બીચ
જો તમે કોઈ અલગ જ અનુભવની શોધમાં છો અને ખજૂરનાં ઝાડની હેઠળ દરિયા કિનારાના મોજાનો મધૂર અવાજ સાંભળવા માંગો છો તો, નારગોલ બીચ યોગ્ય પસંદગી હોઈ શકે છે. તમે દરિયાના પવનમાં લહેરાતા અને આજુબાજુ માં લટાર મારીને આ જગ્યાને સ્વર્ગ બનાવી શકો છો.
![Photo of Nargol Beach, Gujarat by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606829577_1496239054_nargol_beach.jpg.webp)
નારગોલ બીચ રિસોર્ટ
નારગોલ બીચથી આશરે 1.5 કિ.મી. દૂર, આ રિસોર્ટ કમ રેસ્ટોરન્ટ સહકારી કર્મચારીઓ દ્વારા ઉત્તમ ગુણવત્તાની ફૂડ સર્વ કરે છે. રિસોર્ટની અંદર તમે આસપાસના અસંખ્ય નાળિયેરનાં વૃક્ષોનો આનંદ માણી શોકો છો.
કેવી રીતે પહોંચવું?
ઉપર જણાવવામાં આવેલી વિગતોને તમે ધ્યાને લઇ શકો છો કારણકે આ બીચ વલસાડ જિલ્લામાં આવેલો છે અને તે સુરતથી માત્ર 100 કિલોમીટરના અંતરે આવેલો છે. એટલે કે તમે એકવાર ગુજરાતમાં આવી ગયા પછી તમે આખાય ગુજરાતમાં ટ્રેન અથવા બસ અને કાર દ્વારા આરામથી ફરી શકો છો.
માંડવી બીચ
ભારતના સુંદર બીચ માનો એક એટલે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો માંડવીનો બીચ. મારે વિશ્વાસ કરો, જો તમે સૌથી બેસ્ટ સનસેટને રેંક કરવાનું કહેવામાં આવે તો તમે આ જ બીચને રેંક આપશો.
![Photo of Mandvi Beach, Mandvi Rural, Gujarat by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606829635_1496084748_4_mandvi_beach_4.jpg.webp)
ઘનશ્યામ રેસ્ટોરેન્ટ
મારા એક મિત્રએ મને આ રેસ્ટોરેન્ટનું નામ સજેશન કર્યું હતું. મારો વિશ્વાસ કરો આ નાનું એવી ભલે છે પણ તેની પાસે ઘણી બધી વેરાયટી છે જેની મજા તમે માણી શકો છો. માંડવી બીચથી માત્ર 2 કિલોમીટર જ દૂર છે. આ રેસ્ટોરેન્ટ સ્વામીનારાયણ મંદિરની એકદમ સામે જ આવેલું છે. એકદમ સુંદર અને ચોક્કસથી મુલાકાત લેવા જેવું સ્થળ.
કેવી રીતે પહોંચવું?
રોડઃ રાજ્ય સરકરાની બસ અને ખાનગી બસો તેમજ ટેક્સી તમને અહીં ભૂજમાં મળી રહશે કે જે તમને માંડવી બીચ સુધી લઇ જશે. ભૂજથી માંડવી જવા માટે 1 કલાકથી થોડો વધારે સમય લાગે છે. સ્થાનિક પ્રવાસ માટે જીપ ભાડે કરી શકાય છે.
સોમનાથ બીચ
સોમનાથ મંદિરના અને એક ધાર્મિક સ્થળના કારણે આ બીત આખા વિશ્વમાં પ્રખ્યાત છે. 12 જ્યોર્તિલિંગમાંનું આ પહેલું જ્યોર્તિલિંગ છે. તે ભારતના પશ્ચિમ ઘાટ અને ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલું છે. આ એ ભૂમિ છે કે જેની મુલાકાત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેમના જીવનના છેલ્લા દિવસોમાં લેવામાં આવી હતી.
![Photo of Somnath Beach, Somnath, Gujarat, India by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606829933_1496084820_5_somnath_temple_www_akshartours_com.jpg.webp)
સુગર એન સ્પાઇસ્
આ રેસ્ટોરેન્ટ સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર આવેલું છે. દરેક પ્રકારના સ્વાદ માચે આ એક જ રેસ્ટોરેન્ટ કાફી છે. લોકો દ્વારા આ રેસ્ટોરેસન્ટને શહેરનું સૌથી બેસ્ટ રેસ્ટોરેન્ટ રેન્ક કરવામાં આવ્યું છે.
કેવી રીતે પહોંચવું?
રોડઃ સરકારી બસ તેમજ ખાનગી બસ અને વહાન તમને ગુજરાતના કોઇપણ નાના-મોટા શહેરમાંથી સમય-સમય પર મળી જશે. આ જગ્યા ગુજરાતના તેમજ ભારતના મોટા ભાગના શહેરો જેમકે અમદાવાદ (400કિમી), રાજકોટ(200કિમી), પોરબંદર(120કિમી) અને મુંબઇ(900કિમી) સાથે જમની માર્ગ સાથે જોડાયેલું છે.
ટ્રેન દ્વારાઃ અહીં નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે જે લગભગ 7 કિલોમીટરના અંતરે આવેલું છે અને તે અમદાવાદ અને ગુજરાતના અન્ય સ્થળો સાથે એકદમ વ્યવસ્થિત રીતે જોડાયેલું છે.
હવાઇ માર્ગઃ નજીકનું એરપોર્ટ કેશોદમાં આવેલું છે જે સોમનાથ થી 55 કિલોમીટર દૂર છે અને તે માત્ર મુંબઇ સાથે જ જોડાયેલું છે. આ સીવાય અન્ય એક એરપોર્ટ દિવમાં પણ છે અને તે સોમનાથ થી 80 કિલોમીટર દૂર છે સાથે-સાથે મુંબઇ અને દિલ્હી સાથે જોડાયેલું છે.
દાંડી બીચ
આ પર્યટન સ્થળ તેના ઐતિહાસિક મહત્વ માટે ખૂબ પ્રખ્યાત છે કારણ કે પ્રખ્યાત 'દાંડીયાત્રા' મહાત્મા ગાંધી દ્વારા 1930 માં શરૂ કરવામાં આવી હતી. જો તમે ગાંધીજીના સાચા અનુયાયી છો, તો મને એ જાણીને આશ્ચર્ય થશે કે તમે આ સ્થળની હજી સુધી મુલાકાત લીધી નથી અને આપણા દેશના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ પૃષ્ઠોનો અનુભવ કર્યો નથી.
![Photo of Dandi Beach, Dandi, Gujarat by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606829978_1496240351_dandi.jpg.webp)
ધ રેડ રીધમ
લગભગ દાંડી બીચથી 12 કિલોમીટર દૂર આવેલું આ રેસ્ટોરેન્ટ તમને ભાતભાતની વાનગીઓ પીરસે છે અને તે પણ મોકટેઇલ સાથે. જો તમારે મોઢામાં પાણી આવી જાયે તેવું કઇ ખાવું હોય તો બર્ગર ઓડર્ર કરો.
કેવી રીતે પહોંચવું?
અહીં જવા માટે ગુજરાતમાં આવ્યા પછી તમે આરામથી ખાંનગી વાહન કે સરકારી બસની મદદ લઇ શકો છો.
પોરબંદર બીચ
પોરબંદર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. તે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણના મિત્ર સુદામા માટે પણ જાણીતું છે. પોરબંદરમાં ચોપાટી બીચ નામનો એક સુંદર બીચ છે - જે દરિયાકાંઠાના ગુજરાતનો સૌથી સ્વચ્છ બીચ છે. ફક્ત આ બીચ આકર્ષક જ નથી જ્યારે આખા શહેરમાં ફરવાલાયક સ્થળો પણ છે.
![Photo of Porbandar Beach Point, GEB Colony, Porbandar, Gujarat, India by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606830111_1496084938_7_porbandar_beach_by_tushar_mehta.jpg.webp)
સ્વાતી રેસ્ટોરન્ટ
પોરબંદરની એકદમ નજીક છે અને અહીં તમને ચાઇનિઝ, પંજાબી અને સાઉથ ઇન્ડિયન જમવાનું મળી રહશે. એકદમ વ્યાજબી ભાવ, સ્વાદિષ્ટ ભોજન અને આરામદાયી જગ્યા છે.
કેવી રીતે પહોંચવું?
રોડઃ રાજ્ય સરકાર દ્વારા આ રૂટ ઉપર AC-Sleeper/ Luxury બસ દોડાવામાં આવે છે. અમદાવાદથી પોરબંદર વચ્ચે મુસાફરી કરવાનો સમય 7થી8 કલાક અને ભાડું રૂ 400 છે. આ સીવાય રાજકોટ સાથે પોરબંદર NH27 દ્વારા જોડાયેલું છે અને આ બે સ્થળ વચ્ચેનું અંતર 180 કિલોમીટર છે.
ટ્રેનઃ પોરબંદરમાં રેલવે સ્ટેશન આવેલું છે કે જે ગુજરાતના મોટાભાગના શહેરો સાથે જોડાયેલું છે. અમદાવાદથી પણ ઘણી ટ્રેન અહીં આવે છે જે લગભગ 10 કલાક જેટલો સમય લે છે.
હવાઇ માર્ગઃ પોરબંદર જવા માટે તમને ભારતના કેટલાક મુખ્ય શહેરો પરથી ફ્લાઇટ મળી જશે.
દ્વારકા બીચ
હિન્દુ તીર્થસ્થાન, દ્વારકા વિશ્વના ઘણા ભાગો અને ગુજરાતના ટોચના ઉત્તમ પર્યટક સ્થળોમાં જાણીતું છે જ્યાં તમને ગુજરાતનો શાંત ચહેરો દેખાશે.
![Photo of Dwarka Beach, Dwarka, Gujarat by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606830206_1496227182_03.jpg.webp)
કેવી રીતે પહોંચવુંઃ
રોડ: અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સોમનાથ અને અન્ય ઘણા મેટ્રો શહેરોથી નિયમિત બસો દ્વારકા મંદિર જઇ શકાય છે. જામનગર અને ઓખા સાથેનો રાજ્ય ધોરીમાર્ગ પણ મંદિરને જોડે છે.
ટ્રેન: દ્વારકા એ અમદાવાદ-ઓખા લાઇન પર એક રેલ્વે સ્ટેશન છે, જેમાં અનેક ટ્રેનો જામનગર, સુરત, રાજકોટ અને અમદાવાદ અને મુંબઇને જોડે છે. દિલ્હીથી ફક્ત એક જ ટ્રેન ઉપલબ્ધ છે તેથી તમારે ખૂબ જ વહેલી તકે તમારી ટિકિટ બુક કરાવવી પડશે.
હવાઈ માર્ગ: જામનગર એરપોર્ટ (જેજીએ) અને પોરબંદર એરપોર્ટ અનુક્રમે 140 કિ.મી. અને 110 કિ.મી.ના અંતરે છે. તમે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન કૃષ્ણના આશીર્વાદ માટે જવા એક ટેક્સી બુક કરી શકો છો.
માધવપુર બીચ
માધવપુર બીચ રજાઓ માટેના અને વેકેશન કરનારાઓ માટે એક ઉત્તમ સ્થળ છે આ બીચમાં મોટી ભરતી આવે છે. બીચ ઉપર નાળિયેર પાણીની દુકાનોમાંથી નાળિયેર પાણીનો આનંદ અને સુશોભિત ઊંટની સવારી કરી શકો છે. તમે ત્યાં દરિયાઈ વસ્તુઓ પણ ખરીદી શકો છો.
![Photo of Madhavpur Beach, Porbandar - Veraval Highway, Madhavpur, Gujarat, India by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1606830267_1496224302_img_2985.jpg.webp)
સંખ્યાબંધ નાના રેસ્ટોરેન્ટ અને ચાના સ્ટોલ્સ નજીકમાં સ્થિત છે જ્યાં તમને ઓછા ભાવે કેટલાક ભોજનનો આનંદ લઇ શકો છો. મારો વિશ્વાસ કરો, જો તમે ત્યાં જશો તો તમે ઘરે પાછા જવા માટે તૈયાર નહીં થાઓ. માધવપુરમાં ઓશોનું એક ધ્યાન કેન્દ્ર પણ છે.
કેવી રીતે પહોંચવું ?
રોડ: માધવપુર બીચ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી ભાગ્યે જ 60 કિમી દૂર છે અને તમે ડાબી બાજુની બધી પવનચક્કીઓની નજીકથી પસાર થશો અને જમણી બાજુથી દરિયાઇ મોજાનોના અવાજ સાંભળશો. આ સુંદર સ્થળ પર પહોંચવા માટે તમે પોરબંદર બસ સ્ટેશનથી એસ.ટી.બસ મેળવી શકો છો.
ટ્રેન: નજીકમાં કોઈ રેલ્વે સ્ટેશન નથી. તમે પોરબંદર પહોંચી શકો છો અને ત્યાં પહોંચવા માટે કેબ અથવા બસ મેળવી શકો છો. હું તમને પોરબંદર મુલાકાત લીધી હોય તે જ દિવસે આ બીચની પર જવાની ભલામણ કરું છું.
હવાઈ માર્ગે: પોરબંદર એરપોર્ટ માધવપુરની નજીકમાં છે જે લગભગ 65 કિ.મી.
કોઈએ એકદમ સાચું કહ્યું કે દરિયો જે રીતે સમુદ્ર કાંઠાને મળે છે તેના કરતા સુંદર બીજુ કંઇ જ નથી, પછી ભલે તે તેમને કેટલી વાર મોકલવામાં આવે. બીચ એટલે આરામ અને શાંતિનું સ્થળ. તમારી પ્રવાસની સૂચિને અપડેટ કરો અને લાંબા સમયથી અવગણવામાં આવતી ગુજરાતની છુપાયેલા સુંદરતાને શોધવા માટે નીકળી જાઓ.