શું તમે પક્ષી પ્રેમીની શ્રેણીમાં આવો છો ? તો ગુજરાતના પક્ષી અભયારણ્યો તમારા માટે જ છે!

Tripoto
Photo of શું તમે પક્ષી પ્રેમીની શ્રેણીમાં આવો છો ? તો ગુજરાતના પક્ષી અભયારણ્યો તમારા માટે જ છે! by UMANG PUROHIT

જો પક્ષીઓનો મધુર અવાજ તમારા કાનને સાંભળવો ગમે છે તો ગુજરાતને તમારી આગામી રજાનું સ્થળ બનાવો. અહીં 6૦૦ થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ અને અસાધારણ દ્રશ્યો સાથે અનેક પક્ષી અભયારણ્યો આવેલા છે કે જે બર્ડવોચર્સ અને વાલ્ડલાઇફ ફોટોગ્રાફરો માટે સ્વર્ગ સમાન છે.

પક્ષીઓનું એક ટોળું ક્ષિતિજ તરફ ઉડ્યું છે, તેમનો કલકલાટ અને મધૂર અવાજ દૂરથી તમારું ધ્યાન આકર્ષિત કરે છે અને તમે તમારા દૂરબીન અને કેમેરાને તેમની ઉડવાની દિશામાં તરફ લઇ જાઓ છો. કલાકો સુધી પ્રકૃતિની સુંદરતાનો તમારી નજર સમક્ષ રાખો છો, જેનો અદ્ભૂત નજારો વખાણવા લાયક હોય છે.

Photo of શું તમે પક્ષી પ્રેમીની શ્રેણીમાં આવો છો ? તો ગુજરાતના પક્ષી અભયારણ્યો તમારા માટે જ છે! 1/2 by UMANG PUROHIT

પક્ષી નિરીક્ષકોના હૃદયમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે. પક્ષી અભયારણ્યો, સરોવરો અને રાષ્ટ્રીય ઉદ્યાનો સાથે ગુજરાત પક્ષીઓ પ્રેમીઓને મોટી સંખ્યામાં આમંત્રણ આપે છે અને નુકસાન પહોંચાડ્યા વિના પ્રકૃતિની મજા માણવાની મંજૂરી આપે છે. પછી ભલે તમે એક અનુભવી પક્ષી નિરીક્ષક હોવ અથવા ફક્ત કોઈ શોખને અનુસરીને ફરવા માટે ગયા છો. રાજ્યમાં ઘણી જગ્યાઓ છે. જે તમારા આનંદમાં વધારો કરશે.

Photo of શું તમે પક્ષી પ્રેમીની શ્રેણીમાં આવો છો ? તો ગુજરાતના પક્ષી અભયારણ્યો તમારા માટે જ છે! 2/2 by UMANG PUROHIT

કચ્છ વિસ્તાર

ઘુડખર અભયારણ્ય

લુપ્ત થતી પ્રજાતિની યાદીમાં મુકાયેલી એક પ્રજાતી એટલે કચ્છમાં મળી આવતા જંગલી ગધેડા. આ પૃથ્વી પરનું એકમાત્ર સ્થળ છે કે જ્યાં તે મળી આવે છે . તે સિવાય આ વિસ્તારમાં બ્લેક બક્સ, હાયનાસ, વરુ, જંતુઓ, દેડકા અને મગરો છે. પક્ષી નિરીક્ષકો માટે અહીં આનંદદાયક અનુભવ થશે કારણ કે અહીં 75,000 પક્ષીઓના ઘર આવેલા છે. યુરોપિયન બ્લુ-પૂંછડીવાળા મધમાખી ખાનારથી લઈને ઇજિપ્તની સીરેનિયસ ગીધ સુધી સ્થળાંતર કરનારા પક્ષીઓની વિવિધતા આશ્ચર્યજનક છે. પછી ત્યાં આઇબીસ, સ્પૂનબિલ્સ, શેન્ક્સ, શ્રીક્સ અને બુલબલ્સ પણ મળી આવે છે.

વિગતો: નજીકના એરપોર્ટમાં અમદાવાદ, રાજકોટ અને ભુજ છે, જ્યારે નજીકનું રેલ્વે સ્ટેશન ધ્રાંગધ્રા છે. તમે અમદાવાદથી ધ્રાંગધ્રા (બે કલાક) સુધી ડ્રાઇવિંગ કરી શકો છો અને તમે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર દેવજીભાઇ ધામેચાના હોમસ્ટેમાં રોકાઈ શકો છો. ચાલું દિવસોમાં ભારતીયો માટે પ્રવેશ ફી રૂ 250 અને રજાના સમયમાં રૂ 310 છે. કેમેરા માટે રૂ 100 અલગથી આપવાના રહે છે.

Photo of Wild Ass Sanctuary Forest Department, Zainabad, Gujarat, India by UMANG PUROHIT

કચ્છ બસ્ટર્ડ અભયારણ્ય

જો તમે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, લેઝર ફ્લોરીકન બસ્ટર્ડ અને મેક્વીન બસ્ટાર્ડને તમારી સૂચિમાં રાખો છો તો મારે આ અભયારણ્યની મુલાકાત જરૂરથી લેવી જોઇએ. બે ચોરસ કિલોમીટર વિસ્તારને 1992 માં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ માટે અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો અને તે આ એકમાત્ર સ્થળ છે કે જ્યાં તે મળી આવે છે.

Photo of Great Indian Bustard Sanctuary Office, Naliya, Naliya, Kutch, Gujarat, India by UMANG PUROHIT

વિગતો: નજીકનું એરપોર્ટ ભુજ છે, જે 110 કિલોમીટર દૂર છે. રેલ્વે સ્ટેશન નલિયા છે, જે 20 કિલોમીટર દૂર છે. તમે ગાંધીધામમાં રેડીસન હોટલ કંડલા (radisson. com) માં રહી શકો છો. અભયારણ્યમાં પ્રવેશ બધા દિવસો માટે મફત છે.

કચ્છ બસ્ટર્ડ અભયારણ્યમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જુઓ

Photo of શું તમે પક્ષી પ્રેમીની શ્રેણીમાં આવો છો ? તો ગુજરાતના પક્ષી અભયારણ્યો તમારા માટે જ છે! by UMANG PUROHIT

ફ્લેમિંગો સિટી

વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો કોલોની, ફ્લેમિંગો સિટી રણમાં એક તળાવ છે જ્યાં દર વર્ષે અડધા મિલિયન કરતા વધારે ફ્લેમિંગો પોતાનું ઘર બનાવવા માટે આવે છે. આ વિસ્તારની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળાના મહિનાઓમાં હોય છે જ્યારે તે ફ્લેમિંગો, પેલિકન્સ અને ઓવેસેટ્સ માટેનું સંવર્ધનનું કેન્દ્ર બને છે.

વિગતો: તમે ફક્ત એક ઊંટ ઉપર સવાર થઇને આ ક્ષેત્રની મુલાકાત લઈ શકો છો. પ્રારંભિક બિંદુ ખાવડા છે જે ભુજથી 66 કિલોમીટર દૂર છે. તમે મુંબઇથી ભુજની ફ્લાઇટ લઈ શકો છો અથવા ભુજ એક્સપ્રેસ અથવા અમદાવાદથી કચ્છ એક્સપ્રેસ લઈ શકો છો. તમે ભુજમાં સિટી ધ વિલેજ રિસોર્ટ (citythevillage.com) માં રહી શકો છો.

Photo of શું તમે પક્ષી પ્રેમીની શ્રેણીમાં આવો છો ? તો ગુજરાતના પક્ષી અભયારણ્યો તમારા માટે જ છે! by UMANG PUROHIT

છારી ધંડ પક્ષી અભયારણ્ય

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મોસમી રણની ભીનાશ દર વર્ષે ચોમાસા અને શિયાળાની ઋતુમાં આશરે 200 જેટલી પ્રજાતિના પક્ષીઓનીઆકર્ષે છે, તેના છીછરા પાણીને કારણે તમે અહીંકેટલાક પક્ષીઓ ફ્લેમિંગો, ક્રેન્સ, સ્ટોર્ક્સ અને સ્પૂનબીલ્સને આનંદ કરતા માણી શકશો.

વિગતો: છારી ધંડ ભુજથી 60 કિલોમીટર દૂર બન્ની ગ્રાસલેન્ડ્સમાં છે. તમારા રોકાણને ભુજમાં રીજેન્ટા રિસોર્ટ (royalorchidhotels.com) પર બુક કરો.

કોસ્ટલ એરિયા

ખીજડીયા પક્ષી અભયારણ્ય

બ્લેક-નેક્ડ સ્ટોર્ક, ડાલમેટિયન પેલિકન, એશિયન ઓપન બિલ સ્ટોર્ક, ડાર્ટર, યુરેશિયન સ્પૂનબીલ અને ઇન્ડિયન સ્કીમર જેવા વૈશ્વિક સ્તરે જોખમી પક્ષીઓને આ છ ચોરસ કિલોમીટર સુરક્ષિત વિસ્તારમાં એક અભયારણ્યમાં જોવા મળી આવે છે. અહીં કોઈ હોટલ નથી, પરંતુ તમે જામનગરમાં રહી શકો છો, જે અહીંથી ફક્ત 12 કિલોમીટર દૂર છે.

Photo of Khijadia Bird Sanctuary, Jamnagar, Gujarat, India by UMANG PUROHIT

વિગતો: જામનગર પાસે એક વિમાનમથક છે અને તમે પક્ષી અભયારણ્યમાં આવવા માટે શહેરથી કાર ભાડે કરી શકો છો. શહેરમાં હોટલ પ્રેસિડેન્ટ (hotelpresident.in) અને હોટલ વિશાલ ઇન્ટરનેશનલ (hotelvishal.com) જેવી હોટલોની શ્રેણી છે. કાર દીઠ પ્રવેશ ફી રૂ 500 રૂપિયા છે. કેમેરા માટે રૂ 200 અલગથી આપવાના રહેશે.

મધ્ય ગુજરાત

વઢવાણા

એક જળાશય અને વેટલેન્ડ જે 25 ગામોને પાણી પૂરું પાડે છે, આ ઇકો કેમ્પસાઇટ ટર્ન, આઇબીસ, સ્ટોર્ક અને સ્પૂનબિલ જેવા પક્ષીઓ માટે પ્રખ્યાત છે.

વિગતો: વડોદરા હવાઈ અને રેલવે દ્વારા દેશના મુખ્ય કેન્દ્રો સાથે જોડાયેલ છે. કોટેજ અને ટેન્ટમાં ભાડેથી રહેવાની સગવડ ઉપલબ્ધ છે.

જામ્બુઘોડા વન્ય અભયારણ્ય

1990માં સ્થપાયેલ આ અભયારણ્ય 130 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. અહીં તમને સ્થાનાંતરિત પક્ષીઓ મળશે જેમ કે પિન્ટલ્સ, ટીલ્સ, ડક. તે સિવાય ફોર હોર્ન એન્ટેલોપ, બ્લૂ બીલસ્, હાયનાસ, જેકલ્સ, અને સ્લોથ બિયર તેમજ વિવિધ પ્રકારના સ્નેક પણ અહીં મળી આવે છે.

Photo of Jambughoda Wildlife Sanctuary, Zand Hanuman Road, Jambughoda, Gujarat, India by UMANG PUROHIT

વિગતો: યુનોસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ વડોદરાથી ચંપાનેર તરફ વાહન ચલાવો અને પછી અભયારણ્ય તરફ આગળ વધો, જે ફક્ત 20 મિનિટ દૂર છે. તમે આ વિસ્તારમાં હોલ્ટ કરી શકો છો અથવા જાંબુઘોડાના વનાંચલ જંગલ રિસોર્ટ (vananchal.com) પર જઇ આરામદાયી રોકાણો માણી શકો છો. ઉદ્યાનની પ્રવેશ ફી વ્યક્તિ દીઠ રૂ 50 છે.

નોટ: તમારે દૂરબીન, કેમેરા અને જાણકારી માટેની માર્ગદર્શિકા સાથે રાખવી જોઇએ અને બસ પછી તમે તમારા બર્ડવોચિંગ એડવેન્ચર માટે તૈયાર છો.

Photo of શું તમે પક્ષી પ્રેમીની શ્રેણીમાં આવો છો ? તો ગુજરાતના પક્ષી અભયારણ્યો તમારા માટે જ છે! by UMANG PUROHIT

નળસરોવર

નળસરોવર દરેક પક્ષી નિરીક્ષકની સૂચિમાં હોય છે. 1969માં આ ક્ષેત્રને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. નળસરોવર તળાવ અને તેની આસપાસના વેટલેન્ડમાં શિયાળાના મહિનાઓમાં 200 થી વધુ જાતિના પક્ષીઓ પોતાનું ઘર બનાવવા માટે આવે છે. અહીં જોવા મળતા કેટલાક સ્થળાંતર પક્ષીઓ ખોરાક અને હૂંફ માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે. 120 ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરી લેતા આ અભયારણ્ય માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ જળચર છોડ અને પ્રાણીઓ માટે સલામત આશ્રયસ્થાન છે. ગુજરાત ટૂરિઝમ દ્વારા આપવામાં આવેલા લક્ઝરી ટેન્ટમાં રહો અને બોટમાંથી પેલિકન, વોટરફોવલ્સ, વેડર્સ, ક્રેન્સ, ફ્લેમિંગો, સ્ટેન્ટ અને ગોડવિટ્સને જુઓ.

વિગતો: અમદાવાદથી આ પક્ષી અભયારણ્ય 64 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં તમે કોઇપણ વાહન ભાડે કરીને જઇ શોકો છો. મુલાકાતનો સમય સવારે 6 થી સાંજના 6 સુધીનો છે. પ્રવેશ ફી નથી. અહીં નજીકમાં રોકાણ કરવા માટે અમદાવાદની અલોફ્ટ હોટેલ (starwoodhotels.com) પર બુક કરો.

તમને ખબર છે? બર્ડવોચિંગ બર્ડિંગ કરતા અલગ છે. પક્ષી નિરીક્ષક આનંદ માટે પક્ષીઓને શોધે છે. જે લોકો બર્ડિંગ કરે છે તે પક્ષીની પ્રવૃત્તિ અને હાભાવને જાણવા માટે તેની પાછળ-પાછળ જઇને બધી માહિતી મેળવે છે.

થોલ પક્ષી અભયારણ્ય

ઘાસ અને અન્ય છોડથી ઘેરાયેલા એક તાજા પાણીનું તળાવ, સાત-ચોરસ કિલોમીટરમાં પથરાયેલું થોલ પક્ષી અભયારણ્ય સ્થળાંતર અને મૂળ પક્ષીઓ માટેનું એક આરામદાયી સ્થળ છે. માનવસર્જિત જળાશય, તળાવને 1988માં અભયારણ્યનું બિરુદ આપવામાં આવ્યું હતું અને 100 થી વધુ પ્રજાતિઓ જ્યારે તળાવ નજીક આવે છે ત્યારે ચોમાસા પછીનું દૃશ્ય જોવાલાયક હોય છે. જો તમે ભાગ્યશાળી છો તો તમે ક્રેન્સ, ગીસ, હેરોન્સ, વ્હિસલિંગ ટીલ્સ અને ડક જોઇ શકો જોશો.

વિગતો: તે અમદાવાદથી માત્ર 20 કિલોમીટર દૂર છે. એમ્બેસેડર હોટલ (ambassadorahmedabad.com) થી એક દિવસની સફર કરો. પ્રવેશ ફી નથી.

શૂલપાણેશ્વર

શૂલપાણેશ્વરમાં ભેજવાળા પાનખર જંગલો અને રાજપીપળા પર્વતો અહીંની સુંદરતામાં વધારો કરે છે. અહીંના સૌથી જોવાલાયક પક્ષીઓ ગ્રે હોર્નબિલ, પક્ષીઓ અને એલેક્ઝાન્ડ્રિન પેરાકીટ છે. અહીં રસપ્રદ બાબત છે ફૂલોના છોડની 575 પ્રજાતિઓ.

વિગતો: નજીકનું એરપોર્ટ વડોદરા છે. તમે ભરૂચથી ટ્રેન પણ લઈ શકો છો. વૈકલ્પિક રીતે તમે હોટેલ પ્રેસિડેન્સી ફોરેસ્ટ કાઉન્ટી (presidencyhotels.com) માં રહી શકો છો, જે અભયારણ્યની નજીક છે. પ્રવેશ ફી અથવા કેમેરા માટે કોઇ ફી નથી.

દક્ષિણ ગુજરાત

વાસંદા નેશનલ પાર્ક

વાંસદાના જંગલોમાં ઉંચા વૃક્ષો 120 ફુટ સુધી પહોંચે છે અને 450 જાતિના છોડ પ્રકૃતિના ઉત્સાહીઓને આકર્ષિત કરે છે. જો તમે પક્ષીઓ શોધી રહ્યા છો, તો તમે નિરાશ થશો નહીં, કારણ કે ત્યાં 115 પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે, જે ફક્ત પશ્ચિમી ઘાટમાં જોવા મળે છે.

વિગતો: નજીકનું એરપોર્ટ સુરત છે અને નજીકનું રેલ્વે સ્ટેશન વાઘાઈ છે. પાર્કની મુલાકાત લેવા તમારે પ્રવેશ ફી તરીકે વ્યક્તિ દીઠ રૂ 20 ચૂકવવા પડશે. શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ કિલ્ડ ઇકો કેમ્પસાઇટ છે.

પૂર્ણા વાઇલ્ડલાઇફ

160 ચોરસ કિલોમીટર અભયારણ્યએ દક્ષિણ ગુજરાતનો બીજો સંરક્ષિત વિસ્તાર છે. અહીં 700 જેટલી જાતિના છોડ મળી આવે છે, જ્યારે 139 પક્ષી જાતિઓ પણ અહીં મળી શકે છે. હોર્નબિલ્સ, ગ્રે જંગલ ફોવલ્સ, વૂડપેકર્સ, ફ્લાયકેચર્સ અને રેપ્ટર્સ એ પક્ષીઓમાંના કેટલાક છે જે બર્ડવોચર્સને અભયારણ્યમાં તરફ ખેંચી લાવે છે.

વિગતો: નજીકનું એરપોર્ટ સુરત (120 કિલોમીટર) છે, જે દેશના મોટા શહેરો સાથે જોડાયેલું છે. તમે વ્યારાની ટ્રેન પણ લઈ શકો છો, જે 20 કિલોમીટર દૂર છે. તમે પૂર્ણા ગામના મહેલ કેમ્પસાઇટમાં રહી શકો છો, અથવા સુરતમાં હોટેલ બુક કરી શકો છો. પ્રવેશ ફી માથા દીઠ રૂ 20 અને કેમેરા રૂ 50 છે.

સૌરાષ્ટ્ર

પોરબંદર

આ ગુજરાતમાં સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે, જે ફક્ત ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરે છે. અહીં તમે આકાશમાં રંગીન રંગીન પક્ષીઓ અને શિકારને પકડવા માટે તાજા પાણીમાં આડંબર કરતા જોઇ શકશો. ફ્લેમિંગો, બતક, બગલા, સીમ, આઇબીસ, સ્પૂનબિલ, સીટી વગાડતી ટીલ્સ અને લાલ શંખ્સ એવા કેટલાક પક્ષીઓ છે જેને તમે જોઇ શકો છો.

વિગતો: પોરબંદર રેલ્વે સ્ટેશન તેને રાજકોટ, અમદાવાદ અને મુંબઇ સાથે જોડે છે. હોટેલ અઝુરા (hotelazura.in) આ સફર માટે તમારું યજમાન બની શકે છે. અભયારણ્ય પ્રવેશ માટે કોઇ ફી લેતું નથી.

Photo of Porbandar Bird Sanctuary, Chhaya Road, Siddheshwar Park, Chhaya, Porbandar, Gujarat, India by UMANG PUROHIT
Photo of Porbandar Bird Sanctuary, Chhaya Road, Siddheshwar Park, Chhaya, Porbandar, Gujarat, India by UMANG PUROHIT

ગીર નેશનલ પાર્ક

ભારતના સૌથી પ્રાચીન વન્યપ્રાણી પાર્કમાંથી એક ગીર એશિયાટિક સિંહનું ઘર છે. વન્યપ્રાણી ઉત્સાહીઓ ઉદ્યાનની મુલાકાત ચિત્તો અને જંગલ બિલાડીઓ તેમજ અન્ય પ્રાણીઓ અને સરિસૃપોનો જોવા માટે આવતા હોય છે. પક્ષીઓથી મોહિત હોય તેવા લોકો માટે તમને મલબાર વ્હિસલિંગ થ્રશ, પેરેડાઇઝ ફ્લાયકેચર, ક્રેસ્ટેડ સર્પ ઇગલ અને પેઇન્ટેડ સ્ટોર્કસ અહીં માળો લગાવતા જોવા મળશે.

કેવી રીતે પહોંચવું?: પાર્કથી 110 કિલોમીટરના અંતરે મુંબઇથી દીવ સુધીની સીધી ફ્લાઇટ્સ છે. દિલ્હીથી, રાજકોટ જવાનો અને પાર્કમાં વાહન ચલાવવું (ચાર કલાક). સૌથી વધુ અનુભવ મેળવવા માટે,પાર્કમાં જંગલ લોજમાં રહો. તમે તમારો પ્રવાસ ઓનલાઇન બુકિંગ કરી શકો છો girlion.in પર.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસના ફોટા અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર ક્રેડિટ કમાઓ અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટલ બુક તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads

Related to this article
Zainabad Travel Guide,Weekend Getaways from Zainabad,Places to Stay in Zainabad,Things to Do in Zainabad,Things to Do in Surendranagar,Surendranagar Travel Guide,Weekend Getaways from Surendranagar,Places to Stay in Surendranagar,Places to Visit in Surendranagar,Places to Visit in Gujarat,Places to Stay in Gujarat,Things to Do in Gujarat,Gujarat Travel Guide,Things to Do in India,Places to Stay in India,Places to Visit in India,India Travel Guide,Naliya Travel Guide,Weekend Getaways from Naliya,Things to Do in Naliya,Weekend Getaways from Kutch,Places to Visit in Kutch,Places to Stay in Kutch,Things to Do in Kutch,Kutch Travel Guide,Weekend Getaways from Jamnagar,Places to Visit in Jamnagar,Places to Stay in Jamnagar,Things to Do in Jamnagar,Jamnagar Travel Guide,Weekend Getaways from Vadodara,Places to Visit in Vadodara,Places to Stay in Vadodara,Things to Do in Vadodara,Vadodara Travel Guide,Weekend Getaways from Jambughoda,Places to Visit in Jambughoda,Places to Stay in Jambughoda,Things to Do in Jambughoda,Jambughoda Travel Guide,Weekend Getaways from Ahmedabad,Places to Visit in Ahmedabad,Places to Stay in Ahmedabad,Things to Do in Ahmedabad,Ahmedabad Travel Guide,Weekend Getaways from Navsari,Places to Visit in Navsari,Places to Stay in Navsari,Things to Do in Navsari,Navsari Travel Guide,Weekend Getaways from Dang,Places to Stay in Dang,Things to Do in Dang,Dang Travel Guide,Weekend Getaways from Porbandar,Places to Visit in Porbandar,Places to Stay in Porbandar,Things to Do in Porbandar,Porbandar Travel Guide,