જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે એશિયાટિક સિંહ, કચ્છનું સફેદ રણ, ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ અને વિવિધ પ્રકારના ભોજન તાદ્રશ્ય થયા વગર રહેતા નથી. પણ તમે ક્યારેય ગુજરાતના આદિવાસી મેળા વિશે સાંભળ્યું છે? જેમાં આ આદિવાસીઓ ગુજરાતની નશાબંધીનો જાણે મજાક ઉડાવતા હોય એમ ધોળા દિવસે ચાર દિવસ સુધી બેફામ દારૂનો નશો કરે છે. આ ચાર આદિવાસી મેળા તમને ગુજરાત વિશે બીજી વાર વિચારવા પર મજબૂર કરી દેશે.
કૃપા કરી ગુજરાત ટુરીઝમ સાથે મેળામાં જતાં પહેલા તારીખ કન્ફર્મ કરો.
ભવનાથનો મેળો
ગિરનાર, હિમાલય કરતાં પણ જુના આ પહાડોમાં મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાના ટોળા ના ટોળા ઉમટી પડે છે. એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે આવતી મહાશિવરાત્રી પર ભગવાન શંકર તાંડવ (વિનાશનું નૃત્ય) કરે છે. આ રાત્રે ત્યાં મહાપુજા થાય છે. અલંકારો પહેરીને હાથી પર બેઠેલા નાગા બાવાઓ શંખ, તુંગી, અને તુરી ફૂંકે છે. અમાસની રાત્રે પહાડોમાં પડતા આ શંખનાદ ના પડઘા અંગેઅંગમાં ધ્રુજારી લાવી દે છે. મહાપૂજાના પ્રારંભ બાદ આ ઓપન એર સ્ટેજમાં સંગીત, ગાયન વાદન અને પારંપરિક ભવાઈ ની કૃતિઓ રજુ થાય છે.
સમયગાળો
મહાશિવરાત્રિની આજુબાજુના પાંચ દિવસોમાં હોય છે. આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ હતો.
અન્ય આકર્ષણો
*યાત્રાળુઓ સાથે ગિરનારની પરિક્રમા
*ગુજરાતના સૌથી ઊંચા શિખર ગિરનાર પર ચઢાઈ
*ગીર નેશનલ પાર્ક એશિયાટિક સિંહ નું નિવાસસ્થાન ની સફર
*મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરની મુલાકાત
*પોર્ટુગીઝો ના શહેર દીવની મુલાકાત
ડાંગ દરબાર નો મેળો
રાજા પણ ગયા અને તેમના રજવાડા પણ અને તેની સાથે આપણે પણ. ગુજરાત ના દુરસ્થ જંગલોમાં ભૂતપૂર્વ રાજાઓએ તેમના રજવાડા પાછા મેળવ્યા. ડાંગ દરબાર નો મેળો ખરેખર તો ડાંગના ભીલ શાસકોને શ્રદ્ધાંજલિ આપવા બ્રિટિશ દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. આ મેળો બ્રિટિશ શાસનના રહ્યાસહ્યા રિવાજો માનો એક છે.
રાજાઓ, રાજકુંવરો અને ગામના મુખી હોળી ની આજુબાજુ દરબારમાં ભેગા થાય છે અને ત્યાં જુદા જુદા આદિવાસી નૃત્યો તથા લોકસંગીત જેવી કૃતિઓ માણે છે. 311 ગામડામાંથી ૧૩ જેટલી આદિવાસી પ્રજાતિઓ આ રંગબેરંગી મેળામાં આવે છે.
સમયગાળો
હોળી ની આજુબાજુ ના દિવસો માં હોય છે. આ વર્ષે 9 થી 11 માર્ચ એ હતો.
અન્ય આકર્ષણો
*ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ની સફર
*ડાંગના આદિવાસી ગામડાઓની મુલાકાત
*ડાંગના જંગલોમાં રઝળપાટ
કવાંટ નો મેળો
ગુજરાતની સૌથી મોટી આદિવાસી પ્રજાતિના લોકો દૂરથી ભેગા થઈ પાકની લણણી, પોતાના બાળકો માટે સાથીની શોધ, અને પૌરાણિક કથાઓ ની ઉજવણી કરે છે. રાઠવા કમ્યુનિટી નો આ મેળો પ્રાચીનકાળથી ઉજવાઈ રહ્યો છે. રાઠવા પ્રજાતિના આદિવાસીઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ થી પણ આ મેળામાં ભેગા થાય છે.
રાઠવા પ્રજાતિ હજુ પણ જંગલોમાં અને ટેકરીઓ પર એકાંત જીવન ગાળે છે. સામાન્ય રીતે તેઓમાં કાયદાઓને અનુસરવાની વૃત્તિ હોતી નથી. નશાબંધી નો ભંગ કરી સતત પાંચ દિવસ સુધી અહીં લોકો દારૂનો નશો કરે છે. એકવાર દારૂ પીધા પછી તે આદિવાસી પૌરાણિક કથાઓ અને વન કથાઓ રજૂ કરે છે. દારૂ પીધા પછીનુ નૃત્ય અને સંગીત પણ જોવા જેવું હોય છે.
સમયગાળો
સામાન્ય રીતે હોળી ના ત્રીજા દિવસે શરૂ થાય છે. આ વખતે 15 માર્ચે હતો.
અન્ય આકર્ષણો
*સુસ્ત રિંછ અને ફ્લાઈંગ ફોક્સ ને નિહાળવા જાંબુઘોડા વાઈલ્દ્લાઈફ સેન્ચ્યુરી ની સફર
*બરોડા (ભૂતપૂર્વ રજવાડી રાજધાની) ની મુલાકાત
ચીત્ર વિચીત્ર મેળો
હોળી પછી ની પૂનમ મા નજીકના ગામડાઓની સ્ત્રીઓ તેમના મૃતક પૂર્વજોનો શોક કરવા એક નદીકાંઠે ભેગી થાય છે. આ અસ્વાભાવિક શોક સવારો સવાર સુધી ચાલે છે. જેમ જેમ સૂરજ માથે ચડતો જાય તેમ આ શોક જીવતા લોકો માટે ની ઉજાણીમાં બદલાઈ જાય છે. પુરુષ પારંપરિક ભૂરો શર્ટ, લાલ ધોતી, અને કેસરી પાઘડી બાંધે છે. જ્યારે સ્ત્રીઓ ચાંદીના ઘરેણા અને રંગબેરંગી ઘાઘરાઓ મા જોવા મળે છે.
ઢોલ-નગારા, વાંસળીઓ અને અન્ય સંગીત વાદ્યોના તાલ સાથે નાચતા લોકો ધરતી ધ્રુજાવી દે છે. એવું માનવામાં આવે છે કે મૃતકો આ નૃત્ય કરતા લોકોમાં પ્રવેશે છે. તમે માનો કે ના માનો પણ આ નૃત્ય કરતા લોકોમા તમે ચોક્કસ અનુભવી શકો છો. આદિવાસી હસ્તકલા, ઘરેણા અને ત્યાંના લોકલ ભોજન માટે પણ આ મેળો ઘણો સારો છે.
સમયગાળો
કવંત નો મેળો હોળી ની આગલી રાત્રે હોય છે. આ વર્ષે ૧૧ માર્ચે હતો.
અન્ય આકર્ષણો
*રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ની સફર
*ઉદયપુર ની મુલાકાત
શું તમે કોઈપણ મેળામાં ગયા છો? તેમાંથી કયો મેળો સૌથી વધુ રોમાંચક રહ્યો? તમારા વિચારો અને અનુભવો અમારી સાથે અહીં કોમેન્ટ માં શેર કરો. અથવા તમારો પોતાનો ટ્રાવેલોગ લખો અને દુનિયા સાથે શેર કરો.